Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

બલેનો ફેસલિફ્ટનું બુકિંગ શરૂ એડવાન્સ્ડ ફીચર્સથી સજ્જ છે બલેનો કાર ₹11 હજારમાં બુક કરી શકાશે મારુતિ સુઝુકીની મોસ્ટ અવેટેડ કાર મારુતિ સુઝુકી બલેનોનું બુકિંગ શરૂ થઈ ગયું છે. ઇન્ડિયન માર્કેટમાં ખૂબ જ પોપ્યુલારિટી અને સક્સેસ મેળવ્યા બાદ કંપની માર્કેટમાં નવી અપડેટેડ બલેનોનું ફેસલિફ્ટ મોડેલ લાવી રહી છે. આ કારને 11 હજાર રૂપિયામાં નેક્સા આઉટલેટ્સ અને વેબસાઈટ પરથી બુક કરી શકાશે. કંપનીએ હજી સુધી આ કારની કિંમતનો ખુલાસો કર્યો નથી. મારુતિ સુઝુકી આ મહિને તેની સૌથી વધુ વેચાતી પ્રીમિયમ હેચબેક બલેનોનું ફેસલિફ્ટ મોડેલ લોન્ચ કરવા જઈ રહી છે. આ કારની ટીઝર ઈમેજ ઈન્ટરનેટ પર લીક થઈ છે, જેમાં લખ્યું છે કે,…

Read More

આઈપીએલમાં અમદાવાદની ટીમનું નામકરણ ‘અમદાવાદ ટાઈટન્સ’ તરીકે ઓળખાશે ટીમ ટીમના કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાને પસંદ કરાયો IPL 2022માં લખનઉ પછી અમદાવાદ ફ્રેન્ચાઈઝીએ પોતાની ટીમનું નામ જાહેર કરી દીધું છે. આ ફ્રેન્ચાઈઝી ‘અમદાવાદ ટાઈટન્સ’ તરીકે ઓળખાશે. અમદાવાદે પોતાની ટીમના કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાને પસંદ કર્યો છે, જ્યારે શુભમન ગિલ અને રાશિદ ખાન પણ ટીમના ખાસ ખેલાડી રહેશે. વળી, કોચિંગ સ્ટાફની વાત કરીએ તો આશિષ નેહરા અને ગેરી કસ્ટર્નને પણ આ ટીમમાં સામેલ કરાયા છે. IPL 2022ની હરાજી 12 અને 13 ફેબ્રુઆરીએ બેંગલુરુમાં થવા જઈ રહી છે. આ વખતે આઈપીએલના ઈતિહાસની સૌથી મોટી હરાજી થવા જઈ રહી છે, જેમાં 10 ટીમ ભાગ…

Read More

ડેરા સચ્ચા સૌદાના ગુરમીત રામ રહીમને 21 દિવસની પેરોલ પંજાબમાં વોટિંગના 13 દિવસ પહેલા મળ્યા પેરોલ દુષ્કર્મ અને હત્યા કેસમાં સજા કાપે છે ગુરમીત રામ રહીમ દુષ્કર્મ અને હત્યા કેસમાં સજા કાપનાર ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામરહીમની 21 દિવસની પેરોલ મંજૂર કરવામાં આવી છે. ગુરમીત હરિયાણાની રોહતક જેલમાં બંધ છે. તેને પંજાબમાં ચૂંટણીના 13 દિવસ પહેલાં જ પેરોલ આપવામાં આવી છે. પંજાબના 23 જિલ્લામાં 300 મોટા ડેરા છે, જેની સીધી અસર એ વિસ્તારની રાજનીતિ પર છે. આ ડેરા પંજાબના માઝા, માલવા અને દોઆબા વિસ્તારમાં આવેલા છે. ડેરા સચ્ચા સૌદા હરિયાણાના સિરસા જિલ્લામાં આવેલું છે. એની પંજાબની માલવા વિસ્તારની અંદાજે…

Read More

ઓવૈસીના કાફલા પર થયેલા હુમલા પર અમિત શાહનું નિવેદન ઓવૈસીનો હાપુડમાં કોઈ કાર્યક્રમ હતો: અમિત શાહ ઓવૈસીને વિનંતી કરે છે કે સરકારે આપેલ સુરક્ષા સ્વીકારે:અમિત શાહ અસદુદ્દીન ઓવૈસીના કાફલા પર થયેલા હુમલા પર ગૃહમંત્રી અમિત શાહે સોમવારે રાજ્યસભામાં મંત્રાલય વતી નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે ન તો ઓવૈસીનો હાપુડમાં કોઈ કાર્યક્રમ હતો અને ન તો પ્રશાસનને તે માર્ગ પરથી તેમના પ્રસ્થાન વિશે જાણ કરવામાં આવી હતી. અંતમાં અમિત શાહે કહ્યું કે તેઓ ઓવૈસીને વિનંતી કરે છે કે સરકાર દ્વારા આપવામાં આવેલી સુરક્ષા લેવામાં આવે. ઓવૈસી પરના હુમલા પર બોલતા શાહે કહ્યું કે, 3 ફેબ્રુઆરી, 2022ના રોજ સાંજે 5.30 વાગ્યે…

Read More

રાજકોટ પોલીસના તોડની એક ડઝનથી વધુ ફરિયાદો ખુલશે ધારાસભ્ય ગોવિંદ પટેલ ગૃહમંત્રી સામે ફરિયાદો રજૂ કરશે પોલીસના અન્ય કૌભાંડો પુરાવા સાથે રજૂ કરી ધારાસભ્ય ધડાકા કરશે કહેવત છે ને કે, રક્ષક જ જ્યારે ભક્ષક બને ત્યારે પ્રજાની સ્થિતિ ખરાબ થાય છે. કઈક આવીજ સ્થિતિ હાલ રાજકોટમાં નિર્માણ થવા પામી છે. રાજકોટના ભાજપી ધારાસભ્ય ગોવિંદ પટેલે રાજકોટના પોલીસ કમિશ્નરે પૈસાનો તોડ કર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ગોવિદ પટેલ દ્વારા આક્ષેપ કરતાની સાથેજ ગુજરાતમાં હડકંપ મચી ગયો છે. રાજકોટ પોલીસ કમિશનરે આરોપી પાસેથી રકમ વસૂલાય તેમાંથી 30 ટકા કમિશન માગ્યું હતું અને ક્રાઇમ બ્રાંચના પીએસઆઇએ રૂ.75 લાખ વસૂલ્યાનો આક્ષેપ કરી રાજ્યભરમાં…

Read More

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાનું રાજીનામું આઈ.કે જાડેજા અને બળવંત સિંહનું પણ રાજીનામું લેવાયું હેડ ક્લાર્ક પેપર લીક બાદ રાજીનામાની માંગ કરાઇ હતી ગુજરાત ગૌણ સેવા પસંદગી  મંડળની પરિક્ષાના પેપર લીક બાદથી વિવાદમાં આવેલ અસિત વોરાએ રાજીનામું આપ્યું છે.  ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની હેડ ક્લાર્કની ભરતી માટેની પરીક્ષાનું પેપર ફૂટ્યા બાદ GSSSBના ચેરમેન અસિત વોરાના રાજીનામાની ઉગ્ર માંગ ઉઠી હતી. ત્યારે આ પેપરકાંડના બે મહિના બાદ અસિત વોરાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ સાથે જ આઈ.કે જાડેજા અને બળવંત સિંહનું પણ બોર્ડ નિગમમાંથી રાજીનામું લેવામાં આવ્યું છે. અગાઉ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની…

Read More

ભારત રત્ન લતાદીદીની દુનિયાથી વિદાય PM મોદી લતા મંગેશકરની અંતિમ વિદાયમાં જોડાયા 29 દિવસ સુધી લતાદીદી કોરોના અને ન્યૂમોનિયા સામે લડ્યા 6 ફેબ્રુઆરી, 2022ને રવિવારે સવારે બ્રીચ કેન્ડી હોસ્પિટલ ખાતે સ્વર કોકિલા ભારત રત્ન લતા મંગેશકરે અંતિમ શ્વાસ લીધા. ત્યારબાદ તેમનો પાર્થિવ દેહ લગભગ 1-10 વાગ્યે બ્રીચ કેન્ડી હોસ્પિટલથી તેમના પેડર રોડ સ્થિત નિવાસસ્થાન ‘પ્રભુકુંજ’ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં અમિતાભ બચ્ચન, જાવેદ અખ્તર સહિતની હસ્તીઓએ લતાદીદીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. હવે સંપૂર્ણ લશ્કરી સન્માન સાથે ત્રિરંગામાં લપેટીને લતા મંગેશકરના પાર્થિવ દેહ શિવાજી પાર્ક ખાતે અંતિમ દર્શનાર્થે મુકાયો છે. થોડી વારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ લતાદીદીની અંત્યેષ્ટિમાં હાજરી આપવા પહોંચી…

Read More

રોહિત શર્મા ટીમમાં લાવી શકે છે મોટા ફેરફાર અમદાવાદમાં જોવા મળી શકે છે ફેરફાર ખેલાડીઓના ક્રમમાં આવી શકે છે ફેરફાર ટીમ ઈન્ડિયા 6 ફેબ્રુઆરીએ રોહિત શર્માની કેપ્ટન્સીમાં વેસ્ટ ઈન્ડિઝ સામે રમશે. વનડે શ્રેણીની આ પ્રથમ મેચ હશે. અમદાવાદમાં રમાવામાં આવી રહેલી આ મેચ પહેલા કેપ્ટન રોહિતે ખેલાડીઓને ખાસ સંદેશ આપ્યો હતો. ટીમ ઈન્ડિયા અને કોવિડ-19ની વર્તમાન સ્થિતિને જોતા કહ્યું કે, ખેલાડીઓએ હવે કોઈપણ નંબર પર બેટિંગ કરવા માટે તૈયાર રહેવું જોઈએ. રોહિતે કહ્યું કે, ખેલાડીઓએ રમતના ક્રમમાં લચીલાપણુ લાવવુ પડી શકે છે, કારણ કે, કોવિડ -19 યુગમાં, ખેલાડીએ એવા નંબર પર રમવું પડી શકે છે જે તેની પસંદગીના નથી. તેણે…

Read More

સરકારે સ્ટોક મર્યાદાનો અમલ વધાર્યો પામતેલમાં માગ વધતાં ૧૦૦૦ ટનના વેપાર થયા વિશ્વ બજારમાં તેજીનો ચમકારો જોવા મળ્યો મુંબઈ તેલીબિંયા બજારમાં આજે  તેજી આગળ વધી હતી.    તેલ તેલિબિંયાના ભાવ વધતા સરકારે  સ્ટોક મર્યાદાનો અમલ લંબાવી ૩૦મી જૂન સુધી કર્યાના સમાચાર હતા. વિશ્વ બજાર  ઉછળી  હતી. ઉત્પાદક મથકો પણ  મક્કમ હતા.  દરમિયાન, સરકારે  દેશમાં  આયાતકારો માટે  ડોલરના કસ્ટમ  એક્સ.ના  દર રૂ.૭૫.૩૦થી વધારી   રૂ.૭૫.૭૫   કર્યાના  સમાચાર હતા.    આના પગલે   દેશમાં  આયાત થતાં વિવિધ ખાદ્યતેલોની ઈફેકટીવ  ઈમ્પોર્ટ   ડયુટીમાં વૃદ્ધી  થયાનું   બજારના  જાણકારોએ જણાવ્યું   હતું. આવી અસરકારક આયાત જકાત  ક્રૂડ પામ ઓઈલમાં  ટનના  રૂ.૪૯થી  ૫૦ વધી  છે જ્યારે   પામોલીનની  રૂ.૮૫થી ૮૬  તથા સોયાતેલની  રૂ.૩૫થી…

Read More

ચોખાનું પાણી લગાવો વાળમાં ત્વચા અને વાળ માટે ચોખાનું પાણી છે ગણકારી ચોખાનું પાણી બનાવવાની રીત જાણો ગ્લોઈંગ સ્કિન અને સુંદર વાળ મેળવવા માટે ઘરગથ્થુ ઉપચાર એ શ્રેષ્ઠ અને સૌથી વ્યાજબી રીત છે. તમે ઘણા પ્રકારના ઘરેલું ઉપચાર અજમાવી શકો છો, પછી તે હળદરનો ફેસ પેક હોય કે નારિયેળ તેલની મસાજ. આ વસ્તુઓ રસોડામાં સરળતાથી ઉપલબ્ધ સામગ્રીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. શ્રેષ્ઠ પરિણામો મેળવવા માટે તમે આ ઘરેલું ઉપચાર અજમાવી શકો છો. હળદર અને નારિયેળ સિવાય ચોખાના પાણીનો ઉપયોગ ત્વચા અને વાળ માટે કરી શકાય છે. ચોખા અને ચોખાનું પાણી ત્વચાને સુધારવામાં, ત્વચાને ચમકદાર બનાવવામાં અને વૃદ્ધાવસ્થાના સંકેતોને રોકવામાં…

Read More