What's Hot
- આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
- આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
- આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
- રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
- યોગી સરકારના મંત્રી ગુલાબો દેવી બન્યા માર્ગ અકસ્માતનો ભોગ, ટોલ પ્લાઝા પાસે કાફલાના અનેક વાહનો એકબીજા સાથે અથડાયા
- આ ખતરનાક મિસાઈલ ફાઈટર જેટ તેજસ Mk-1A માં પણ લગાવવામાં આવશે, પાકિસ્તાનની સાથે ચીન પણ ધ્રૂજશે
- લૂંટ દરમિયાન ઝવેરીની ગોળી મારી હત્યા, લોકોએ એક આરોપીને પકડીને માર માર્યો; ત્રણ ફરાર
- વેરાવળ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસર ખાલી કરાવાયું, પોલીસ વિભાગમાં ગભરાટ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
ગુજરાતમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે, ત્યારે હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે. આ આગાહી અનુસાર, આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતમાં એકાદ જગ્યાએ વરસાદ રહી શકે છે. પશ્ચિમ બંગાળમાં પોસ્ટ મોન્સૂનને કારણે ગુજરાતના દક્ષિણ વિસ્તારોમાં અસર થવાની શક્યતા છે. વાતાવરણમાં ભેજ રહેવાને કારણે હાલ બપોરે ગરમી અને રાત્રે ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. રાતના સમયે 20 થી 24 ડિગ્રી તાપમાન જયારે દિવસમાં 35 ડિગ્રી તાપમાન રહેશે. જ્યારે ઠંડીની વાત કરીએ તો, ડિસેમ્બર સુધીમાં રાબેતા મુજબ શિયાળાની શરૂઆત થશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે સવારથી જ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને વાદળછાયું વાતાવરણ જોવા…
આગામી વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને કેન્દ્રના પ્રધાનોનો કોઇને કોઇ કારણસર ગુજરાત પ્રવાસ આયોજાયો છે. હાલ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ડિફેન્સ એક્સપોને લઈને બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. તેમાં આજે તેઓ વડાપ્રધાન માટે લખાયેલા પુસ્તકનું વિમોચન કરશે. તેમજ આજે સાંજે ડિફેન્સ એક્સ્પોને લઈને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યુ છે. તેમાં પત્રકારો સાથે વાર્તાલાપ કરશે. ગાંધીનગરની હોટલ લીલા ખાતે મોદી એટ ધ રેટ 20 સપના થયા સાકારનું ગુજરાતી અનુવાદન ગ્રંથનું વિમોચન કેન્દ્ર સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય રાજ્યમંત્રી ડો. એસ. મુરગનના હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે. ત્યારબાદ તેઓ સાંજે પત્રકાર પરિષદને સંબોધન કરશે. આવતીકાલે શરુ થતા ડિફેન્સ એકસપો…
પીએમ કિસાન યોજના કેન્દ્ર સરકાર તથા દેશના લાખો ખેડૂત પરિવાર માટે એક ખાસ અને મહત્વપૂર્ણ યોજના છે. આ યોજના હેઠળ આજે ફરી DBT માધ્યમથી ખેડૂતોના ખાતામાં બે બે હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે જેમાં કુલ 16 હજાર કરોડ રૂપિયાની રકમ સીધા જ ખેડૂતોના ખાતામાં આપવામાં આવ્યા છે. સાથે સાથે દેશભરમાં નવા 600 પીએમ કિસાન સમૃદ્ધિ કેન્દ્રનું પણ પીએમ મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે આજે જે પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે તે પીએમ કિસાન યોજના હેઠળનો 12મો હપ્તો છે, જેનાથી દિવાળીની સિઝનમાં ખેડૂતને એક મોટી રાહત મળશે. પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (પીએમ કિસાન) યોજનાને પીએમ મોદીએ…
દિલ્હી દારૂ કૌભાંડમાં CBI આજે દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની પૂછપરછ કરશે. સિસોદિયા CBI ઓફિસ પહેલા આમ આદમી પાર્ટીની ઓફિસ જશે અને એ પહેલા એમને રાજઘાટ પર બાપુને નમન કર્યા હતા. જણાવી દઈએ કે પૂછપરછ માટે ઘરની બહાર આવ્યા બાદ સિસોદિયાની પત્નીએ એમને તિલક લગાવ્યું હતું અને માતાએ પટકા પહેરાવીને આશીર્વાદ આપ્યા હતા. સિસોદિયા ખુલ્લી કારમાં લાવ લશ્કર સાથે નીકળ્યા હતા અને આ સાથે જ શહાદત ગીતો પણ વાગી રહ્યા હતા. આ જોઈને એવું લાગી રહ્યું હતું જાણે કોઈ રેલી નીકળી હોય સાથે જ આ સમયે સિસોદિયા કહ્યું હતું કે, ‘ હું ધરપકડની તૈયારી કરીને જાઉં છું અને બલિદાન માટે…
ગુજરાતની રાજનીતિ અંગે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કોંગ્રેસ-NCP વચ્ચે ગઠબંધનની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ અંગે કોંગ્રેસ – NPC નેતાઓ વચ્ચે બંધબારણે બેઠક થઇ હોવાનું પણ સામે આવી રહ્યું છે. આ બેઠકમાં કોંગ્રેસ પ્રભારી અને NCP પ્રદેશ પ્રમુખ હાજર રહ્યા હતા. બેઠકમાં રઘુ શર્મા, જયંત બોસ્કી, નિકુલસિંહ તોમર હાજર રહ્યા હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. તમામ રાજકીય પક્ષો સક્રીય જોવા મળી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ગઠબંધન થાય તે પ્રકારની શક્યતા જોવા મળી રહી છે. આ મામલે કોંગ્રેસ – NPC નેતાઓ વચ્ચે બંધબારણે બેઠક મળી હતી. બેઠકમાં રઘુ શર્મા,…
ગુજરાતનો કુખ્યાત બુટલેગર વિનોદ સિંધી દુબઇથી ઝડપાયો છે. ગુજરાતમાં તે રાજસ્થાન અને હરિયાણાથી દારૂ સપ્લાય કરતો હતો. 138 ગુનામાં સંડોવાયેલા વિનોદ સિંધી વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી. વોન્ટેડ વિનોદ સિંધીને થોડા દિવસોમાં અમદાવાદ લઇ આવવામાં આવશે. ગુજરાતના નામચીન બુટલેગર વિનોદ સિંધી સામે પોલીસે રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી. ઇતિહાસમાં પહેલી વખત કોઈ બુટલેગર સામે રેડ કોર્નર નોટિસ ઈસ્યૂ કરાવી હતી. વિજિલન્સને જાણવા મળ્યું હતુ કે, વિનોદ દુબઈ ભાગી ગયો છે. જેથી નોટિસ જાહેર કર્યા બાદ તેની સઘન તપાસ ચાલી રહી હતી. આશરે 20 વર્ષથી દારૂનો ધંધો કરતાં વિનોદ સિંધીને પકડવા માટે વિજિલન્સની ટીમે ઘણી જહેમત ઉઠાવી હતી.…
ભાવનગર – ધોલેરા માર્ગ પર અધેલાઈ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અહીં ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થતા 5 લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. અમદાવાદના વિરાટનગરનો પરિવાર પાલિતાણાથી દર્શન કરીને અમદાવાદ પરત જઈ રહ્યા હતા. આ દરમિયાન ટ્રક અને કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. જેમાં 10 વર્ષના બાળક, પુરુષ, મહિલાઓ સહિત 5ના મોત નીપજ્યા છે. આ અકસ્માતને પગલે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. સ્થાનિક પોલીસે આવીને જરૂરી કામગીરી કરી હતી. આ ગમખ્વાર અકસ્માતને કારણે આખા વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. આ ગોઝારા અકસ્માતના સમાચાર વાયુવેગે પ્રસરતા સ્થાનિકોના ટોળેટોળા ભેગા થઇ ગયા હતા. સ્થાનિક પોલીસે આવીને જરૂરી કામગીરી કરી હતી.…
રાજકોટ શહેરના ગોંડલ રોડ પર આવેલા બાઇકના શો રૂમમાં ભીષણ આગ લાગી છે. અચાનક લાગેલી આગમાં અનેક વાહનો બળીને ખાખ થઇ ગયા છે. ફાયર બ્રિગેડની બેથી વધુ ટીમો પહોંચીને કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. જોકે, આ આગ લાગવાનું કારણ હજી જાણી શકાયું નથી. આ આગ લાગતાની સાથે દૂર દૂર સુધી ધુમાળાના ગોટે ગોટા દેખાતા હતા. જેના કારણે સ્થાનિક લોકોમાં અફરાતફરીનો માહોલ છવાયો હતો. આગની ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરતા સ્થાનિક લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે આવી ગયા પહોંચ્યા હતા. આ આગને કારણે રસ્તા પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. અનેક લોકોએ ઘટનાનો વીડિયો પણ ઉતાર્યો હતો. જે…
કોંગ્રેસ પાર્ટી માટે સૌથી મહત્વની ગણાતી અધ્યક્ષ પદની ચૂંટણી આજે ફરી એક વાર ઈતિહાસ રચવા જઈ રહી છે. પાર્ટી લગભગ 137 વર્ષના ઈતિહાસમાં છઠ્ઠી વાર ચૂંટણીમાં મતદાન કરી પાર્ટીના અધ્યક્ષની પસંદગી કરશે. તેની સાથે જ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પાર્ટી અધ્યક્ષ ચૂંટણી ન લડવા પર 24 વર્ષ બાદ ગાંધી પરિવારની બહારનો કોઈ વ્યક્તિ અધ્યક્ષ બનશે. પાર્ટી અધ્યક્ષ માટે મતદાન આજે સોમવારે થશે અને મતગણતરી બુધવારે થશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જૂન ખડગે અને શશિ થરુર વચ્ચે યોજાશે, જેને લઈને પ્રદેશ કોંગ્રેસ સમિતિના 9000 જેટલા ડેલીગેટ્સને મનાવવા માટે અલગ અલગ રાજ્યોમાં પ્રવાસ કરી રહ્યા હતા. ખડગને આમ તો આ…
જૂનાગઢમાં રોપ વે સેવા બંધ કરવામાં આવી છે. ગિરનાર પર્વત પર પવન સાથે આંધી આવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. યાત્રિકોની સલામતીને પગલે હાલ પૂરતો આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેના લીધે આજે રોપ વે સેવા બંધ કરવામાં આવી છે. આજે સવારે ગિરનાર પર્વત પર અચાનક જ પવનની આંધી ફૂંકાઇ હતી. ખૂબ જ ગતિમાં પવન ફૂંકાતા રોપવે સેવાની સલામતીને પગલે તાત્કાલિક ધોરણે નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર, રાજ્યમાં બેવડી ઋતુના અનુભવ વચ્ચે વહેલી સવારે અને રાતે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. આવામાં આજે સવારે ગિરનાર પર્વત પર ભારે પવન સાથે આંધૂ ફૂંકાઇ હતી. પવનની ગતિ ખૂબ જ…

