Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

ગુજરાતનું બજેટ ઓનલાઇન રજૂ કરવાના અરમાન અધૂરા રહેશે નાણામંત્રી કનુભાઈ બપોરે 1 વાગે ગૃહમાં બજેટ રજૂ કરશે આ બજેટ અંદાજે રૂ. 2.35 લાખ કરોડનું રહેવાની સંભાવના છે ગુજરાત વિધાનસભામાં આ વખતનું બજેટ ઓનલાઇન રજૂ કરવા માટે સરકારના કેટલાક અધિકારીઓએ રાતે ઉજાગરા કર્યા પણ અંતે ઓનલાઈન અંદાજપત્ર રજૂ કરવાના અરમાન અધૂરા રહી ગયા છે.બજેટ ઓનલાઇન રજૂ કરવા માટે છેલ્લા કેટલાક દિવસોથી સચિવ કક્ષાના અધિકારીઓએ તેમની ટીમ સાથે મોડી રાત સુધી ઉજાગરા કરીને IFMS-2 નામના સોફ્ટવેર મારફતે બજેટ ઓનલાઈન કરવા માટે તનતોડ મહેનત કરી હતી, જેમાં બજેટ લક્ષી કેટલીક ઝીણી ઝીણી બાબતો કેટલાક વિભાગો માંથી સમયસર અને વ્યવસ્થિતના આવતા સંપૂર્ણ બજેટને સોફ્ટવેરમાં…

Read More

ઉદ્યોગપતિ મહેન્દ્ર ફળદુએ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી મહેન્દ્ર ફળદુએ દવા પીને ગળેફાંસો ખાધો સુસાઇડ નોટમાં લખ્યું- ઓઝોન ગ્રુપ જવાબદાર રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ અને સૌરાષ્ટ્રની જાણીતી કડવા પાટીદાર સમાજની સંસ્થા યુવી ક્લબના ચેરમેન મહેન્દ્ર ફળદુએ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. મહેન્દ્ર ફળદુએ આપઘાત કરતાં પહેલાં એક સુસાઇડ નોટ પણ લખી રાખી હતી અને એ દરેક અખબારમાં મોકલવામાં આવી હતી. બાદમાં 150 ફૂટ રિંગ રોડ પર આવેલી પોતાની ઓફિસમાં ઝેરી દવા પી તેમજ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી, જેની જાણ થતાંની સાથે જ તેમનાં મિત્રવર્તુળો તેમજ રાજકીય આગેવાનો પહોંચી ગયાં હતાં અને મૃતદેહને સિવિલ હોસ્પિટલ લાવી કાર્યવાહી હાથ…

Read More

ગુજરાતમાં થઈ રહ્યો છે બે ઋતુનો અનુભવ રાત્રે ઠંડક અને દિવસના ગરમીમાં લોકો શેકાયા ઉત્તર ભારતમાં થતી હિમ વર્ષાની અસર સુરત શહેરમાં વર્તાઇ ઉત્તર ભારતમાં થતી હિમ વર્ષાની અસર સુરત શહેર સહિત ગુજરાતના અન્ય ભાગોમાં પણ જોવા મળતા રાત્રીના તાપમાનમાં બે ડિગ્રીનો ઘટાડો થઇને 16.6 ડિગ્રી નોંધાવાની સાથે જ દિવસના 34 ડિગ્રી તાપમાનમાં શેકાતા શહેરીજનોએ વિતેલા 24 કલાકમાં બે ઋતુનો અનુભવ કર્યો હતો. હવામાન કચેરીના પ્રવકતાના જણાવ્યા મુજબ રવિવારે સુરત શહેરનું અધિકત્તમ તાપમાન 34.0 ડિગ્રી, લઘુત્તમ તાપમાન 16.6 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 29 ટકા, હવાનું દબાણ 1011.9 મિલીબાર અને ઉત્તર દિશામાંથી કલાકના 6 કિ.મીની ઝડપે પવન ફુંકાયા હતા. ગત દિવસોમાં…

Read More

પેપરો લીક મામલે બોર્ડ દ્વારા લેવાયો  મોટો નિર્ણય પરીક્ષાઓમાં ખાનગી પ્રકાશનો પાસે નહીં છપાવાય પેપર સ્કૂલ અથવા એસવીએસ કક્ષાએ જ પેપર છપાવાશે તાજેતરમાં ધો.10 અને 12ની દ્રિતિય સત્રની પરીક્ષામાં કેટલાક પેપરો પરીક્ષાના બે દિવસ પહેલા જ યુટયુબ પર જવાબો સાથે ફરતા થઈ જતા ભારે વિવાદ થયો હતો અને બોર્ડે કરેલા તપાસના આદેશને પગલે સાઈબર ક્રાઈમ સુધી તપાસ પહોચી હતી. કેટલીક સ્કૂલો દ્વારા એસવીએસના માધ્યમથી નવનીત પ્રકાશન પાસે પેપરો તૈયાર કરાવ્યા હતા ત્યારે હવે ફરીથી આવી કોઈ ઘટના ન બને તે માટે બોર્ડે તમામ ડીઈઓને પરિપત્ર કરીને સ્કૂલ કક્ષાએ જ અથવા એસવીએસ કક્ષાએ જ પેપરો તૈયાર કરાવવા ખાસ આદેશ કર્યો છે.…

Read More

ગુજરાતમાં 6 મહિનામાં 25 લાખથી વધુ લોકોએ મોબાઇલ છોડ્યો તમામ સર્વિસ પ્રોવાઇડર્સના સબસ્ક્રાઇબર્સ ઘટ્યાં ભારતમાં સ્માર્ટફોન યૂઝર્સની સંખ્યા 2026 સુધીમાં 100 કરોડથી વધુ હશે : સ્ટડી ગુજરાતમાં છેલ્લા 6 મહિનામાં વાયરલેસ ટેલિકોમ સબ્સક્રાઇબર એટલે કે મોબાઇલ ફોન યૂઝર્સની સંખ્યામાં 25 લાખથી વધુનો ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં જૂન 2021માં 7 કરોડ યૂઝર્સ હતા જેમાંથી ઘટી ડિસેમ્બરમાં તે સંખ્યા 6.74 કરોડ થઈ ગઈ છે. આ 6 મહિનાના ગાળામાં તમામ સર્વિસ પ્રોવાઇડરના સબ્સક્રાઇબરમાં ઘટાડો નોંધાયો છે. સૌથી વધુ સબ્સક્રાઇબર વોડાફોન-આઇડિયાના 9.95 લાખ ઘટ્યા જ્યારે સૌથી ઓછા બીએસએનએલના 2.10 લાખ ઘટ્યા છે. રિલાયન્સ જિઓના 9.21 લાખ સબ્સક્રાઇબર ઘટ્યા હોવા છતાં હજુ પણ તે રાજ્યમાં…

Read More

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારકા પહોચ્યા ત્રણ દિવસીય ચિંતન શિબિરમાં રાહુલ ગાંધી રહશે હાજર ભગવાન દ્વારકાધીશની ધજા માથે ચડાવી રાહુલ ગાંધીએ પ્રવેશ કર્યો દ્વારકા કોંગ્રેસની ચિંતન શિબિર યોજાઈ રહી છે. ત્યારે આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારકામાં આવી પહોંચ્યા હતા. જામનગર એરપોર્ટ પર રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જે બાદ રાહુલ ગાંધી દ્વારકામાં દ્વારકાધીશ ભગવાનના દર્શન કરવા માટે આવી પહોંચ્યા છે. દ્વારકાધીશ ભગવાનના મંદિરની પ્રવેશ દ્વાર પહેલા ભગવાન દ્વારકાધીશની ધજા માથે ચડાવી રાહુલ ગાંધીએ પ્રવેશ કર્યો હતો. ચિંતન શિબિરમાં હાજરી આપવા આવેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ દ્વારિકાનગરીમાં શ્રી કૃષ્ણને યાદ કરી પક્ષ છોડનારાને કૌરવ ગણાવ્યાં હતા. તેમજ કહ્યુ…

Read More

આ પાંચ જગ્યાની મુલાકાત લઈ બનાવો યાદગાર 5 રોમેન્ટિક ડેસ્ટિનેશન્સનો બનાવો પ્લાન જાણો બેસ્ટ હનીમૂન ડેસ્ટિનેશન વિશે જ્યાં કપલ્સને લગ્નને લઈને ઘણા સપના હોય છે તો ત્યાં જ લગ્ન બાદ ફરવા ક્યાં જવું તેને પણ તે ખાસ બનાવવાનો પ્રયત્ન કરે છે. કપલ્સ હંમેશા ઈચ્છે છે કે તે કોઈ એવી જગ્યા પર હનીમૂન પર જાય જ્યાની યાદો તે જીવન ભર સાથે રાખી શકે. એવામાં આજે અમે તમને એવા જ રોમેન્ટિક હનીમૂન વિશે જણાવવા જઈ રહ્યા છીએ. હંપી હંપી કર્ણાટકમાં બસેલુ એક પ્લેસ છે. જેનો સંબંધ ઈતિહાસથી છે. જો તમે પોતાના પાર્ટનર સાથે શાંતિ અને સુકૂનના ક્ષણ પસાર કરવા માંગો છો તો…

Read More

ઘરમાં ફૂલ નેટવર્ક માટે અપનાવો આ ટીપ બસ લગાવો આ ડિવાઈઝ, સ્પીડ થઈ જશે ડબલ ઘરમાં નથી મળતું બરાબર સિગ્નલ? ઘણા ઘરોમાં એવી જગ્યા હોય છે જ્યાં નેટવર્ક નથી આવતું. એવામાં આપણે કોલ અથવા ઈન્ટરનેટનો ઉપયોગ કરવામાં મુશ્કેલી થાય છે. પરંતુ આ પરેશાનીને ખૂબ જ સરળતાથી દૂર કરી શકાય છે. માર્કેટમાં એક એવું પ્રોડક્ટ છે જેનાથી તમે ઘરના ખૂણે ખૂણામાં ફૂલ સિગ્નલ મેળવી શકો છો.  તમારે કોલ વખતે વારંવાર હલો-હલો કરવાની જરૂર નહીં પડે. ત્યાં જ ડિવાઈસ ખૂબ સસ્તુ આવે છે અને તમારી મુશ્કેલીને દૂર કરે છે. તેને ઘર પર લગાવ્યા બાદ ફોનમાં લો નેટવર્ક નહીં રહે અને ઈન્ટરનેટની સ્પીડ…

Read More

યુધ્ધને લીધે હીરા ઉદ્યોગની પણ ચિંતા વધી રૃપિયાની સામે ડોલર મજબૂત થતાં પરેશાની વધી જૂનાં પેમેન્ટો રોકી રાખવાનું વેપારીઓનું વલણ રશિયાના યૂક્રેન સાથેના યુદ્ધને કારણે ડોલરના રેટમાં વધારો થવાથી હીરા ઉદ્યોગકારોની ચિંતા વધી ગઈ છે. ડોલર વધુ ઉછળીને 80 આસપાસ પહોંચે તો, દોઢ-બે મહિના પેમેન્ટ રોકી રાખવાનું વલણ રહેશે. હીરા બજાર પર અસર એ આવી છે કે પોલીશ્ડની નવી ખરીદી અટકી ગઈ છે. યુદ્ધ શરૃ થઈ ગયું હોવાને કારણે પેમેન્ટની ચુકવણીમાં લોકોનું વલણ રાહ જોવાનું રહેશે. કેમકે ડોલર વધવા માંડે એટલે પેમેન્ટ કરવામાં તકલીફ થાય. રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ લાંબુ ચાલે તો અને અમેરિકા આ યુધ્ધમાં કૂદી પડે તો…

Read More

યુક્રેનમાં ફસાયેલા ભારતીયો આવશે સ્વદેશ પરત વિદ્યાર્થીઓની પ્રથમ ટુકડી રવાના હાલમાં લગભગ 20 હજાર ભારતીયો યુક્રેનમાં ફસાયેલા છે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોની વાપસી હવે શરૂ થઈ ગઈ છે. તે બધાને રોમાનિયાના રસ્તે દેશમાં પાછા લાવવામાં આવશે. આ બધું એટલા માટે થઈ રહ્યું છે કારણકે, હવે પશ્ચિમ યુક્રેનમાં લિવીવ અને ચેર્નિવત્સીમાં વિદેશ મંત્રાલયના કેમ્પ ફરીથી સક્રિય થયા છે. એક તસવીર પણ સામે આવી છે, જેમાં 25થી 30 ભારતીય વિદ્યાર્થીઓ ઘરે પરત ફરતા ખુશી વ્યક્ત કરી રહ્યા છે. જોકે, ગઈકાલે ભારતીય વિદ્યાર્થીઓને સ્વદેશ પરત મોકલવાની તૈયારી શરૂ કરવામાં આવી હતી જ્યારે વિદેશ મંત્રાલયે પોલેન્ડ અને હંગેરીના માર્ગ દ્વારા બધાને બહાર કાઢવામાં આવશે તેવી…

Read More