What's Hot
- આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
- આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
- આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
- રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
- યોગી સરકારના મંત્રી ગુલાબો દેવી બન્યા માર્ગ અકસ્માતનો ભોગ, ટોલ પ્લાઝા પાસે કાફલાના અનેક વાહનો એકબીજા સાથે અથડાયા
- આ ખતરનાક મિસાઈલ ફાઈટર જેટ તેજસ Mk-1A માં પણ લગાવવામાં આવશે, પાકિસ્તાનની સાથે ચીન પણ ધ્રૂજશે
- લૂંટ દરમિયાન ઝવેરીની ગોળી મારી હત્યા, લોકોએ એક આરોપીને પકડીને માર માર્યો; ત્રણ ફરાર
- વેરાવળ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસર ખાલી કરાવાયું, પોલીસ વિભાગમાં ગભરાટ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
કિસાન સન્માન નિધિ યોજના ખેડૂતોના ખાતામાં પૈસા જમા કરવાની સરકારે તારીખ જાહેર કરી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવે પછીનો હપ્તો ટૂંક સમયમાં ખેડૂતોના ખાતામાં આવવાનો છે. જો તમે પણ 12માં હપ્તાની રાહ જોઈ રહ્યા છો તો તમારા માટે એક સારા સમાચાર છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે મોદી સરકાર ખેડૂતોના ખાતામાં 17 ઓક્ટોબરે પીએમ કિસાન યોજના હેઠળ 10 કરોડથી વધુ ખેડૂતોને 16,000 કરોડ રૂપિયા જમા કરશે. સરકાર 17 ઓક્ટોબરે લાભાર્થી ખેડૂતોના ખાતામાં 2000ની રકમ જમા કરી દેશે. પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (પીએમ કિસાન) યોજનાને પીએમ મોદીએ 2019માં લોન્ચ કરી હતી. આ યોજનાનો…
એકબાજુ અમેરિકા જ્યાં પાકિસ્તાનની સાથે ફાઈટર વિમાનોના કરાર કરે છે, તો બીજી તરફ હવે પાકિસ્તાનને દુનિયાનો સૌથી ખતરનાક દેશ ગણાવી રહ્યાં છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઈડેને પાકિસ્તાનને લઇને આ નિવેદન આપ્યું છે. યાદ રહે કે પાકિસ્તાન વિદેશમાંથી મળતા સૈન્ય હથિયારોનો ઉપયોગ ભારત સામે કરે છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઈડેને પાકિસ્તાનને લઇને મોટુ નિવેદન આપ્યું. તેમણે કહ્યું, મને લાગે છે કે કદાચ વિશ્વના સૌથી ખતરનાક દેશોમાંથી એક પાકિસ્તાન છે, કારણકે આ દેશની પાસે કોઈ કરાર વગર પરમાણુ હથિયાર છે. વ્હાઈટ હાઉસે જો બાઈડેનનુ નિવેદન જાહેર કર્યુ છે. બાઈડને આ વાત ડેમોક્રેટીક કોંગ્રેસના અભિયાન સમિતિના સ્વાગત સમારોહમાં કહી છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે રશિયા-યુક્રેન…
ભારતીય મહિલા ટીમે શ્રીલંકાને હરાવી સાતમી વખત એશિયા કપનો ખિતાબ પોતાના નામે કર્યો છે. ફાઈનલ મેચમાં ભારતીય મહિલા ખેલાડીઓએ શાનદાર રમત બતાવી સૌના દિલ જીતી લીધા હતા. ભારતીય મહિલા ટીમે શનિવારે અહીં એશિયા કપ T20 ટૂર્નામેન્ટની ફાઇનલમાં શ્રીલંકાની ઇનિંગ્સને 20 ઓવરમાં 9 વિકેટે 65 રન પર રોકી દીધી હતી. ટીમ ઈન્ડિયાએ 66 રનનો ટાર્ગેટ ખૂબ જ સરળતાથી મેળવી લીધો હતો. સ્મૃતિ મંધાનાએ ભારત માટે શાનદાર રમત બતાવી છે. તેણે 25 બોલમાં 51 રન ફટકારીને ભારતને જીત અપાવી. બાંગ્લાદેશના સિલ્હેટમાં ભારત અને શ્રીલંકા વચ્ચે મહિલા એશિયા કપની ફાઈનલ રમાઈ રહી છે. આ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો…
પાકિસ્તાનના મુલ્તાન શહેરમાંથી એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. મુલ્તાન શહેરમાં આવેલી એક હોસ્પિટલની છત પર લગભગ 200 જેટલી સડેલી કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી છે. જેને લઈને સમગ્ર પાકિસ્તાનમાં હડકંપ મચી ગયો છે. પાકિસ્તાનની જિયો ન્યૂઝે દાવો કર્યો છે કે, શુક્રવારે મુલ્તાનમાં નિશ્તાર હોસ્પિટલની છત પર આ સડેલી લાશો મળી આવી છે. જે બાદ સરકારે આ ઘટનાની તપાસ કરવાનો ઓર્ડર આપ્યો છે. દાવો કરવામાં આવ્યો છે કે, કેટલીય બોડીના પાર્ટ્સ ગાયબ હતા અને મહિલાઓની લાશ તો નગ્ન અવસ્થામાં પડી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, નિશ્તાર હોસ્પિટલની છત પર બનેલા રૂમમાં ઢગલાબંધ લાશો સડી રહી છે. તો વળી સોશિયલ મીડિયા પર…
ફરવાના શોખીન ગુજરાતીઓ દિવાળી વેકેશનની રાહ જોઈ રહ્યા છે. મોટાભાગના લોકોએ ફરવા જવા માટે તો એડવાન્સ ટૂર પેકેજ બુક કરી દીધા છે. કેમ કે, છેલ્લી ઘડીએ હોટલમાં રૂમ કે એર ટિકિટ, ટ્રેનની ટિકિટ મળવી મુશ્કેલ બની જાય છે. ચાલુ વર્ષની દિવાળી વેકેશનમાં પ્રવાસીઓનો ઘસારો વધશે, તેવું ટૂર ઓપરેટરોનું માનવું છે. કોરોનામાં ફરવા જવાનું મોકૂફ રાખ્યું હતું તે લોકોએ દિવાળી વેકેશનમાં ફરવા જવા માટે સપ્ટેમ્બર મહિનાથી ટૂર પેકેજ બુક કરવી લીધી છે. જેના કારણે એર ટિકિટ પણ સામાન્ય દરે મળી છે. ગુજરાતીઓમાં ઇન્ટરનેશનલ ટૂરનો ક્રેઝ છે. વિયેતનામ, દુબઈ, શીંગપુર, મલેશિયા, બાલી, માલદીવ્સ ગુજરાતીઓના પસંદગીના સ્થળ બન્યા છે. જ્યારે ડોમેસ્ટિકમાં કાશ્મીર, કેરળ,…
ગુજરાતમાંથી છેલ્લા કેટલાક સમયથી નશીલા દ્રવ્યો પકડાવવાનો સિલસિલો ચાલુ છે. ત્યારે વલસાડ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પરથી ગાંજાનો મોટો જથ્થો મળી આવતા ખળભળાટ મચી ગયો છે. એલસીબીની ટીમે એક નવી નક્કોર કારનો ફિલ્મી ઢબે પીછો કરીને કારમાંથી 250 કિલો ગાંજો ઝડપી પાડ્યો છે. હાલ ઘટનામાં કાર ચાલક ફરાર છે. આ ગાંજો સુરત તરફ જતા હાઇવે પર પકડાયો છે. આ મામલે પોલીસે 40 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, વલસાડ એલસીબીની ટીમે બાતમીને આધારે અમદાવાદ મુંબઇ નેશનલ હાઇવે પર કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન બાતમી મુજબની કાર આવતા તેને રોકવાનો પ્રયાસ કર્યો…
દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં આતંકવાદીઓએ એક કાશ્મીરી પંડિતને ગોળી મારીને ઘાયલ કર્યો હતો. આ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ તેને બચાવી શકાયો ન હતો. મળતી જાણકારી અનુસાર, શોપિયાં જિલ્લાના ચૌધરી ગુંડ વિસ્તારમાં આતંકીઓએ કાશ્મીરી પંડિત પૂરણ કૃષ્ણા ભટને ગોળી મારીને લોહીલુહાણ કરી દીધા હતા. ત્યારબાદ આતંકીઓ ભાગી ગયા હતા. તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. પૂરણ હોસ્પિટલમાં જીવનની જંગ હારી ગયો છે. સાથે જ માહિતી મળતા જ પોલીસ અને સુરક્ષાદળોની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. આતંકીઓની શોધખોળ કરવામાં આવી રહી છે. જમ્મુ-કાશ્મીરમાં આ વર્ષે એપ્રિલ-મે મહિનામાં ટાર્ગેટ કિલિંગની ઘટનાઓ વધી…
ગ્લોબલ હંગર ઇન્ડેક્સની લેટેસ્ટ રિપોર્ટ ભારત માટે એક મોટો ચિંતાનો છે. આ રિપોર્ટમાં કુલ 121 દેશોની યાદીમાં ભારતને 107મું સ્થાન મળ્યું છે. જણાવી દઈએ કે યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનને છોડીને ભારત દક્ષણિ એશિયાના લગભગ દરેક દેશોથી પાછળ છે. ગ્લોબલ હંગર ઈન્ડેક્સ(Global Hunger Index) એ વૈશ્વિક, પ્રાદેશિક અને રાષ્ટ્રીય સ્તર પર ભૂખમરાને વ્યાપક રીતે માપવા અને ટ્રેક કરવાનું એક ઉપકરણ છે. ગ્લોબલ હંગર ઇન્ડેક્સના સ્કોરની ગણતરી 100-પોઇન્ટ સ્કેલ પર કરવામાં આવે છે જે ભૂખની ગંભીરતાને દર્શાવે છે. જ્યાં શૂન્ય સ્કોર સારો ગણવામાં આવે છે પણ 100મો સ્કોર સૌથી ખરાબ માનવામાં આવે છે. ભારતને મળેલ 29.1 નો સ્કોર તેને ‘ગંભીર’ શ્રેણીમાં મૂકે છે. પાડોશી…
રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક થવા મામલે ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. આ ઘટનામાં એક પણ પેપરનાં કવરનાં સીલ તૂટ્યા ન હોવાનો ખુલાસો થયો છે. જે ખરેખર ચોંકાવનારી ઘટના કહી શકાય. ત્યારે હજુ સુધી આ મામલે પેપર કોણે ફોડ્યું અને ક્યાંથી ફૂટ્યું તે રહસ્ય હજુ પણ અકબંધ છે. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક થવા મામલે ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. આ ઘટનામાં એક પણ પેપરનાં કવરનાં સીલ તૂટ્યા ન હોવાનો ખુલાસો થયો છે. જે ખરેખર ચોંકાવનારી ઘટના કહી શકાય. ત્યારે હજુ સુધી આ મામલે પેપર કોણે ફોડ્યું અને ક્યાંથી ફૂટ્યું તે રહસ્ય હજુ પણ અકબંધ છે. જોકે પેપર યુનિવર્સિટી અથવા…
તહેવારો વચ્ચે તેલ અને શાકભાજી તેમજ વિવિધ ચીજવસ્તુઓના ભાવવધારાથી સામાન્ય જનતાની મુશ્કેલી ઓછી નથી થઈ રહી ત્યા હવે ફરી એકવાર અમૂલે દિલ્હીમાં દૂધની કિંમતમાં પ્રતિ લિટર રૂ.2નો વધારો કર્યો છે. અમૂલે દિલ્હીમાં દૂધના ભાવમાં વધારો કર્યો છે. જેના કારણે તહેવારો પર સામાન્ય માણસનું બજેટ બગડી શકે છે. અગાઉ 17 ઓગસ્ટથી અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. શનિવારે કંપનીએ ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. અમૂલે બજારમાં દૂધની કિંમતમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કર્યો છે. ફુલ ક્રીમ દૂધ હવે રૂ. 63/લીટર મળશે. નવી કિંમતો આજથી લાગુ થઈ ગઈ છે. દૂધ મોંઘુ થવાનું મુખ્ય કારણ પશુ આહારની…

