Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

રાજ્યમાં ગમગીની ફેલાવનારા મોરબીના ઐતિહાસિક ઝૂલતા પુલે 134 લોકોના ભોગ લીધા છે. આ સાથે હજી 17 લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મચ્છુની ગોજારી ઘટનાનો તાગ મેળવવા વડાપ્રધાન મોદી આજે બપોર બાદ ઘટનાસ્થળની મુલાકાત લેશે અને પીડિત પરિવારો સાથે મુલાકાત કરશે. નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સોમવારે સાંજે ગાંધીનગરના રાજભવનમાં મોરબીની સ્થિતિની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર એ સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો કે, અકસ્માતમાં અસરગ્રસ્ત લોકોને તમામ શક્ય મદદ મળે. ઉચ્ચ સ્તરીય બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, ગુજરાતના મુખ્ય સચિવ અને ડીજીપી સહિત રાજ્યના…

Read More

ગઇકાલે મોરબીમાં ઝૂલતો પુલ તૂટતાં સમગ્ર ગુજરાત હિબકે ચઢ્યું છે, ત્યારે સરકાર પણ હચમચી ગઇ છે. સરકાર દ્વારા હાલ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે રાજ્યમાં આવા પ્રવાસન સ્થળોએ આગમચેતીના પગલાં માટે ખાસ સૂચના આપી દેવામાં આવી છે. તાજતરમાં જ અમદાવાદમાં લોકાર્પણ કરવામાં આવેલું અને આકર્ષણનું કેન્દ્ર બનેલા અટલ બ્રિજ અંગે પણ ફરમાન જારી કરી દેવામાં આવ્યો છે. બ્રિજ પર મુલાકાતીઓની સંખ્ય મર્યાદીત કરવામાં આવી છે. હવે દર કલાકે માત્ર 3000 હજાર મુલાકાતીતઓને જ પ્રવેશ આપવામાં આવશે. મોરબી દુર્ઘટના બાદ અમદાવાદના અટલ બ્રિજ પર આવતાં પ્રવાસીઓ અંગે પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે અટલ બ્રિજ પર એક…

Read More

ફિલ્મ શોલાના અત્યંત ચર્ચાસ્પદ પાત્ર અંગ્રેજોના જમાનાના જેલર અસરાની જેલમાં જ સુરંગ નહોતી ખોદવામાં આવી, પણ રાજસ્થાનમાં તો સેશન કોર્ટમાં બનેલી જેલમાં જ ગુંડાતત્વોએ સુરંગો ખોલી નાખી છે. રાજસ્થાનમાં બિંદાસ ગુંડાત્તત્વોઓ રાજ્યની મોટી સેશન કોર્ટ પરિસરમાં બનેલી હંગામી જેલમાં જ સુરંગ ખોદી નાખી હતી. આ સુરંગ ચાલાક બદમાશોએ રાતોરાત બનાવી દીધી હતી. આ સુરંગ દ્વારા કોઈ હાઈપ્રોફાઈલ કેદીને છોડવાનું ષડયંત્ર હતું. પણ સમય રહેતા તેની જાણ થતાં કેદીઓને ત્યાં લાવવામાં આવ્યા નહીં. કોર્ટ પરિસરમાં સુરંગ સામે આવતા પોલીસ ફોર્સ ચોંકી ગઈ હતી અને ત્યાં હડકંપ મચી ગયો હતો. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો,…

Read More

તાઈવાને તેના દેશની સરહદ પર 8 ચીની લશ્કરી વિમાનો, 3 નૌકાદળના જહાજોને ટ્રેક કર્યા છે.તાઈવાને PLA એરક્રાફ્ટ અને જહાજો પર દેખરેખ રાખવા માટે એરક્રાફ્ટ, નૌકાદળના જહાજો મોકલ્યા અને જમીન આધારિત મિસાઈલ ટ્રેકિંગ સિસ્ટમનો ઉપયોગ કર્યો. તાઈવાનના સંરક્ષણ મંત્રાલય (MND) એ રવિવારે સાંજે 5 વાગ્યા સુધીમાં તાઈવાનની આસપાસ આઠ ચીની લશ્કરી વિમાનો અને ત્રણ નૌકા જહાજોને ટ્રેક કર્યા હોવાના અહેવાલ છે. તાઈવાનના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)ના આઠ વિમાનોમાંથી એક સુખોઈ એસયુ-30 ફાઈટર જેટે દેશના એર ડિફેન્સ આઈડેન્ટિફિકેશન ઝોનના ઉત્તરપૂર્વીય ક્ષેત્રમાં તાઈવાને સ્ટ્રેટ મિડલાઈનને પાર કરી હતી. તેના જવાબમાં તાઈવાને રેડિયો દ્વારા ચેતવણી જાહેર કરી હતી તે સિવાય…

Read More

મોરબીમાં માતમ છવાયો છે. પુલ તૂટતાં મૃતકઆંક 134એ પહોચ્યો છે, ત્યારે મોરબીના પરા બજાર વિસ્તારમાંથી અંતિમયાત્રા નિકળતા વાતવરણમાં ગમગિની છવાઈ હતી. ગઇકાલે રવિવારના દિવસે પુલ પર ભારે ભીડ હતી, ત્યારે પુલ તૂટી પડતાં કેટલાય બાળકોએ છત્રછાયા ગુમાવી છે, તો કેટલાય પરિવારો વિખેરાયા છે. કેટલાય પરીવારો ઉજળી ગયા છે. દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતો માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે. મોરબીના બજારો સદંતર બંધ રહ્યા છે. મોરબીની ઘટનાથી સમગ્ર ગુજરાત શોકમય છે. મોરબી પુલ દુર્ઘટનાની તપાસનો ધમધમાટ શરૂ થયો છે. SIT અને FSLની ટીમ દુર્ઘટના સ્થળે પહોંચી છે. બ્રિજના કેબલની તપાસ કરાઈ છે. તેમની સાથે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર હતા. સાથે…

Read More

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતની મુલાકાતે છે. આ દરમિયાન મોરબીમાં બનેલી દુર્ઘટનાથી તેઓ વ્યથિત થયા છે. ગુજરાત મુલાકાતના ત્રીજા દિવસે એટલે કે મંગળવારે તેઓ મોરબી શહેરની મુલાકાત  લેશે. આ દરમિયાન તેઓ પીડિતો સાથે પણ મુલાકાત કરશે. અધિકારિક માહિતી પ્રમાણે પ્રધાનમંત્રી આવતીકાલે ૧ તારીખે બપોર પછી મોરબીની મુલાકાત લેશે. આજે સવારે કેવડીયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ પરેડ 2022ને સંબોધતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબી દુર્ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે, મારું મન મોરબીમાં છે. એક તરફ શોક છે, બીજી બાજુ કર્તવ્ય પથ છે. પીએમ મોદીએ કહ્યુ કે, હું એકતા નગરમાં છું, મારું હૃદય મોરબીના પીડિતો સાથે જોડાયેલું છે. મારા જીવનમાં…

Read More

રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાય રહ્યા છે. હવામાન વિભાગની આગાહી છે કે, આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે. આજે રાજ્યમાં લઘુતમ તાપમાન 18થી 23 ડીગ્રી સુધી નોંધાયું છે. જોકે, રાજ્યમાં સૌથી નીચું તાપમાન ગાંધીનગરનું નોંધાયું છે. અમદાવાદનું લઘુતમ તાપમાન 18 ડીગ્રી નોંધાયું છે. વડોદરાનું લઘુતમ તાપમાન 18.8 ડીગ્રી, નલિયાનું લઘુતમ તાપમાન 18.4 ડીગ્રી નોંધાયું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ જણાવ્યું છે કે, રાજ્યના ભાગોમાં ગરમી પડી રહી છે. ધીમે-ધીમે ગરમી ઘટવાની શક્યતા છે. નવેમ્બરની શરૂઆતમાં હિમવર્ષા થવાની શક્યતા છે. ધીમે-ધીમે હિમવર્ષા વધવાની શક્યતા છે. જેના લીધે દેશના ઉતર્યા પર્વતીય પ્રદેશો સહિત પંજાબ, હરિયાણા, દિલ્હીના ક્ષેત્રોમાં પણ સામાન્ય વરસાદની સંભાવના છે.…

Read More

પૃથ્વીથી અત્યંત નજીક એક વિશાળ એસ્ટેરોઈડ પસાર થવાનો છે. નાસાના જણાવ્યા અનુસાર, તેની લંબાઈ દુનિયાની સૌથી ઊંચી બિલ્ડીંગ બુર્જ ખલીફા જેટલી છે.નાસાએ તેને સંભવિત રીતે ખતરનાક બતાવ્યું છે. આ એસ્ટેરોઈડનું નામ 2022 RM4 છે. આ 1 નવેમ્બરના રોજ પૃથ્વીની નજીકથી પસાર થશે. નાસાના સેન્ટર ફોર નિયર અર્થ ઓબ્જેક્ટ સ્ટડીઝ અનુસાર, આ એસ્ટેરોઈડનું અનુમાનિત વ્યાસ 330 અને 740 મીટરની વચ્ચે અથવા 2400 ફુટથી વધારે છે. આમ જોવા જઈએ તો, વાસ્તવિક અંતર પૃથ્વી-ચંદ્રનું અંતર છ ગણું વધારે હશે, જે કદાચ બહુ નજીક લાગે.આખરે ચંદ્ર પૃથ્વીથી સરેરાશ 238,855 માઈલ/384,400 કિમી દૂર છે. એટલા માટે 2002 આરએમ 4 પોતાના નજીકના બિંદુ પર લગભગ 1.5…

Read More

મોરબી દુર્ઘટનામાં 40થી વધુના મોત થયા બાદ હવે આખરે પોલીસ એક્શનમાં આવી છે. વિગતો મુજબ જિલ્લા પોલીસની ટીમે 9 લોકોની અટકાયત કરી છે. હવે પોલીસ દ્વારા મેનેજમેન્ટ સાથે સંકળાયેલા તમામ લોકોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આજે પોલીસ દ્વારા બ્રિજના પ્રબંધક અને મેન્ટેન્સ કરનારા લોકોની અટકાયત કરવામાં આવી છે. પ્રાથમિક પૂછપરછમાં બ્રિજ 35 વર્ષ સુધી લીઝ પર આપ્યો હોવાનું ખુલ્યુ છે. ગુજરાતના મોરબીમાં મચ્છુ નદી પર બનેલો 143 વર્ષ જૂનો કેબલ બ્રિજ રવિવારે સાંજે લગભગ 6 વાગ્યે તૂટી જતાં મોટી દુર્ઘટના સર્જાઇ હતી.  જેમાં અત્યાર સુધી 25થી વધુ બાળકો સહિત 140થી વધુના મોત થયા હોવાનું સામે આવ્યું છે જ્યારે મૃત્યુઆંક હજુ પણ…

Read More

ગુજરાતમાં રવિવારે ગોઝારી દુર્ઘટનામાં મચ્છુ નદી ઉપરનો ઝુલતો પુલ વચ્ચેથી તૂટતી પડ્યો છે. જેના કારણે પુલ પર મઝા માણી રહેલા લોકો મચ્છુ નદીના પાણીમાં ખાબકતા 130થી વધુ લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ સાથે 50થી વધુ લોકો ઈજાગ્રસ્ત છે. મોરબી પુલ દુર્ઘટના અંગે ફરિયાદ નોંધવામાં આવી હતી. મોરબીની ઝૂલતા બ્રિજ દુર્ઘટનામાં ગુનેગારો વિરુદ્ધમાં IPC કલમ 304, 308, 114 મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને આ માહિતી આપી છે. આ ફરિયાદ જે કંપની આ બ્રિજની સંભાળ લેતી હતી તેની સામે પણ ફરિયાદ નોંધવામાં આવી હતી. આમાં બિનઈરાદે હત્યા, લાપરવાહી મામલે ફરિયાદ નોંધવામાં આવી છે. ઝુલતો પુલ…

Read More