What's Hot
- આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
- આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
- આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
- રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
- યોગી સરકારના મંત્રી ગુલાબો દેવી બન્યા માર્ગ અકસ્માતનો ભોગ, ટોલ પ્લાઝા પાસે કાફલાના અનેક વાહનો એકબીજા સાથે અથડાયા
- આ ખતરનાક મિસાઈલ ફાઈટર જેટ તેજસ Mk-1A માં પણ લગાવવામાં આવશે, પાકિસ્તાનની સાથે ચીન પણ ધ્રૂજશે
- લૂંટ દરમિયાન ઝવેરીની ગોળી મારી હત્યા, લોકોએ એક આરોપીને પકડીને માર માર્યો; ત્રણ ફરાર
- વેરાવળ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસર ખાલી કરાવાયું, પોલીસ વિભાગમાં ગભરાટ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
રાજ્યમાં હાલ રાજકારણ ગરમાયું છે. તમામ પક્ષો પોતાના ઉમેદવારોની ગોઠવણમાં લાગ્યા છે. ક્યાંક મનામણા અને ક્યાંક રિસામણાં દેખાઇ રહ્યા છે. ત્યારે ગાંધીનગરમાં અલ્પેશ ઠાકોર વિરુદ્ધ બેનર લગાવાયા છે. ગાંધીનગર દક્ષિણ બેઠક વિસ્તારમાં આ બેનર લાગ્યા છે. જેમાં લખવામાં આવ્યું છે કે, અમારી દક્ષિણની બેઠકમાં તમારી કોઇ જરૂર નથી. તમારા માટે રાધનપુર બરાબર છે. અલ્પેશ ઠાકોર વિરુદ્ધ લાગેલા બેનરોમાં લખવામાં આવ્યું છે કે, ભાવીમુખ્યમંત્રીશ્રી અલ્પેશ ઠાકોર (આયાતી ઉમેદવાર), અમારી 35 ગાંધીનગર દક્ષિણ વિધાનસભામાં તમારી કોઇ જરૂર નથી તમારા માટે રાધનપુર બરાબર છે. આવશો તો લીલા તોરણે જવાની તૈયારી રાખજો. ગાંધીનગરમાં બીજેપી નેતા અલ્પેશ ઠાકોર વિરુદ્ધ પોસ્ટર લાગતા રાજકારણ ગરમાયું છે. આપને…
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા લઈને મોટા સમચાર આવી રહ્યા છે. આજે ભાજપ તેના ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર કરી શકે છે, તેવામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ અને ભુપેન્દ્ર ચુડાસમાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ દિગ્ગજ નેતાઓ આ વિધાનસભામાં ચૂંટણી નહીં લડે તેવી જાહેરાત કરવામાં આવી છે. વિજય રૂપાણ, નિતિન પટેલ, ભુપેન્દ્ર ચુડાસમા અને પ્રદિપસિંહ જાડેજા બાદ આર સી ફળદુએ પણ ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે. તેમણે ભાજપ પ્રમુખ સી આર પાટીલને પત્ર લખીને જાણ કરી છે. ભાજપના અન્ય પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ આ વખતે ચૂંટણી નહીં લડે. તેવી તેમના…
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિમાચલ પ્રદેશની મુલાકાતે છે.પીએમ મોદીનો કાફલો રોડ પરથી પસાર થઈ રહ્યો હતો.આ દરમિયાન એમ્બ્યુલન્સને જગ્યા આપવા માટે પીએમ મોદીએ તેમના કાફલાને રોક્યા હોવાનું જોવા મળ્યું હતું.પીએમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.વીડિયોમાં જોઈ શકાય છે કે પીએમ મોદીનો કાફલો રોકાયો છે અને ત્યાંથી એમ્બ્યુલન્સ પસાર થઈ રહી છે. હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે કાંગડાના ચંબી મેદાન ખાતે ભાજપના ઉમેદવારોની તરફેણમાં ચૂંટણી રેલી યોજીને મોદી ગગ્ગલ એરપોર્ટ પરત ફરી રહ્યા હતા. ગગ્ગલ એરપોર્ટથી પીએમ હમીરપુરના સુજાનપુરમાં આયોજિત તેમની બીજી રેલીમાં પહોંચવાના હતા. મોદીનો કાફલો એરપોર્ટથી થોડે દૂર હતો ત્યારે તેમણે રસ્તાના કિનારે એક એમ્બ્યુલન્સ ઉભેલી…
બાબરી મસ્જિદ મુદાને લઇને અલ્હાબાદ હાઇકોર્ટે મોટું એલાન કર્યું છે. કોર્ટે લાલકૃષ્ણ અડવાણી સહિતનાં અન્ય નેતાઓને નિર્દોષ જાહેર કરવાનાં વિરોધ મુદા્ અંગેની યાચિકાને નામંજૂર કરી દેવામાં આવી છે. અયોધ્યાનાં 2 મુસ્લિમ રહેવાસીઓએ બીજેપી નેતાઓને નિદોર્ષ જાહેર કરવાનાં આદેશનો વિરોધ કર્યો હતો તેમની તરફથી હાઇકોર્ટમાં અરજી નોંધાવવામાં આવી હતી જેને નામંજૂર કરવામાં આવી છે. પરંતુ આ મુદામાં લાલકૃષ્ણ અડવાણી સહિતનાં નેતાઓને રાહત મળી છે. સીબીઆઇની વિશેષ કોર્ટે લાલ કૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી સહિત 32 લોકોને નિર્દોષ જાહેર કર્યું હતું. પરંતુ આ આદેશને ફરી 2 અરજદારોએ અલ્હાબાદમાં યાચિકા મૂકી. ત્યારે કહેવામાં આવ્યું હતું કે બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી…
ટ્વિટર બાદ ફેસબુકની પેરન્ટ કંપની ‘મેટા’એ આજે જોબ કટનો મહત્ત્વનો નિર્ણય લીધો છે. આજે મેટા પ્લેટફોર્મ ઇંકથી જાહેરાત કરવામાં આવી કે તે પોતાના 13 ટકા એટલે કે 11,000થી વધુ કર્મચારીને નોકરીમાંથી ‘આઉટ’ કરવા જઇ રહી છે. ફેસબુકની પેરન્ટ કંપની મેટાએ આજે જાહેરાત કરી છે કે નિરાશાજનક કમાણી અને રેવન્યુમાં ઘટાડાના કારણે 11,000 કર્મચારીઓને નોકરીમાંથી દુર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા થોડા દિવસોમાં ટેક વર્લ્ડમાં બહોળા પ્રમાણમાં નોકરીમાંથી કર્મચારીઓને છુટા કરવાના કિસ્સા સામે આવ્યા છે. આ અગાઉ વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામમાંથી પણ કર્મચારીઓને છુટા કરવામાં આવ્યા હતા. કંપનીના માલિક માર્ક ઝકરબર્ગે કહ્યુ કે ફેસબુકની પેરન્ટ કંપની મેટા પોતાના 11,000થી વધુ સ્ટાફને…
યુક્રેન સંઘર્ષની વચ્ચે બે દિવસ રશિયાની યાત્રા પર ગયેલા ભારતીય વિદેશી મંત્રી એસ જયશંકર પર હાલ વિશ્વની નજર હતી અને હવે અમેરિકાના વિદેશ વિભાગની પ્રતિક્રિયા સામે આવી છે. પ્રવક્તા નેડા પ્રાઈસે જયશંકરની પ્રશંસા કરતા કહ્યું છે કે રશિયાએ યુક્રેનનું યુદ્ધ રોકવા માટે ભારતનો સંદેશ સાંભળવો જોઈએ. તેમણે કહ્યું કે રશિયાએ ભારતની સ્ટ્રેટેજી સમજવી જોઈએ. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર અને રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ વચ્ચે મોસ્કોમાં થયેલી મંત્રણાના જવાબમાં નેડ પ્રાઈસે કહ્યું કે પાછલા મહિનાઓમાં અમે ભારતીય વિદેશ મંત્રાલય સાથે ઘણી વાતચીત કરી છે. અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન પણ એસ જયશંકરને મળ્યા છે. નેડ પ્રાઈસે કહ્યું કે ભારતે…
ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ રાજ્યભરમાં આચારસંહિતા લાગુ થઇ ગઇ છે. જેને લઇ તંત્ર હરકતમાં આવ્યું છે. રાજકોટમાં વિવિધ કમિટીનાં ચેરમેન સહિત તમામ પદાધિકારીઓની ગાડી જમા કરવા આદેશ કરાયો છે. આ સાથે જ શહેરમાં લાગેલા સરકારના પોસ્ટરો હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવ્યાં છે.આ સાથે જ એરપોર્ટ પર પણ ટીમ એક્ટીવ કરી દેવામાં આવી છે. જેથી પોલીસની નજર હેઠળથી કોઈ બચી ન શકે. રાજકોટમાં ચૂંટણીની આચારસંહિતાની અસર બજારમાં દેખાવાની શરૂ થઈ ગઈ છે. પોલીસ દ્વારા ફેક ન્યૂઝ ફેલાવનારા પર બાજ નજર રાખવામાં આવી રહી છે.આચારસહિતા એટલે કે SOP મુજબ ચૂંટણી સેલની રચના કરવામાં આવી છે.સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં પણ સોશિયલ મીડિયા પર દેખરેખ રાખવામાં આવી રહી છે. ચૂંટણી આવે અને ચૂંટણી પુરી થાય ત્યાં સુધીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને સોશિયલ મીડિયામાં ખોટી ખબરો ન ફેલાઈ તે માટે સાઈબર ક્રાઈમ પોલીસ દ્વારા ખાસ સેલની રચના કરવામાં આવી છે. જે તમામ ગતિવિધઓ પર બાજ નજર રાખી રહ્યાં છે. જેથી કોઈ ઘટના ન બને. આ ટીમ PSI સાથેની ટીમ છે. વોટ્સએપ સહિતના મેસેજ અને સોશિયલ મીડિયા પર નજર રાખવામાં આવશે.આખી ટીમ શિફ્ટવાઈઝ કામ કરી રહી છે.ચૂંટણી ટીમની અલગ ટીમ છે, સોશિયલ મીડિયા માટેની અલગ ટીમ છે. બંને ટીમ પોતપોતાની રીતે કામ કરી રહી છે. તમને જણાવી દયે કે રાજકોટમાં આચારસહિંતા લાગુ થાય તે પહેલા જ તંત્ર દ્વારા પેરામિલેટ્રી ફોર્સ ઉતારી દેવામાં આવી હતી. જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.રાજ્યમાં આચારસંહિતા લાગુ પડતા જ માહોલ ઇલેક્શનમય બની ગયો છે પરંતુ આ દરમિયાન આવકવેરા વિભાગની 4 ટીમ એક્ટિવ થઈ જતા વેપારીઓએ રોકડની અવરજવર વખતે ખાસ તકેદારી જરૂરી રહેશે. પોલીસ દ્વારા બનાવવામાં આવેલી દરેક ટીમ કોઈ શંકાસ્પદ ગતિવિધિ હોય અને રકમ ઓછી હોય તો પણ તપાસ કરશે.મળતી માહિતી અનુસાર આચારસંહિતા લાગુ થતા જ રોકડની અવરજવરને લઈ ચૂંટણીપંચ એલર્ટ થઈ ગયું છે. કારણ કે આ દરમિયાન આવા બનાવો વધારે બને તેવી શક્યતા હોય છે.
બ્રિટન કોર્ટે કહ્યું કે, ‘નીરવનું પ્રત્યાર્પણ કોઇપણ રીતે અન્યાયપૂર્ણ કે દમનકારી નહીં હોય.’ કોર્ટે નિરવ મોદીને ભારત મોકલવાનાં મુદા્ને ગ્રીન સિગ્નલ આપ્યાં છે. ભારત લાંબા સમયથી નીરવ મોદીનાં પ્રત્યાર્પણની રાહ જોઇ રહ્યું હતું, પરંતુ બ્રિટનની શરણે બેઠેલી નીરવ મોદી એ એક્શનથી બચવા માટે વારંવાર નવા-નવા નુસ્ખા અજમાવતો હતો. બ્રિટન હાઇકોર્ટમાં નીરવનાં વકીલ જણાવી રહ્યાં છે કે તે ડિપ્રેશનનો શિકાર છે અને ભારત જેલમાં જેવી સ્થિતિ છે કે તે ત્યાં આપઘાત પણ કરી શકે છે. આ તર્કનાં આધારે જ તેનાં પ્રત્યાર્પણનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. પરંતુ હાઇકોર્ટે સુનાવણી બાદ નીરવ મોદીની યાચિકાને નામંજૂર કરી છે. Firestar ડાયમંડ કંપનીના સ્થાપક નીરવ…
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઢોલ વાગી રહ્યા છે. તેવામાં સત્તાધારી ભાજપ પક્ષ દ્વારા હજુ સુધી ઉમેદવારોની જાહેરાત કરવામાં ન આવતા સત્તાવાર મહોર અંગે સૌ કોઈની મીટ મંડાયેલી છે. હવે પ્રથમ ફેઝમાં 89 ઉમેદવારોની યાદી ભાજપ દ્વારા હવે ગમે તે ઘડીએ જાહેર કરવામાં આવી શકે છે. આ અંગે દિલ્લીમાં ભાજપનુ ઉમેદવારો માટે મંથન ચાલી રહ્યું છે. જેમાં વિધાનસભામાં મહિલા પ્રતિનિત્વ માટે હાઇકમાન્ડ સતર્ક બન્યું હોય તેવું જાણવા મળી રહ્યું છે. દિલ્હીથી BJP હાઈકમાન્ડે મહિલા ઉમેદવારોના નામ મંગાવ્યા છે. જેને લઇને પત્તું કપાવાના ડરથી અનેક નેતાઓમાં સળવળાટ ઉપડ્યો છે. ભાજપએ તાબડતોબ સ્ટ્રેટેજી બદલી આશરે 33 જિલ્લા અને 4 મનપામાં 1 બેઠક પર મહિલા ઉમેદવાર ફરજીયાત…
છત્તીસગઢમાં ફરી એકવાર મોટી કાર્યવાહી કરતા આવકવેરા વિભાગે આજે કોલસા અને સ્ટીલના વેપારીઓના ઘરે દરોડા પાડ્યા છે. IT વિભાગની ટીમે છત્તીસગઢની રાજધાની રાયપુર ઉપરાંત રાયગઢમાં આ દરોડા પાડ્યા છે. બંને શહેરોમાં કોલસા અને સ્ટીલના વેપારીઓના ત્યાં દરોડા પડ્યા છે. છત્તીસગઢમાં ગયા મહિને જ EDએ મોટા કોલસા કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. તે સમયે EDએ 3 IAS અધિકારીઓના ઘરે દરોડા પાડ્યા હતા. કોલસા કૌભાંડમાં IAS સમીર બિશ્નોઈ અને 2 ઉદ્યોગપતિઓ જેલમાં છે. બુધવારે સવારે આઈટીએ રાયગઢ આઈઆર સ્ટીલના માલિક સંજય અગ્રવાલના ઘર પર દરોડા પાડ્યા હતા, જેમાં કોલસાના વેપારી રાકેશ શર્મા, ગજાનંદ અને જય અંબે ટ્રાન્સપોર્ટરના માલિક જોગેન્દ્રના ભાઈ રાયપુરના ગોલ્ડન સ્કાયમાં…

