What's Hot
- આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
- આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
- આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
- રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
- યોગી સરકારના મંત્રી ગુલાબો દેવી બન્યા માર્ગ અકસ્માતનો ભોગ, ટોલ પ્લાઝા પાસે કાફલાના અનેક વાહનો એકબીજા સાથે અથડાયા
- આ ખતરનાક મિસાઈલ ફાઈટર જેટ તેજસ Mk-1A માં પણ લગાવવામાં આવશે, પાકિસ્તાનની સાથે ચીન પણ ધ્રૂજશે
- લૂંટ દરમિયાન ઝવેરીની ગોળી મારી હત્યા, લોકોએ એક આરોપીને પકડીને માર માર્યો; ત્રણ ફરાર
- વેરાવળ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસર ખાલી કરાવાયું, પોલીસ વિભાગમાં ગભરાટ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
દિવાળીના તહેવારોની શરુઆત થઈ ચૂકી છે, ત્યારે રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશનમાં પ્રવાસીઓનો ઘસોરો જોવા મળી રહ્યો છે. આજે ધનતેરસના દિવસે લોકો પોતાના ઘરે જવાની તૈયારી કરી રહ્યા છે. ખાસ કરીને બહારગામના લોકોએ અગાઉથી જ ટિકિટ બૂક કરાવી લીધી હોય છે, પરંતુ છેલ્લી ઘડીએ રજાનું સેટ થતાં લોકો ઉંચા ભાવે ટિકિટ ખરીદીને પણ પોતાના ગામડે કે ઘરે જોવાનો પ્રયાસ કરતાં હોય છે. આ દરમિયાન શહેરના ગીતા મંદિર બેસ સ્ટેશન, રેલવે સ્ટેશન સહિતની ટ્રાન્સપોર્ટેશન જગ્ચાએ ભારે ભીડ જોવા મળી રહી છે. ચાલુ વર્ષે દિવાળીના તહેવારને પહોંચી વળવા ST વિભાગ સજ્જ થઈ ગયું છે. ST વિભાગે વધારાની 2300 બસોને લોકોની સેવા માટે…
મધ્યપ્રદેશના રીવામાં બસ અકસ્માતમાં 15 લોકોના મોત થયા છે. અકસ્માત શુક્રવારે રાત્રે 11.30 આસપાસ થયો હતો. જ્યારે 40 લોકો ઘાયલ થયા છે. રાહદારીઓની સૂચના પર પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કર્યા. યુપી પાસિંગની બસ હૈદરાબાદથી ગોરખપુર જઈ રહી હતી. દુર્ઘટના સમયે ઘણા મુસાફરો ઊંઘમાં હતા, જેઓ હંમેશ માટે સૂઈ ગયા. બસ પાછળથી આવતી ટ્રોલી સાથે અથડાઈ જતાં કેબિનમાં બેઠેલા લોકો તેમાં ખરાબ રીતે ફસાઈ ગયા હતા. તેમને બહાર કાઢવા માટે પોલીસને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. મળતી માહિતી મુજબ શુક્રવારે યુપી પાસિંગની બસ હૈદરાબાદથી ગોરખપુર જઈ રહી હતી. ત્યાર બાદ લગભગ 11.30 કલાકે બસ ટ્રોલી સાથે અથડાઈ હતી.…
રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે કુટુંબ પેન્શન યોજનાના નિયમોમાં મહત્વનો ફેરફાર કર્યો છે. કુટુંબ પેન્શન યોજનાના નિયમોમાં ફેરફાર કરાતા તેનો લાભ રાજ્યમાં નિવૃત્ત સરકારી કર્મીઓના દિવ્યાંગ બાળકોને મળશે. એટલે કે નિયમોમાં ફેરફાર મુજબ દિવ્યાંગતા અંગેનું સર્ટીફિકેટ હવે અન્ય જિલ્લામાંથી પણ મેળવી શકાશે. નવી પેન્શન યોજના અંતર્ગત આવતા દિવ્યાંગોના પેન્શન બાબતે સરકારે આ નિર્ણય લીધો છે. હાઇકોર્ટે તાજેતરમાં દિવ્યાંગતામાં પણ 50% ફીટ હોય તો મેડીકલમાં પ્રવેશથી વંચિત ન રાખી શકાય તેવી ટકોર કરી છે. તમને જણાવી દઈએ કે, દિવ્યાંગતાના અભાવ પર મેડિકલમાં પ્રવેશ ન મળતા હાઇકોર્ટમાં એક અરજી કરવામાં આવી હતી. NEETની પરીક્ષા પાસ કર્યા બાદ મેડીકલ બોર્ડમાં ફીટ જાહેર…
ઈસરો- ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન વધુ એક ઈતિહાસ રચવા જઇ રહ્યો છે. ઈસરોના એલવીએમ- 3 આજે એટલે કે, રાતના સમયમાં રોકેટ વનવેબના 36 સેટેલાઈટને લોન્ચ કરવા જઈ રહ્યું છે. ઈસરોના સૌથી ભારે રોકેટ પ્રક્ષેપણ એટલે કે માર્ક- 3 દ્વારા શ્રીહરિકોટા અંતરિક્ષ કેન્દ્રથી 36 બ્રોડબેન્ડ સંચાર ઉપગ્રહોનું પ્રક્ષેપણનું કાઉંટડાઉન શુક્રવાર રાતથી શરુ થઈ ગયું છે. ઈસરોએ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, એલવીએમ 3-એમ2/વનવેબ ઈંડિયા 1 મિશનનું પ્રક્ષેપણ 22-23 ઓક્ટોબરની મધ્યરાત્રિ એટલે રાતના 12 વાગ્યે પ્રસ્તાવિત છે. જેનું કાઉંટડાઉન શરુ થઈ ચુક્યું છે. અહીં ઉલ્લેખનિય છે કે, વનવેબ એક ખાનગી ઉપગ્રહ સંચાર કંપની છે. ભારતી એન્ટરપ્રાઈઝીઝ વનવેબમાં એક મુખ્ય રોકાણકારણ અને…
સુરતમાં ગેરકાયદે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તંત્ર દ્વારા મંદિર અને દરગાહનું ડિમોલિશન કરાયું છે. રીંગરોડ સહારા દરવાજા પાસે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ બંદોબસ્ત વચ્ચે મનપાએ કાર્યવાહી હાથ ધરી હતી. રાત્રે 11.30 વાગ્યે મહિધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડિમોલિશન કરાયું હતું. રિંગ રોડ પર આવેલા મંદિર, દરગાહને દૂર કરાયા છે. ગત રાત્રે સુરત મહાનગર પાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી ડિમોલિશન પ્રક્રિયામાં રેલવે સ્ટેશનથી કાપડ માર્કેટના દબાણ દૂર કરવામાં આવ્યા હતા. અહીં આવેલ ઓવરબ્રિજ પાસે જ કાળી માતાનું મંદિરનું હતું. બ્રિજ ચડવાના એપ્રોચ પર મંદિર હતું. જોકે, મનપાએ ટ્રસ્ટીઓ સાથે બેઠક કરી હતી. બેઠક બાદ સુરત…
સુરેન્દ્રનગર જિલ્લામાં આકાશમાં અનોખી ઘટના મળી જોવા મળી છે. કોઇ પ્રકાશિત વસ્તુ દેખાતા લોકોમાં કુતૂહલ સર્જાયો હતો. સુરેન્દ્રનગરમાં મોડી સાંજે આકાશમાં અનોખી ઘટના જોવા મળી હતી. લાઈનમાં પ્રકાશિત વસ્તુ પસાર થતી જોવા મળી હતી. સુરેન્દ્રનગરના લીંબડી, સલાયા, ચોટીલામાં નજારો જોવા મળ્યો હતો. આકાશમાં દેખાતી વસ્તુથી લોકોમાં ભારે કુતુહલ સર્જાયો હતો. સુરેન્દ્રનગરમાં આકાશમાં જોવા મળેલી અનોખી ઘટના કેમેરામાં કેદ થઇ હતી. આકાશમાં કતારમાં કોઇ પ્રકાશિત વસ્તુ જતી જોવા મળી હતી. આ કોઇ એક વિસ્તાર નહીં પરંતુ લીંબડી, સલાયા, ચોટીલામાં આકાશમાં આ અનોખી ઘટના જોવા મળી હતી. આકાશમાં લાઇનમાં કોઇ પ્રકાશિત વસ્તુ પસાર થઇ રહી હોય તેવું જોતાં જ લોકોમાં કુતુહલ સર્જાયો…
ગૂજરાત વિદ્યાપીઠમાં આચાર્ય દેવવ્રતની કુલપતિ તરીકે નિમણૂંક કરાઈ. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે આજે પ્રથમ વખત ગૂજરાત વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી. રાજ્યપાલે ગૂજરાત વિદ્યાપીઠ સંચાલક મંડળનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, વિશ્વશાંતિ માટે ગાંધી જીવન-દર્શનને જન-જન સુધી પહોંચાડવું આજે અત્યંત જરૂરી છે. રાજ્યપાલે ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે આજે વિદ્યાપીઠની પ્રથમ મુલાકાત સમયે મહાત્મા ગાંધી દ્વારા વર્ષ 1920માં સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠમાં સેવક તરીકે જોડાઈને સેવા કરવાનો અવસર મળવા બદલ કૃતજ્ઞતા પણ વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, એકતાના સૂત્રથી બંધાઈને પરિવારભાવ સાથે મહાત્મા ગાંધીજીના ચિંતનને સાકાર કરવા સૌ સાથે મળીને શ્રેષ્ઠ પ્રયાસ કરીશું. ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ…
હાલમાં વિદેશ જવાનો એટલો ક્રેઝ વધી ગયો છે કે લોકો દેવુ કરીને પણ ગમે તે ભોગે વિદેશ જવા તૈયાર થઇ જાય છે અને આ તકનો લાભ ઉઠાવીને પૈસા લાલચુ અને લેભાગુઓ લોકોના પરસેવાના રૂપિયા ચાંઉ કરવામાં પળવારનો પણ વિચાર કરતા નથી. બોગસ પાસપોર્ટ, નકલી બેન્ડ અને ખોટા સર્ટીઓ રજૂ કરીને વિદેશ લઇ જવાના ધીકતા ધંધાનો પર્દાફાશ થઇ રહ્યો છે ત્યારે ગુજરાત ATSએ અમદાવાદમાંથી આવું જ એક કૌભાંડ ઝડપી પાડ્યું છે. ગુજરાત ATSએ બોગસ પાસપોર્ટ અને વિઝાના આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં અમદાવાદ શહેરના નવા નરોડા વિસ્તારમાંથી 4 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ ATSની ટીમે 5 પાસપોર્ટ…
સૂર્યગ્રહણ હોય કે ચંદ્રગ્રહણ જ્યોતિષશાસ્ત્રમાં બંનેનું ખાસ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. બંનેનું વિજ્ઞાનથી લઈને ધર્મ અને જ્યોતિષ સુધી ઘણું મહત્વ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષ 2022નું બીજું અને છેલ્લું સૂર્યગ્રહણ 25 ઓક્ટોબરે એટલે કે દિવાળીના બીજા દિવસે ગોવર્ધન પૂજાના દિવસે લાગવા જઈ રહ્યું છે. જણાવી દઈએ કે સૂર્યગ્રહણનો કુલ સમયગાળો 4 કલાક 03 મિનિટનો રહેશે. આ સૂર્યગ્રહણ એટલા માટે ખાસ છે કારણ કે તેના સૂતકનો સમય દિવાળીની રાતથી જ શરૂ થશે અને એટલા માટે એવું માનવામાં આવે છે કે આ સૂર્યગ્રહણ ખૂબ પ્રભાવશાળી સાબિત થશે. એટલે આ વખતે દિવાળી 24 ઓકટોબરના રોજ છે તે બાદ 25 તારીખે પડતર દિવસ છે…
અરુણાચલ પ્રદેશના સિયાંગ જિલ્લામાં આજે એક મોટા અકસ્માતની ઘટના સામે આવી છે. સિયાંગ જિલ્લાના સિંગિંગ ગામ પાસે આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ સ્થળ ટુટિંગ હેડક્વાર્ટરથી 25 કિમીના અંતરે આવેલું છે, જ્યાં અકસ્માત થયો હતો. ગુવાહાટીના ડિફેન્સ પીઆરઓએ માહિતી આપી હતી કે, રેસ્ક્યૂ ટીમને રવાના કરી દેવામાં આવી છે અને જે જગ્યાએ અકસ્માત થયો છે તે રોડથી જોડાયેલ નથી. શુક્રવારે સવારે અરુણાચલના પશ્ચિમ સિયાંગ જિલ્લામાં મિગિંગ ખાતે આર્મીનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર સેનાના જવાનોને લઈને નિયમિત ફ્લાઈટ પર હતું. આ ઘટના સવારે લગભગ 10.43 વાગ્યે બની, જેના માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતું.ગામ તરફ જવાનો કોઈ…

