Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

મહેસાણા જિલ્લાના પશુપાલકો માટે સારા સમાચાર છે. મહેસાણાની દૂધસાગક ડેરીએ પશુપાલકોને મોટી ભેટ આપી છે.  ડેરીએ પશુપાલકોને દૂધેની ફેટના કિલો દીઠ 10 રૂપિયાનો વધારો આપ્યો છે. પશુપાલકોને 740 રૂપિયાને બદલે હવે 750 રૂપિયા મળશે, જેનો સીધો ફાયદો 5 લાખ જેટલા પશુપાલકોને મળશે.  આ ભાવ વધારો આગામી 11 નવેમ્બરથી અમલી બનશે. દૂધ સાગર ડેરીમાં દરરોજ લાખો લિટર દૂધની આવક નોંધાય છે. આ બધાની વચ્ચે સતત દૂધની માંગ અને વપરાશ વચ્ચે દૂધસાગર ડેરીએ પશુપાલકોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે 10 રૂપિયાનો વધારો કરતા હવે પશુપાલકોને 750 રૂપિયા પ્રતિ કિલો ફેટે મળશે. આ જાહેરાત…

Read More

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં આજથી ઈન્ડિયા ટુડે કોન્ક્લેવ 2022 શરૂ થઈ ગયો છે. પ્રથમ દિવસે ઘણી મોટી હસ્તીઓએ ભાગ લીધો અને ખુલીને વાત કરી. કેન્દ્રીય પરિવહન અને સડક મંત્રી નીતિન ગડકરીએ પણ સ્ટેજ પર પહોંચ્યા હતા અને રોડ એક્સિડન્ટથી લઈને સેફ્ટી સુધી તમામ બાબતો પર વાત કરી હતી. ગડકરીએ કહ્યું કે દેશમાં વસ્તી અને વાહનોની સંખ્યા બંને ઝડપથી વધી રહી છે. એક પરિવારમાં ત્રણ લોકો છે અને સાત વાહનો રાખવામાં આવે. ઘરમાં વાહન રાખવાની જગ્યા નથી. રસ્તાઓ પર વાહનો પાર્ક કરવામાં આવે છે. નીતિન ગડકરીએ કહ્યું- ‘આ વાત પર ચર્ચા થવી જોઈએ. ભારતમાં વસ્તી અને ઓટોમોબાઈલ ગ્રોથ ખૂબ જ ઝડપથી…

Read More

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ચૂંટણી પહેલા મોટું ભંગાણ સામે આવ્યું છે. કોંગ્રેસના સેક્રેટરી હિમાંશુ વ્યાસે રાજીનામું આપ્યું છે. ઓવર્સિસ કોંગ્રેસના ઇન્ચાર્જ પદેથી હિમાંશુ વ્યાસના રાજીનામા બાદ રાજકીય ખેમે ભારે ચર્ચા જોવા મળી રહી છે. હિમાંશુ વ્યાસ સામ પિત્રોડાના નજીકના મનાય છે. જ્યારે અગાઉ તેઓ બે વખત સુરેન્દ્રનગરની વઢવાણ બેઠક પરથી ચૂંટણી મેદાને ઝંપલાવી ચૂક્યા છે. બન્ને વખત તેમને ભાજપ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભારે રાજકીય હલચલ જોવા મળી રહી છે. હિમાંશુ વ્યાસ પહેલા ગુજરાત ભાજપના અગ્રણી નેતા જયનારાયણ વ્યાસના ભાજપમાંથી રાજીનામાએ રાજકીય ખળભળાટ મચાવ્યો હતો. જયનારાયણ…

Read More

ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખો જાહેર થઇ ગઇ છે. તમામ રાજકીય પક્ષો પોતાપોતાના ઉમેદવારોની જાહેરાત કરી રહ્યાં છે. ત્યારે ભાજપમાં આજે ઉમેદવારોની પસંદગી માટેનો આજે અંતિમ દિવસ છે. એ પહેલાં CR પાટીલે ઉમેદવારોની પસંદગીને લઇને મોટું નિવેદન આપ્યું છે. CR પાટીલે નિવેદન આપતા જણાવ્યું કે, ‘ભાજપના નેતાઓના કોઈ પણ સગાંને ટિકિટ નહીં મળે, ધારાસભ્ય, સાંસદ કે પૂર્વમંત્રી હશે તો તેમના સગાંને ટિકિટ નહીં મળે.’ તમને જણાવી દઇએ કે, કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. જે બાદ હવે તમામ પક્ષો ઉમેદવારોની પસંદગી કરવામાં લાગી ગયા છે. આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની પસંદગીનો અંતિમ દિવસ છે.…

Read More

એક મ્યુઝિક કંપનીએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, સુપ્રિયા શ્રીનેત અને જયરામ રમેશ વિરુદ્ધ કોપીરાઈટ ઉલ્લંઘનની ફરિયાદ નોંધાવી છે. તેમના પર ‘ભારત જોડો યાત્રા’ના વીડિયોમાં ફિલ્મ ‘KGF ચેપ્ટર 2’ના સાઉન્ડટ્રેકનો પરવાનગી વગર ઉપયોગ કરવાનો આરોપ છે. આ ફરિયાદ MRT મ્યુઝિક કંપની દ્વારા કોંગ્રેસના નેતાઓ વિરુદ્ધ દાખલ કરવામાં આવી છે, જેની પાસે ‘KGF ચેપ્ટર 2’ હિન્દી વર્ઝનનાં રાઈટ્સ છે. બેંગલુરુ સ્થિત કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે હિન્દીમાં ‘KGF ચેપ્ટર 2’ના સાઉન્ડટ્રેકના અધિકારો મેળવવા માટે મોટી રકમનું રોકાણ કર્યું હતું અને કોંગ્રેસે ‘પોતાના રાજકીય એજન્ડાને આગળ ધપાવવા’ માટે આ સાઉન્ડટ્રેકનો ઉપયોગ ‘અમારી પરવાનગી/લાયસન્સ વિના’ કર્યો હતો. MRT મ્યુઝિકના પાર્ટનર એમ નવીન…

Read More

ધરતી પર મુશ્કેલીઓનું કારણ બની રહેલા ચીન સ્પેસમાં પણ મુશ્કેલીઓ આવી રહી છે. સ્પેસમાં પણ સૌથી આગળ નિકળી જવાની હોડમાં ચીન સતત સૌને મુશ્કેલીઓમાં ધકેલી રહ્યું છે. સ્પેસમાં ચીની રોકેટ બૂસ્ટર બેકાબૂ થઈ ગયું છે. આ રોકેટ બૂસ્ટર ઝડપથી ધરતી પર આવી રહ્યું છે, જેના કારણે કેટલાય દેશો પર ખતરો મંડરાઈ રહ્યો છે. આગામી અમુક કલાકોમાં બેકાબૂ થઈને ચીની રોકેટ કોઈ પણ જગ્યાએ ખાબકશે. નાસાએ ચીન પર આ બિનજવાબદાર વલણને લઈને જવાબદાર ઠેરવ્યું છે. સ્પેસ એજન્સીએ કહ્યું કે, ચીનના કારણે મોટો ખતરો અને મોટા નુકસાનની આશંકા ઉત્પન્ન થઈ છે. ચીની અધિકારીઓના અનુભવનહીનતાથી દુનિયાના કેટલાય વિસ્તારો ચિંતામાં મુકાયા છે. દુનિયાના સ્પેસ…

Read More

ચૂંટણી પંચ તરફથી મોટી જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત યૂપી, ઓડિશા, રાજસ્થાન, બિહાર અને છત્તીસગઢમાં 5 વિધાનસભા સીટો અને એક લોકસભા સીટ પર પેટાચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, આ તમામ સીટો પર 5 ડિસેમ્બરે મતદાન થશે અને 8 ડિસેમ્બરે પરિણામ ઘોષિત થશે. ઓડિશાની પદમપુર, રાજસ્થાનની ચુરુની સરદારશહર સીટ, બિહારની કુરહની, છત્તીસગઢની ભાનુપ્રતાપપુર અને ઉત્તર પ્રદેશની રામપુર વિધાનસભા સીટ પર ચૂંટણી થશે, આ ઉપરાંત યૂપીની મૈનપુરી લોકસભા સીટ પર પણ મતદાન થશે. સપાના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવના નિધનના કારણે આ સીટ ખાલી પડી છે અને તેના કારણે અહીં પણ પેટાચૂંટણી યોજાશે. આ સીટો માટે 10…

Read More

જમ્મુ-કાશ્મીરમાં પોલીસે ઘાટીમાં એક મોટા આતંકવાદી ષડયંત્ર નાકામ કરી દીધું. જમ્મુ અને કાશ્મીર પોલીસે કહ્યું કે સોપોર પોલીસે બારામુલા પોલીસ સાથે સંયુક્ત ઓપરેશનમાં લશ્કર-એ-તૈયબાના 2 ખતરનાક આતંકવાદીઓને પકડ્યા છે. તેમની પાસેથી હથિયારોનો જથ્થો મળી આવ્યો છે. હાલમાં પોલીસે કેસ નોંધીને આતંકીઓના કનેક્શનની તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, પકડાયેલા લશ્કરના બંને આતંકવાદીઓ પાસેથી એક પિસ્તોલ, એક પિસ્તોલ મેગેઝિન, પિસ્તોલના રાઉન્ડ, વિસ્ફોટક ઉપકરણો, ગ્રેનેડ, હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે. હાલમાં પોલીસ બંને આતંકવાદીઓના ખતરનાક પ્લાન જાણવા માટે તેમની સતત પૂછપરછ કરી રહી છે. બંને આતંકવાદીઓની ઓળખ હજુ જાહેર કરવામાં આવી નથી. વાસ્તવમાં, આ બંને આતંકવાદીઓ એવા સમયે પકડાયા છે…

Read More

ગુજરાતમાં ચૂંટણીનું રણશીંગુ ફુંકાઇ ચૂક્યું છે. તારીખ જાહેર થયા બાદ વિવિધ પાર્ટીઓએ તૈયારી શરૂ કરી દીધી છે, જો કે સરકારી તંત્રએ પણ શાંતિપૂર્ણ મતદાન થાય તે માટેની તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. લોકો મતદાન કરે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. ત્યારે જૂનાગઢમાં મતદાન દરમિયાન અનોખો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર રચિત રાજે જૂનાગઢ જિલ્લામાં પાંચ વિધાનસભા મત ક્ષેત્રોમાં એક-એક હેલ્થ અને એનિમલ હેલ્થ મતદાન મથક ઉભા કરવાનો નિર્ણય કર્યો છે. આ પ્રકારની પહેલ કરનાર સમગ્ર દેશમાં જૂનાગઢ જિલ્લો પ્રથમ બની રહેશે. હેલ્થ અને એનિમલ હેલ્થ મતદાન મથક વિશે જાણકારી આપતા કલેક્ટર રચિત…

Read More

સ્વતંત્ર ભારતના પ્રથમ મતદાર શ્યામ સરન નેગીનું આજે સવારે નિધન થયું છે. હિમાચલ પ્રદેશના કિન્નૌરના રહેવાસી નેગીની ઉંમર 106 વર્ષની હતી. હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે તેમણે 2 નવેમ્બરના રોજ પોસ્ટલ બેલેટ દ્વારા પોતાનો મત આપ્યો હતો. DC કિન્નર આબિદ હુસૈનનું કહેવું છે કેમજિલ્લા વહીવટીતંત્ર સૌથી વૃદ્ધ મતદાતાના અંતિમ સંસ્કાર માટે વ્યવસ્થા કરી રહ્યું છે, તેમને સન્માનપૂર્વક વિદાય આપવાની તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. દેશના સૌથી વૃદ્ધ મતદાર શ્યામ સરન નેગી તાજેતરમાં રિટર્નિંગ ઓફિસરને 12-ડી ફોર્મ પરત કરીને ચર્ચામાં આવ્યા હતા. વાસ્તવમાં જૂના મતદારે ચૂંટણી પંચનું ફોર્મ એમ કહીને પરત કર્યું હતું કે, તેઓ મતદાન મથક પર જઈને મતદાન કરશે. જોકે આ દરમિયાન અચાનક તેમની તબિયત બગડતાં…

Read More