Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં મંગળવારે એક રોડ પર એક અલગ જ નજારો જોવા મળ્યો. અહીં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર પોતે બસને ધક્કો મારતા જોવા મળ્યા હતા. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે, જેના પર ઘણા લોકો તેમના વખાણ કરી રહ્યા છે. હકીકતમાં, અહીં એક સાંકડા રસ્તા પર એક સરકારી બસ ખરાબ થઈ ગઈ હતી. જેના કારણે લાંબો ટ્રાફિક જામ થયો હતો. માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરનો કાફલો પણ આ જામમાં ફસાઈ ગયો હતો. જ્યારે ઠાકુર ફરી કારમાંથી નીચે ઉતર્યા અને આ જામનું કારણ જાણ્યું તો ખબર પડી કે મુસાફરોથી ભરેલી બસના બ્રેકડાઉનને કારણે ટ્રાફિક જામ છે.…

Read More

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ મંગળવારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની પ્રશંસા કરી હતી. એક કાર્યક્રમમાં ગડકરીએ જણાવ્યું હતું કે, મનમોહન સિંહ દ્વારા 1991માં નાણાં પ્રધાન તરીકે શરૂ કરાયેલા આર્થિક સુધારાએ ભારતને નવી દિશા આપી કારણ કે તે ઉદાર અર્થતંત્રની શરૂઆત કરે છે. ગડકરી ‘TIOL એવોર્ડ્સ 2022’ સમારોહને સંબોધિત કરતાં કહ્યું હતું કે, ‘ભારતને ઉદાર આર્થિક નીતિની જરૂર છે, જેમાં ગરીબોને પણ ફાયદો થાય તે હેતુ હોય. 1991માં તત્કાલિન નાણામંત્રી મનમોહન સિંહ દ્વારા શરૂ કરાયેલા આર્થિક સુધારાએ ભારતને એક નવી દિશા આપી. આર્થિક સુધારા માટે દેશ તેમનો ઋણી રહેશે. હું 90ના દાયકામાં મહારાષ્ટ્રમાં મંત્રી હતો. અમે રસ્તાઓ બનાવવા માટે નાણાં એકત્ર કરવાનો…

Read More

દેશમાં 30 માર્ચ 2020 પછી પહેલીવાર કોરોનાથી એક પણ મોત નથી થયું. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે કહ્યું કે, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 625 દર્દી નોંધાયા. આ સંખ્યા પણ નવમી એપ્રિલ, 2020 પછી સૌથી ઓછી છે. આ ઉપરાંત દેશમાં કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા 14 હજાર થઇ ગઇ છે. આ સંખ્યા 2022ની તુલનામાં થોડી વધુ છે, પરંતુ આરોગ્ય મંત્રાલયના અધિકારીઓનું માનવું છે કે, આગામી બે-ત્રણ સપ્તાહમાં સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા પણ પાંચ હજારથી ઓછી થઇ જશે. ત્યારે આપણે સંપૂર્ણ આશ્વસ્ત થઇ શકીશું કે, દેશ હવે કોરોનામુક્ત થવાની અત્યંત નજીક છે. ભારતમાં કોરોનાથી પ્રતિ દિન થતાં મૃત્યુ હવે ફક્ત…

Read More

સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશ ન્યાયમૂર્તિ ધનંજય વાઈ. ચંદ્રચૂડ બુધવારે મુખ્ય ન્યાયાધીશ પદના શપથ ગ્રહણ કર્યા છે.. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ રાષ્ટ્રપતિ ભવનમાં દેશના 50માં સીજેઆઈ ન્યાયમૂર્તિ ચંદ્રચૂડને પદના શપથ લેવડાવ્યા હતા. ન્યાયમૂર્તિ ચંદ્રચૂડ સુપ્રીમ કોર્ટના કામકાજથી ખૂબ જ સારી રીતે વાકેફ છે. જ્યાં તેમના પિતા લગભગ સાત વર્ષ અને ચાર મહિના સુધી મુખ્ય ન્યાયાધીશ રહ્યા હતા, જે વ઼ડી અદાલતના ઈતિહાસમાં કોઈ સીજેઆઈના સૌથી લાંબા કાર્યકાળ રહ્યો છે. તેઓ 22 ફેબ્રુઆરી 1978થી 11 જૂલાઈ 1985 સુધી મુખ્ય ન્યાયાધીશ રહ્યા હતા. ન્યાયમૂર્તિ ચંદ્રચૂડ 10 નવેમ્બર 2024 સુધી બે વર્ષ માટે આ પદ રહેશે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ 65 વર્ષની ઉંમરમાં અવકાશગ્રહણ કરશે. તેઓ ન્યાયમૂર્તિ…

Read More

રાજ્યમાં હજુ પણ અકસ્માતો અટકવાનું નામ નથી લઇ રહ્યા. દિવસે ને દિવસે અકસ્માતની ઘટના વધી રહી છે ત્યારે રાજ્યમાં આજે વધુ એક અકસ્માતની ઘટના આણંદના તારાપુર પાસેથી સામે આવી છે. જેમાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. જ્યારે 5 લોકો ઈજાગ્રસ્ત થતાં તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ગતમોડી રાત્રે આણંદની તારાપુર મોટી ચોકડી પાસે ટાઇલ્સ ભરેલી ટ્રક પલ્ટી મારતા અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. તમામ મૃતકો અમરેલીના રાજુલાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આ દુર્ઘટનામાં ઘટનામાં બે બાળકો અને એક વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત થયું છે.…

Read More

ભારત, ચીન અને નેપાળમાં મંગળવારે મોડી રાતે 1.57 વાગ્યે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.3 સુધી માપવામાં આવી. ભારતમાં દિલ્હી, યુપી, બિહાર, ઉત્તરાખંડ, દિલ્હી, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના ઘણા શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર નેપાળ હતું. આવી સ્થિતિમાં સૌથી વધુ તબાહીના સમાચાર નેપાળમાંથી જ સામે આવી રહ્યા છે. અહીંના ડોટીમાં એક મકાન ધરાશાયી થતાં 6 લોકોના મોત થયા છે. ઉત્તરાખંડના પિથોરાગઢમાં બુધવારે સવારે 6.27 કલાકે ફરી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ આફ્ટરશોક્સની તીવ્રતા 4.3 હતી. ભારતમાં નેપાળ સરહદને અડીને આવેલા ઉત્તરાખંડના પિથોરાગઢ પાસે સૌથી તેજ 6.3 તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ સાથે જ સમગ્ર ઉત્તર ભારતમાં પણ…

Read More

ઉત્તર પ્રદેશના બારાબંકીથી મોટા સમાચાર છે. સુમલી નદીમાં શ્રદ્ધાળુઓથી ભરેલી હોડી પલટી ગઈ, જેના કારણે 30 લોકોના ડૂબી જવાના અહેવાલ છે. કહેવામાં આવી રહ્યું છે કે ડૂબી જવાથી 3 બાળકોના મોત થયા છે, જ્યારે 7 લોકોને બહાર કાઢીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટનામાં 20 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે તમામ લોકો બોટ પર બેસીને દંગલ જોવા જઈ રહ્યા હતા, તે દરમિયાન સંતુલન બગડવાને કારણે બોટ પલટી ગઈ અને મોટી દુર્ઘટના થઈ હતી. હાલ પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે બચાવ કાર્ય ચલાવી રહી છે. ડીએમ, એસપી અને અન્ય વરિષ્ઠ પોલીસ અધિકારીઓ…

Read More

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન સ્ટાર્ટ થઇ ચૂક્યું છે. જેને લઈ રાજકીય પક્ષો પણ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજકીય આગેવાનો પક્ષ પલટાઓ કરી રહ્યા છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઇને પક્ષ પલટાની મોસમ બરાબરની જામી છે. પોત-પોતાના પક્ષથી નારાજ નેતાઑ પાટલી બદલી રહ્યા છે. તેવામાં કોંગ્રેસને સૌથી મોટો ફટકો પડ્યો છે.  ફરી એકવાર ગુજરાત કોંગ્રેસ તુંટી છે અને કોંગ્રેસના ધારાસભ્ય મોહન રાઠવાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. તેઑ સૌથી વધુ વખત ધારાસભ્ય બનવાનો રેકોર્ડ  ધરાવવા ઉપરાંત આદિવાસી સમાજમાં બહોળી ચાહના ધરાવે છે. કોંગ્રેસના આ ધારાસભ્ય પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાશે.  આજે સાંજે 5 વાગ્યે કમલમ ખાતે ભાજપનો કેસરિયો ધારણ કરશે.…

Read More

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીને જનતાની સામે માફી માંગવી પડી. મધ્યપ્રદેશમાં રસ્તાઓની હાલત જોઈને ગડકરીને ખૂબ જ દુઃખ થયું. આ એ જ રસ્તાઓ છે જેને મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અમેરિકાના રસ્તાઓ કરતા સારા ગણાવે છે. આજે આ રસ્તાઓના કારણે ગડકરીએ ખુલ્લા મંચ પર લોકોની માફી માંગી હતી. તેમજ આ રોડને કારણે લોકોને પડતી મુશ્કેલી અંગે નારાજગી દર્શાવી હતી. વાસ્તવમાં, કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી ગડકરીએ મંડલા અને જબલપુરમાં આયોજિત કાર્યક્રમોમાં રસ્તાઓનું ભૂમિપૂજન અને ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન તેમણે મધ્યપ્રદેશના તમામ રસ્તાઓનો ઉલ્લેખ કર્યો. જેમાં મંડલા-જબલપુર હાઈવે વિશે ચર્ચા કરતા તેમણે હાઈવેના નિર્માણમાં ગુણવત્તા સામે અસંતોષ વ્યક્ત કર્યો…

Read More

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની 12મી યાદી જાહેર કરવામાં આવી છે. આમ આદમી પાર્ટી આજે વધુ એક ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. અત્યાર સુધી 151 ઉમેદવાર જાહેર કરી ચૂક્યા છે. આજના ઉમેદવારી લિસ્ટ સાથે 158 ઉમેદવાર જાહેર કરાયા છે. આપ દ્વારા 12મી યાદીમાં વધુ 7 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. જેમાં અંજારથી અર્જન રબારી, ચાણસ્માથી વિષ્ણુભાઈ પટેલ, દહેગામથી સુહાગ પંચાલ, લીમડીથી મયુર સાકરીયા, ફતેપુરાથી ગોવિંદ પરમાર, સયાજીગંજથી સ્વેજળ વ્યાસ, ઝઘડિયાથી ઊર્મિલા ભગનું નામ જાહેર કરવામાં આવ્યું છે. આજે આપના ઉમેદવારોની 12મી યાદી જાહેર કરતાં પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. આ સાથે જ આપના યુવરાજસિંહની ટિકિટ પાછી…

Read More