લીલાં મરચું એક એવી વસ્તુ છે, જેના વગર લગભગ દરેક વાનગીનો સ્વાદ અધૂરો જ લાગે છે અને ભારતીય વ્યંજનોની વાત કરીએ તો, લીલાં મરચાંને તો અવગણી ન જ શકાય. શાક હોય, દાળ હોય કે પછી સલાડ, દરેકમાં લીલા મરચાંનો ઉપયોગ તો થતો જ હોય છે.
પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, લીલાં મરચાં આવ્યાં ક્યાંથી? સૌથી પહેલાં તેનો ઉપયોગ કોણે કર્યો હતો? મરચાંનો ઈતિહાસ ખૂબ જ રસપ્રદ છે. મરચાંની એવી ઘણી બાબતો છે, જેના વિશે કદાચ તમે નહીં જાણતા હોવ. ચાલો જાણીએ લીલા મરચાંના રસપ્રદ તથ્યો અંગે.
મરચાંનો સૌથી પહેલા ઉપયોગ મેક્સિકોમાં થયો હતો
તમને એ જાણીને આશ્ચર્ય થશે કે, મરચાંનો સૌથી પહેલા ઉપયોગ ભારતમાં થયો ન હતો. તેનો ઉપયોગ લગભગ 7 હજાર ઈસા પૂર્વ મેક્સિકોમાં થયો હતો. લીલાં મરચાં પહેલાં ભોજનમાં કાળા મરીનો ઉપયોગ કરવામાં આવતો હતો, પરંતુ ઈટાલિયન સમુદ્રી નાવિક ક્રિસ્ટોફર દ્વારા લીલા મરચાંનો વિસ્તાર આખી દુનિયામાં કર્યો હતો. સાથે-સાથે તેનો ઉપયોગ ભારતમાં પણ થવા લાગ્યો. હવે તો દરેક વાનગી જાણે લીલા મરચાં વગર અધૂરી જ ગણાય છે.
ભારતમાં સૌથી પહેલાં મરચાંનો ઉપયોગ ક્યાં થયો હતો?
સન 1498માં પહેલાં ગોવામાં લીલા મરચાંનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વાસ્કો ડી ગામા લીલા મરચાંને અમેરિકાથી લાવ્યો હતો. ત્યારબાદ આખા દેશમાં લીલા મરચાંનો ઉપયોગ થવા લાગ્યો. તો હવે તમારા મનમાં એ વિચાર પણ આવતો હશે કે, લાલ કે લીલા મરચાં વગર પહેલા રસોઈ કેવી રીતે બનતી હશે? તે સમયે રસોઈમાં તીખાશ માટે કાળા મરીનો ઉપયોગ કરવામાં આવતો હતો. રસોઈમાં કાળા મરીને વાટીને નાખવામાં આવતા હતા.
મરચાંની તીખાશ કેવી રીતે જાણી શકાય?
તમે વિચારતા હશો કે, લીલા મરચાંની તીખાશાને કેવી રીતે માપી શકાય? પણ હાં, આ શક્ય છે. વર્ષ 1912માં અમેરિકાના ડબ્લ્યૂ એલ સ્કૉવિલે મરચાંની તીખાશ માપવાની રીત જણાવી હતી. તેમણે શુગર દ્વારા મરચાંની તીખાશ માપવાની રીત શોધી હતી અને તેના માટે એક યુનિટ પણ બનાવ્યું હતું.
જેના અંતર્ગત સ્કોવિલ સ્કેલ દ્વારા સ્કોવિલ હીટ યૂનિટ કાઢવામાં આવતું હતું. ત્યારબાદ આ પ્રણાલીને આખી દુનિયામાં અપનાવવાની શરૂઆત કરવામાં આવી.
લીલા મરચાનાં હેક્સ
- લીલા મરચાને કાપતાં પહેલાં હાથ પર તેલ લગાવી લો. આમ કરવાથી મરચાંના Capsaicin Compoundથી રાહત મળશે અને બળતરા પણ બંધ થઈ જશે.
- જો તમારું મરચું સૂકાઈ ગયું હોય તો તમે તેમાંથી મરચાનો પાવડર પણ બનાવી શકો છો, જેનો ઉપયોગ તમે પાસ્તા, મેગી વગેરેમાં કરી શકો છો.
- લીલા મરચાંને તમે સીધું જ ગેસ પર 10-20 સેકન્ડ્સ રાખીને શેકી શકો છો. આમ કરવાથી મરચાંનો ફ્લેવર વધી જશે.