What's Hot
- આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
- આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
- આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
- રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
- યોગી સરકારના મંત્રી ગુલાબો દેવી બન્યા માર્ગ અકસ્માતનો ભોગ, ટોલ પ્લાઝા પાસે કાફલાના અનેક વાહનો એકબીજા સાથે અથડાયા
- આ ખતરનાક મિસાઈલ ફાઈટર જેટ તેજસ Mk-1A માં પણ લગાવવામાં આવશે, પાકિસ્તાનની સાથે ચીન પણ ધ્રૂજશે
- લૂંટ દરમિયાન ઝવેરીની ગોળી મારી હત્યા, લોકોએ એક આરોપીને પકડીને માર માર્યો; ત્રણ ફરાર
- વેરાવળ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસર ખાલી કરાવાયું, પોલીસ વિભાગમાં ગભરાટ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
દિવાળીના તહેવારોને લઇ ST અને ખાનગી ટ્રાવેલ્સની બસોમાં મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. બસોમાં સૌથી વધારે સૌરાષ્ટ્ર તરફ જનારા મુસાફરોનો ધસારો વધી ગયો છે. જેમાં રાજકોટ, પોરબંદર અને દ્વારકા, સોમનાથ, જામનગર અને જૂનાગઢ તરફ જતા મુસાફરોની ભીડ ભારે વધી ગઇ છે. આથી ટ્રાવેલ કંપનીઓએ પણ ડબલ બસો દોડાવવાનું શરૂ કરી દીધું છે. ST નિગમે પણ એક્સ્ટ્રા બસો દોડાવી છે. ખાનગી ટ્રાવેલ્સની બસોમાં ભીડ વધતા ખાનગી ટ્રાવેલ્સવાળાઓએ ટિકિટના ભાવમાં વધારો કરી દીધો છે. ખાનગી બસોમાં પોરબંદર જવા માટે ટિકિટનો ભાવ રૂ. 1 હજારથી 1 હજાર 200 રૂપિયા સુધી થઇ ગયો છે. ખાનગી બસોમાં સોમનાથ અને દ્વારકા જવા માટેનું ભાડું…
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન વિરુદ્ધ ચૂંટણી પંચે મોટી કાર્યવાહી કરી છે. ચૂંટણી પંચે તોશાખાના કેસમાં ઈમરાનને ગેરલાયક ઠેરવ્યો છે અને તેની સામે કાયદાકીય કાર્યવાહીની ભલામણ પણ કરી છે. પંચ દ્વારા આ કાર્યવાહી એવા સમયે કરવામાં આવી છે જ્યારે પૂર્વ વડાપ્રધાને પાકિસ્તાનમાં સ્વતંત્રતા કૂચ કાઢવાની જાહેરાત કરી છે. ચૂંટણી પંચની કાર્યવાહી બાદ ઈમરાન ખાન ચૂંટણી લડી શકશે નહીં. જણાવવામાં આવી રહ્યું છે કે ચૂંટણી પંચની ઓફિસની બહાર પણ ફાયરિંગ કરવામાં આવ્યું છે. સ્થિતિ તંગ રહે છે. વાસ્તવમાં, સત્તાધારી ગઠબંધન સરકારના પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટ (PDM)ના ધારાસભ્યો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ઈમરાન ખાને…
ચોમાસુ પૂર્ણ થતાં જ મગફળીની સીઝન પણ પૂર્ણ થવાને આરે છે. લગભગ જગ્યાએ હાલ મગફળી ઉતરી રહી છે. અને માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો મગફળી લઇને પહોંચી રહ્યાં છે. ગીર સોમનાથમાં પણ મગફળીનું ઉત્પાદન મોટા પ્રમાણમાં થાય છે. ચાલુ વર્ષે જિલ્લામાં 85 હજારથી વધુ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું હતું. અત્યારે માર્કેટમાં નવી મગફળીનું વેચાણ થય રહ્યું છે. વેરાવળના કાજલી જાતે માર્કેટીંગ યાર્ડ કાર્યરત છે. અહીં દરરોજની 5000 થી 6000 જેટલી મગફળીની ગુણીની આવક થઇ રહી છે. સાથે સાથે માર્કેટમાં સોયાબીન, જુવાર અને બાજરી જેવી જણસની આવક પણ થય રહી છે. અત્યારે કાજલી માર્કેટીંગ યાર્ડમાં મગફળી પ્રતિ મણ સરેરાશ ભાવ રૂપિયા 1150 થી…
હવે ચૂંટણીની આગલી રાતે અથવા તો મતદાનના દિવસ પહેલા રાજકીય પાર્ટીઓ મતદારોને લલચાવવું અઘરુ થઈ પડશે. ચૂંટણી પંચ નિયમોમાં મોટા ફેરફાર કરવાની તૈયારી કરી રહ્યું છે. હવે મતદાન પહેલા રેસ્ટોરંટમાં ફ્રીમાં ખાવાનું અને દારુની લાલચ આપવા પર પ્રતિબંધને 48 કલાકથી વધારીને 72 કલાક કરી શકે છે. ચૂંટણી આચાર સંહિતામાં રાજ્યના એ તમામ લોકોનો સમાવેશ થશે, જે 18 વર્ષથી ઉપરના છે. જો તેમનું નામ મતદાર યાદીમાં નહીં હોય, તો પણ તેમને આચાર સંહિતાના નિયમનું પાલન કરવું ફરજિયાત છે. ચૂંટણી પ્રચાર ખતમ થયા બાદ જો રાજકીય પાર્ટીઓ, ઉમેદવારો અથવા તેમના કાર્યકર્તાઓ કોઈ પણ મતદારોને લલચાવવા માટે ફ્રીમાં ભોજન કરાવે છે, તો આચાર…
હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા એલર્ટ અનુસાર, ઉત્તર આંદામાન સમુદ્ર અને દક્ષિણ અંદમાન સમુદ્ર અને દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીના આસપાસના વિસ્તારોમાં લો પ્રેશર એરિયા બન્યો છે. તે 22 ઓક્ટોબરની આસપાસ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી સંભાવના છે. તે 23 ઓક્ટોબરે બંગાળની ખાડીમાં પહોંચવાની સંભાવના છે. આ લો પ્રેશર એરિયા ધીમે ધીમે ચક્રવાતી તોફાનમાં ફેરવાય તેવી શક્યતા છે. આઇએમડીએ જણાવ્યું હતું કે, “ત્યારબાદ, તે 25 ઓક્ટોબરના રોજ ઉત્તરપૂર્વ તરફ આગળ વધે અને પશ્ચિમ બંગાળ-બાંગ્લાદેશના દરિયાકાંઠાની નજીક પહોંચે તેવી સંભાવના છે.” ” એક રાહતની વાત એ છે કે આઇએમડીએ ચક્રવાતને કારણે ભારે વરસાદ અને પવનની ગતિ અંગે હજી સુધી કોઈ આગાહી…
દિવાળી પહેલા સરકાર દેશના કરોડો નાના વેપારીઓને વધુ એક ભેટ આપી શકે છે. આ અંતર્ગત સપ્ટેમ્બર માટે જીએસટી રિટર્ન ભરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી શકે છે. જેથી તહેવારોની તૈયારીમાં લાગેલા વેપારીઓને મુશ્કેલીનો સામનો ન કરવો પડે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (CBIC) એ ગુરુવારે મોડી રાત્રે જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, વેપારીઓને સપ્ટેમ્બર માટે GST રિટર્ન ફાઇલ કરવા માટે વધુ સમય આપવામાં આવી શકે છે. સીબીઆઈસીના જણાવ્યા અનુસાર ઘણા કરદાતાઓએ GSTN પોર્ટલની ગતિ ધીમી હોવા અંગે ફરિયાદ કરી હતી અને રિટર્ન ફાઇલ કરવાની તારીખ લંબાવવાનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો. હાલમાં આ દરખાસ્તની સમીક્ષા કરવામાં આવી રહી છે…
રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં 5 વિદ્યાર્થીઓએ ભેગાં થઇને એક વિદ્યાર્થી પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યાનો ખુલાસો થયો છે. આથી આ 5 વિદ્યાર્થીઓ સામે ગુનો નોંધાયો છે. હાલમાં આ વિદ્યાર્થીને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. આ ઘટનામાં પોલીસે 3 વિદ્યાર્થીઓની અટકાયત કરી છે જ્યારે 2 વિદ્યાર્થીઓ ફરાર થઇ ગયા છે. છાત્રને 3 વિકલ્પો આપી આ લોકોએ વિદ્યાર્થીનો વીડિયો ઉતારી તેને બ્લેકમેલ પણ કર્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. તમને જણાવી દઇએ કે, યુનિવર્સિટીમાં અગાઉ પણ વિદ્યાર્થીનો આપત્તિજનક વીડિયો વાયરલ થયો હતો. મહત્વનું છે કે, યુનિવર્સિટીના દબાણના કારણે પરિવાર મીડિયા સામે કશું જ બોલવા તૈયાર નથી. ઉલ્લેખનીય છે કે,…
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તરાખંડના પ્રવાસે છે. તેમણે અહીં કેદારનાથ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. પીએમ મોદીએ ભગવાન શિવનો રૂદ્રાભિષેક પણ કર્યો હતો. આ દરમિયાન પીએમ મોદી ખાસ ડ્રેસમાં જોવા મળ્યા હતા. તેની ચર્ચા સર્વત્ર થઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, પીએમ મોદીએ જે ડ્રેસ પહેર્યો હતો તે હિમાચલનો ખાસ ‘ચોલા ડોરા’ ડ્રેસ છે. તે તાજેતરમાં જ એક મહિલાએ પીએમ મોદીને ભેટમાં આપી હતી. PM મોદીએ હાલમાં જ હિમાચલની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેને એક મહિલા દ્વારા સ્પેશિયલ ‘ચોલા ડોરા’ ડ્રેસ ભેટમાં આપવામાં આવ્યો હતો, જે હિમાચલના ચંબામાં રહેતી એક મહિલાએ હાથથી બનાવ્યો છે. આના પર…
રાજકોટમાં CGST વિભાગે હાર્ડવેર પ્રોજેક્ટ બનાવતા 5 યુનિટો પર દરોડા પાડ્યા છે. શહેરના બાલાજી હાર્ડવેર પ્રોડક્ટ અને બાલાજી એન્ટ્રપ્રાઈઝમાં CGSTએ દરોડા પાડતા વેપારીઓમાં ફફડાટનો માહોલ વ્યાપી ગયો છે. તપાસમાં અંદાજે રૂપિયા 1 કરોડની ટેક્સ ચોરી સામે આવી શકે છે. બાલાજી ક્રિએશન, બાલાજી મેટલ પ્રોડક્ટ અને મહાવીર મેટલ પ્રોડક્ટમાં CGST વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં એક-બે દિવસ અગાઉ સુરતના વરાછા ખાતે DGGIએ દરોડા પાડ્યા હતા. DGGIએ ઓટોપાર્ટ્સ વિક્રેતાને ત્યાં દરોડા પાડ્યા હતા. જેમાં રૂપિયા 10 કરોડની ટેક્સ ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. વેચેલો માલ ચોપડે દર્શાવ્યા વિના ક્રેડિટ આપી હોવાનું ખુલ્યું હતું. રેગ્યુલર રિટર્ન ન ભર્યું…
લગ્ન સમારંભ પહેલા લગ્નના રજીસ્ટ્રેશનને મદ્રાસ હાઈકોર્ટે અમાન્ય ગણાવ્યું છે. કોર્ટે એવું પણ કહ્યું કે, લગ્ન સમારંભ વગર કોઈ પણ લગ્નના રજીસ્ટ્રેશનને ફેક જ માનવામાં આવશે. હાઈકોર્ટે કહ્યું કે, લગ્નનું રજીસ્ટ્રેશન કરનારા અધિકારીઓની એ ફરજ છે કે તેઓ રજીસ્ટ્રેશન કરતા પહેલા તપાસ કરે કે હકીકતમાં લગ્ન થયા છે કે નહીં. હાઈકોર્ટે એવું પણ કહ્યું કે, કોઈ પણ લગ્ન સમારંભ વિના લગ્નનું રજીસ્ટ્રેશન કરાવી લેવાથી દંપત્તિ પરણિત છે એમ કહી શકાય નહીં. એક રિપોર્ટ અનુસાર, જસ્ટિસ આર વિજયકુમારે તે મેરેજ સર્ટિફિકેટને રદ કરી દીધું, જેમાં એક મહિલાને ધમકાવીને મેરેજ રજિસ્ટર પર હસ્તાક્ષર કરાવામાં આવ્યા હતા. કોર્ટે કહ્યું કે, લગ્ન સમારંભ વગર…

