Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

કંડલા સેઝ કસ્ટમને કંડલા સ્પેશ્યલ ઇકોનૉમિક ઝૉન KASEZ માંથી પ્રતિબંધિત સિગારેટનો જથ્થો ઝડપી લેવામાં જબરી સાફળતા સાંપડી છે. પ્રતિબંધિત સિગારેટનો જથ્થો ગુજરાતમાં ઠલવાઇ તેવી કસ્ટમ વિભાગના અધિકારીઑને કાને વાત પડતાં તાત્કાલિક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન મુન્દ્રા પોર્ટથી કંડલા સેઝોન તરફ આવતી વખતે કંડલા સેઝ કસ્ટમે કન્ટેનરમાંથી 8.76 કરોડની કિંમતનો સિગારેટનો જથ્થો ઝડપી લીધો હતો. બોક્સમાંથી 20 રૂપિયાની કિંમતની 20 હજાર સિગારેટ મળી આવી હતી. કંડલામાંથી ઝડપાયેલ  પ્રતિબંધિત સિગારેટ જથ્થોના સીઝ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ મામલે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે લા સ્પિરિટ નામની કંપનીએ કન્ટેનર મંગાવ્યું હતું. ઇનપુટ પર કાર્યવાહી કરીને કસ્ટમ્સે કન્ટેનરની તપાસ કરી  હતી. જેને લઇને સબંધિત વિભાગ…

Read More

વિધાનસભાની ચૂંટણી જાહેરાત ગણતરીના દિવસોમાં થઈ શકે છે. ત્યારે દરેક પાર્ટી દ્વારા ચૂંટણી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આવતીકાલથી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પ્રમાસ દરમિયાન તેઓ વડોદરા કેવડિયા અને માનગઢ ખાતે મુલાકાત લેવાના છે. આ મુલાકાત બાદ જ ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીની જાહેરાત ગમે તે ઘડીએ થઈ શકે છે. સંભવીત આગામી બીજી નવેમ્બરે ગુજકાત વિધાનસભા ચૂંટણી જાહેર થવાની સંભાવના છે. સચિવાલયમાં અધિકારીઓને અંદર ખાને પહેલી નવેમ્બર સુધીમા તમામ કામો પૂરા કરી લેવાની સૂચના આપી દેવામાં આવી છે. વડાપ્રધાન કાર્યાલયના સત્તાવાર કાર્યક્રમ અનુસાર નરેન્દ્ર મોદી 30મી ઓક્ટોબરે વડોદરા એરપોર્ટ પર આવશે ત્યાંથી લેપ્રસી…

Read More

સ્થાનિક બજારમાં ખાંડની ઉપલબ્ધતા જાળવી રાખવા માટે સરકારે તેની નિકાસ પરના નિયંત્રણોને આવતા વર્ષે 31 ઓક્ટોબર સુધી લંબાવી દીધા છે. ખાંડની નિકાસ પરના નિયંત્રણો આ વર્ષે 31 ઓક્ટોબરે સમાપ્ત થવાના હતા. પરંતુ ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડે (DGFT) એ હવે તેને એક વર્ષ માટે લંબાવવાનો નિર્ણય લીધો છે.  શુક્રવારે સાંજે જારી કરાયેલા નોટિફિકેશનમાં આ માહિતી આપતા DGFTએ જણાવ્યું હતું કે, “કાચી, શુદ્ધ અને સફેદ ખાંડની નિકાસ પરના નિયંત્રણો 31 ઓક્ટોબર, 2022 થી 31 ઓક્ટોબર, 2023 સુધી અથવા આગળના આદેશો સુધી લંબાવવામાં આવ્યા છે.” આ સંબંધમાં અન્ય તમામ નિયમો અને શરતો યથાવત રહેશે. જો કે, સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ…

Read More

ગુજરાત ચૂંટણીની તારીખોનું એલાન થોડા દિવસમાં જ થઈ શકે છે ત્યારે વર્તમાન સરકારની અંતિમ કેબિનેટ બેઠકમાં અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાને લઈને સરકારે કેબિનેટ બેઠકમાં પ્રસ્તાવ પસાર કર્યો છે. નોંધનીય છે કે ઉત્તરાખંડમાં પણ ચૂંટણી પહેલા ભાજપ સરકાર દ્વારા યુનિફોર્મ સિવિલ કોડને લઈને જાહેરાતો કરવામાં આવી હતી અને તે બાદ સરકાર બન્યા પછી કાયદો પસાર કરવામાં આવ્યો હતો. હવે એ જ પેટર્નથી ગુજરાતમાં પણ સરકાર પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહી છે જેને લઈને આગામી ટૂંક જ સમયમાં મોટી જાહેરાત થઈ શકે છે. વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપનો માસ્ટર સ્ટ્રોક સમાન આ યુનિફોર્મ સિવિલ કોડને…

Read More

રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. ઠંડી ક્યારે શરુ થશે, તેની રાહ જોવાઇ રહી છે. હાલ તો સવારે ઠંડીનો અહેસાસ થાય છે, પરંતુ બપોર થતા ગરમી થાય છે. હવામાન વિભાગનું અનુમાન છે કે, આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે અને તાપમાન યથાવત રહેશે. જોકે, હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીનું અનુમાન છે કે, નવેમ્બરના પહેલા સપ્તાહથી ગુલાબી ઠંડીની શરૂઆત થઈ જશે. હવામાન નિષ્ણાતના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારત પરથી પસાર થશે. 31 ઓક્ટોબરે એક હળવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થશે. કાશ્મીર લેહ લદાખ પરથી પસાર થશે. જેના કારણે 4-5 નવેમ્બરથી ગુજરાતમાં હળવી ઠંડી શરૂ થઈ જશે. અત્યારે ગુજરાતમાં 32થી 37 ડીગ્રી સુધી તાપમાન…

Read More

ગુજરાતમાં ચૂંટણીમાં પડઘમ પ્રચંડ થઈ ગયા છે, આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રચાર ખૂબ તેજ કરી દેવામાં આવ્યો છે. કોંગ્રેસના કેન્દ્રીય નેતાઑ ભલે ગુજરાતથી દૂરી બનાવીને ચાલી રહ્યા હોય પણ પ્રાદેશિક નેતાઓ પ્રચારની સાથે સાથે મોટા નેતાઓને પાર્ટીમાં સામેલ કરાવવા માટે મહેનત કરી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. ગઇકાલે જ મહેન્દ્ર સિંહ વાઘેલાએ કોંગ્રેસ જોઇન કર્યું છે ત્યારે હવે શંકરસિંહ વાઘેલા પણ કોંગ્રેસમાં સામેલ થાય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રઘુ શર્મા અને શંકર સિંહ વાઘેલા વચ્ચે બેઠક બાદ બાપુની રિ એન્ટ્રીને લઈને તખ્તો તૈયાર કરી…

Read More

વંદે ભારત ટ્રેનને ફરી અકસ્માત નડ્યો છે. વલસાડના અતુલ સ્ટેશન નજીક ટ્રેનને અકસ્માત નડ્યો છે. અહીં ટ્રેન સાથે ગાય અથડાતાં ટ્રેનને નુકસાન પહોંચ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે. અકસ્માતને પગલે રેલવે વિભાગના કર્મચારી દોડતા થયા છે અને ઘટના સ્થળે આવી પહોંચ્યા છે. અકસ્માતમાં ટ્રેનનો આગળનો ભાગ તૂટી ગયો છે. એન્જીનના ભાગે પણ નુકસાન પહોંચ્યું હોવાનું જાળવા મળી રહ્યું છે. આજે સવારે ટ્રેન અમદાવાદથી મુંબઇ જઇ રહી હતી ત્યારે આ દુર્ઘટના બની હતી. આ મહિનાના પ્રથમ સપ્તાહમાં જ વંદે ભારત ટ્રેનનો અકસ્માત નડ્યો હતો. અમદાવાદના વટવા અને મણીનગર રેલવે સ્ટેશનની વચ્ચે મુંબઇ-અમદાવાદ વંદેભારત એક્સપ્રેસ ટ્રેનને અકસ્માત નડ્યો હતો. ટ્રેનના આગળના ભાગે…

Read More

રાજ્યભરમાં 29 ઓક્ટોબર એટલે કે, લાભપાંચમથી 90 દિવસ સુધી મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે વર્ષ 2022-23માં પ્રાઇઝ સપોર્ટ સ્કીમ-PSS હેઠળ ખરીદીનો પ્રારંભ કરવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ખેડૂત હિતલક્ષી મહત્વનો નિર્ણય કરાયો છે. આની જાહેરાત કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા કરવામાં આવી છે. કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર દ્વારા ચાલુ ખરીફ વર્ષ 2022-23 માટે મગફળીનો ટેકાનો ભાવ રૂ.5,850, મગનો રૂ.7,755, અડદનો રૂ.6,600 અને સોયાબિનનો રૂ.4,300 પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો છે. ખરીફ 2022-23માં ગુજરાતમાં મગફળીના 9,79,000 મે.ટન, મગના 9,588 મે.ટન, અડદના 23,872 મે.ટન અને સોયાબિનના 81,820 મે.ટન જથ્થાની ટેકાના ભાવે ખરીદી કરવા…

Read More

દિવાળીના તહેવારમાં દર વર્ષ કરતા ચાલુ વર્ષે વધુ રોનક જોવા મળી હતી. તહેવારની રજામાં પ્રવાસન સ્થળો ધમધમતા રહ્યા હતા. પરિવાર સાથે દિવાળીનો તહેવાર કરવા જતાં એસટી બસ સ્ટેશનો પર પણ ભારે ભીડ જોવા મળી હતી. એસટી નિગમ દ્વારા પણ છેલ્લા વર્ષનો અભ્યાસ કરીને જે રૂટ પર ટ્રાફિક વધુ રહે તે તરફ વધારાની બસો દોડાવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે સુરતમાં સૌથી વધુ 2115 ટ્રીપનું એક્સ્ટ્રા સંચાલન કરવામાં આવ્યું હતું. આ સાથે જ અમદાવાદ સહિત 16 ડિવિઝનમાંથી વધારાની બસો દોડાવી હતી. એસ.ટી નિગમના સચિવ કે.ડી દેસાઈએ ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, દિવાળીના તહેવાર દરમિયાન 2,300 બસો દોડાવવાનું…

Read More

હરિયાણાના સુરજકુંડમાં ચાલી રહેલા બે દિવસીય ‘ચિંતન શિબિર’નો આજે છેલ્લો દિવસ છે અને આ દરમિયાન પીએમ મોદીએ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા દેશના તમામ રાજ્યોના ગૃહ સચિવ, ડીજીપી, સશસ્ત્ર સેના દળો અને અને કેન્દ્રીય સુરક્ષા દળોના અધિકારીઓ પાસે દેશની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા વિનંતી કરી હતી. એ સમયે પીએમ મોદીએ કલમવાળા કેટલાક લોકોને પણ નક્સલવાદી ગણાવ્યા હતા અને કહ્યું હતું કે આ બધા માટે કોઈ ઉકેલ શોધવો પડશે. સાથે જ એમને પોલીસ અધિકારીઓ પર પણ આ નિશાન સાધ્યું  હતું. પીએમ મોદીએ એમ પણ કહ્યું હતું કે આપણે અમૃતકાળમાં છીએ અને આ સમય દરમિયાન આપણે ‘પંચ પ્રાણ’ના સંકલ્પ પર ચાલવું પડશે તો…

Read More