What's Hot
- આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
- આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
- આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
- રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
- યોગી સરકારના મંત્રી ગુલાબો દેવી બન્યા માર્ગ અકસ્માતનો ભોગ, ટોલ પ્લાઝા પાસે કાફલાના અનેક વાહનો એકબીજા સાથે અથડાયા
- આ ખતરનાક મિસાઈલ ફાઈટર જેટ તેજસ Mk-1A માં પણ લગાવવામાં આવશે, પાકિસ્તાનની સાથે ચીન પણ ધ્રૂજશે
- લૂંટ દરમિયાન ઝવેરીની ગોળી મારી હત્યા, લોકોએ એક આરોપીને પકડીને માર માર્યો; ત્રણ ફરાર
- વેરાવળ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસર ખાલી કરાવાયું, પોલીસ વિભાગમાં ગભરાટ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્ક કોઈ પણ શરમ રાખ્યા વીના ટ્વિટરના કર્મચારીઓને નોકરીમાંથી કાઢી રહ્યા છે. બન્યું એવું છે કે શુક્રવારે જ્યારે ટ્વિટરના કર્મચારીઓ સૂઈને જાગ્યા ત્યારે તેમને કંપની તરફથી ખૂબ જ ચોંકાવનારો મેલ મળ્યો હતો. આ મેલનો અર્થ બસ એ જ હતો કે જો તમે આજે ઓફિસ આવવાનું વિચારી રહ્યા છો, તો ઊભા રહો અને પહેલા ચેક કરો કે તમારી નોકરી બચી છે કે નહીં. પહેલેથી જ એવું માનવામાં આવતું હતું કે મસ્ક શુક્રવારે ટ્વિટરના અડધા કર્મચારીઓને કાઢી મૂકશે પણ કોઈએ વિચાર્યું ન હતું કે તેને આ રીતે તેને કાઢવામાં આવશે. એલન મસ્કે ટ્વિટર ખરીદ્યું અને પહેલા તેને CEO પરાગ અગ્રવાલ અને…
મધ્યપ્રદેશના ઓમકારેશ્વર પાસે નર્મદા નદીમાં એક બોટ ડૂબી જવાની ઘટના સામે આવી છે. આ બોટમાં સુરતનાં 15 લોકો સવાર હતા. જેમાં બે લોકાનાં મોત નીપજ્યા છે. જ્યારે 13 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં માતા દર્શના અને છ વર્ષનાં પુત્ર નક્ષનું નર્મદા નદીમાં ડૂબતાં મોત નીપજ્યું છે. મળતી માહિતી પ્રમાણે, સુરતનાં 15 રહેવાસી ઓમકારેશ્વર દર્શન માટે ગયા હતા. તેઓ જ્યારે ઓમકારેશ્વર પાસે નર્મદા નદીમાં બોટમાં જઇ રહ્યા હતા. તે દરમિયાન આ ગોઝારી ઘટના બની હતી અને જોતજોતામાં આખી બોટ નદીમાં ડૂબી ગઇ હતી. જોકે, આ ઘટનાની જાણ થતા તરત જ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયુ હતુ. જેમાં સુરતનાં 13 લોકોને…
ગરવા ગિરનાર પરિક્રમમાં પુણ્યનુ ભાથુ બાંધવા માટે લાખો ભાવિકો માટે ઉમટી પડે છે. આ પરિક્રમા ગિરનાર અભયારણ્ય વિસ્તાર હોવાથી અને પ્રકૃતિને નુકસાન ન પહોંચે તે માટે શ્રદ્ધાળુઓએ વિશેષ નિયમો પાલન કરવાનું રહે છે. આ માટે વન વિભાગ દ્વારા ગિરનાર પરિક્રમાનો નિયત રૂટ જાહેર કરવાની સાથે શ્રદ્ધાળુઓએ પાલન કરવાના આવશ્યક નિયમો-જાહેર સૂચનાઓ પણ બહાર પાડી છે. ગિરનાર વન્યપ્રાણી અભ્યારણમાં પરિક્રમા દરમિયાન નક્કી કરાયેલ રસ્તા અને કેડીઓ સિવાય અન્ય વન્યપ્રાણી અભ્યારણ વિસ્તારમાં કોઈએ પ્રવેશ કરવો નહીં, વન્યપ્રાણીઓને ખલેલ પહોંચાડવો કે છંછેડવા નહીં, જંગલને તથા વન્યજીવોને નુકસાન થાય તેવા કૃત્યઓ પણ કરવા નહીં, વન્ય પ્રાણી અભયારણ્યમાં વૃક્ષો વનસ્પતિ વાસ વગેરેને કાપવા નહીં તેમજ…
ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે એકવાર ફરી સાયબર ઠગો સક્રિય થયા છે. ત્યારે વડોદરામાં કોંગ્રેસના બે નેતાઓને એક ઠગે મેસેજ તેમજ વોટ્સએપ કોલ મારફતે રાહુલ ગાંધીનો PA બોલું છું કહીને છેતરવાનો પ્રયાસ કર્યો હતો. તમારે વિધાનસભાની ટિકિટ જોઇતી હોય તો પૈસા આપવા પડશે કહીને છેતરપિંડી આચર્યાનો પ્રયાસ કરાયો. પ્રદેશ કોંગ્રેસનાં વડોદરાનાં 2 નેતાઓને ઠગવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં સત્યજીત ગાયકવાડ બાદ હવે ચંદ્રકાન્ત શ્રીવાસ્તવને પણ ફેક કોલ કરી નાણાં માંગવામાં આવ્યા. રાહુલ ગાંધીનાં PA કનિષ્ક સિંહનાં નામે કોંગ્રેસ નેતાઓ પાસે નાણાંની માંગણી કરવામાં આવતા કોંગ્રેસનાં બંને નેતાઓએ સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આથી, વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે આ…
દિલ્હીની હવા સતત ઝેરીલી થતી જઈ રહી છે અને હવે રાષ્ટ્રીય રાજધાનીની વાયુ ગુણવત્તા સૂચકાંક (AQI) અતિ ગંભીર શ્રેણીમાં પહોંચવાની નજીક છે, ત્યારે આવી ખતરનાક હાલતને જોતા વાયુ ગુણવત્તા પ્રબંધન આયોગે ગુરુવારે દિલ્હી અને આજૂબાજૂના વિસ્તાર એનસીઆર જિલ્લામાં ડીઝલવાળા ફોર વ્હીલર્સ વાહનોને ચાલવા અને રાષ્ટ્રીય રાજધાનીમાં ટ્રકના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. CAQMની સાથે જ દિલ્હી-એનસીઆરમાં બગડી રહેલી ગુણવત્તાને જોતા ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનના ચોથા તબક્કા અંતર્ગત કેટલાય ઉપાયો લાગૂ કરવાનો નિર્ણય કર્યો છે. ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનના અંતિમ તબક્કા અંતર્ગત પ્રદૂષણ વિરોધી ઉપાયોનો ભાગ તરીકે આ પગલું ઉઠાવ્યું છે. સીએક્યૂએમ દ્વારા જાહેર કરવામાં આવેલા એક આદેશ મુજબ, બીએસ…
મોરબી પુલ દૂર્ઘટનામાં સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ પહેલા ચીફ ઓફિસરની પૂછપરછ થઈ હતી. કહેવાઇ રહ્યું છે કે, થોડાસમયમાં સંદીપ ઝાલાની ધરપકડ પણ થઇ શકે છે. નોંધનીય છે કે, આ દુર્ઘટનામાં લોકોનાં જીવ ભરખી જનાર મૂળ આરોપીને પકડવાની લોકો રોષ સાથે માંગ કરી રહ્યા છે. ત્યારે પોલીસે ધ્રાંગધ્રાં સ્થિત જયસુખ પટેલની ઓફિસ ખાતે પણ તપાસ હાથ ધરી હતી. જ્યાં તાળા મારેલા હતા. ત્યારે પોલીસે ઓરેવા કંપનીના જયસુખ પટેલનો ફોન ટ્રેસ કરતા તેનું છેલ્લું લોકેશન હરિદ્વાર મળ્યું હતુ. મીડિયાના અહેવાલ પ્રમાણે, જયસુખ પટેલ પરિવાર સાથે હરિદ્વાર સ્થિત બંગલામાં છુપાયો હોવાની…
પાકિસ્તાનમાં ઇમરાન ખાનની રેલીમાં ફાયરિંગ થયું છે જેમાં તે ઘાયલ થયાં છે. ઘટનામાં વધુ 4 લોકો પણ ઘાયલ થયાં છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. પાકિસ્તાનનાં પૂર્વ પીએમ ઇમરાન ખાન પર ફાયરિંગ થતાં તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. ઇમરાન ખાન પાકિસ્તાનમાં આઝાદી માર્ચ કાઢી કહ્યાં હતાં. તે વર્તમાન સરકાર વિરુદ્ધ સડકો પર લગાતાર પ્રદર્શન કરી રહ્યાં છે. જ્યારથી તોશખાના મુદે ઇમરાન ખાન દોષી જાહેર થયાં છે ત્યારથી આ આઝાદી માર્ચ શરૂ થઇ છે. જે આજે પણ નિકળી હતી જેમાં ઇમરાન ખાન પર ફાયરિંગ કરવામાં આવી. આ સિવાય પૂર્વ રાજ્યપાલ ઇમરાન ઇસ્મેલ પણ ગોળીબારમાં જખમી થયાં છે. પાકિસ્તાન…
ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ રાજ્યભરમાં આચારસંહિતા લાગૂ થઇ ગઇ છે. જેને લઇ તંત્ર હરકતમાં આવ્યું છે. અમદાવાદમાં કૉર્પોરેશનનાં સેક્રેટરી દ્વારા વિવિધ કમિટીનાં ચેરમેન સહિત તમામ પદાધિકારીઓની ગાડી જમાં કરવા આદેશ કરાયો છે. તો બીજી તરફ શહેરમાં સરકાર દ્વારા લાગેલા વિવિધ પોસ્ટરો હટાવવાની પણ કામગીરી શરૂ થઇ ગઇ છે. વિધાનસભાની ચુંટણી જાહેર થયા બાદ આચારસંહિતા લાગુ થઈ જતાં રાજ્યમાં અનેક વિસ્તારોમાં રાજકીય પક્ષોએ લગાવેલા બેનરો હટાવવાની કવાયત શરૂ કરવામાં આવી છે. આજે અમદાવાદ સહિત વડોદરામાં પણ કોર્પોરેશને લગાવેલા રાજકીય પક્ષોના પોસ્ટરો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી. રાજકોટમાં પણ રાજનેતાઓના પોસ્ટર અને બેનરો ઉતારવાની કામગીરી હાથ ધરાઇ હતી. વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થતા આચારસંહિતા લાગુ…
કચ્છનું મુખ્ય પ્રવાસન પર્વ એટલે કે રણોત્સવનું આજથી વિધિવત રીતે પ્રારંભ કરવામાં આવ્યું હતું. મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાના કારણે સર્જાયેલી હોનારતના કારણે આ વર્ષે સાદગીપૂર્ણ રીતે રણોત્સવનો પ્રારંભ કરાયો હતો. રાજ્યના મુખ્યમંત્રીની ગેરહાજરીમાં પ્રથમ વખત ખુલ્લો મુકાયેલ રણોત્સવ ફેબ્રુઆરી મહિનાની અંત સુધી પ્રવાસીઓ માટે કચ્છનું મુખ્ય આકર્ષણ બનશે તો અનેક કારીગરો અને ધંધાર્થીઓ માટે રોજગાર ઉભુ કરશે. 2001 માં કચ્છ પર ત્રાટકેલા ગોઝારા ભૂકંપ બાદ આ જિલ્લાને ફરી ઉભો કરવા ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 2006 માં ભુજમાં વાર્ષિક કચ્છ કાર્નિવલ સાથે ધોરડોના સફેદ રણમાં રણોત્સવની શરૂઆત કરી હતી. શરૂઆતમાં માત્ર ત્રણ દિવસ માટે યોજાતા…
આજે કેન્દ્રીય ચૂંટણીપંચે પત્રકાર પરિષદ યોજી 1 અને 5 ડિસેમ્બરે તારીખ જાહેર કરી દીધી છે. મહત્વનું છે કે, ગુજરાતમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. જોકે એક મહત્વના સમાચાર એ છે કે, ચૂંટણીપંચ દ્વારા દિવ્યાંગ, અને કોવિડ સંક્રમિત સહિત આ મતદાતાને વિશેષ સુવિધા અપાઇ છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આગામી 1 અને 5 ડિસેમ્બરે યોજાનાર છે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાશે. આ સાથે ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતગણતરી 8 ડિસેમ્બરે થશે. ગુજરાતમાં બે તબક્કામાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે મતદાન થશે. હિમાચલ પ્રદેશની સાથે ગુજરાતનું પણ પરિણામ 8મી ડિસેમ્બરે જાહેર થશે. મહત્વનું છે કે, આ વખતે ચૂંટણી પંચ દ્રારા દિવ્યાંગ, અને…

