Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

યુપી વિધાનસભા ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન 9 જિલ્લાની 55 બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે ઉત્તરાખંડ અને ગોવામાં પણ આજે મતદાન ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022નો આજે બીજો તબક્કો છે. 9 જિલ્લાની 55 બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે. 586 ઉમેદવારો મેદાનમાં છે. આજે 2 કરોડ લોકો મતદાન કરશે.આઝમ ખાન, તેના પુત્ર અબ્દુલ્લા આઝમ અને ભાજપના સુરેન્દ્ર ખન્ના મેદાનમાં છે. બીજા તબક્કામાં જાટ, મુસ્લિમ અને ખેડૂત મતદારો મોટા પ્રમાણે છે. 2017માં આ 55 બેઠકોમાંથી ભાજપે 38, સપાએ 15 અને કોંગ્રેસે 2 બેઠક જીતી હતી. આ વખતે મોદી અહીંની રેલીમાં હાજર રહ્યા હતા. અખિલેશ યાદવ ઉન્નની લાલ પોટલી લઈને ફરી…

Read More

વિદેશ મોકલવાના નામે ગુજરાતીઓને બંધક બનાવ્યા ગુજરાતીઓને બંધક બનાવી ખંડણી વસૂલી કોલકાતા-દિલ્હીમાં બંધક 15 ગુજરાતીઓને છોડાવ્યા ગાંધીનગર પોલીસ દ્વારા કબૂતરબાજ અને ખંડણીના મસમોટા નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. વિદેશ મોકલવાની લાલચ આપી કોલકાતા-દિલ્હીમાં 15 પેસેન્જરને ગોંધી રાખી બંદૂકની અણીએ કેનેડા પહોંચી ગયાનો ફોન કરાવી સાત લોકો પાસેથી 3 કરોડ 5 લાખ 74 હજારની ખંડણી ઉઘરાવનારા કબૂતરબાજ ગેંગનો પર્દાફાશ કરીને લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા તમામ બંધકોનો હેમખેમ છુટકારો કરાવ્યો છે. ગાંધીનગર કલોલનાં દંપતીને અમેરિકા મોકલવાની લાલચ આપી દિલ્હી લઈ જઈ 10 લાખની ઉઘરાણી અને ફાયરિંગની ઘટનાની શાહી હજી સુકાઈ નથી. એવામાં ગાંધીનગર લોકલ ક્રાઇમ દ્વારા કબૂતર બાજના મસમોટા નેટવર્કનો પર્દાફાશ કરી…

Read More

અણ્ણા હજારેએ અનશન કર્યું રદ્દ ગ્રામ સભાનો આદેશ માથે ચડાવી અનસન કર્યું રદ્દ મને હવે આ રાજ્યમાં જીવવા જેવું લાગતું નથી: અણ્ણા હજારે સામાજિક કાર્યકર્તા અણ્ણા હજારેએ રાળેગણસિદ્ધિ ગ્રામ સભાનો આદેશ માથે ચડાવતાં સોમવારથી શરૂ થનારા પોતાના અનશનને રદ કરી નાખ્યા છે અને હવે અણ્ણા અનશન પર નહીં બેસે, પરંતુ આ પહેલાં તેમણે એક વાક્ય એવું કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં લોકશાહી નહીં, હુકમશાહી ચાલે છે અને અહીં હવે જીવવાની કોઈ ઈચ્છા જ રહી નથી એવો સંદેશો તમારા મુખ્ય પ્રધાન સુધી પહોંચાડી દેજો. જેને કારણે રાજ્યની સરકારને નીચાજોણું થાય એવી શક્યતા છે. રવિવારે રાળેગણસિદ્ધિમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ…

Read More

એબીજી શિપયાર્ડના ડિરેક્ટરો પર સીબીઆઇમાં ફરિયાદ એબીજી શિપયાર્ડના ડિરેક્ટરો પર 28 બેંકો સાથે ઠગાઈની ફરિયાદ 28 બેંકો સાથે 22,842 કરોડ રૂપિયાની છેતરપિંડીના આરોપ સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઈન્વેસ્ટીગેશનએ એબીજી શિપયાર્ડ  અને તેના ડિરેક્ટરો પર 28 બેંકો સાથે 22,842 કરોડ રૂપિયાની ઠગાઈના કેસમાં ફરિયાદ નોંધી છે. CBIએ ABG શિપયાર્ડ અને તેના તત્કાલિન અધ્યક્ષ તથા નિર્દેશક ઋષિ કમલેશ અગ્રવાલ સહિત અન્ય વિરુદ્ધ 28 બેંકો સાથે 22,842 કરોડ રૂપિયાની છેતરપિંડીના આરોપમાં FIR નોંધવામાં આવી છે. જણાવી દઇએ કે, આ કંપની જહાજ નિર્માણ અને જહાજ રિપેરીંગનું કામ કરે છે. તેનું શિપયાર્ડ ગુજરાતના દહેજ અને સૂરતમાં આવેલા છે. આ કંપનીની કુલ 8 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં…

Read More

IPL–2022ની હરાજીમાં દીપક ચહરની લાગી સૌથી મોટી બોલી ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે ચહરને ખરીદ્યો હરાજીમાં તે અત્યાર સુધીનો સૌથી મોંઘો ભારતીય બોલર IPL–2022ની હરાજીમાં ફાસ્ટ બોલર દીપક ચહરને ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો. IPL ની હરાજીમાં તે અત્યાર સુધીનો સૌથી મોંઘો ભારતીય બોલર બની ગયો છે. આ સાથે જ તે CSK ટીમનો સૌથી મોંઘો ખેલાડી પણ બની ગયો છે. IPL-2022 માટે તેને CSK માં મહેન્દ્ર સિંહ ધોની કરતા વધારે પૈસા મળશે. ધોનીને CSK એ 12 કરોડમાં રિટેન કર્યો હતો. આ પહેલા દીપક ચહરને આઈપીએલ 2018માં CSK એ 80 લાખ રૂપિયામાં લીધો હતો. દીપક ચહરને આઈપીએલ 2022 મેગા…

Read More

દેશના અગ્રણી ઉદ્યોગપતિનું 83 વર્ષની ઉંમરે નિધન રાહુલ બજાજને પદ્મભૂષણથી નવાજવામાં આવ્યાં હતાં છેલ્લાં ઘણાં સમયથી કેન્સરથી પીડાતા હતા દેશના ટોચના ઉદ્યોગપતિ અને બજાજ સમૂહના મોભી રાહુલ બજાજનું લાંબી માંદગી બાદ નિધન થયું છે. છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ કેન્સર સામે લડી રહ્યાં હતાં. 50 વર્ષથી વધુ સમય સુધી તેઓ બજાજ સમૂહના ચેરપર્સન રહી ચૂક્યાં છે. ઉદ્યોગજગતની સાથે તેઓ રાજ્યસભાના સાંસદ પણ રહી ચૂક્યાં છે. 2001માં તેમને પદ્મભૂષણથી નવાજવામાં આવ્યાં હતાં. ભારતના અગ્રણી ઉદ્યોગપતિ રાહુલ બજાજનું આજે નિધન થયું હતું. તેઓ 83 વર્ષના હતા. બજાજ મોટરસાઈકલના કારણે ઘરોઘરમાં તેમનું નામ જાણીતું છે. એ ઉપરાંત તેઓ પોતાના બેખોફ નિવેદનો અને સરકાર વિરોધી…

Read More

ઉત્તરાખંડમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.1 નોંધવામાં આવી દિલ્હી નોઇડામાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા ઉત્તરાખંડમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.એક  ન્યૂઝ એજન્સી ના જણાવ્યા અનુસાર, ઉત્તરકાશીમાં 39 કિમી પૂર્વમાં આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.1 નોંધવામાં આવી હતી.  ભૂકંપના ઝટકા અનુભવાયા બાદ કેટલીય જગ્યા પર લોકો ઘરમાંથી બહાર નિકળી ગયા હતા. દિલ્હી એનસીઆરના નોઈડામાં લોકોએ ભૂકંપના ઝટકા અનુભવ્યા હતા. જમ્મુના કેટલાય જિલ્લામાં પણ લોકોએ ધરતી કંપન અનુભવ્યું હતું. ભૂકંપના ઝટકા અનુભવાય ત્યારે એકદમ ગભરાવવું નહીં, સૌથી પહેલ આપ કોઈ પણ બિલ્ડીંગમાં હોવ તો, ત્યાંથી બહાર નિકળી ખુલ્લામાં આવી જાવ. બિલ્ડીંગની નીચે…

Read More

સૌરાષ્ટ્રના મધદરિયેથી ફરી ઝડપાયું ડ્રગ્સ દરિયામાંથી 800 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો 529 કિલો હેસિસ, 234 કિલો મેથામ્ફેટામાઈન અને ડ્રગ્સ ઝડપાયું ગુજરાત અને સૌરાષ્ટ્ર જાણે કે ડ્રગ્સ અને નાસાનું એપી સેન્ટર બની ગયું હોય તેમ છાસવારે ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ડ્રગ્સ ઝડપાયું છે. જામનગર, કચ્છ સહિતના વિસ્તારમાં થોડા સમય પહેલા ડ્રગ્સ ઝડપાયું છે. ત્યારે ફરી એકવાર મધ દરિયેથી ડ્રગ્સ ઝડપાયું છે. સુરક્ષા એજન્સીઓને મોટી સફળતા મળી છે. જેને કારણે ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે.  સૌરાષ્ટ્રના મધદરિયેથી ફરી એક વખત ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે. એનસીબી અને નેવીની ટીમે 2 હજાર કરોડનો જથ્થો પકડી પાડ્યો છે. સુરક્ષા એજન્સીઓએ મોટું ઓપરેશન પાર પાડતા દરિયામાંથી…

Read More

યમનથી આવેલ ઈસમ અમદાવાદમાં AK 47ના પાર્ટ બનાવતો પાર્ટ વિદેશ મોકલતો અને હાઇરેન્જની રાઇફલ પણ બનાવતો આરોપીને રાજકોટનો ટ્રાન્સલેટર મળ્યો હતો અમદાવાદને મેડિકલ ટૂરિઝમનું હબ માનવામાં આવે છે. અહીં વિદેશથી લોકો સારવાર માટે આવતાં હોય છે. કિડની, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે અનેક વિદેશીઓ અમદાવાદ આવતાં હોય છે. ત્યારે વિદેશથી પિતાની સારવાર માટે આવેલો શખ્સ AK 47 ગનના પાર્ટ બનાવતો હોવાની જાણકારી મળતાં જ ક્રાઈમ બ્રાંચે તેને ઝડપી લીધો છે. જેના કેટલોગ અને ફોટો પણ ક્રાઈમ બ્રાન્ચને મળ્યાં છે. આરોપી આખી ગન બનાવવાની જગ્યાએ અલગ અલગ પાર્ટ બનાવીને વિદેશમાં મોકલતો હોવાનું ક્રાઇમ બ્રાન્ચ માની રહી છે. ક્રાઈમ બ્રાન્ચ તરફથી મળેલી વિગતો પ્રમાણે…

Read More

કોંગ્રેસ પાર્ટીએ 3 પ્રોપર્ટીનું ભાડું જ ચૂકવ્યું નથી કુલ 3 પ્રોપર્ટીનું 19 કરોડ રૂપિયાનું દેવું સમગ્ર મામલાનો એક RTIમાં ઘટસ્ફોટ થયો કોંગ્રેસ પાર્ટીનું લગભગ 19 કરોડ રૂપિયાનું દેવું છે. આ દેવું કોંગ્રેસને ફાળવવામાં આવેલી 3 પ્રોપર્ટીઝનાં ભાડાંની છે. એક RTIમાં ઘટસ્ફોટ થયો છે કે સોનિયા ગાંધી અને કોંગ્રેસ પાર્ટીએ 26 અકબર રોડ (સેવા દળ)બંગલાનું ભાડું ડિસેમ્બર 2012થી, 10 જનપથનું સપ્ટેમ્બર 2020થી અને સી-II/109 ચાણક્યપુરીનું ભાડું ઓગસ્ટ 2013થી ચૂકવ્યું નથી. આ RTI ગુજરાતના મીઠાપુરના સુજિત પટેલે કરી હતી, જે વિભાગની પાસે 3 જાન્યુઆરી 2022ના રોજ પહોંચી હતી. ચાણક્યપુરીના બંગલા નંબર 2-II/109 ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીને 23 ફેબ્રુઆરી 1985ના રોજ અલોટ કરાયો…

Read More