Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

AIMIM ના પ્રમુખ અસરુદ્દીન ઓવૈસી અમદાવાદથી સુરત જઈ રહ્યા હતા ત્યારે કેટલાક શખ્સો દ્વારા વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવામા આવ્યો હોવાનો દાવો AIMIM ના નેતા દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારે આ બાબતે પશ્ચિમ રેલ્વેની વડોદરા જીઆરપી દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે જેમાં તેમણે ટ્રેન પર પથ્થરમારો થયો હોવાની વાતને નકારી કાઢી છે અને જણાવ્યું કે ટ્રેનની સ્પીડના કારણે કેટલાક પથ્થરો ઉડીને ટ્રેનના કાચ પર ટકરાયા છે. જેથી કાચ પર તિરાડ પડી ગઈ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને તૈયારીને લઈને બધી રાજનૈતીક પાર્ટીઓ તૈયારીમાં લાગી છે. સોમવારે AIMIM ના અસરુદ્દીન ઓવૈસી પણ ગુજરાતની મુલાકાતે છે. આ દરમ્યાન  તેઓ વંદેભારત ટ્રેનમાં તેઓએ મુસાફરી કરી…

Read More

દુબઈમાં બુર્જ ખલીફા પાસે આવેલી એક ઈમારતમાં આગ લાગી હતી. આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. જો કે હજી સુધી એ સ્પષ્ટ નથી થયું કે ઈમારતમાં આગ લાગવાથી કોઈ ઘાયલ થયું છે કે નહીં. અરબ ન્યૂઝ અનુસાર, 7 નવેમ્બરે મોડી રાત્રે દુબઈમાં 35 માળની બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી હતી. હવે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે ઈમારતમાં આગ લાગી તે ઈમાર ગગનચુંબી ઈમારત એમાર સ્કાયસ્ક્રેપરના નામે ઓળખાય છે. એમાર ડેવલપર્સે બુલવાર્ડ વોક નામના 8 ટાવર બનાવ્યા હતા. એમાર સ્કાયસ્ક્રેપર આમાંનો જ એક ટાવર છે. આગ લાગ્યા બાદ ઈમારતમાં હાજર લોકોને બચાવી લેવાયા હતા. આ દરમિયાન કોઈને…

Read More

કલાઇમેટ ચેન્જને કારણે, પૃથ્વી પર તાપમાનમાં વધારાને કારણે આ વર્ષે વિશ્વએ ઘણી આફતો જોઈ છે. પહેલા યુરોપ, ચીન અને જાપાનમાં આકરી ગરમી અને પછી પાકિસ્તાનમાં ભીષણ પૂરે ઘણો વિનાશ કર્યો. પરંતુ હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા સોમવારે ગરમીને લઈને જારી કરવામાં આવેલા આંકડા ખૂબ જ આશ્ચર્યજનક છે. WHO અનુસાર, 2022માં યુરોપમાં ગરમ ​​હવામાનને કારણે ઓછામાં ઓછા 15,000 લોકોના મોત થયા છે. સ્પેન અને જર્મની આમાં સૌથી વધુ પ્રભાવિત દેશોમાં સામેલ છે. યુરોપ માટે WHOના પ્રાદેશિક નિર્દેશક હંસ ક્લુગેએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અત્યાર સુધી રજૂ કરાયેલા દેશના ડેટાના આધારે, એવો અંદાજ છે કે 2022માં ઓછામાં ઓછા 15,000 લોકો…

Read More

જીવ વિજ્ઞાનમાં વૈજ્ઞાનિકોએ છેલ્લા 30 વર્ષમાં હરણફાળ ભરી છે. પણ લોહી બનાવવામાં વૈજ્ઞાનિકો પાછળ હોવાનું ઘણા સમયથી કહેવાતું હતું. આવી સ્થિતિમાં વૈજ્ઞાનિકોને આ ક્ષેત્રે મોટી સફળતા મળી છે. વિશ્વના સૌથી પહેલા ક્લિનિક ટ્રાયલ દરમિયાન લેબોરેટરીમાં બનાવવામાં આવેલું લોહી લોકોને ચઢાવવામાંમાં આવ્યું હોવાનું જાણવા મળે છે. આ ટ્રાયલ બાબતે યુકેના વૈજ્ઞાનિકોએ જાણકારી આપી છે. BBCના અહેવાલ મુજબ આ કૃત્રિમ લોહી શરીરની અંદર કેવી રીતે કાર્ય કરે છે તે જોવા માટે નાના પ્રમાણમાં એટલે કે બે ચમચી જેટલા લોહીનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. અહીં ઉલ્લેખનીય છે કે, કોઈ વ્યક્તિને લોહી પૂરું પાડવા રક્તદાન પર આધાર રાખવો પડે છે. આવી સ્થિતિમાં કૃત્રિમ…

Read More

કર્ણાટક પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સતીશ જારકીહોલીએ કહ્યું છે કે, ‘હિન્દુ’ શબ્દ ફારસી છે અને તેનો અર્થ ખૂબ ગંદો થાય છે. તેમને એવું પણ કહ્યું કે, અહીંના લોકો પર એક શબ્દ અને એક ધર્મની ફરજ પાડવામાં આવી રહી છે અને આ અંગે યોગ્ય ચર્ચા થવી જોઈએ.અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિએ, તેના પક્ષના નેતાના નિવેદનો પર પ્રતિક્રિયા આપતા, તેને અત્યંત દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું અને તેને સ્પષ્ટપણે નકારી કાઢ્યું. કોંગ્રેસના નેતાના નિવેદન બાદ હોબાળો થયો હતો. ભાજપે તેને વોટ બેંક ઇન્ડસ્ટ્રી ગણાવી છે. જારકીહોલીએ રવિવારે બેલાગાવી જિલ્લાના એક કાર્યક્રમમાં આ વાત કહી. તેમણે કહ્યું કે – પોતે હિન્દુ ધર્મની વાત કરી રહ્યા છે… હિન્દુ…

Read More

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ આડવાણીનો આજે જન્મદિવસ છે અને તેઓ આજે 95 વર્ષના થઈ ગયા છે. આ ખાસ મોકા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એમને અભિનંદન આપવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા અને એ સાથે જ રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ તેમના નિવાસસ્થાને પંહોચીને અભિનંદન પાઠવ્યા છે. બંને નેતાઓની આડવાણીને મળીને એમને શુભેચ્છાઓ પાઠવતી અમુક તસવીરો અને વિડીયો સામે આવ્યા છે. વિડીયોમાં જોવા મળે છે કે પીએમ મોદી ઘણા ઉત્સાહથી લાલકૃષ્ણ આડવાણીને અભિનંદન આપતા જોવા મળી રહ્યા છે અને આ દરમિયાન પીએમ મોદીએ તેમને ફૂલોનો ગુલદસ્તો પણ આપ્યો હતો. આ પછી બંને બેસીને વાતચીત કરી રહ્યા છે એવું પણ જોવા મળી રહ્યું છે. જણાવી…

Read More

વડોદરા શહેરનો યુવાન એન્જિનિયાર છેલ્લા 90 દિવસથી દક્ષિણ આફ્રિકામાં ફસાયેલો છે. તેને મુક્ત કરવા માટે સાંસદ રંજનબેન ભટ્ટે વિદેશ મંત્રાલયને જાણ કરી છે. આ સાથે યુવાનની પત્નીએ પણ સરકારને પત્ર લખીને ઝડપી એક્શન લેવા માટે વિનંતી કરી છે. શહેરનાં અલકાપુરી વિસ્તારની સુવર્ણપુરી સોસાયટીમાં રહેતા હર્ષવધન શૌચ સાઉથ આફ્રિકાનાં ઇક્વિટેરિયલ ગિની ખાતે ગયા હતા. નોંધનીય છે કે, પશ્ચિમ આફ્રિકાના ઇક્વિટેરિયલ જીનીયા નામના દેશમાં છેલ્લા ત્રણ મહિનાથી ફસાયેલા એક શીપના ક્રૂ મેમ્બર્સ સહિત 26 વ્યક્તિઓમાં 16 ભારતીય છે. આ 16માંથી એક વડોદરાની વ્યક્તિ છે. ઇક્વિટેરિયલ જીનીયામાં ફસાયેલા આ તમામની હવે પાડોશી દેશ નાઇઝરિયાની નેવીએ ડિમાન્ડ કરતાં ફસાયેલાઓના પરિવારજનો ચિતિંત બન્યા છે. નાઇઝરિયા…

Read More

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઘરેથી મતદાન કરવા આ વખતે વૃદ્ધો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે કે આ વર્ષની ચૂંટણીમાં 80 વર્ષથી વધુ વયના લોકો ઘરેથી જ મતદાન કરી શકશે. ઘરેથી મતદાન કરનારાઓની સંખ્યા સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં નોંધાઇ છે. અમદાવાદમાં 100 વર્ષના સૌથી વધુ 1500 જેટલા મતદારો ઘરેથી મતદાન કરનારાઓમાં સામેલ છે. હાલમાં 80 વર્ષથી વધુ વયના 1.31 લાખથી વધુ મતદારો અમદાવાદમાં છે. એમાંય શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં 100 વર્ષના સૌથી વધુ મતદારો ઉપલબ્ધ છે. શહેરના એલિસબ્રિજમાં 218 મતદારો જ્યારે સૌથી ઓછા નિકોલ વિસ્તારમાં 100 વર્ષથી વયના 36 મતદારો નોંધાયા છે. જ્યારે નારણપુરામાં 128, વેજલપુરમાં 105, ધંધુકામાં 100 અને ઘાટલોડિયામાં…

Read More

અમદાવાદ શહેરમાં ફરી એક વખત કરોડો રૂપિયાની લૂંટનો બનાવ સામે આવ્યો છે. જ્વેલર્સના કર્મચારી પાસેથી બે બાઈક ચાલકો કરોડોના સોનાના દાગીના ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયા છે. જોકે, પોલીસને જાણ કરતા જ ક્રાઇમ બ્રાન્ચ સહિત પોલીસની ટીમ દોડતી થઈ ગઈ છે. ગુજરાતમાં હવે ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ સજ્જ થઈ ગઈ છે. શહેરમાં પેટ્રોલિંગ, વાહન ચેકીંગ અને અસમાજિક તત્ત્વો સામે અટકાયતી પગલાં લેવાની કામગીરી કરવામાં આવી રહી છે. તો બીજી તરફ આ તમામ ઘટનાઓ વચ્ચે શહેર પોલીસને જાણે કે પડકાર ફેંકતા હોય તેમ બે લુંટારૂઓએ જાહેર અને ભરચક…

Read More

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણને લઇને વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. એટલે કે હજુ તો ગઇકાલે જ BTP અને JDU વચ્ચે ગઠબંધન થયાના સમાચાર સામે આવ્યા હતા. ત્યાં તો એક જ દિવસમાં BTP-JDUના ગઠબંધનનું સુરસુરિયું થઇ ગયું હોવાનું જાણવા મળી રહ્યું છે. કારણ કે છોટુ વસાવાની ગઠબંધનની જાહેરાતને ખુદ પુત્ર મહેશ વસાવાએ નકારી કાઢી છે. આ અંગે BTP (ભારતીય ટ્રાયબલ પાર્ટી) ના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાનું કહેવું છે કે, ‘મારી સાથે આ બાબતે કોઈ ચર્ચા નથી થઈ.’ BTPના રાષ્ટ્રીય પ્રમુખ મહેશ વસાવાએ છોટુ વસાવાની ગઠબંધનની જાહેરાતને વ્યક્તિગત ગણાવી છે. આથી કહી શકાય કે નવા ગંઠબંધનની જાહેરાતને લઈને…

Read More