Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

રાજ્ય સરકારે રાજ્યના ૮ લાખથી વધુ ખેડૂત ખાતેદારોના વ્યાપક હિતમાં કિસાન હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય કરીને રૂ. ૬૩૦.૩૪ કરોડનું સહાય પેકેજ જાહેર કર્યુ છે. રાજ્યમાં ર૦રરની ખરીફ રૂતુમાં ભારે વરસાદને કારણે ખેડૂતોના પાકને થયેલા નુકશાનમાં સહાયરૂપ થવાના આ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે ભારે વરસાદને કારણે ૧૪ જિલ્લામાં ખેતરોમાં પાણી ભરાવાને કારણે ખેતી પાકોને વ્યાપક નુકશાન થયું હતું. અમદાવાદ: રાજ્ય સરકારે રાજ્યના ૮ લાખથી વધુ ખેડૂત ખાતેદારોના વ્યાપક હિતમાં કિસાન હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય કરીને રૂ. ૬૩૦.૩૪ કરોડનું સહાય પેકેજ જાહેર કર્યુ છે. રાજ્યમાં ર૦રરની ખરીફ રૂતુમાં ભારે વરસાદને કારણે ખેડૂતોના પાકને થયેલા નુકશાનમાં સહાયરૂપ થવાના આ સહાય પેકેજ જાહેર…

Read More

દિવાળી દરમિયાન 108 ઈમરજન્સી ઓપરેશનના આગોતરા આયોજન થકી આપાતકાલીન સ્થિતિઓને સુચારૂ અને સરળ પ્રતિસાદ આપવામાં 108 EMS સક્ષમ રહી છે. જો કે દિવાળીના પર્વ દરમિયાન સામાન્ય દિવસોની તુલનામાં આપાતકાલીન સ્થિતિઓમાં વધારો પણ જોવા મળ્યો હતો. દિવાળી પર્વ પર(24મી ઓક્ટોબર), દિવાળીના આગલા દિવસે (25 મી ઑક્ટોબર) અને નવા વર્ષ (26મી ઑક્ટોબર) અને ભાઈ બીજના દિવસે ઈમરજન્સીમાં અનુક્રમે, 4.26%, 5.81% અને 17.03% જેટલો વધારો નોંધાયો છે. રોડ અકસ્માતો (ટ્રોમા વ્હીક્યુલર), નોન-વ્હીકલ ટ્રોમા કેસો જેમ કે શારીરિક હુમલો અને બળી જવાના (Burns) નાઈમરજન્સી કેસોમાં એકંદરે વધારો થવા પામ્યો છે. જ્યારે નવા વર્ષ/ભાઈ બીજ (26 ઑક્ટોબર)ના રોજ સૌથી વધુ માર્ગ અકસ્માતો નોંધાયેલ હતા. જે…

Read More

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે એટલે કે શુક્રવારે હરિયાણાના સૂરજકુંડમાં આયોજીત તમામ રાજ્યોના ગૃહમંત્રીઓના બે દિવસીય સંમેલનને સંબોધન કર્યું હતું. ગૃહમંત્રીઓને દેશના વિકાસ માટે મંત્ર આપતા પીએમ મોદીએ કહ્યું કે, રાજ્યોને સારી પહેલ એક બીજા સાથે શેર કરીને શિખવાની જરુર છે. સ્ટેટ્સ હોમ મિનિસ્ટર્સની આ બેઠકને ચિંતન શિબિર નામ આપવામાં આવ્યું છે, જેમાં ગુરુવારે અહીં અમિત શાહે સંબોધન કર્યું, તો વળી આજે આ સંમેલનમાં પ્રધાનમંત્રી મોદીએ વર્ચુઅલી સંબોધન કર્યું હતું. પોતાના સંબોધનની શરુઆતમં પીએમ મોદીએ કહ્યું કે, આજ કાલ દેશમાં ઉત્સવનો માહોલ છે. ઓણમ, દશેરા, દુર્ગાપૂજા અને દિવાળી સહિત અનેક ઉત્સાવો શાંતિ અને સૌહાર્દની સાથે દેશવાસીઓ ઉજવી રહ્યા છે. હજૂ છઠ્ઠ…

Read More

ટેસ્લાના સીઈઓ એલન મસ્કે ટ્વિટરની કમાન સંભાળી લીધી છે. સૂત્રો અનુસાર તે કંપનીના ઈન્ચાર્જ તરીકે કામ કરવાનું શરુ કરી ચુક્યા છે. એવું પણ કહેવાય છે કે, ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલ અને સીએફઓ નેડ સેગલે અમેરિકાના સૈન ફ્રાંસિસ્કો સ્થિતિ કંપનીના હેડક્વાર્ટર પણ છોડી દીધું છે અને તે બંને હવે ઓફિસે આવશે નહીં. એલન મસ્કથી સંબંધિત આ સમાચાર એવા સમયે આવ્યા છે, જ્યારે તેમની પાસે ટ્વિટરની 44 અબજ ડોલરની ડીલ પુરી કરવા અથવા કંપની સાથે કોર્ટની લડાઈ લડવા માટે શુક્રવાર સુધીનો સમય બચ્યો હતો. આ અગાઉ એલન મસ્કે ટ્વિટર હેડક્વાર્ટરમાં ફરતો એક વીડિયો શેર કર્યો હતો, તેમણે ટ્વિટરને 44 અબજ ડોલરમાં ખરીદવા…

Read More

અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં લૂંટની મોટી ઘટના સામે આવી છે. મોટેરામાં ત્રણ કિલો સોનાની લૂંટની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. જ્વેલર્સમાંથી કર્મચારીએ જ લૂંટ ચલાવી હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્વેલર્સનો શેઠ સ્ટ્રોંગ રૂમમાં સોનુ મુકવા જતાં કર્મચારીએ માલિકને પૂરી દઈ ચોરી કરી છે. કર્મચારી લાખો રૂપિયાની કિંમતનું 3 કિલો સોનું ચોરી ફરાર થઇ ગયો છે. હાલ આ મામલે ચાંદખેડા પોલીસે તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો, મોટેરા વિસ્તારમાં આવેલા અંજલિ જ્વેલર્સમાં ત્રણ કિલો સોનાની લૂંટ ચલાવવામાં આવી છે. જ્વેલર્સના શેઠ સ્ટ્રોંગ રૂમમાં સોનાના દાગીના અને બિસ્કિટ મૂકવા જઇ રહ્યા હતા, ત્યારે જ ત્યાં કામ કરતાં…

Read More

ભાવનગર શહેરમાં રખડતા ઢોરનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. રખડતા ઢોરની અડફેટે આધેડનું મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. શહેરના વડવા ખડીયા કુવા પાસે આ બનાવ બન્યો છે. ઢોરે અડફેટે લેતાં પરેશભાઈ નારણભાઇ વાઘેલા નામના વ્યકિતનું મોત થયું છે. આ ઘટનાને પગલે મનપાની ઢોર પકડવાની કામગીરીને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ભાવનગર શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. રખડતા ઢોર ને લીધે વડવા ખડીયા કુવા પાસે આધેડનું મોત નિપજ્યું છે. શહેરના દેવુબાગ નવજીવન સોસાયટીમાં રહેતા આધેડનું મોત નિપજ્યું છે. આ ઘટનામાં પરેશભાઈ નારણભાઇ વાઘેલા નામના આધેડનું મોત નિપજ્યું છે, તેઓ ઘરેથી વડવા વિસ્તારમાં દુકાને આવતા સમયે રખડતા…

Read More

ખોડલધામના નરેશ પટેલ સહિતના ટ્રસ્ટીઓની પ્રધાનમંત્રી મોદી સાથેની મુલાકાતને લઈને સ્પષ્ટતા કરવામાં આવી છે. ખોડલધામ ટ્રસ્ટી રમેશ ટીલાળાએ આ અંગે સ્પષ્ટતા કરી છે. તેમનું કહેવું છે કે, PM મોદી સાથે કરેલી મુલાકાત માત્ર ઔપચારિક મુલાકાત હતી. ટિકિટની કોઈપણ પ્રકારની માંગણી કરવામાં આવી નથી. તેમજ પ્રધાનમંત્રી મોદીને ખોડલધામ ધ્વજા ચઢાવવા આમંત્રણ આપ્યુ છે. PMએ ખોડલધામનું આમંત્રણ સ્વીકાર્યું છે. ખોડલધામના નરેશ પટેલ સહિતના ટ્રસ્ટીઓની પ્રધાનમંત્રી મોદી સાથેની મુલાકાત બાદ આજે ખોડલધામની પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. ટ્રસ્ટી રમેશ ટીલાળાની પ્રેસ કોન્ફરન્સમાં પ્રધાનમંત્રી મોદી સાથેની મુલાકાતને લઈને સ્પષ્ટતા કરવામાં આવી છે. શનિવારના રોજ નરેશ પટેલ સહિતના ટ્રસ્ટીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આ અંગે…

Read More

કોવિડમાં ટ્રાવેલ પર પ્રતિબંધોને કારણે ઘરે અટવાયેલા ભારતીય વિદ્યાર્થીઓને બેઇજિંગે વિઝા આપવાનું શરૂ કર્યા પછી વિદ્યાર્થીઓનું ચીનમાં તેમની કૉલેજોમાં ધીમે ધીમે પાછા ફરવાનું શરૂ થયું હતું. શુક્રવારે ચીનના ભારતીય દૂતાવાસે તેમને કોન્સ્યુલર જરૂરિયાતોની સમયસર સુવિધા સુનિશ્ચિત કરવા માટે મિશન સાથે રજીસ્ટ્રેશન કરવા કહ્યુ હતું. 23,000થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ ચીનમાં મોટાભાગે મેડિસિનનો અભ્યાસ કરી રહ્યા છે, તેઓ કોવિડ વિઝા પ્રતિબંધોને કારણે ઘરે અટવાયેલા હતા. ચીને એવા વિદ્યાર્થીઓ માટે વિઝા આપવાનું શરૂ કર્યું કે જેઓએ તેમની ચીની કોલેજો અને યુનિવર્સિટીઓમાં તેમના અભ્યાસ માટે પાછા ફરવા માટે પરમિટ મેળવી છે. પરંતુ તેઓ માટે ચીનની મુસાફરી કરવી મુશ્કેલ થઇ હતી, કારણ કે બંને દેશોએ…

Read More

શનિવારે વધુ તીવ્ર બન્યા પછી, ઉત્તર આંદામાન સમુદ્રમાં નીચા દબાણનો વિસ્તાર રવિવારની મોડી રાતથી એટલે કે 12 કલાક પછી ચક્રવાત ‘સિત્રાંગ’નું રૂપ ધારણ કરે તેવી શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા જારી કરાયેલા બુલેટિન મુજબ, રવિવારે સવારે 11 વાગ્યાથી પોર્ટ બ્લેર નજીક લો પ્રેશર ક્ષેત્રે ગંભીર સ્વરૂપ ધારણ કરવાનું શરૂ કર્યું છે. હવામાન વિભાગે કહ્યું છે કે ડિપ્રેશન પૂર્વ-મધ્ય બંગાળની ખાડી પર ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે જે ઊંડા ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે. તે હવે પોર્ટ બ્લેરના ઉત્તર-પશ્ચિમમાં લગભગ 580 કિમી, સાગર ટાપુની 700 કિમી દક્ષિણમાં અને બરિસલ (બાંગ્લાદેશ)થી 830 કિમી દક્ષિણમાં કેન્દ્રિત છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે…

Read More

રાજ્યમાં ઉત્તર પૂર્વના પવનના કારણે સૂકા પવનો ફૂંકાવવાના શરૂ થઈ ગયા છે. હવામાન વિભાગની આગાહીમાં જણાવ્યુ છે કે, રાજ્યમાં હાલ વાતાવરણ સૂકું રહેશે. પરંતુ દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદી ઝાપટા પડવાની સાંભવના છે. સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં માવઠાની સાંભવના છે. તેમજ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેશે. અંબાલાલ પટેલના અનુમાન પ્રમાણે, દિવાળી અને નવા વર્ષના દિવસોમાં વાદળ છવાશે. આ સાથે રાજ્યના અનેક વિસ્તારોમાં વાવાઝોડું ફૂંકાવવાની શક્યતા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે દિવાળીની આસપાસના દિવસે હવામાન અંગેની આગાહી કરતા જણાવ્યું છે કે, બંગાળની ખાડીમાં વારંવાર હવાના દબાણ ઉભા થયા હતા અને હજુ પણ બંગાળના ઉપસાગરમાં હવાના હળવા દબાણ…

Read More