What's Hot
- આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
- આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
- આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
- રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
- યોગી સરકારના મંત્રી ગુલાબો દેવી બન્યા માર્ગ અકસ્માતનો ભોગ, ટોલ પ્લાઝા પાસે કાફલાના અનેક વાહનો એકબીજા સાથે અથડાયા
- આ ખતરનાક મિસાઈલ ફાઈટર જેટ તેજસ Mk-1A માં પણ લગાવવામાં આવશે, પાકિસ્તાનની સાથે ચીન પણ ધ્રૂજશે
- લૂંટ દરમિયાન ઝવેરીની ગોળી મારી હત્યા, લોકોએ એક આરોપીને પકડીને માર માર્યો; ત્રણ ફરાર
- વેરાવળ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસર ખાલી કરાવાયું, પોલીસ વિભાગમાં ગભરાટ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસને આજે નવા અધ્યક્ષ મળી ગયા છે. સવારે 10 વાગ્યાથી કોંગ્રેસના રાષ્ટ્રીય કાર્યાલયમાં મતની ગણતરી ચાલુ છે. મલ્લિકાર્જૂન ખડગે અને શશિ થરુર વચ્ચે થયેલા કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી માટે 1 7ઓક્ટોબરે મતદાન થયું હતું. 9915માંથી 9500થી વધારે ડેલિગેટ્સે વોટ કર્યા હતા. 24 વર્ષ બાદ પહેલી વાર એવું થયું છે, જ્યારે કોઈ અધ્યક્ષ ગાંધી પરિવારથી બહાર ચૂંટાઈ આવ્યા છે. આ અગાઉ સીતારામ કેસરી બિન ગાંધી પરિવારમાંથી અધ્યક્ષ બન્યા હતા. કોંગ્રેસ પોતાના 137 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વાર અધ્યક્ષ પદ માટે 6ઠ્ઠી વાર ચૂંટણી કરી હતી. મલ્લિકાર્જૂન ખડગે કોંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા છે, અહીં ખડગેને કુલ 7897 વોટ…
રાજ્યમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઇ રહ્યા છે. જો કે સૂકા પવનો ફૂંકાવવાના શરૂ થઈ ગયા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. પરંતુ દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદી ઝાપટા પડવાની સાંભવના છે. સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં માવઠાની સાંભવના છે. તેમજ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેશે. આગામી 5 દિવસ લઘુતમ અને મહત્તમ તાપમાન યથાવત રહેશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, બંગાળની ખાડીમાં વારંવાર હવાના દબાણ ઉભા થયા હતા અને હજુ પણ બંગાળના ઉપસાગરમાં હવાના હળવા દબાણ ઉભા થવાની શકયતા છે. દક્ષિણ ચીન ચક્રવાત સર્જાતા બાંગ્લાદેશ પૂર્વીય ભારત દક્ષિણ પૂર્વીય…
ભારતમાં સતત નેશનલ હાઈવે બની રહ્યા છે, આ હાઈવે પર સતત દુર્ઘટનાઓ થઈ રહી હોવાને કારણે ચિંતામાં વધારો થઈ રહ્યો છે. કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીના મંત્રાલય હેઠળ કામ કરતા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ આ ઘટનાઓની ગંભીરતાથી નોંધ લીધી છે. NHAIએ જણાવ્યું છે કે, ખરાબ રોડ રસ્તાઓને કારણે થતી ગંભીર દુર્ઘટનાઓ માટે અધિકારીઓને જવાબદાર ગણવામાં આવશે. NHAIએ સર્ક્યુલર સમજૂતી હેઠળ પ્રમાણપત્ર જાહેર કરવાની પ્રક્રિયામાં શામેલ થયેલ NHAIના અધિકારીઓના બેજવાબદારીભર્યા વલણની ગંભીરતાથી નોંધ લીધી છે. આ કારણોસર નીતિ નિયમોનું પાલન ન કરનાર અને ગ્રાહકોની સુરક્ષા જોખમમાં મુકાઈ ગઈ છે. NHAIએ આદેશ આપ્યો છે કે, પ્રોવિઝનલ સર્ટીફિકેટ જાહેર કરતા પહેલા પ્રોજેક્ટ હાઈવે…
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આગામી સમયમાં થવાની છે. ત્યારે વડાપ્રધાન મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવ્યા છે. PM મોદી આજે 19 ઓક્ટોબરના રોજ ગાંધીનગર, જૂનાગઢ અને રાજકોટની મુલાકાતે આવ્યા છે. વડાપ્રધાન મોદી બે દિવસના ગુજરાત પ્રવાસમાં લગભગ રૂ. 15,670 કરોડના કામોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. પીએમ મોદીનો બે દિવસનો કાર્યક્રમ જોઇએ. વડાપ્રધાન મોદીએ જણાવ્યુ કે, સરકારમાં આવ્ચા બાદ ડીસામાં ઓપરેશનલ બેઝ બનાવવાનો નિર્ણય કર્યો છે. આજે આપણી સેનાઓની આ અપેક્ષા પુરી થઇ ગઇ છે. તેમણે વધુમાં જણાવ્યુ કે, હવે તો બનાસકાંઠા-પાટણ જિલ્લાનો સિતારો ચમકી રહ્યો છે, બનાસકાંઠા અને પાટણ દેશ માટે વાયુ શક્તિનું કેન્દ્ર બનશે. પીએમ મોદીએ ડિફેન્સ એક્સ્પોનો શુભારંભ કરીને,…
વીજળીની ઝડપે કામ કરતી રશિયાની AK-203 રાઈફલ ડિસેમ્બર સુધીમાં ભારતમાં બનવાનું શરૂ થશે. આ માહિતી રશિયાના રાજ્ય સંરક્ષણ એકમ રોસોબોરોનેક્સપોર્ટના મહાનિર્દેશક એલેક્ઝાન્ડર મિખીવે આપી હતી. તેને ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લાના કોરવા સ્થિત ઓર્ડનન્સ ફેક્ટરીમાં બનાવવામાં આવશે. યોજનાઓમાં ભારતમાં પ્રખ્યાત રશિયન એસોલ્ટ રાઈફલ્સના ઉત્પાદનના 100 ટકા સ્થાનિકીકરણનો સમાવેશ થાય છે, એમ મિખીવે જણાવ્યું હતું. તેમણે એવી આશા પણ વ્યક્ત કરી હતી કે ભારત અને રશિયાનું આ સંયુક્ત સાહસ ભવિષ્યમાં વધુ ઉત્પાદન કરી શકે છે. આ ઉપરાંત, કંપની 18 થી 22 ઓક્ટોબર દરમિયાન ગુજરાતના ગાંધીનગરમાં યોજાનાર ડેફએક્સપો ઇવેન્ટમાં પણ ભાગ લઈ રહી છે. Rosoboronexportના એક નિવેદન અનુસાર, DefExpo ઇવેન્ટમાં, કંપની એસોલ્ટ રાઇફલ્સને…
બળાત્કારના આરોપમાં સજાથી બચવા માટે આરોપી અને તેના પિતાએ એવી તરકીબ અપનાવી કે, આપને કોઈ ફિલ્મનું દ્રશ્ય જ લાગે. પણ જો વાસ્તવમાં આવું થાય તો, સૌ કોઈ ચોંકી જશે. ખોટા ષડયંત્રનો ખુલાસો થયો તો, રેપનો આરોપી ભાગલપુરની કોર્ટમાં આત્મસમર્પણ કરવા પહોંચ્યો હતો. આ મામલો બિહારના ભાગલપુર જિલ્લા સાથે જોડાયેલ છે. જ્યાં ફિલ્મી અંદાજમાં આ ડ્રામા ચાલ્યો હતો. હકીકતમાં પીરપૈંતી પોલીસ સ્ટેશનના ઈશીપુર બરાહાટ નિવાસી શિક્ષક નીરજ મોદીએ વર્ષ 2018માં ગામની જ એક સગીર છોકરી સાથે દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો હતો. જ્યારે ઘર પર પોલીસ પહોંચી તો, સજાથી બચવા માટે તેણે પોતાના મોતનું નાટક રચ્યું. આ ખોટા ષડયંત્રમાં નીરજ મોદીના પિતા…
દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તા.19 ઓક્ટોબરથી બે દિવસ માટે ગુજરાત મુલાકાતે આવ્યા છે. ત્યારે આ બે દિવસમાં પીએમ મોદી ગાંધીનગર, જૂનાગઢ, રાજકોટ, કેવડિયા અને વ્યારા ખાતે આયોજીત વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. જેમાં વડાપ્રધાનના હસ્તે અંદાજે રૂ. 15,670 કરોડના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરવામાં આવશે. ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં ડિફેન્સ એક્સપો-22નું ઉદ્ઘાટન કરયા બાદ હવે પીએમ મોદીના હસ્તે રાજકોટમાં લાઈટ હાઉસ પ્રોજેક્ટનું લોકાર્પણ કરાશે. આ ઉપરાંત રાજકોટમાં PM મોદી રોડ શો કરશે. રાજકોટમાં શાસ્ત્રી મેદાન અને રેસકોર્સ મેદાન ખાતે 2 અલગ અલગ કાર્યક્રમમાં હાજરી આપશે. તો જૂનાગઢમાં પણ વિવિધ વિકાસકામોનો શિલાન્યાસ કરશે. પીએમ મોદીના રોડ શો અને સભાને લઈને આજે…
દિવાળીના સમયે ગુજરાત સરકાર કર્મચારીઓથી લઈ મધ્યમ-ગરીબ વર્ગને ગિફ્ટ આપી રહી છે. આજે સરકારે વધુ એક મહત્વની જાહેરાત કરી છે જેમાં સરકાર રાજયના ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોને દિવાળીમાં વધારાની એક કિલો ખાંડ અને એક લીટર સિંગતેલનું રાહત દરે આપશે તેમજ “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના”ની અવધિ ડિસેમ્બર 2022 સુધી લંબાવાઈ છે જેથી 71 લાખ NFSA રેશનકાર્ડ ધારકોને થશે લાભ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે, રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો દિવાળીનો તહેવાર ઉલ્લાસમય રીતે ઉજવી શકે તે આશયથી રાજ્ય સરકારે ગરીબ-મધ્યમ વર્ગીય પરિવારોને દિવાળીના તહેવારો માટે વધારાની એક કિલો ખાંડ અને એક લીટર સીંગતેલ રાહત દરે વિતરણ…
ભારતીય રેલ્વેએ આ વર્ષે તહેવારોની સીઝન માટે છઠ પૂજા સુધી 2561 ટ્રીપ સાથે 211 વિશેષ ટ્રેનો ચલાવશે. રેલવે મંત્રાલયે મંગળવારે એક નિવેદનમાં આ માહિતી આપી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે દરભંગા, આઝમગઢ, સહરસા, ભાગલપુર, મુઝફ્ફરપુર, ફિરોઝપુર, પટના, કટિહાર, અમૃતસર જેવા અન્ય સ્થળોને જોડવા માટે વિશેષ ટ્રેનોનું આયોજન કરવામાં આવ્યું છે. મંત્રાલયે જણાવ્યું હતું કે આ મહિનાની શરૂઆતમાં 179 જોડી વિશેષ ટ્રેનો સૂચિત કરવામાં આવી હતી, જે 2,269 ટ્રિપ્સ લેશે. તેમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હી-પટના, દિલ્હી-ભાગલપુર, દિલ્હી-મુઝફ્ફરપુર, દિલ્હી-સહરસા જેવા રેલ માર્ગો પર દેશભરના મુખ્ય સ્થળોને જોડવાની યોજના છે. મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મુખ્ય સ્ટેશનો પર વધારાના રેલવે પ્રોટેક્શન…
અમદાવાદમાં ‘ડિફેન્સ એક્સપો’ની શરૂઆત કરવામાં આવી હતી. મહત્ત્વનું છે કે, છેલ્લા કેટલાક દિવસથી જવાનો તેનું રિહર્સલ કરતા હતા અને દિલધડક કરતબોની પ્રેક્ટિસ કરતા હતા. ત્યારે હજારો લોકોની હાજરી વચ્ચે સાબરમતી રિવરફ્રન્ટ પર ડિફેન્સ એક્સપો 2022ની શરૂઆત થઈ હતી. અમદાવાદમાં છેલ્લા ઘણાં દિવસથી સેનાની ત્રણેય પાંખો ડિફેન્સ એક્સપોનું રિહર્સલ કરતી હતી. ત્યારે આજે અમદાવાદના રિવરફ્રન્ટના બંને તરફ હજારો લોકોની હાજરીમાં રિવરફ્રન્ટ એક્સપો 2022ની શરૂઆત કરવામાં આવી હતી.આ ડિફેન્સ એક્સપોમાં સારંગ હેલિકોપ્ટર મોરના પંખ સાથે ડિઝાઇન કરેલા સારંગ હેલિકોપ્ટર આખા ડિફેન્સ એક્સપોની શાન બની રહ્યા હતા. હેલિકોપ્ટર દ્વારા એક એક પલ દિલ ધડક કરતબોના કારણે લોકો બૂમો પાડી રહ્યા હતા. એક સમયે…

