What's Hot
- આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
- આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
- આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
- રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
- યોગી સરકારના મંત્રી ગુલાબો દેવી બન્યા માર્ગ અકસ્માતનો ભોગ, ટોલ પ્લાઝા પાસે કાફલાના અનેક વાહનો એકબીજા સાથે અથડાયા
- આ ખતરનાક મિસાઈલ ફાઈટર જેટ તેજસ Mk-1A માં પણ લગાવવામાં આવશે, પાકિસ્તાનની સાથે ચીન પણ ધ્રૂજશે
- લૂંટ દરમિયાન ઝવેરીની ગોળી મારી હત્યા, લોકોએ એક આરોપીને પકડીને માર માર્યો; ત્રણ ફરાર
- વેરાવળ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસર ખાલી કરાવાયું, પોલીસ વિભાગમાં ગભરાટ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
હિન્દુસ્તાન ટાઇમ્સ લીડરશીપ સમિટ 2022માં કેન્દ્રીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે મોંઘવારી વધવાના કારણોનો ઉલ્લેખ કર્યો છે. આ સાથે તેમણે રૂપિયા, ડિજિટલ કરન્સી, વિદેશી મુદ્રા ભંડાર સહિત અર્થવ્યવસ્થા સાથે જોડાયેલા મહત્વના મુદ્દાઓ પર વાત કરી હતી. શક્તિકાંત દાસે કહ્યું કે, દુનિયાભરની અર્થવ્યવસ્થા તણાવના સમયમાંથી પસાર થઈ રહી છે. તેમણે આ સ્થિતિ માટે મુખ્યત્વે 3 કારણોને જવાબદાર ગણાવ્યા છે. શક્તિકાંત દાસે કહ્યું કે, કોવિડ મહામારી, યુક્રેન-રશિયા યુદ્ધ અને નાણાકીય બજારને કારણે ઊભી થયેલી કટોકટીને કારણે ભારત સહિત દુનિયાની અર્થવ્યવસ્થા તણાવમાં છે. આરબીઆઈ ગવર્નરના જણાવ્યા પ્રમાણે હાલ દેશના જીડીપી ગ્રોથના આંકડા સાચા છે. ભારતનું અર્થતંત્ર વૈશ્વિક સ્તર કરતાં ઝડપથી વિકસી રહ્યું છે.…
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ તમામ પાર્ટીએએ મોટાભાગના ઉમેદવારો જાહેર કરી દીધા છે. જે બાદ ઉમેદવારોએ ડોર ટુ ડોર, રેલી મારફતે પ્રચાર શરૂ કર્યો છે. આવામાં ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી ખર્ચ નક્કી કરવામાં આવ્યો છે. તમામ ઉમેદવારોએ ચૂંટણી ખર્ચ માટે રજીસ્ટર બનાવવાનું રહેશે. સરકાર તરફથી પણ ઉમેદવારોએ કરેલા ખર્ચના હિસાબ રાખવામાં આવશે. કોમન વસ્તુના દર પહેલાથી જ નક્કી કરી દેવામાં આવ્યા છે. સાથે જ 3-3 વખત સરકાર અને ઉમેદવારો ખર્ચ રજૂ કરી શકશે. ઉમેદવારો લાખો રૂપિયાનો ખર્ચ ચૂંટણી પ્રચાર પાછળ કરે છે ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇ ધમધમાટ ચાલી રહ્યો છે. રાજકીય પક્ષો દ્વારા તેમના ઉમેદવારોની પસંદગી પણ કરી દેવામાં આવી છે.…
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇ ભાજપે 166 બેઠકમાં ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જેને લઇ અનેક બેઠકોમાં કાર્યકરોએ ઉમેદવારોનો વિરોધ કર્યો છે. ખાસ કરીને મહેસાણાની વિજાપુર, કાલાવડ, અમરેલીની સાવરકુંડલા બેઠકમાં જાહેર થયેલા ઉમેદવારનો હાલમાં ભારે વિરોધ થઈ છે. જેમાં વિજાપુરના કાર્યકરોએ પ્રદેશ કાર્યાલય કમલમમાં, કાલાવડના કાર્યકરોએ અટલ ભવન ખાતે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રીને અને સાવરકુંડલાના કાર્યકરોએ પૂર્વ કૃષિ મંત્રી વી.વી વઘાસીયાના કાર્યાલએ રજૂઆત કરી હતી. ભારતીય જનતા પાર્ટી દ્વારા મહેસાણા જિલ્લાની વિજાપુર બેઠક ઉપર વર્તમાન ધારાસભ્ય રમણ પટેલને રિપીટ કરીને ટિકિટ આપી છે. જેને લઈ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરોએ કમલમ પહોંચી ઉમેદવાર બદલવા માગ કરી છે. આ દરમિયાન કાર્યકરોએ “વિજાપુર બચાવો રમણ પટેલને હટાવો”…
ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેને શુક્રવારે નવી દિલ્હીમાં યુએસ-ઈન્ડિયા બિઝનેસ અને ઈન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ ઈવેન્ટમાં સંબોધન કર્યું હતું. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રેઝરીએ તેની કરન્સી મોનિટરિંગ લિસ્ટમાંથી ભારતને મુક્ત કર્યું હતું. ભારતની સાથે અમેરિકાએ ઈટલી, મેક્સિકો, થાઈલેન્ડ અને વિયેતનામને પણ તેની કરન્સી મોનિટરિંગ લિસ્ટમાંથી હટાવી દીધું છે. ટ્રેઝરી વિભાગ દ્વારા કોંગ્રેસને આપેલા દ્વિવાર્ષિક અહેવાલ અનુસાર, વર્તમાન કરન્સી મોનિટરિંગ લિસ્ટમાં વિશ્વની સાત અર્થવ્યવસ્થાઓ ચીન, જાપાન, કોરિયા, જર્મની, મલેશિયા, સિંગાપોર અને તાઇવાન છે. દ્વિવાર્ષિક અહેવાલ અનુસાર, જે દેશોને સળંગ બે રિપોર્ટમાં કરન્સી મોનિટરિંગ લિસ્ટમાંથી દૂર કરવામાં આવ્યા હતા, તેઓ ત્રણમાંથી માત્ર એક નિયમનને ધરાવે છે. “ફોરેન ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટરવેન્શન જાહેર કરવામાં ચીનની નિષ્ફળતા અને તેની વિનિમય…
બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાન અને તેની ટીમને કસ્ટમ વિભાગે શુક્રવારે મોડી રાત્રે મુંબઈ એરપોર્ટ પર રોકી રાખ્યા હોવાની વાત સામે આવી છે. વિગતો મુજબ લગભગ એક કલાકની પૂછપરછ બાદ શાહરૂખ ખાન અને તેની મેનેજર પૂજા દદલાની એરપોર્ટથી બહાર નીકળતા જોવા મળ્યા હતા. પરંતુ કિંગ ખાનના બોડીગાર્ડ રવિ અને ટીમ કસ્ટમ્સ દ્વારા ઝડપાઈ ગયા હતા. અહેવાલો અનુસાર લાખો રૂપિયાની ઘડિયાળ ભારતમાં લાવવા, બેગમાંથી મોંઘી ઘડિયાળના ખાલી બોક્સ મળવા અને કસ્ટમ ડ્યુટી ન ભરવા માટે શાહરૂખ ખાનની પૂછપરછ કરવામાં આવી હતી. વાત જાણે એમ છે કે, શાહરૂખ ખાન એક બુક લોન્ચ ઈવેન્ટમાં હાજરી આપવા માટે ખાનગી ચાર્ટર VTR-SGની પોતાની ટીમ સાથે દુબઈ ગયો હતો. આ ખાનગી…
મમતા બેનર્જીની સરકારમાં મંત્રી રહેલા અખિલ ગિરી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પર અભદ્ર ટિપ્પણી કરીને વિવાદોમાં ફસાયા છે. નંદીગ્રામમાં એક સભાને સંબોધતા તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પર અભદ્ર ટિપ્પણી કરી છે. તેણે કહ્યું કે, અમે કોઈને તેના દેખાવથી જજ કરતા નથી. આપણે રાષ્ટ્રપતિની ખુરશીનું સન્માન કરીએ છીએ, પણ આપણા રાષ્ટ્રપતિ કેવા દેખાય છે? પશ્ચિમ બંગાળના મંત્રી અખિલ ગિરીનું આ ભાષણ કેમેરામાં કેદ થઈ ગયું છે, જે હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે. જેના કારણે હવે મુખ્યમંત્રી મમતા બેનર્જીને પણ ફટકાર લાગી છે. ભાજપ પર નિશાન સાધ્યું વીડિયો વાયરલ થયા બાદ ભાજપે મમતા બેનર્જી અને તેમના મંત્રી અખિલ ગિરી…
રાજસ્થાનના CM અશોક ગેહલોતે ગુજરાત ચૂંટણીને લઈ આ ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. જેમાં ‘જનતાની સરકાર’ના નામથી મેનિફેસ્ટોની જાહેરાત કરવામાં આવી છે. આ ઢંઢેરામાં રાહુલ ગાંધીના 8 વચન કેન્દ્ર સ્થાને રહેશે. જુઓ ચૂંટણી ઢંઢેરામાં કરેલા વચનોની લ્હાણી કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે 300 યુનિટ વીજળી ફ્રી, જૂની પેન્શન યોજના, કોન્ટ્રાક્ટ પ્રથાની નાબૂદી કરાશે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે પેપર ફૂટવા અટકાવવા ભ્રષ્ટાચાર નિવારણ કાયદો લવાશે નાગરિકો પાસેથી લેવાતા ભારેખમ ટેક્સમાં 20 ટકાનો ઘટાડો કરાશે શિક્ષણ આરોગ્યના વ્યાપારીકરણ પર રોક લગાવવામાં આવશે તમામ નદીઓની સાફ સફાઈ કરવામાં આવશે 5 વર્ષમાં રાજ્યને પ્રદૂષિત મુક્ત કરવા માટે એક્શન પ્લાન તૈયાર…
પાકિસ્તાનમાં બેઠેલા લોકોના ઈશારાઓ પર એક વખત ફરી ખાલિસ્તાન આંદોલનને જીવતું કરીને પંજાબથી જમ્મુ સુધીના વિસ્તારને સળગાવવાની તૈયારી કરવામાં આવી રહી છે અને ત્યાં એક નવો ભિંડરાવાલ પેદા કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. આ બાબતે તિહાડ જેલમાં બેઠેલા આતંકી નેતા જગતાર સિંગ હવારાના નિર્દેશ પર એક બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું. આ અંગેની માહિતી મળ્યા પછી જાસૂસી એજન્સીઓના કાન ઉભા થઈ ગયા છે અને વિવાદાસ્પદ સંગઠન વારિસ પંજબ દે સહિત કેટલાક સગંઠનો અને તેના મુખ્યાને તપાસના ઘેરામાં લાવવામાં આવ્યા છે. તેની સાથે જ વારિસ પંજાબ દે મુખ્યા અમૃતપાલના સોર્સ ઓફ ફાઈનાન્સની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. પાકિસ્તાની જાસૂસી એજન્સી…
ગુજરાતમાં એટીએસ અને જીએસટી વિભાગે મોટી કાર્યવાહી કરતા આખા રાજ્યમાં 150 જગ્યા પર દરોડા પાડ્યા છે. કહેવાય છે કે, અમદાવાદ, ભરુચ, સૂરત, ભાવનગર અને જામનગરમાં દરોડા પાડ્યા છે. એજન્સીઓએ નકલી બિલના નામ પર કરોડો રુપિયાની લેવડદેવડના મામલાને લઈને આ કાર્યવાહી કરી છે. થોડા દિવસ પહેલા જ સૂરત પોલીસે લગભ 500 કરોડ રૂપિયાના ગોરખધંધાનો ખુલાસો કર્યો હતો. તે સમયે 21 લોકોની ધરપકડ કરી હતી. વિધાનસભા ચૂંટણી અગાઉ મોટા પાયે કાળા નાણાના મળવાથી મોટી આશંકા સેવવામાં આવી રહી છે. અટકળો પણ છે કે ચૂંટણી પહેલા આ દરોડાના કારણે ગેરકાનૂની ગતિવિધિ અટકાવવાના પ્રયાસ ATS દ્વારા કરવામાં આવી રહ્યા છે.આ જ પરિપેક્ષ્યમાં પાડવામાં આવેલા…
હિમાચલ પ્રદેશની 68 વિધાનસભા બેઠકો પર આજે સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે, જે સાંજે 5:30 વાગ્યા સુધી ચાલશે. 8મી ડિસેમ્બરે મતગણતરી થશે અને તે જ દિવસે પરિણામ જાહેર થશે. એક તરફ સત્તાધારી પાર્ટી ભાજપ તેના વિકાસના એજન્ડા પર સવાર થઈને ચૂંટણીમાં સફળતાનું પુનરાવર્તન કરવાની આશા રાખી રહી છે, ત્યારે બીજી તરફ વિપક્ષ કોંગ્રેસ મતદારોને નિવર્તમાન સરકારને સત્તામાંથી હટાવવાની ચાર દાયકા જૂની પરંપરાને અનુસરવાનો અનુરોધ કરી રહી છે. આ રાજ્યના 55 લાખથી વધુ મતદારો 68 મતવિસ્તારોમાં 412 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે. મતદારોને મતદાન કરવાની PM મોદીની અપીલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બૂથની મુલાકાત લઈને મતદારોને મતદાન કરવાની અપીલ…

