Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

હાલ રાજ્યમાં ચૂંટણીનો માહોલ છવાયો છે. તમામ રાજકારણ પક્ષનાં દિગ્ગજ નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે AIMIMનાં અસદુદ્દીન ઓવૈસી પણ વિધાનસભા ચૂંટણી માટે ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન ઓવૈસી અને તેમના સાથીદારો અમદાવાદથી સુરત જે ટ્રેનમાં જઈ રહ્યા હતા તે ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. આ દાવો AIMIM નેતા વારિસ પઠાણે સોશિયલ મીડિયામાં તસવીરો શેર કરીને કર્યો છે. નોંધનીય છે કે, સુરત આવવાનાં 20થી 25 કિલોમીટર પહેલા જ આ પથ્થર ફેંકાયો હતો. AIMIMના પ્રવક્તા વારિસ પઠાણે આ અંગેની જાણ કરતા જણાવ્યુ કે, આજે સાંજે જ્યારે અમે અસદુદ્દીન ઓવૈસી અને AIMIMની ટીમ અમદાવાદથી સુરત માટે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં…

Read More

રાજકોટ માર્કેટ યાર્ડમાં અત્યારે મગફળીની બમ્પર આવક શરૂ થઈ ગઈ છે.એક જ દિવસમાં રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં 1.35 લાખ ગુણીની આવક થઈ છે.સવારથી ખેડૂતો મગફળી લઇ પહોંચી જતા એક કિલોમીટર લાંબી લાઈન યાર્ડની બહાર રસ્તા પર જોવા મળી હતી. માર્કેટીંગ યાર્ડ બહાર 1800થી વધુ વાહનોની લાઈનો જોવા મળી હતી.રાજકોટ માર્કેટ યાર્ડમાં આવક સમયે યુવા ચેરમેન જયેશભાઈ બોઘરા અને બધા ડિરેક્ટરો અને કર્મચારીઓની હાજરીમાં રાજકોટ માર્કેટયાર્ડમાં મગફળી ભરેલા 1800થી વધુ વાહનોમાંથી મગફળી ઉતારવામાં આવી હતી.અંદાજે 1.35 લાખ ગુણીની આવક થઈ છે.જે માર્કેટયાર્ડના ઈતિહાસમાં એક ઐતિહાસીક ઘટના છે. રાજકોટ માર્કેટયાર્ડમાં મળતા પોષણક્ષમ ભાવો તેમજ માર્કેટયાર્ડના અસરકારક વહીવટને કારણે આવકમાં ઊતરોતર વધારો થઈ રહ્યો…

Read More

હથિયારોના દલાલ સંજય ભંડારીને ભારત પ્રત્યાપર્ણ કરવાનાં મુદે્ મોટા સમાચાર આવ્યા છે. એક- એક બ્રિટિશ કોર્ટે સોમવારે સંજય ભંડારીનાં પ્રત્યર્પણને મંજૂરી આપી છે. બ્રિટેનનાં વેસ્ટમિંસ્ટર કોર્ટે આ ચૂકાદો આપ્યો છે.  ભંડારીની જૂલાઇ 2020માં પ્રત્યર્પણ વોરંટના આધારે ધરપકડ કરવામાં આવી હતી. ભંડારીએ તેના વિરૂદ્ધ વેસ્ટમિંસ્ટર મજિસ્ટ્રેટ કોર્ટમાં અપીલ કરી હતી. સીબીઆઇ અને ઇડી તરફથી સંજય ભંડારી વિરૂદ્ધ ભારતમાં મની લોન્ડેરિંગનો આરોપ મુકવામાં આવ્યો હતોય બ્રિટેનમાં રહેવાને લીધે તેને ભાગેડું ઘોષિત કરી દેવામાં આવ્યું છે. ભારત સરકારે ભંડારીના પ્રત્યર્પણની અપીલ બ્રિટેનને કરી હતી.

Read More

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. છેલ્લા એક દાયકાની વાત કરીએ તો ચૂંટણી પંચે વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારના ખર્ચને 250% વધાર્યો છે. વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં એક ઉમેદવાર પોતાના પ્રચાર માટે માત્ર 16 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરી શકતા હતા. 2022ની ચૂંટણીમાં પ્રત્યેક ઉમેદવાર 40 લાખ રુપિયા સુધીનો ખર્ચ કરી શકશે. જ્યારે 2022માં વિધાનસભા ચૂંટણી માટે આ રકમ વધારીને 40 લાખ રૂપિયા કરવામાં આવી છે. આમ તો રાજકીય ખર્ચનો યોગ્ય હિસાબ કોઈની પાસે નથી હોતો. વર્ષ 2014 અને 2019ની લોકસભાની ચૂંટણી દરમિયાન ઉમેદવારોના ચૂંટણી ખર્ચની મર્યાદા 70 લાખ રુપિયા હતી. વર્ષ…

Read More

રાજકોટ જિલ્લામાં વધુ એક વખત સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડી દેશી દારૂની ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા લીસ્ટેડ બુટલેગર પરેશ ઉર્ફે પરીઓ કિશોરભાઈ માંડલિયાને ત્યાં દરોડો પાડી 1285 લીટર દેશી દારૂ સહિત કુલ 1,57,950 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડો પાડવામાં આવતા જિલ્લા પોલીસની કાર્યવાહી અને કામગીરી ઉપર પણ સવાલો ઉઠ્યા છે. મળતી માહિતી મુજબ, સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા બાતમીના આધારે મેટોડા જીઆઇડીસી પાસે આવેલા મેલડી માતાના મંદિર નજીક અતુલ સભાયાની વાડીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જે દરોડા અંતર્ગત 1285 લિટર દેશી દારૂ કબ્જે લેવામાં આવ્યો છે. સ્ટેટ મોનિટરિંગ…

Read More

ગુજરાત ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણમાં અનેક બદલાવો આવી રહ્યા છે. ત્યારે ગુજરાતનાં જાણીતા લોક ગાયક જીગ્નેશ બારોટે પણ અપક્ષ ઉમેદવાર તરીકે ખેરાલુંમાંથી ચૂંટણી લડવાની તૈયારી બતાવી છે. તેમની સાથેની ખાસ મુલાકાતમાં તેમણે જણાવ્યુ કે, ‘હજી સુધી હું કોઇની સાથે જોડાયો નથી કે મને કોઇ પક્ષમાંથી આ માટે કોઇ ઓફોર પણ આવી નથી.’ જીગ્નેશ બારોટે જણાવ્યુ કે, ‘મારું વતન ખેરાલું છે એટલે એનો વિકાસ કરવા માટે મેં આ જગ્યા પસંદ કરી છે. મને તમામ સમાજનો સાથ સહકાર મળ્યો જેથી મેં આ નિર્ણય લીધો છે કે, હું ખેરાલુમાં ચૂંટણી લડીશ.’ તેમણે વધુમાં જણાવ્યું કે, ‘હું નાનેથી…

Read More

ફેસબુકની પેરેન્ટ કંપની મેટાના કર્મચારીઓ માટે સોશિયલ મીડિયા ખરાબ સમાચાર છે. માર્ક ઝૂકરબર્ગની કંપનીનો દાવો છે કે તેઓ પોતાના ત્યાં કામ કરતા હજારો કર્મચારીઓને આ અઠવાડિયાથી છૂટા કરવાનું શરૂ કરશે. આ પહેલા એલન મસ્કે  ટ્વિટર કંપનીમાં કામ કરતા કર્મચારીઓને પણ છૂટા કરવાનું શરૂ કરી દીધું છે. ટ્વિટર બાદ હવે સોશિયલ મીડિયા સાઇટ ફેસબુકની પેરેન્ટ કંપની મેટામાં સામૂહિક છટણીના સમાચાર આવી રહ્યા છે. એક અહેવાલ મુજબ માર્ક ઝૂકરબર્ગની કંપની આ અઠવાડિયે મોટા પાયે છટણી કરવા જઈ રહી છે. અહેવાલો અનુસાર, બુધવારે એટલે કે 9 નવેમ્બરથી મેટામાં સામૂહિક છટણીની પ્રક્રિયા શરૂ થશે. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે કંપનીના હજારો કર્મચારીઓ છટણીની…

Read More

ઠંડીની શરૂઆતની સાથે જ ઘાટીમાં ભારે હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. હિમવર્ષાના કારણે પર્યટકો માટે વાતાવરણ ખૂબ જ આહલાદક બની ગયું છે, તો બીજી તરફ બરફની ચાદરના કારણે રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે. કાશ્મીરને દેશના બાકીના ભાગો સાથે જોડનાર એક વૈકલ્પિક લિંક મુગલ રોડ ભારે હિમવર્ષાને કારણે વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો, કારણ કે મોટા ભાગના ઊંચાઈવાળા વિસ્તારોમાં રાત્રિ દરમિયાન હળવીથી મધ્યમ હિમવર્ષા થઈ હતી. જો કે, શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈવે પર વાહનવ્યવહાર સામાન્ય રીતે ચાલી રહ્યો છે, જ્યારે જમ્મુ અને કાશ્મીરના મોટા ભાગોમાં વરસાદને કારણે અસર થઈ છે. અધિકારીઓએ જણાવ્યું કે, પોશાન અને પીરની ગલીની વચ્ચે જમીન…

Read More

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મોટો વળાંક આવ્યો છે. કેજરીવાલ બાદ ગુજરાતમાં નીતીશકુમારની એન્ટ્રી થશે. હવે બિટીપી અને જેડીયુ વચ્ચે ગઠબંધન થયું છે. બિટીપીના કાર્યાલય ખાતે છોટુભાઈ વસાવાની હાજરીમાં બિટીપી પ્રદેશ અધ્યક્ષ અને જનતાદળના ગુજરાત પ્રદેશ અધ્યક્ષની મુલાકાત થઇ છે. જેડીયુ અને બિટીપી ભેગા થઈને ચૂંટણી લડશે એવો મોટો ખુલાસો છોટુભાઈ વસાવાએ કર્યો છે. તેમણે કહ્યુ કે, જેડીયુની મદદથી અમે ચૂંટણી લડીશું. બિટીપી અને જેડીયુ વચ્ચે ગઠબંધનના સમાચાર સાથે જ સામે આવી રહ્યું છે કે, ગુજરાતમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ચૂંટણી પ્રચાર કરવા આવશે. તેમણે કહ્યુ કે, જનતાદળ અમારા જુના સાથી છે…

Read More

મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનાએ સમગ્ર રાજ્ય સહિત દેશને હચમચાવી દીધો હતો. આ દુર્ઘટનામાં 135 નિર્દોષ લોકોના મૃત્યુ થયા હતા. મોરબી બ્રિજ દુર્ઘટના મામલે હાઇકોર્ટે સુઓમોટો દાખલ કરી છે. હાઈકોર્ટે ગુજરાત સરકારને 10 દિવસની અંદર તેણે આ મામલે લીધેલા પગલાં અંગે રિપોર્ટ ફાઈલ કરવા જણાવ્યું છે. હાઈકોર્ટે જણાવ્યું છે કે, અમને રાજ્ય સરકાર તરફથી કડક કાર્યવાહીની અપેક્ષા છે. સાથે જ હાઈકોર્ટે મોરબી ક્લેક્ટર, ગૃહ વિભાગ, મનપા કમિશનર, અર્બન હાઉસિંગ, હ્યુમન રાઇટ્સ અને જવાબદાર અધિકારીઓને નોટિસ ફટકારી છે.  HCએ ગુજરાત સરકાર, મોરબી નગરપાલિકા, રાજ્ય માનવાધિકાર આયોગને નોટિસ ફટકારી છે. હાઈકોર્ટે મોરબી ઘટનામાં 135 લોકોના મૃત્યુના પ્રસિદ્ધ થયેલા સમાચાર અહેવાલો પણ ધ્યાને…

Read More