Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

વિશ્વના સૌથી અમીર વ્યક્તિ ઈલોન મસ્ક માત્ર સંપત્તિ માટે જ નહીં પરંતુ અન્ય ઘણા કારણોસર પણ સતત ચર્ચામાં રહે છે. ટ્વિટરની કમાન પોતાના હાથમાં લઈને તેમને ઘણા લોકોની છટણી કરી દીધી હતી પરંતુ હવે મસ્કને કદાચ પોતાની ભૂલનો અહેસાસ થવા લાગ્યો છે. એક અહેવાલ અનુસાર, ટ્વિટરે કેટલાક કર્મચારીઓને નોકરી પર પાછા આવવા વિનંતી કરી છે. ટ્વિટરમાં આવતાની સાથે જ, ઈલોન મસ્કે પહેલા ભારતીય મૂળના સીઈઓ પરાગ અગ્રવાલ સહિત ત્રણ ટોચના અધિકારીઓની છટણી કરી અને પછી એક પછી એક મોટી છટણી કરી. કંપનીના સમગ્ર બોર્ડને હટાવ્યા બાદ તેમણે શુક્રવારે લગભગ 3700 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. આટલી મોટી છટણી બાદ હવે…

Read More

ગુજરાતમાં ચૂંટણી જાહેરાત થયાં પછી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણી જીતવા માટે દાવેપેચ શરૂ કરી દીધા છે. પ્રચારથી લઈ બેઠકોનો ધમધમાટ શરૂ કર્યો છે. આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની 11મી યાદી જાહેર કરી દીધી છે.  ચૂંટણીની જાહેરાત થયા બાદ AAP દ્વારા વિધાનસભા ચૂંટણી માટે 11મી યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં વધુ 12 નામોની યાદી જાહેર કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીનો જંગ જીતવા માટે આમ આદમી પાર્ટી સજ્જ બની ગઇ છે.  આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની 11મી યાદી જાહેર કરી છે. 11મી યાદીમાં પાર્ટીએ ગાંધીધામ, દાંતા, પાલનપુર, કાંકરેજ, રાધનપુર, મોડાસા, રાજકોટ ઈસ્ટ, રાજકોટ વેસ્ટ, કુતિયાણા, બોટાદ, ઓલપાડ અને…

Read More

સામાન્ય વર્ગના લોકોને આર્થિક ધોરણે 10 ટકા અનામત આપવી યોગ્ય છે કે નહીં? આ અંગે સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપશે. ચીફ જસ્ટિસ યુયુ લલિતની ખંડપીઠ થોડીવારમાં આ અંગે ચુકાદો આપશે. 2019ની લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારે સામાન્ય વર્ગના લોકોને આર્થિક આધાર પર 10 ટકા અનામત આપવા માટે બંધારણમાં 103મો સુધારો કર્યો હતો. પરંતુ સુપ્રીમ કોર્ટમાં 40 થી વધુ અરજીઓ દાખલ કરવામાં આવી હતી. આના પર સુપ્રીમ કોર્ટે 27 સપ્ટેમ્બરે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. EWS ક્વોટા શું છે? જાન્યુઆરી 2019માં મોદી સરકાર બંધારણમાં 103મો સુધારો લાવી હતી. આ અંતર્ગત આર્થિક રીતે પછાત સામાન્ય વર્ગના લોકોને નોકરી અને શિક્ષણમાં 10 ટકા…

Read More

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ તમામ રાજનૈતિક પક્ષો રાજ્યની જનતાને મનાવવાના પ્રયાસો કરી રહી છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ રાજ્યમાં એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે ધોરાજીમાં કોંગ્રેસના ધારાસભ્યનો લલિત વસોયાએ કટાક્ષ કરતા ભાંગરો વટાયા જેવો ઘાટ થયો હતો. તેમણે જાહેર મંચ પરથી સંબોધનમાં ભાજપ પ્રત્યેનો પ્રેમ જોવા મળ્યો છે. જોકે, આ નિવેદનના વિવાદ બાદ તેમણે સ્પષ્ટતા પણ કરીને કહ્યું કે, મેં કટાક્ષમાં કહ્યુ હતુ. તેમણે એમ પણ કહ્યુ કે, દિલ્હીના ઠગોને મત ન આપવા મેં ગુજરાતની પ્રજાને અપીલ કરી છે. રાજકોટના ધોરાજીમાં કોંગ્રેસ દ્વારા પરિવર્તન યાત્રા કાઢવામાં આવી હતી. આ દરમિયાન ધોરાજીમાં જાહેર સભામાં…

Read More

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક બાદ પરીક્ષા વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે. બહુચર્ચિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પેપર લીક કાંડ બાદ હવે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને લઈ હવે આગામી 9 નવેમ્બરથી શરૂ થતી પરીક્ષામાં વોટરમાર્ક સાથે પેપરનું વિતરણ થશે. આ સાથે હવેથી ઈ-મેઈલ દ્વારા પ્રશ્નપત્ર મોકલવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે, તાજેતરમાં પેપર લીક કાંડ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ચર્ચામાં આવ્યા બાદ હવે એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. અગાઉ પરીક્ષાના એક દિવસ પહેલા જ પેપરની કોપી ફરતી થઈ હતી. જે બાદમાં હવે પેપર લીકની ઘટનાઓ અટકાવવા મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. જેથી હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક નહીં થાય તેવો દાવો કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંતર્ગત કોલેજોમાં પણ…

Read More

દિલ્હીમાં શ્વાસ રૂંધાતી હવાથી લોકોના શ્વાસ અધ્ધર કરી દીધા છે. ઑક્ટોબરના છેલ્લા અઠવાડિયાથી એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI)નો રિપોર્ટ ખરાબ મળી રહ્યો છે. જોકે, આજે 6 નવેમ્બરના રોજ તેમાં થોડો સુધારો જોવા મળ્યો હતો. પવનની દિશા બદલાવાને કારણે દિલ્હી-એનસીઆરમાં રવિવારે સવારે પ્રદૂષણના સ્તરમાં થોડો ઘટાડો નોંધાયો છે. આગામી થોડા દિવસોમાં AQIમાં સુધારો થવાની સંભાવના પણ વ્યક્ત થઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ પંજાબ સહિત ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં 6-7 નવેમ્બરે સામાન્ય વરસાદ થવાની સંભાવના છે. જેના કારણે હવામાં સુધારો જોવા મળી શકે છે. દિલ્હીના પ્રદૂષણનો મુખ્ય કારણ પરાળી સળગાવવા છે અને પંજાબ હાલમાં સૌથી વધુ પરાળી બાળી રહ્યું છે. વરસાદને કારણે…

Read More

રાજકોટ  અમદાવાદ હાઇવે પર એક બસને અકસ્માત નડ્યો છે. આ અકસ્માત બામણબોર નજીક સર્જાયો હતો. જ્યાં ખાનગી બર રોડ પરથી ઉતરી ગઇ હતી અને રસ્તાની બાજુમાં નાળામાં ખાબકી હતી. અકસ્માતમાં 15 મુસાફરોને ઇજા પહોંચતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આજે વહેલી સવારે મુસાફરો ભરેલી બસ બામણબોર નજીકથી પસાર થઇ રહી હતી, ત્યારે તેને અકસ્માત નડ્યો હતો. અચાનક જ બસ રસ્તાની સાઇડમાં ઉતરી ગઇ હતી અને નાળામાં ખાબકી હતી. આ ઘટનામાં 15 જેટલા મુસાફરોને નાની-મોટી ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે બસમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ અને 108ની…

Read More

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. જેને લઈને તમામ પક્ષના કેન્દ્રના નેતાઓના ગુજરાતમાં આંટાફેરા વધી ગયા છે, ત્યારે કોંગ્રેસ પાર્ટીના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી પણ ગુજરાતની મુલાકાતે આવશે અને ચૂંટણી પ્રચારમાં ભાગ લેશે. રાહુલ ગાંધી નવેમ્બર મહિનાની 10 તારીખે ગુજરાત પ્રવાસે આવશે. આ દરમિયાન મધ્ય ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે વડોદરામાં રોડ શોનું આયોજન છે. તેઓ દક્ષિણ ગુજરાતમાં પણ રોડ શો અને જાહેર સભા કરે તેવી શક્યતા છે. હાલ રાહુલ ગાંધી હાલ ભારત જોડો યાત્રામાં વ્યસ્ત છે. તેઓ આજે શનિવારે તેલંગાણામાં આ યાત્રા કરી રહ્યા છે. જણાવી દઈએ કે, આ યાત્રા કન્યાકુમારીથી શરૂ કરવામાં આવી છે. આ યાત્રામાં કોંગ્રેસના અનેક…

Read More

અમૃતસરમાં શુક્રવારે ખુલ્લેઆમ ગોળીબાર કરીને હિન્દુ નેતા સુધીર સૂરીની હત્યા સાથે હવે આતંકવાદી કનેક્શન જોડાય ગયું છે .કેનેડામાં બેઠેલા ભાગેડુ ખાલિસ્તાની આતંકવાદી લખબીર લંડાએ સોશિયલ મીડિયા પર સૂરીની હત્યાની જવાબદારી લીધી છે.આતંકવાદી લખીબરે ફેસબુક પર લાંડા હરિકે અકાઉન્ટ પરથી પોસ્ટ કર્યું છે કે જે લોકો શીખ સમુદાય અથવા અન્ય કોઈ ધર્મ વિશે ખરાબ બોલે છે, તેઓ બધા તૈયાર રહે. દરેકનો વારો આવશે.સિક્યોરિટી લઈને તમે બચી જશો એવું ધારશો નહીં .હજુ તો શરૂઆત છે, અધિકારો લેવાના બાકી છે. ફેસબુક પોસ્ટમાં કેટલું સત્ય છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. થોડા દિવસ અગાઉ અમૃતસરના કટડા અહલુવાલિયામાંથી પકડાયેલા ત્રણ આતંકવાદી અને તરનતારનમાં…

Read More

અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટી (AAP)એ આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં એન્ટ્રી કરીને ચૂંટણીને ખૂબ જ રસપ્રદ બનાવી છે. દિલ્હી અને પંજાબની જેમ આમ આદમી પાર્ટી ગુજરાતમાં પણ મફત વીજળી-પાણી, શિક્ષણ અને સ્વાસ્થ્યને લગતા અનેક વચનો આપીને મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરી રહી છે. આ સાથે AAPએ KHAM થિયરીની જેમ ‘ઓટીપી’ ફોર્મ્યુલા દ્વારા ગુજરાતમાં વોટબેંક મેળવવાનો પ્રયાસ કર્યો છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે શનિવારે એક ટીવી શોમાં ‘OTP’ ફોર્મ્યુલાનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે કેવી રીતે તેમની પાર્ટી પોતાનો જનાધાર વધારી રહી છે. AAP નેતાએ કહ્યું હતું કે, OTPમાં O એટલે OBC છે, T એટલે ટ્રાઇબલ અને P એટલે…

Read More