Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર ટાર્ગેટ કિલિંગની ઘટના સામે આવી છે. ગત રાત્રે થયેલા એક આતંકવાદી હુમલામાં યુપીના બે શ્રમિકોના મોત થયા છે. અગાઉ પણ આ પ્ર્કારની ઘણી બધી ઘટનાઓ બની છે જેમાં બિહાર કે દેશના અન્ય કોઈ પ્રાંતમાઠી આવતા લોકો પર આતંકવાદીઓ દ્વારા ટાર્ગેટેડ હુમલાઓ કરવામાં આવ્યા હોય. આજે ફરી આ પ્ર્કરની ઘટના બનતા ફફડાટનો માહોલ છે. બંને મૃતક શ્રમિક મુશીર કુમાર અને રામ સાગર કન્નૌજ જિલ્લાના રહેવાસી હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, આતંકીઓએ મોડી રાત્રે ગ્રેનેડથી હુમલો કર્યો હતો. હુમલાની માહિતી બાદ કાશ્મીર પોલીસે ઘેરાબંધી કરી છે અને લશ્કર-એ-તૈયબાના એક આતંકવાદીની ધરપકડ કરી છે. આતંકીઓએ શોપિયામાં હરમન વિસ્તારમાં બંને મજૂરો પર…

Read More

સુરતશહેરમાં ડ્રેનેજની કામગીરી દરમિયાન મોટી દુર્ઘટના બની હોવાનું સામે આવ્યું છે. અહીં ડ્રેનેજની કામગીરી દરમિયાન બે કામદારોના મોત નિપજ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્રણ કામદારો ડ્રેનેજ સફાઇની કામગીરી કરી રહ્યા હતા. આ દરમિયાન દુર્ઘટના બની છે. ઘટનામાં ગૂંગળામણને લીધે ત્રણેય કામદારોની તબિયત બગડી હતી. જ્યારે સારવાર દરમિયાન બે કામદારોના મોત થયા છે, જ્યારે અન્ય કામદારની સ્થિતિ નાજૂક હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ કામદારની સારવાર ચાલી રહી છે. ઘટનાને પગલે પોલીસ અને સ્થાનિક તંત્ર દોડતું થયું છે. આજે સવારે સુરતના એસવીએનઆઈટી કોલેજ પાસે સફાઇ કામદારો ગટર સાફ કરવાની કામગીરી કરી રહ્યા હતા, તે દરમિયાન આ દુર્ઘટના બની હોવાનું સામે…

Read More

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ આજે પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી NCR અને ઉત્તર પ્રદેશમાં એક સાથે દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દેશમાં વધી રહેલા આતંકવાદીઓ-ગુનેગારો-તસ્કરોના નેટવર્કને નષ્ટ કરવા માટે છે. દેશ-વિદેશમાં ફેલાયેલી તેમની ગેંગ પર કાર્યવાહી કરવા માટે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. NIAએ મંગળવારે સવારે એક સાથે અનેક રાજ્યોમાં આ નેટવર્ક વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી. અગાઉ 14 ઓક્ટોબરે પણ NIAએ જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લા સહિત અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. ડ્રોન ડિલિવરી કેસને લઈને આ કાર્યવાહી કરવામાં આવી હતી. NIA અનુસાર, ડ્રોન ડિલિવરી કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. છેલ્લા નવ મહિનામાં પાડોશી દેશ પાકિસ્તાનમાંથી 191 ડ્રોન…

Read More

હાલ રાજ્યમાં ગરમી અને ઠંડી એમ બેવડી મોસમનો અનુભવ થઇ રહ્યો છે. ત્યારે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ પણ છવાયો છે. નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના વાતાવરણમાં આવ્યો પલટો આવ્યો હતો. વાંસદા ટાઉન ખડકાલા સર્કલ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. જેના કારણે જગતના તાતને પોતાના પાકમાં નુકસાનની ભીતી સેવાઇ રહી છે. આ સાથે હવામાન વિભાગે રાજ્યમાં હજી બે દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટાં પડવાની આગાહી કરી છે. નવસારીના વરસાદની વાત કરીએ તો, નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના વાતાવરણમાં પલટો આવ્યો છે. વાંસદા ટાઉન ખડકાલા સર્કલ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. સાંજ બાદ અચાનક વરસાદ પડતા ખેડૂતોમાં પણ ચિંતા…

Read More

સુરેન્દ્રનગર વિસ્તારમાં એસટી બસમાં આગની ઘટના સામે આવી છે. આજે સવારે અચાનક જ એસટી બસમાં આગ ફાટી નીકળતાં મુસાફરોનો જીવ તાળવે ચોંડ્યા હતા. આ બસમાં 15થી વધુ મુસાફરો સવાર હતા, આગની ઘટનાને પગલે નાશભાગના દ્રશ્યો સર્જાયા હતા. બસમાં સવાર લોકોએ પોતાના જીવ બચાવવા માટે દોડ મૂકી હતી અને જેમ-તેમ રીતે બસમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો. આગમાં બસ બળીને ખાખ થઇ ગઇ હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જોકે, આગની ઘટનામાં તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. આજે સવારે સુરેન્દ્રનગર લીંબડી એસટી ડેપોની રુટ પ્રમાણે મુસાફરો સાથે રવાના થઇ હતી. આ દરમિયાન બસ નાની કઠેચી નજીક…

Read More

દુનિયાના બીજા નંબરના સૌથી વયોવૃદ્ધ ગોરિલ્લાનું મોત થઈ ગયું છે. અમેરિકાના કેંટકીના લુઈસવિલે પ્રાણીસંગ્રહાલયે તેની જાણકારી આપી છે. હેલેન નામના આ ગોરિલ્લાની ઉંમર 64 વર્ષ હતી. પશ્ચિમી તરાઈ ગોરિલ્લાને લોકો પ્રેમથી ‘ગ્રેંડ ડેમ’ કહેતા હતા. મોટા ભાગે ગોરિલ્લાની સરેરાશ ઉંમર 39 વર્ષ હોય છે. પ્રાણીસંગ્રહાલય તરફથી એક પ્રેસનોટ જાહેર કરીને કહેવામાં આવ્યું છે કે, હેલેને પોતાના મોટા ભાગના જીવનમાં ઉલ્લેખનિય રીતે સારા સ્વાસ્થ્યનો આનંદ લીધો છે. ખાલી અપેક્ષિત ઉંમરમાં અમુક નાની નાની બિમારી આવી. જો કે તેણે હાલમાં જ વધતી ઉંમરની સાથે અસ્થિરતા અને કંપકંપી અનુભવી હતી. જેનાથી તેનું સ્વાસ્થ્ય ખૂબ નબળું પડ્યું હતું. તેની દેખરેખ કરનારાઓએ તેને શુક્રવારે ઈચ્છામૃત્યુ…

Read More

પીએમ મોદીએ કહ્યું કે વન નેશન, વન ફર્ટિલાઈઝરથી ખેડૂતોને સારુ ખાતર મળી રહેશે. તેમણે કહ્યું કે દેશમાં હવે હવે એક જ નામ, એક જ બ્રાન્ડથી યુરિયાનું વેચાણ થશે અને તે બ્રાન્ડનું નામ છે ભારત. હવે દેશમા યુરિયા ભારત બ્રાન્ડથી મળશે. પીએમ મોદીએ કહ્યું કે વન નેશન, વન ફર્ટિલાઈઝરથી ખેડૂતોને સારુ ખાતર મળી રહેશે. તેમણે કહ્યું કે દેશમાં હવે હવે એક જ નામ, એક જ બ્રાન્ડથી યુરિયાનું વેચાણ થશે અને તે બ્રાન્ડનું નામ છે ભારત. હવે દેશમા યુરિયા ભારત બ્રાન્ડથી મળશે. પીએમ મોદીએ કહ્યું કે ટેકનોલોજીના માધ્યમથી ખેડૂતો ઘેર બેઠા દેશની કોઈ પણ મંડીમાં પોતાની ઉપજ વેચી શકશે અને આ e-NAMના…

Read More

ગુજરાત અને હિમાચલમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. ગુજરાતમાં 27 વર્ષથી ભાજપનું રાજ છે. તો વળી હિમાચલમાં પણ ભાજપની સરકાર ચાલી રહી છે. આ વખતે ગુજરાત વિધાનસભા ચૂંટણી પર સૌની નજર છે. હકીકતમાં પંજાબમાં સરકાર બનાવ્યા બાદ ઉત્સાહથી ભરેલી આમ આદમી પાર્ટીને ગુજરાતમાં સંભાવનાઓ દેખાઈ રહી છે. અરવિંદ કેજરીવાલની પાર્ટી ‘આપ’ ગુજરાતમાં ચૂંટણી લડી રહી છે. આ વખતે ગુજરાતમાં ત્રિકોણીય ચૂંટણી માનવામાં આવી રહી છે. આ તમામની વચ્ચે બંને રાજ્યમાં કોની સરકાર બનશે, તેને લઈને ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે મોટો દાવો કર્યો છે. પ્રશાંત કિશોરે દાવો કર્યો છે કે, બંને રાજ્યો ગુજરાત અને હિમાચલમાં ભાજપ સરકાર બનશે. પશ્ચિમ ચંપારણ જિલ્લામાં પોતાની…

Read More

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યના બે વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરી દેવાયો છે. રાજ્યમાં આણંદ જિલ્લાના બોરસદ અને પેટલાદમાં અશાંત ધારો લાગુ કરી દેવાયો છે. કારણ કે બોરસદ અને પેટલાદ આ બંને વિસ્તારોની ગણના અતિ સંવેદનશીલ વિસ્તારોમાં થાય છે. તમને જણાવી દઇએ કે, હિન્દુ સંગઠનોએ બોરસદ અને પેટલાદમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ કરી હતી. ત્યારે આ બંને વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવાની માંગણીને રાજ્યપાલે અંતિમ મહોર મારી દીધી છે. આથી, હવેથી બોરસદ અને પેટલાદમાં મિલકતની તબદીલી પૂર્વ મંજૂરી સિવાય નહીં થઇ શકે. ઉલ્લેખનીય છે કે, થોડાક મહિના અગાઉ પણ આણંદ જિલ્લાના પેટલાદ શહેરના આંજણાવાડ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરી અહીં કાયમી…

Read More

દિવાળી પહેલા રાજ્ય સરકાર દ્વારા લોકોને ભેટ આપવામાં આવી છે. સરકાર દ્વારા સીએનજી અને પીએનજીના વેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. વેટમાં રાજ્ય સરકારે 10 ટકાનો ઘટાડો કર્યો છે. આ નિર્ણયથી ગૃહિણી અને વાહનચાલકોને સીધો લાભ મળશે. આ અંગે જાહેરાત કરતાં મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, નાગરિકો અને ગૃહિણીઓને એક હજાર કરોડ રૂપિયા જેવી રાહત મળવાની છે. સાથે જ વર્ષમાં બે સિલિન્ડ ફ્રી આપવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. 38 લાખ જેટલી ગૃહિણીઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે હેઠળ 650 કરોડ રૂપિયાની રાહત એટલે કે 1700 કરોડ રૂપિયા સુધીની રાહત સુધી જ જનતાના ઘરમાં…

Read More