What's Hot
- આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
- આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
- આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
- રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
- યોગી સરકારના મંત્રી ગુલાબો દેવી બન્યા માર્ગ અકસ્માતનો ભોગ, ટોલ પ્લાઝા પાસે કાફલાના અનેક વાહનો એકબીજા સાથે અથડાયા
- આ ખતરનાક મિસાઈલ ફાઈટર જેટ તેજસ Mk-1A માં પણ લગાવવામાં આવશે, પાકિસ્તાનની સાથે ચીન પણ ધ્રૂજશે
- લૂંટ દરમિયાન ઝવેરીની ગોળી મારી હત્યા, લોકોએ એક આરોપીને પકડીને માર માર્યો; ત્રણ ફરાર
- વેરાવળ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસર ખાલી કરાવાયું, પોલીસ વિભાગમાં ગભરાટ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત ભાજપના અગ્રણી નેતા જયનારાયણ વ્યાસે ભાજપમાંથી રાજીનામું આપ્યું છે. તેમણે કહ્યુ કે, હું ચૂંટણી લડીશ, મારી પાસે કોંગ્રેસ અને આપ બે માર્ગ છે. કાર્યકરો સાથે ચર્ચા કરી નક્કી કરીશ. જયનારાયણ વ્યાસે ભાજપમાંથી રાજીનામું આપતાં ફરી એક વખત ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. હવે જોવાનું રહ્યું કે, આગામી સમયમાં તેઓ કઇ પાર્ટી સાથે જોડાશે. જયનારાયણ વ્યાસ ભાજપના દિગ્ગજ નેતા હતા તેઓ ભાજપ સરકારમાંમોટી જવાબદારી નિભાવી ચૂક્યા છે નર્મદા નિગમના ચેરમેનથી માંડીને 2007થી 2012 સુધી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનો હવાલો સંભાળતા હતા. તેઓ સિદ્ધપુરના ધારાસભ્ય રહી ચૂક્યા…
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસ પાર્ટીએ 43 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં અર્જુન મોઢવાડિયાને પોરબંદર, જસદણથી ભોલાભાઇ ગોહિલને રિપિટ કરાયા છે. કુંતિયાણાથી નાથાભાઇ ઓડોદરાને ટિકિટ મળી છે. ગાંધીનગર દક્ષિણથી ડો. હિમાંશું પટેલને ટિકિટ ફાળવાઇ છે. કોંગ્રેસે તેની પ્રથમ યાદીમાં 10 પાટીદાર, 7 મહિલા અને 5 SC ઉમેદવારોને ટિકિટ ફાળવી છે. જ્યારે 11 આદીવાસી ઉમેદવારો, 7 અન્ય સવર્ણ ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. ઝાલોદથી ભાવેશ કટારાની ટિકિટ કપાઈ છે, જ્યારે કુતિયાણાથી નાથા ઓડેદરાને ટિકિટ આપી છે. અત્યાર સુધી કુતિયાણામાં કોંગ્રેસ-NCP ગઠબંધનનું હતું. હાલ કુતિયાણામાં NCPના ધારાસભ્ય કાંધલ જાડેજા છે. ડીસાથી પૂર્વ MLA ગોવા રબારીના પુત્ર સંજયને ટિકિટ મળી છે.…
ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 માટે ચૂંટણી તંત્ર સુસજ્જ છે. મતદાર યાદી , ઈવીએમ અને મતદાન મથકોનું સંપૂર્ણ આયોજન થઈ ગયું છે. મતદાતાઓને મતદાન મથકનો આયોજન કરાયા છે. ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી પી.ભારતીએ આજે ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, આદર્શ આચાર સંહિતાના ચુસ્ત પાલન માટે સમગ્ર રાજ્યમાં ચૂંટણી તંત્ર સજાગ છે. રાજ્યનો કોઈપણ નાગરિક કોઈપણ સ્થળેથી આદર્શ આચારસંહિતાના ભંગ અંગેની ઓનલાઈન ફરિયાદ કરી શકે તે માટે સી-વીજીલ(c-VIGIL) મોબાઈલ એપ તૈયાર કરવામાં આવી છે. મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદારોની સંખ્યામાં 7,13,738નો વધારો થયો છે. જે 1.47 ટકા છે. તા.10-10-2022ના રોજ મતદાર યાદીની…
વિશ્વની અગ્રણી એજ્યુકેશન ટેક્નોલોજી કંપની BYJU’Sએ આજે ફૂટબોલ સ્ટાર અને ગ્લોબલ સ્પોર્ટ્સ આઇકોન મેસીને સોશિયલ ઈમ્પૅક્ટ પહેલ Education For Allના પહેલા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેરાત કરી છે. મેસ્સી જે પેરિસ સેન્ટ-જર્મન માટે રમે છે અને આર્જેન્ટિનાની ફૂટબોલ ટીમનો કેપ્ટન છે, તેણે સહુને સમાન શિક્ષણના હેતુને પ્રોત્સાહન આપવા BYJU’S સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. વિશ્વના સૌથી લોકપ્રિય સ્પોર્ટ્સપર્સનમાંના એક સાથે BYJU’Sનું આ જોડાણ તેના ગ્લોબલ માર્કેટમાં ઉતારવાનો નિશ્ચય અને શિક્ષણને બધા માટે સુલભ, સમાન અને સસ્તું બનાવવાની તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ વર્ષની શરૂઆતમાં, BYJU’S એ કતારમાં FIFA વર્લ્ડ કપ 2022નું ઓફિશિયલ સ્પોન્સર બનીને ઈતિહાસ રચ્યો હતો. વિશ્વભરમાં ફૂટબોલના આશરે…
અમૃતસરમાં શિવસેનાના નેતા સુધીર સૂરીને શુક્રવારના દિવસે ગોળી મારીને હત્યા કરવા આવી છે. ગોપાલ મંદિરની બહાર કચરામાંથી મળી ભગવાનની મૂર્તિઓ મળી આવવાના વિરોધમાં શિવસેના નેતા મંદિરની બહાર ધરણા પર બેઠા હતા અને એ દરમિયાન ભીડમાંથી કોઈએ તેને ગોળી મારી હતી. આ ઘટના પછી તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને હાલ એમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું પણ હાલ મળતી જાણકારી અનુસાર એમનું મૃત્યુ થઈ ગયું છે. જણાવી દઈએ કે હાલ પોલીસે હુમલાખોરોને પકડવા માટે નાકાબંધી શરૂ કરી દીધી છે અને એવુ જાણવા મળ્યું છે કે છેલ્લા કેટલાક સમયથી સુધરી સુરી પર હુમલો કરવાની યોજના ઘડવામાં આવી હતી અને પોલીસે ગયા…
T20 વર્લ્ડ કપ 2022 માટે આંતરરાષ્ટ્રીય ક્રિક્રેટ પરિષદમનાં નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે જ્યારે સેમિફાઈનલ અને ફાઈલનલમાં વરસાદનાં કારણે અવરોધ ઉભો થતો હતો. ડકવર્થ લુઈસનાં નિયમથી મેચનો નિર્ણય ત્યારે જ થશે. જ્યારે બંને ટીમ 10-10 ઓવરની મેચ રમી ચૂકી છે. નોંધનીય છે કે T20 આંતરરાષ્ટ્રીયમાં વરસાદને કારણે મુશ્કેલી પડ્યા બાદ ઓછામાં ઓછી 5-5 ઓવરોની મેચ રમ્યા બાદ જ ડકવર્થ લુઈસનાં નિયમના આધારે નિર્ણય કરવામાં આવે છે. T20 વર્લ્ડ કપ 2022 માં ન્યૂઝીલેન્ડ સામે પહેલી સેમીફાઈલીસ્ટની ટીમ બની ગઈ છે. આયરલેન્ડને હરાવીને ક્વોલીફાઈડ કરવામાં આવી છે. બીજા સેમિફાઈનલ લીસ્ટની જાણકારી શનિવારનાં રોજ જાણવા મળશે. જ્યારે ગ્રુપ-2 માંથી ભારત, પાકિસ્તાન અથવા સાઉથ આફ્રિકા કોણ…
ગુજરાતમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સાથે વારંવાર ઢોર અથડામણથી થતી દુર્ઘટનાને લઈને હવે આરપીએફે ગામડાના સરપંચોને ચેતવણી આપી છે. રેલવે સુરક્ષા દળે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના ગામડાના સરપંચોને નોટિસ મોકલવાનું શરુ કરી દીધું છે. તેમણે કહ્યું કે, તેઓ ટ્રેનના રૂટના રેલ પાટા પર પશુ ન જાય, તેની વ્યવસ્થા કરે. આરપીએફ અધિકારીઓએ શુક્રવારે કહ્યું કે, નોટિસમાં ચેતવણીમાં આપવામાં આવી છે કે, કોઈ પશુ માલિકની બેજવાબદારી જોવા મળી તો, તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પીએમ નરેન્દ્ર મોદીએ ગુજરાતની રાજધાની ગાંધીનગર અને મહારાષ્ટ્રની રાજધાની મુંબઈની વચ્ચે સેમિ હાઈ સ્પીડ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સેવાનું 30 સપ્ટેમ્બરે ઉદ્ધાટન કર્યું હતું. ત્યાર બાદથી ગુજરાતમાં ત્રણ…
ગુજરાત ચૂંટણીમાં પોતાની અને પોતાની પાર્ટીની તાકાત અજમાવવા જઈ રહેલા AAPના વડા અરવિંદ કેજરીવાલે આજે મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરી છે. ઇસુદાન ગઢવી રાજ્યમાં પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર હશે. દિલ્હી બાદ પંજાબમાં જીત મેળવનાર કેજરીવાલને ગુજરાતની ચૂંટણીમાંથી મોટી આશાઓ છે. ચૂંટણી પંચે ગુજરાતની ચૂંટણીની તારીખો એક દિવસ પહેલા જ જાહેર કરી દીધી છે. રાજ્યમાં બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન યોજાશે. આ સાથે જ સત્તાધારી ભાજપ ઉપરાંત મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ, AAP અને AIMIM સહિત અન્ય પાર્ટીઓએ તૈયારીઓ તેજ કરી દીધી છે. AAPના સૂત્રોના જણાવ્યા અનુસાર, ઇસુદાન ગઢવીની સાથે ગોપાલ ઇટાલિયાનું પણ સીએમ ઉમેદવારીની રેસમાં નામ હતું.ચૂંટણીની તારીખોની જાહેરાત…
મોરબીના ઝુલતા પુલની દુર્ઘટનામાં નગરપાલિકાના ચીફ ઓફિસરને સસ્પેન્ડ કર્યા બાદ હવે ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલનું લોકેશન સામે આવ્યું છે. ઓરેવાના જયસુખ પટેલનું લોકેશન હરિદ્વારમાં હોવાની ચર્ચા સામે આવી છે. જયસુખ પટેલ પરિવાર સાથે હરિદ્વારમાં હોવાની ચર્ચા થઇ રહી છે. મહત્વનું છે કે, જયસુખ પટેલનો હરિદ્વારમાં બંગલો છે. તમને જણાવી દઇએ કે, રવિવારની ઝુલતા પુલની દુર્ઘટના બાદ જયસુખ પટેલ ગાયબ છે. ત્યારે પરિવાર સાથે જયસુખ પટેલ હરિદ્વાર ગયાની શક્યતા સેવાઇ રહી છે. તમને જણાવી દઇએ કે, હાલમાં જ મોરબીના ઝુલતા પુલની દુર્ધટનાને પગલે રાજ્યનો શહેરી વિકાસ વિભાગ એક્શનમાં આવ્યો છે. રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાને…
હાલમાં જ મુંબઈની સેશન કોર્ટમાં અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. હકીકતમાં જોઈએ તો, ગેંગસ્ટર એઝાઝ ઉર્ફ અજ્જૂ યુસુફ લકડાવાલા અહીં કોર્ટમાં મરેલા મચ્છરો ભરેલી એક બોટલ લઈને આવ્યો હતો. આ જોઈને સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. આખો કિસ્સો ત્યારે સમજાયો, જ્યારે આ બોટલ બતાવીને કોર્ટને અનુરોધ કર્યો કે, તે તલોજા કેન્દ્રીય જેલની અંદર મચ્છરદાનીનો ઉપયોગ કરવાનો મંજૂરી માગી રહ્યો છે અને તેના માટે કોર્ટમાં મંજૂરી આપે. જો કે, કોર્ટે આ અરજીનો અસ્વિકાર કર્યો છે. લકડાવાલાને એક કેસમાં મુંબઈની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટમાં લાવવામાં આવ્યો હતો, જેમાં તે અને અંડરવર્લ્ડ ડોન છોટા રાજન આરોપી છે. રાજન દિલ્હીની તિહાડ કેન્દ્રીય જેલમાં બંદ છે…

