What's Hot
- આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
- આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
- આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
- રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
- યોગી સરકારના મંત્રી ગુલાબો દેવી બન્યા માર્ગ અકસ્માતનો ભોગ, ટોલ પ્લાઝા પાસે કાફલાના અનેક વાહનો એકબીજા સાથે અથડાયા
- આ ખતરનાક મિસાઈલ ફાઈટર જેટ તેજસ Mk-1A માં પણ લગાવવામાં આવશે, પાકિસ્તાનની સાથે ચીન પણ ધ્રૂજશે
- લૂંટ દરમિયાન ઝવેરીની ગોળી મારી હત્યા, લોકોએ એક આરોપીને પકડીને માર માર્યો; ત્રણ ફરાર
- વેરાવળ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસર ખાલી કરાવાયું, પોલીસ વિભાગમાં ગભરાટ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત અને હિમાચલ પ્રદેશના ચૂંટણી પ્રવાસ બાદ દક્ષિણ ભારતના પ્રવાસે છે. તેઓ આજે બેંગલુરુ પહોંચ્યા, જ્યાં તેમનું રાજ્યપાલ થાવરચંદ ગેહલોત, સીએમ બસવરાજ બોમાઈ, કેન્દ્રીય મંત્રી અને ભાજપના ધારવાડ સાંસદ પ્રહલાદ જોશીએ સ્વાગત કર્યું. સ્વાગત કાર્યક્રમ બાદ તેમણે કવિ કનક દાસ અને મહર્ષિ વાલ્મિકીની પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પછી તેમણે બેંગ્લોરના KSR રેલ્વે સ્ટેશન પર પાંચમી વંદે ભારત એક્સપ્રેસ અને ભારત ગૌરવ કાશી દર્શન ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. આ પછી પીએમ મોદીએ કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 2નું ઉદ્ઘાટન કર્યું. તે લગભગ 5,000 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે. આનાથી એરપોર્ટની ક્ષમતા વાર્ષિક 2.5 કરોડ મુસાફરોથી…
ઉત્તરાખંડમાં યુએસ આર્મીની તાલીમ LACથી 100 કિલોમીટરના અંતરે થશે. સાંભળ્યા પછી બધા ચોંકી જશે કે આખરે અમેરિકી સેના ભારતમાં કેવી રીતે ટ્રેનિંગ લેવા જઈ રહી છે, પરંતુ અમે તમને જણાવી દઈએ કે અમેરિકાની સેના ભારતીય સેના પાસેથી ઊંચાઈવાળા વિસ્તારમાં કેવી રીતે લડવું તે શીખવા આવી રહી છે. ભારત ઊંચાઈવાળા વિસ્તારમાં લડવા માટે સંપૂર્ણ રીતે પ્રશિક્ષિત છે. કાશ્મીરથી લદ્દાખ સુધી, ઉત્તરાખંડથી હિમાચલ સુધી અને પૂર્વોત્તરમાં સિક્કિમથી અરુણાચલ સુધી ભારતીય સેના મુશ્કેલ પરિસ્થિતિમાં તૈનાત છે. આ ટ્રેનિંગ 15 નવેમ્બરથી શરૂ થશે અને 2 ડિસેમ્બર સુધી ચાલશે. ભારત અને અમેરિકા વચ્ચે સંયુક્ત કવાયત 2004થી ચાલી રહી છે, પરંતુ આ વખતની કવાયત સંપૂર્ણપણે અલગ હશે…
વિધાનસભા ચૂંટણીને લઇ ગુજરાતના રાજકારણને લઇ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. આમ આદમી પાર્ટીએ જાહેર કરેલા CM કેન્ડીડેટ ઇસુદાન ગઢવી દ્રારકાથી ચૂંટણી લડશે. મહત્વનું છે કે, તેઓને આમ આદમી પાર્ટીએ ગુજરાત AAPના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે, AAPના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે ગુજરાતના CM પદના ચહેરા પર અંતિમ મહોર મારી છે. તમને જણાવી દઇએ કે, AAP દ્વારા ઈસુદાન માટે દ્વારકા અને ખંભાળિયા બેઠક પર સર્વે કરાયો છે. આ સર્વેમાં ઈસુદાન ગઢવીની તરફેણમાં દ્વારકાના સમીકરણો જોવા મળી રહ્યાં છે. આ દ્વારકા બેઠક પરથી ભાજપે પબુભા માણેકને ઉતાર્યા છે જ્યારે કોંગ્રેસ મુળુ કંડોરિયાને ટિકિટ આપી શકે છે.…
ઇજિપ્તમાં ચાલી રહેલી સંયુક્ત રાષ્ટ્ર ક્લાઇમેટ સમિટમાં એક અહેવાલ સામે આવ્યો છે જે વિશ્વના લોકો માટે ચિંતાજનક છે. વાસ્તવમાં, આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2022માં વાતાવરણમાં 40600 મિલિયન ટન કાર્બન ડાયોક્સાઈડ (CO2) ઉત્સર્જિત થયો છે, જે આવનારા સમય માટે ખતરનાક સંકેતો આપી રહ્યો છે. જે સ્કેલ પર CO2 ઉત્સર્જિત થઈ રહ્યું છે તેનાથી લાગે છે કે તાપમાનમાં વધારો નિયંત્રિત કરવો મુશ્કેલ હશે. અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે 2022 માં કુલ 40.6 GtCO2 નું ઉત્સર્જન 2019 માં અત્યાર સુધીના સૌથી વધુ વાર્ષિક કુલ 40.9 GtCO2 ની નજીક છે. ગ્લોબલ કાર્બન બજેટ 2022 ના અહેવાલ મુજબ, જો વર્તમાન ઉત્સર્જન સ્તર…
વિધાનસભાની ચૂંટણીના તારીખો જેમ જેમ નજીક આવી રહી હતી તેમ તેમ કોંગ્રેસથી નારાજ કેટલાક કાર્યકરો અને પુત્રનાં મોહમાં પુત્રને ટિકિટ અપાવવા માટે એડીચોટીનું જોર લગાવી છેલ્લે નિરાશા મળનાર કાર્યકરો દ્વારા ભાજપનો ખેસ ધારણ કર્યો છે. ભાજપ દ્વારા જાહેર કરાયેલી ઉમેદવારોના લીસ્ટમાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડેયાલા ત્રણ ધારાસભ્યોની બાદબાકી કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની યાદીની લાંબી રાહ જોવડાવ્યા બાદ ભાજપ દ્વારા આજે 160 વિધાનસભાની સીટોના ઉમેદવારની યાદી જાહેર કરી દીધી છે.ભાજપ દ્વારા સૌથી વધુ યુવા મતદારો પર ધ્યાન કેન્દ્રીત કરી યુવા મતદારોને મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે પુત્રને ટિકિટ અપાવવા માટે બે દિવસ પહેલા જ કોંગ્રેસના હાથ છોડીના ભાજપનો ખેસ ધારણ…
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને એક મોટા સમાચરા સામે આવી રહ્યા છે. ગઈકાલે ભાજપની પ્રથમ યાદી જાહેર કર્યા બાદ કોંગ્રેસે પણ પોતાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે આ પહેલા પણ તેમના ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી હતી, જેમાં 43 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. આ બાદ, ગઈ કાલે ભાજપે પણ 160 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. 1 1 અબડાસા મામદભાઈ જંગ જાટ 2 2 માંડવી રાજેન્દ્રસિંહ જાડેજા 3 3 ભુજ અરજણભાઈ ભુડિયા 4 60 દસાડા નૌશાદ સોલંકી S 61 લીંબડી કુ.કલ્પના કરમસીભાઈ મકવાણા 6 63 ચોટીયા રૂત્વિકભાઈ લવજી મકવાણા 7 66 ટંકારા લલિત કગથરા 8 67…
કોઈમ્બતુર કાર બ્લાસ્ટ કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ ગુરુવારે તમિલનાડુમાં 43 સ્થળોએ સર્ચ કર્યું હતું. આ સિવાય કેન્દ્રીય એજન્સીએ કેરળના પલક્કડમાં પણ એક જગ્યાએ સર્ચ હાથ ધર્યું હતું. એજન્સીએ જણાવ્યું હતું કે એનઆઈએએ ચેન્નાઈ, કોઈમ્બતુર, તિરુવલ્લુર, તિરુપુર, નીલગિરિસ, ચેંગલપટ્ટુ, કાંચીપુરમ અને નાગાપટ્ટિનમ સહિત તમિલનાડુ રાજ્યના આઠ જિલ્લાઓમાં 43 સ્થળોએ અને કેરળના પલક્કડ જિલ્લામાં સ્થિત એક સ્થાન પર સર્ચ હાથ ધર્યું હતું. ગુરુવારની શોધ દરમિયાન NIAએ બ્લાસ્ટ કેસમાં શંકાસ્પદ લોકોના ઘરોમાંથી ડિજિટલ સાધનો અને ગુનાહિત દસ્તાવેજો જપ્ત કર્યા હતા. 23 ઓક્ટોબરે કોઈમ્બતુરમાં કાર બ્લાસ્ટ થયો હતો. આ કેસની તપાસ કરી રહેલા પોલીસ અધિકારીઓએ વિસ્ફોટમાં માર્યા ગયેલા જમીશા મુબીન પાસેથી 75 કિલો…
ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડ સામેની સેમીફાઇનલમાં પહેલા બેટિંગ કરીને 168 જેટલો સ્કોર બનાવ્યો હતો જેમાં ઇંગ્લેન્ડનાં ધમાકેદાર બેટ્સમેનોએ વગર કોઇ વિકેટનાં નુક્સાન પર વિજય મેળવ્યો છે. ઇંગ્લેન્ડની આ જીતથી ભારતને ભારે નુક્સાન થયું છે અને ફેન્સ નિરાશ થયાં છે. ભારતની આ શરમજનક હારને લીધે વર્લ્ડકપ હાથથી નિકળી ગયું છે. વગર કોઇ વિકેટનાં નુક્સાને ઇંગ્લેન્ડની ટીમે સ્કોર 100 ઉપર કર્યો હતો જે ખરેખર પ્રશંસનિય છે. ટીમ ઇન્ડિયાનાં આ સેમીફાઇનલમાં નબળાં પર્ફોર્મન્સને લીધે ઇંગ્લેન્ડ બાજી મારી ગયું. જેમાં એલેક્સ હેલ્સ અને જોસ બટલરે ધમાકેદાર ઇનિંગ્સ રમી છે. હાર્દિક પંડ્યાએ ટીમ ઇન્ડિયા માટે ઇંગ્લેન્ડની સામે ધમાકેદાર બેટિંગ કરી હતી. જ્યારે ટીમ ઇન્ડિયા ખતરામાં હતી…
શિવસેનાના રાજ્યસભા સાંસદ પાત્ર ચાલ કૌભાંડ કેસ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં 100 દિવસથી વધુ મુંબઈ આર્થર રોડ જેલમાં બંધ રહ્યા પછી સંજય રાઉત બુધવારે સાંજે જામીન મળી ગયા હતા . તેમને મુંબઈની વિશેષ અદાલતે આ કેસમાં જામીન આપ્યા છે. ગુરુવારે મીડિયા સાથેની વાતચીતમાં સંજય રાઉતે ભાજપ અને તેના નેતાઓને લઈને વલણ બદલ્યું હતું. તેમણે દેવેન્દ્ર ફડણવીસના વખાણ કરતા એમ પણ કહ્યું કે હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળવા દિલ્હી જઈશ. ઉદ્ધવ જૂથના શિવસેનાના નેતાએ કહ્યું કે દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્યમંત્રી તરીકે કેટલાક સારા નિર્ણયો લીધા છે, જેનું હું સ્વાગત કરું છું. પોતાની ધરપકડ અંગે સંજય…
અમદાવાદ શહેરના પુર્વ વિસ્તારમાં રહેતા અને વાસણનો ધંધો કરતા એક વેપારીના ઘરમાં વિચિત્ર ચોરીનો કિસ્સો બન્યો હોવાનું સામે આવ્યુ છે. વેપારીના ઘરમાં ઉધઇ થઇ હોવાથી તેઓએ ઉધઇ ટ્રીટમેન્ટની કામગિરી કરાવી હતી. જેનાથી ઉધઇનો તો સફાયો ન થયો પણ તસ્કરો 24 લાખના સોનાના દાગીના અને કેમેરો ચોરી કરી ફરાર થઇ ગયા હતા. જેને લઇને પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. શાહીબાગમાં રહેતા સુરેશકુમાર જૈન તેર વર્ષથી તેમના પરિવાર સાથે રહે છે. બાર વર્ષથી તેઓ ખાડિયામાં વાસણની દુકાન ધરાવી વેપાર ધંધો કરે છે. છેલ્લા ઘણા સમયથી તેમના ત્રણ બેડરૂમ હોલ કિચનવાળા મકાનમાં ઉધઇ આવતી હતી. જેથી બાળકોના રૂમમાં અને અન્ય એક રૂમમાં તેઓએ ઉધઇની ટ્રીટમેન્ટ…

