What's Hot
- આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
- આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
- આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
- રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
- યોગી સરકારના મંત્રી ગુલાબો દેવી બન્યા માર્ગ અકસ્માતનો ભોગ, ટોલ પ્લાઝા પાસે કાફલાના અનેક વાહનો એકબીજા સાથે અથડાયા
- આ ખતરનાક મિસાઈલ ફાઈટર જેટ તેજસ Mk-1A માં પણ લગાવવામાં આવશે, પાકિસ્તાનની સાથે ચીન પણ ધ્રૂજશે
- લૂંટ દરમિયાન ઝવેરીની ગોળી મારી હત્યા, લોકોએ એક આરોપીને પકડીને માર માર્યો; ત્રણ ફરાર
- વેરાવળ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસર ખાલી કરાવાયું, પોલીસ વિભાગમાં ગભરાટ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
વડાપ્રધાન મોદી બે દિવસથી ગુજરાતની મુલાકાતે છે. ત્યારે ગઇકાલે PM મોદીએ ગાંધીનગરના ડિફેન્સ એક્સપો કાર્યક્રમમાં હાજરી આપી હતી. તદુપરાંત રાજકોટ અને જૂનાગઢમાં અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું. ત્યારે આજે PM મોદીએ કેવડીયા ખાતે મિશન લાઈફનું લોન્ચિંગ કર્યું છે. આ સિવાય PM મોદી કેવડિયામાં 10મી હેડ ઓફ મિશન કોન્ફરન્સમાં પણ ભાગ લેશે. જ્યારે તાપીના વ્યારામાં પણ PM મોદી વિવિધ વિકાસલક્ષી કાર્યોનો શિલાન્યાસ કરશે. • PM મોદીએ ગ્લાસ્ગો ખાતે LiFEની વિભાવના રજૂ કરાઇ હતી • વ્યક્તિ,સંસ્થાને LiFE ને એક આંતરરાષ્ટ્રીય જન આંદોલન ગણવા હાંકલ કરી • LiFEનો હેતુ પૃથ્વી સાથે એકરૂપતા સાધે તેવી જીવનશૈલી જીવવવાનો • જે આવી જીવનશૈલી જીવે છે તેમને…
સોના-ચાંદીની કિંમતમાં વૈશ્વિક બજારમાં છેલ્લા કેટલાક સમયથી દબાણ વચ્ચે ભારતમાં સ્થાનિક બજારમાં તહેવારોની માગના કારણે સોના ચાંદીની માગ વધી રહી છે પરંતુ બજારમાં ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. દિવાળીના તહેવારો આવી ગયા છે અને સાથે સોનું પણ ઘટીને 50 હજાર આસપાસ આવી ગયું છે. તો બીજી તરફ ચાંદીના ભાવમાં પણ ફરી 56 હજાર આસપાસ આવી ગયા છે. આજે સવારે 10.45 વાગ્યે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું 0.23 ટકા ઉછળીને 50,324 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 0.48 ટકા વધીને 56,281 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. વૈશ્વિક દબાણને પગલે સોનાનો ચળકાટ ફિક્કો પડ્યો છે. જોકે…
દિવાળીના આડે હવે ગણતરીના દિવસ જ બાકી રહી ગયા છે. દિવાળી પર લોકો ફટાકડા ફોડીને આતશબાજી કરતાં હોય છે. આ દરમિયાન વડોદરા જિલ્લામાં દિવાળીના પર્વને લઈને પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. વડોદરા પોલીસ કમિશનરે બહાર પાડેલા જાહેરનામા મુજબ, રાત્રે 8થી 10 વાગ્યા સુધી એમ બે કલાક સુધી જ ફટાકડા ફોડી શકાશે. ચાઇનીઝ તુક્કલ/આતશબાજી બલુનનું ઉત્પાદન તથા વેચાણ પણ કરી શકાશે નહીં. PESO સંસ્થા માન્ય ફટાકડાનું જ વેચાણ કરી શકાશે. આ જાહેરનામું 21 ઓકટોબરથી 4 નવેમ્બર સુધીનું અમલમાં રહેશે. આ ઉપરાંત રાજકોટ અધિક કલેક્ટર દ્વારા ફટાકડા ફોડવા અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં રાત્રિના 10 વાગ્યાથી સવારના…
સુરતમાં ત્રણ વર્ષ પહેલાં 2019માં ઈચ્છાપોર પોલીસમથકની હદમાં રહેતી 15 વર્ષની તરૂણીને લગ્નની લાલચે ભગાડી જઈને આચરેલા દુષ્કર્મ કેસમાં સુરત કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. સુરત કોર્ટે સગીરાને ભગાડી જઈ દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની સજા ફટકારી છે. તેમજ પીડિતાને રૂ. 1 લાખનું વળતર ચૂકવવાનો પણ કોર્ટે હુકમ કર્યો છે. ઇચ્છાપોર પોલીસની હદમાં વર્ષ 2019માં આ દુષ્કર્મનો બનાવ બન્યો હતો. મિત્રની જ સગીર બહેનને ભગાડી જઈ તેની મરજી વિરુદ્ધ આરોપીએ દુષ્કર્મ આચર્યુ હતું. ત્યારે આ મામલે આરોપી સાગર વસાવા સામે પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. તમને જણાવી દઇએ કે, આરોપીએ જ્યારે ગુનો કર્યો હતો ત્યારે તે પણ સગીર…
ઈલેક્ટ્રીક ચાર્જિંગ સ્ટેશનો સ્થાપવા માટેની મંજૂરી માંગતી દરખાસ્ત મંજૂર કરી દેવાતા વડોદરામાં 37 સ્થળોએ ઈ-વાહન માટે ચાર્જિંગ સ્ટેશન સ્થપાશે. કેન્દ્ર સરકારે વડોદરામાં ચાર્જિંગ સ્ટેશન માટે મંજૂરી આપી દીધી છે. જેમાં 10 સ્લો ચાર્જિંગ અને 27 ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશનો બનશે. 20-20 કિ.મીના અંતરે આ ચાર્જિંગ સ્ટેશનો બનશે. ઈ-વાહનોને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા આ આયોજન કરાયું છે. તમને જણાવી દઇએ કે, ત્રણ મહીનામાં આ તમામ ચાર્જિંગ સ્ટેશનો તૈયાર થઈ જશે. પુનઃ પ્રાપ્ય ( વિદ્યુત) ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ વધારવા ઈલેક્ટ્રીક વાહનોનો વપરાશ વધે એ માટે કેન્દ્ર સરકાર પણ આની પર ભાર મૂકી રહી છે. ઉદ્યોગ મંત્રાલય દ્વારા ઊર્જા મંત્રાલયે ઇલેક્ટ્રીક વાહનોનું ઉત્પાદન…
યુક્રેનમાં સુરક્ષાની ખરાબ થતી સ્થિતિ અને હાલમાં થયેલા હુમલાને જોતા ભારતીય દૂતાવાસે એડવાઈઝરી જાહેર કરી છે. બુધવારે ભારતીય દૂતાવાસે કહ્યું કે, ભારતના નાગરિકો યુક્રેનની યાત્રા ન કરવાની સલાહ આપવામાં આવે છે. દૂતાવાસે યુક્રેનમાં રહેલા વિદ્યાર્થીઓ સહિત ભારતીય નાગરિકોને ફટાફટ યુક્રેન છોડવાના આદેશ આપ્યા છે. બુધવારે જ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેનના ચાર ક્ષેત્રોમાં માર્શલ લોની ઘોષણા કરી છે. આ ક્ષેત્ર લુહાન્સ્ક, ડોનેટસ્ક, ઝાપોરિઝ્ઝિયા અને ખેરસોન, તેના પર રશિયાએ ગેરકાયદેસર રીતે કબ્જો કરી લીધો છે. માર્શલ લોની ઘોષણા બાદ રશિયાના તમામ ક્ષેત્રોના પ્રમુખોને વધારાની ઈમરજન્સી શક્તિઓ મળી ગઈ છે. રશિયા તરફથી હાલમાં જ યુક્રેન પર હુમલાઓ ઝડપી કરી દીધા છે. ગત…
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટ અને મોરબી તથા અન્ય જિલ્લામાં રૂપિયા 7710 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. રાજકોટ જિલ્લાને અમુલ પ્લાન્ટ સહિત કુલ રૂપિયા 4309 કરોડના વિવિધ વિકાસકાર્યોની ભેટ આપશે જ્યારે મોરબી જિલ્લામાં વડાપ્રધાન રૂપિયા 2738 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને જાહેરાત કરશે. તેમજ અન્ય જીલ્લાના રૂપિયા 663 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને જાહેરાત કરશે. રાજકોટ એરપોર્ટથી સભા સ્થળ સુધી પીએમ મોદીનો મેગા રોડ શો યોજાઇ રહ્યો છે. જેમાં ખુલ્લી જીપમાં સવાર થઈ પીએમ મોદી લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે. રાજકોટમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટ, હોસ્પિટલ ચોક બ્રિજ, રામાપીર ચોકડી બ્રિજ, નાનામવા બ્રિજ, સાયન્સ મ્યૂઝિયમ, મેજર બ્રિજ સાથેનો 4-લેન પરાપીપળીયા રોડ ,…
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ખૂબ જ મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હોવાના કિસ્સાઓ સામે આવતા રહે છે. ત્યારે રાજ્યમાં વધુ એક જગ્યાએથી લાખોની કિંમતનો ગાંજાનો જથ્થો ઝડપાયો છે. ઠેર-ઠેર રાજ્યમાં ખાનગી રાહે પ્રતિબંધત્મક કેફી દ્રવ્યોનું ગેરકાયદેસર વાવેતર કરવાના કિસ્સાઓ પણ સામે આવતા હોય છે. એવામાં બાયડના વાગવલ્લા ગામે 11 જેટલાં ખેતરોમાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો છે. 11 ખેતરોમાંથી કુલ 2 હજાર 272 કિલો ગાંજાનો જથ્થો પોલીસને હાથે લાગ્યો છે. ખેતરમાં તુવેર અને કપાસની વચ્ચે ગાંજાનું વાવેતર થયું હતું. ડ્રોનની મદદથી બે કિમી સુધીના વિસ્તારમાંથી ડ્રગ્સનું રેકેટ ઝડપાયું છે. હાલમાં પોલીસે આ મામલે કુલ 9 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. જેમાંથી બે…
છેલ્લા ઘણા સમયથી ડોલર સામે રુપિયાની ધોવાણ યાત્રા ચાલુ છે અને હવે તેમાં વધારો થયો છે. બુધવારે પહેલી વાર ડોલર સામે ભારતીય રુપિયો વધારે ઘસાયો હતો અને એક ડોલરની કિંમત 83 રુપિયાને પાર પહોંચી હતી. બુધવારે ડોલર સામે રુપિયો 61 પૈસા વધારે તૂટ્યો હતો. રુપિયામાં આવેલી આ અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો છે. રુપિયો 83ને પાર પહોંચતા દેશમાં મોંઘવારી વધશે તે નક્કી છે. રૂપિયાના ઘટાડા પર બોલતા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના પ્રમુખ દિનેશ ખારાએ કહ્યું કે ડોલર ઇન્ડેક્સની મજબૂતીને કારણે ભારતીય રૂપિયો અનિવાર્યપણે નબળો પડ્યો છે, પરંતુ અન્ય ઉભરતી અર્થવ્યવસ્થાઓની મુદ્રાઓની તુલનામાં તેની પકડ સારી છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના…
વધુમાં PM મોદીએ કહ્યું કે, ‘પહેલાં એવા ગામો હતા કે જ્યાં છોકરીઓને શાળાએ મોકલવામાં ન હોતી આવતી. આદિવાસી વિસ્તારોમાં કે જ્યાં થોડા જ શિક્ષણ કેન્દ્રો ઉપલબ્ધ હતા. ત્યાં વિજ્ઞાન શીખવવાની કોઈ સુવિધા જ ન હોતી. 20 વર્ષ પહેલાં ગુજરાતમાં 100માંથી 20-25 ટકા બાળકો સ્કૂલ જ ન હોતા જતા. ઘણા વિદ્યાર્થીઓ માત્ર 8માં ધોરણ સુધી જ માંડ-માંડ ભણતા હતા.’ PM મોદીએ ગાંધીનગરથી મિશન સ્કૂલ ઑફ એક્સેલન્સના લોકાર્પણ દરમ્યાન સંબોધન કરતા કહ્યું ‘તાજેતરમાં જ ભારતે મોબાઇલ અને ઇન્ટરનેટ સેવાઓની પાંચમી પેઢી (5G) યુગમાં પ્રવેશ કર્યો છે. અમે અત્યાર સુધી 4G સુધી ઇન્ટરનેટ સેવાઓનો ઉપયોગ કર્યો છે. હવે, 5G એક મોટું પરિવર્તન લાવશે.’…

