ભાવનગર તરફ જાઓ તો આ હોટેલની એક વખત ચોક્કસ મુલાકાત કરો
અહીં 130 રૂપિયામાં બે-પાંચ નહિ પુરી 25 વેરાયટીઓ આપવામાં આવે છે
ત્રણેય જનરેશનને ધ્યાનમાં રાખી કાઠિયાવાડી, ચાઇનીસ અને પંજાબી ફૂડ છે ઉપલબ્ધ
જો તમે ભાવનગર તરફ જાઓ છો અને જમવાનો સમય થઇ ગયો છે, તો એક વખત આ રેસ્ટોરન્ટની અવશ્ય મુલાકાત કરો. અહીં 130 રૂપિયામાં એક-બે નહીં પરંતુ 25 જાતની આઇટમો આપવામાં આવે છે. એ પણ પેટ ભરીને અનલિમિટેડ ખાઈ શકો છો. અહી 3 જનરેશનને ધ્યાનમાં રાખીને ભોજન આપવામાં આવે છે, જેમાં ચાઇનીઝ,પંજાબી અને કાઠિયાવાડી જમવાનું મળે છે. આ રેસ્ટોરન્ટનું સરનામું જોઇએ તો ભાવનગર શહેરમાં હીલ પાર્ક ચોકડી,સિદસર રોડ પર દેસી તડકા રેસ્ટોરન્ટ આવેલી છે.
આ રેસ્ટોરન્ટનો સમય જોઈએ તો 7.00 PM થી 11.00 PM છે.લોકો દૂર-દૂરથી જમવા અહી આવે છે.તમે પરિવાર સાથે જાઓ અથવા મિત્રો સાથે જાઓ પણ જમવા માટે દેશી તડકા એક સારી હોટેલ છે. તમે ભાવનગર બાજુ જાઓ તો દેશી તડકાની મુલાકાત અવશ્ય લેજો.અમારી આ માહિતી પસંદ આવી હોય તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો. ભાવનગર ખાતે આવેલ તડકા રેસ્ટોરન્ટમાં રોજે ભીડ જોવા મળે છે, અહીં શહેર સહીત આજુબાજુના વિસ્તારના લોકો પણ જમવા માટે આવે છે.આ રેસ્ટોરન્ટનુઈ ખૂબી એ છે કે અહીં તમને 130 રૂપિયામાં 25થી વધુ વેરાયટીનો સ્વાદ ચાખવા મળે છે.
ખાલી એટલુંજ નહિ પણ તને જ્યાં સુધી ધરાઈ ન જાવ ત્યાં સુધી જમાડવામાં આવે છે.આ સાથે જ આ રેસ્ટોરન્ટની એ પણ ખાસિયત છે કે, આ રેસ્ટોરન્ટમાં તમામ ઉંમરના લોકોને ધ્યાનમાં રાખીને ફૂડની વેરાયટી આપવામાં આવી છે.આ જગ્યાએ પાંજબી, ચાઇનીસ અને કાઠીયાવડી ભોજનનો સ્વાદ આપવામાં આવ્યો છે. અહીંના ટેસ્ટની જો વાત કરવામાં આવે ટી અહીં એવો બેસ્ટ ટેસ્ટ આપવમાં આવ્યો છે કે, એક વખત ચાખયા બાદ તમે એનો ટેસ્ટ ક્યારેય પણ ભૂલી શકશો નહિ.