What's Hot
- આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
- આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
- આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
- રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
- યોગી સરકારના મંત્રી ગુલાબો દેવી બન્યા માર્ગ અકસ્માતનો ભોગ, ટોલ પ્લાઝા પાસે કાફલાના અનેક વાહનો એકબીજા સાથે અથડાયા
- આ ખતરનાક મિસાઈલ ફાઈટર જેટ તેજસ Mk-1A માં પણ લગાવવામાં આવશે, પાકિસ્તાનની સાથે ચીન પણ ધ્રૂજશે
- લૂંટ દરમિયાન ઝવેરીની ગોળી મારી હત્યા, લોકોએ એક આરોપીને પકડીને માર માર્યો; ત્રણ ફરાર
- વેરાવળ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસર ખાલી કરાવાયું, પોલીસ વિભાગમાં ગભરાટ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ગ્રીન એડમિનિસ્ટ્રેટિવ બ્લોક ધરાવતી ગુજરાત રાજ્યની પ્રથમ સ્ટેટ યુનિવર્સિટી , શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી બિલ્ડીંગના નવા એડમિનિસ્ટ્રેટીવ ભવનનું ઈ-લોકાર્પણ કર્યુ હતું. ઈ લોકાર્પણ થતાજ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી રાજ્યનીપ્રથમ ગ્રીન એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડિંગ ધરાવતી કોલેજનું બહુમાન મેળવી લીધુ હતું.આનાથી આવનારા સમયમાં વિદ્યાર્થીઓેને ઘણો ફાયદો થશે. પંચમહાલ જિલ્લાની આંન બાન અને શાન માનવામાં આવતી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી ત્યારે યુનિવર્સિટી પાસે પોતાનું બિલ્ડિંગ પણ નહતું . ત્યારે પોલીટેકનિક કોલેજના બિલ્ડિંગમાં ટેમ્પરવરી ધોરણે યુનિવર્સિટીના કામ કાજ શરૂ કરી દેવામાં આવ્યા હતા. માત્ર ગણતરીની કોલેજો અને ખૂબ ઓછા કોર્સિસ સાથે શરૂ થયેલ યુનિવર્સિટી આજે પંચમહાલ , દાહોદ ,મહીસાગર , વડોદરા જિલ્લાના લાખો…
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરબી પહોંચ્યા છે અને હવે તેઓ મૃતકોના પરિવારજનોને મળશે. ઉલ્લેખનીય છે કે, શહેરની ઐતિહાસિક વિરાસત સમાન ઝૂલતો પુલ મચ્છુ નદીમાં સમાયો છે. મણિમંદિર પાસે મચ્છુ નદી પર આવેલો ઝૂલતા પુલના વચ્ચેથી કટકાં થઈ ગયા છે. રવિવારને કારણે અનેક લોકો અહીં ફરવા આવ્યા હતા. ત્યારે સમી સાંજે અચાનક પુલ તૂટ્યો હતો અને પ્રવાસીઓ પુલ સાથે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતા જ લોકો દોડી આવ્યા હતા અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં 135 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મોરબીમાં ઝૂલતો પૂલ તૂટવાની દુર્ઘટનાને લઇને રાજ્ય હચમચી ગયું છે. આ હોનારતમાં 135 લોકોના મોત…
યુરોપિયન યુનિયનના સભ્ય દેશોએ 2035 સુધીમાં નવી પેટ્રોલ અને ડીઝલ કાર – વાનના વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. યુરોપિયન યુનિયનના સદસ્યોએ ગુરુવારે રાત્રે જે કરાર પર મહોર મારી હતી તે “ફિટ ફોર 55” પેકેજનો પ્રથમ કરાર છે. આ પેકેજ બ્લોકના એક્ઝિક્યુટિવ કમિશને આ દાયકામાં ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાં 55 ટકાનો ઘટાડો કરવાના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે ઘડ્યું હતું. કરાર હેઠળ કાર નિર્માતાઓએ, 2021ની તુલનામાં 2030માં વેચાયેલી નવી કારના ગેસ ઉત્સર્જનમાં 55% ઘટાડો કરવો પડશે. અને પાંચ વર્ષ પછી 100% ઘટાડા સુધી પહોંચવું પડશે. યુરોપિયન સંસદ અને સભ્ય દેશોએ કરાર અમલમાં આવે તે પહેલાં તેને ઔપચારિક રીતે મંજૂર કરવું આવશ્યક…
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ મંગળવારે હિમાચલ પ્રદેશમાં ભાજપના ચૂંટણી પ્રચારની કમાન સંભાળી હતી. તેમણે ચંબા જિલ્લાના ભાટિયાત વિધાનસભા ક્ષેત્રમાં ભાજપના ઉમેદવાર વિક્રમ જરિયાલના સમર્થનમાં એક જાહેર સભાને સંબોધિત કરી હતી. ‘ભારત માતા કી જય’ ના નારા સાથે પોતાના સંબોધનની શરૂઆત કરતા અમિત શાહે કહ્યું, ‘હું સતત ત્રીજી વખત અહીંથી જીતેલા વિક્રમ જરિયાલના આશીર્વાદ લેવા ભાટિયાની જનતા પાસે આવ્યો છું. દેવભૂમિ હિમાચલને મારી સલામ. તે વીર માતાઓને પ્રણામ, જેમના પુત્રો દેશની સરહદોની રક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપતાં અચકાતા નથી. સેનામાં સૌથી વધુ સૈનિકો હિમાચલમાંથી છે. તેઓએ મણીમહેશ, કાર્તિક સ્વામી અને નાગ મંડોરને પણ પ્રણામ કર્યા. જરિયાલની જીત…
ગરવા ગિરનારની પરિક્રમા કારતક સુદ અગિયારસના એટલે કે 4 નવેમ્બર ની મધ્યરાત્રીથી પ્રારંભો થવા જઈ રહ્યો છે, ત્યારે સમગ્ર પરિક્રમા રૂટ પર જિલ્લા વહીવટી તંત્ર અને વન વિભાગના અધિકારીઓએ પરિક્રમા માર્ગ, શ્રદ્ધાળુઓ માટે જરૂરી પ્રાથમિક સુવિધાઓનું અને પૂર્વતૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. નિવાસી અધિક કલેકટર એલ. બી. બાંભણીયા, જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી, નાયબ વન સંરક્ષક અક્ષય જોશી સહિતના અધિકારીઓએ ઝીણા બાવાની મઢી થી બોરદેવી સુધીના કઠિન ચઢાણ અને માર્ગ પર ચાલીને શ્રદ્ધાળુઓ માટે પરિક્રમાના આ રૂટ પર ચાલીને તમામ વ્યવસ્થાઓનું જાત નિરીક્ષણ કર્યું હતું. ગિરનાર પરિક્રમાના બાકી અન્ય રૂટ પર મોટર માર્ગે વ્યવસ્થાઓ તપાસી હતી. ભવનાથમાં પરિક્રમાના…
ભરૂચ અંકલેશ્વર વચ્ચે ઓવરહેડ કેબલ તૂટવાની ઘટના સામે આવી હતી. ઓવરહેડ કેબલ તુટવાના કારણે રેલવેની મુખ્ય ડાઉન લાઇન મુંબઈ-અમદાવાદ-દિલ્હી વચ્ચેનો ટ્રેન વ્યવહાર ખોવાઈ ગયો હતો. ટ્રેન વ્યવહાર ખોરવાયો હોવાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મહત્વની વાત કહી શકાય કે, હાલ દિવાળી અને તહેવારનો સમય ચાલી રહ્યો છે. ત્યારે મોટાભાગે લોકો તેમના પરિવારના સભ્યો સાથે ફરવા જવાનું પસંદ કરતા હોય છે અને એમાં પણ મોટાભાગના લોકો ટ્રેનમાં મુસાફરી કરવાનું વધારે પસંદ કરતા હોય છે. ત્યારે સોમવારે રાત્રે 8 વાગ્યા આસપાસ ભરૂચ અંકલેશ્વર રેલ્વે સેક્સન વચ્ચે 25000 વોટનો ઓવરહેડ કેબલ તૂટી ગયો હતો અને જેના કારણે મુખ્ય ડાઉન લાઇનનો ટ્રેન…
મોરબીમાં થયેલી મોટી દુર્ઘટના પર સુપ્રીમ કોર્ટમાં જાહેરહિતની અરજી પર 14 નવેમ્બરે સુનાવણી થશે. મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે સુપ્રીમ કોર્ટના વકીલ સુશીલ તિવારીએ PIL ફાઇલ કરી છે. તેમાં દુર્ઘટના મામલે રિટાયર્ડ સુપ્રીમ કોર્ટના જજના નેતૃત્વમાં એસઆઈટી બનાવીને તપાસ કરવાની માગ કરવામાં આવી છે. રાજ્યમાં ગમગીની ફેલાવનારા મોરબીના ઐતિહાસિક ઝૂલતા પુલે 134 લોકોના ભોગ લીધા છે. આ સાથે હજી 17 લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મચ્છુની ગોજારી ઘટનાનો તાગ મેળવવા વડાપ્રધાન મોદી આજે બપોર બાદ ઘટનાસ્થળની મુલાકાત લેશે અને પીડિત પરિવારો સાથે મુલાકાત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સોમવારે સાંજે ગાંધીનગરના રાજભવનમાં મોરબીની સ્થિતિની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ…
ગુજરાતમાં મોરબીમાં ઝૂલતો પુલ તુટી પડવાના પડઘા દેશમાં હજુ શાંત નથી પડ્યાં ત્યાં ઉત્તરપ્રદેશમાં એક પુલ તુટી પડવાની ઘટના સામે આવી છે. યુપીમાં સોમવારે છઠ પૂજા દરમિયાન નદી અને તળાવમાં ડૂબવાથી 4 લોકોના મોત થઈ ગયા. ત્યાં હાજર લોકોએ ત્રણ લોકોનો જીવ બચાવી લીધો. જ્યારે એક બાળક સત્યમ યાદવ(15)નું ડૂબી જવાથી મોત થઇ ગયું છે. ત્યારે, ચંદોલીમાં કર્મનાશા નદી પર બનેલો પુલ અચાનક તુટી પડ્યો. દુર્ઘટનામાં છઠ પૂજા જોવા આવેલા 12થી વધુ લોકો કેનાલમાં પડ્યા. કેનાલમાં પાણી ઓછું હતું એટલા માટે મોટી દુર્ઘટના સર્જાઈ નહીં. ત્યારે, કુશીનગરના તુર્કપટ્ટી વિસ્તારના માનસરોવર તળાવમાં ડૂબવાથી યુવકનું મોત થઇ ગયું છે. જૌનપુર અર્ઘ્યનો…
1 નવેમ્બર મંગળવારથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 40 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. નવા ભાવ સવારે 6 વાગ્યાથી લાગુ થશે. 22 મેના રોજ કેન્દ્ર સરકારે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો હતો. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 96.72 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 89.62 રૂપિયા પ્રતિ લિટર પર છે. દેશભરના લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે. 1 નવેમ્બર મંગળવારથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 40 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. નવી કિંમત 1 નવેમ્બરના રોજ સવારે 6 વાગ્યાથી લાગુ કરવામાં આવશે. 22 મેના રોજ કેન્દ્ર સરકારે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો…
કેન્દ્ર સરકારે સોમવારે ફરી એક વાર અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી આવેલા અને હાલમાં ગુજરાતમાં બે જિલ્લામાં રહેતા હિન્દુઓ, સિખો, બૌદ્ધો, જૈન, પારસીઓ અને ઈસાઈઓને ભારતીય નાગરિકતા આપવાનો નિર્ણય કર્યો છે. આ નાગરિકતા તેમને નાગરિકતા કાનૂન, 1955 અંતર્ગત આપવામાં આવશે. વિવાદાસ્પદ નાગરિકતા સંશોધન અધિનિયમ 2019ની જગ્યાએ નાગરિકતા અધિનિયમ 1955 અંતર્ગત નાગરિકતા આપવામાં આ પગલું અતિ મહત્વનું છે. વિવાદોમાં રહેલા નાગરિકતા સંશોધન અધિનિયમ 2019માં પણ અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી આવતા હિન્દુઓ, સિખો, બૌદ્ધ, જૈન, પારસી અને ઈસાઈઓને ભારતીય નાગરિકા આપવાની જોગવાઈઓ છે. કારણ કે આ અધિનિયમ અંતર્ગત નિયમ અત્યાર સુધીમાં કેન્દ્ર સરકાર દ્વારા નથી બનાવવામાં આવ્યો એટલા માટે તે અંતર્ગત કોઈને નાગરિકતા…

