What's Hot
- આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
- આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
- આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
- રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
- યોગી સરકારના મંત્રી ગુલાબો દેવી બન્યા માર્ગ અકસ્માતનો ભોગ, ટોલ પ્લાઝા પાસે કાફલાના અનેક વાહનો એકબીજા સાથે અથડાયા
- આ ખતરનાક મિસાઈલ ફાઈટર જેટ તેજસ Mk-1A માં પણ લગાવવામાં આવશે, પાકિસ્તાનની સાથે ચીન પણ ધ્રૂજશે
- લૂંટ દરમિયાન ઝવેરીની ગોળી મારી હત્યા, લોકોએ એક આરોપીને પકડીને માર માર્યો; ત્રણ ફરાર
- વેરાવળ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસર ખાલી કરાવાયું, પોલીસ વિભાગમાં ગભરાટ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
ગોવાથી હૈદરાબાદ જતી સ્પાઈસ જેટની ફ્લાઈટમાં બુધવારે રાત્રે અચાનક ધુમાડાના ગોટેગોટા ફાઈ વળ્યાં હતા, જેને લઈને યાત્રીઓમાં ગભરાટ ફેલાયો હતો. જે બાદ સ્પાઈસ જેટના વિમાનને હૈદરાબાદ એરપોર્ટ પર ઈમરજન્સીમાં ઉતારવામાં આવ્યું હતું. કેબિનમાં ભરાયેલા ધુમાડાને કારણે પ્લેનની અંદરનો નજારો એટલો ભયાનક હતો કે લોકો ડરી ગયા હતા. જેથી ક્રૂ મેમ્બરોએ પ્લેનના મુસાફરોને પ્રાર્થના કરવાની સલાહ પણ આપી હતી. ત્યારે હવે DGCA એટલે કે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન આ સમગ્ર ઘટનાની તપાસ કરી રહ્યું છે. હજી સુધી સ્પાઈસજેટે ધુમાડાનું કારણ જાહેર નથી કર્યું, પરંતુ એરલાઈને જણાવ્યું છે કે તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. ડીજીસીએના અધિકારીના જણાવ્યા અનુસાર,…
એક તરફ દિવસે ને દિવસે મોંઘવારી વધી રહી છે ને બીજી બાજુ ગુજરાત એપેલેટ ઓથોરિટીએ મહત્વનો ચુકાદો આપ્યો છે. એટલે કે હવેથી હોટેલ રેસ્ટોરાંમાં પરાઠા પર 18% GST લાગશે. પરાઠા વેપારીઓની GAAARના હુકમને પડકારતી અરજી ગુજરાત એપેલેટ ઓથોરિટીએ ફગાવી દીધી છે. GAAARનું કહેવું છે કે, પરાઠાઓ એ સાદી રોટલી નથી. આથી પરાઠા પર 18% GST લાગશે. પરાઠા પ્લેન રોટી કે સાદી રોટીથી અલગ છે. પરાઠાને પ્લેન રોટીમાં વર્ગીકૃત ન કરી શકાય. પરાઠા અને રોટલીની સરખામણી ન કરી શકાય.’ મહત્વનું છે કે, પરાઠા પર 18% GSTને લઈને અરજદારે વાંધો ઉઠાવ્યો હતો. અરજદારે પરાઠાને રોટલી સમાન ગણાવી ઓછાં GST દરની માંગ કરી…
LoC પર પાકિસ્તાનની ઘુસણખોરીના વધુ એક પ્રયાસને નિષ્ફળ બનાવાયો છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના જવાનોએ શુક્રવારે અજનાલા સબ-ડિવિઝન હેઠળના રામસાસ ગામ નજીક એક ડ્રોનને તોડી પાડ્યું. આ ઘટના સવારે 4 વાગ્યાની આસપાસ બની હતી. જેવો ડ્રોનનો અવાજ સંભળાયો કે તરત જ જવાનો એક્શનમાં આવી ગયા હતા. આ પછી કાર્યવાહી કરતા ડ્રોનને તોડી પાડવામાં આવ્યું હતું. ગુરદાસપુર રેન્જના ડીઆઈજી પ્રભાકર જોશીએ જણાવ્યું કે, શાહપુર બોર્ડર આઉટ પોસ્ટ (બીઓપી)ની નજીક તૈનાત 73 બટાલિયનના જવાનોએ ડ્રોનનો અવાજ સંભળાતા જ નિપુણતા બતાવી અને ફાયરિંગ કૌશલ્ય અને સાહસનો પરિચય આપ્યો. ભારતીય ક્ષેત્રમાં ઘુસ્યા બાદ તરત જ ડ્રોનને નષ્ટ કરી દેવાયું હતું. સૈનિકોએ તેના પર 17…
દિલ્હી સરકારની નવી આબકારી નીતિ (Excise Policy)ની રચના અને અમલીકરણમાં કથિત કૌભાંડના મામલામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે શુક્રવારે ફરી એક મોટી કાર્યવાહી કરી છે. કેન્દ્રીય તપાસ એજન્સી EDએ દિલ્હી, પંજાબ, હૈદરાબાદમાં 35 સ્થળોએ દરોડા પાડ્યા છે. EDએ દારૂના મોટા વેપારીઓના નિવાસસ્થાને અને અન્ય સ્થળો પર દરોડા પાડ્યા છે. આ પહેલા 16 સપ્ટેમ્બરે EDએ દિલ્હી-NCR, બેંગલુરુ, હૈદરાબાદ, નેલ્લોર અને ચેન્નાઈ સહિત દેશભરમાં 40 ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન કેન્દ્રીય તપાસ એજન્સીએ ફક્ત હૈદરાબાદમાં જ 25 સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ પછી 7 ઓક્ટોબરે પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા દિલ્હી, પંજાબ અને હૈદરાબાદમાં 35 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. ઈડીનો આબકારી…
મળતી જાણકારી પ્રમાણે, આજે બપોરે ચૂંટણી પંચ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હિમાચલ પ્રદેશ અને ગુજરાતની વિધાનસભા ચૂંટણીની તારીખોનું મહત્વનું એલાન ચૂંટણી પંચ કરી શકે છે. ગુજરાતમાં ત્રિપાંખિયા જંગ વચ્ચે દિવાળી પહેલા રાજ્યમાં ચૂંટણીની તારીખની જાહેરાત થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. સૂત્રથી મળતી વિગત પ્રમાણે 15 ઓક્ટોબરની આસપાસ ચૂંટણી તારીખ જાહેર થઇ શકે છે.નવેમ્બરના અંત કે ડિસેમ્બરની શરુઆતમાં મતદાન થશે જ્યારે ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં પરિણામ આવી શકે છે. મહત્વનું છે કે ગત ટર્મનાં 25 ઓક્ટોબરે ચૂંટણીની જાહેરાત થઈ ગઈ હતી. આ વખતે દિવાળી પણ અગાઉના વર્ષ કરતાં વહેલી છે. જેને લઈ રાજકિય પંડિતો અનુમાન લગાવી રહ્યા…
હરિયાણાના નૂહ (મેવાત) જિલ્લામાં એક મોટી દુર્ઘટના બની છે. મળતી માહિતી અનુસાર, ગુરુવારે મોડી રાત્રે બિજાસનામાં પહાડી ખડક તૂટવાને કારણે લગભગ 7 લોકો ખડકના કાટમાળ નીચે દટાયા હોવાના અહેવાલ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જે પર્વતના કારણે આ દુર્ઘટના થઈ તે ખનિજ કામ સાથે સંબંધિત છે. સૂત્રોનું માનીએ તો એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે માત્ર 7 લોકો જ નહીં પરંતુ 10થી વધુ વાહનો પણ પહાડના કાટમાળની લપેટમાં આવી ગયા છે. કાટમાળ નીચે ફસાયેલા વાહનો અને લોકોને બચાવવા માટે સ્થળ પર રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. અત્યાર સુધીની પ્રાપ્ત માહિતી અનુસાર, પહાડી ખડક…
ભારતમાં Omicronના નવા XBB સબ-વેરિઅન્ટના અત્યાર સુધીમાં 71 કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં ગુરુવારે XBB સબ-વેરિઅન્ટના 5 કેસની પુષ્ટિ થઈ છે. આ પહેલા પશ્ચિમ બંગાળ, ઓડિશા અને તમિલનાડુમાં આ સબ-વેરિઅન્ટથી સંક્રમિત દર્દીઓ મળી આવ્યા છે. છેલ્લા 15 દિવસના સમયગાળામાં ઓડિશામાં 33 કેસ નોંધાયા છે, ત્યારબાદ બંગાળમાં 17 અને તમિલનાડુમાં 16 કેસ નોંધાયા છે. XBB, ઓમિક્રોનના BA.2.75 અને BJ.1 વેરિઅન્ટના સંયોજનથી બનેલું છે. તે પહેલીવાર ઓગસ્ટમાં સિંગાપોર અને યુએસમાં ડિટેક્ટ થયો હતો. ભારતમાં Omicronના નવા XBB સબ-વેરિઅન્ટના અત્યાર સુધીમાં 71 કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં ગુરુવારે XBB સબ-વેરિઅન્ટના 5 કેસની પુષ્ટિ થઈ છે. આ પહેલા પશ્ચિમ બંગાળ, ઓડિશા અને તમિલનાડુમાં આ સબ-વેરિઅન્ટથી સંક્રમિત…
બનાસકાંઠામાં બિનહિસાબી 143 કિલો ચાંદી મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. ગુજરાત-રાજસ્થાન સરહદેથી ચાંદીનો મોટો જથ્થો મળી આવ્યો છે. અહીં માવલ ચોકી પાસેથી 143 કિલો 200 ગ્રામ ચાંદી મળી આવી હતી. આ સંદર્ભે પોલીસ દ્વારા બસમાં સવાર એક યુવકની અટકાયત કરવામાં આવી છે. આટલા મોટા પ્રમાણમાં બિનહિસાબી ચાંદી મળી આવતાં બસને આબુરોડ રિકો પોલીસ સ્ટેશન લઈ જવાઈ હતી અને બસમાં સવાર મુસાફરોને અન્ય વાહનમાં મોકલવામાં આવ્યા હતા. ગુજરાત-રાજસ્થાન બોર્ડર માવલ ચોકી પર રીકો પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ખાનગી ટ્રાવેલ્સની બસમાંથી આશરે 143 કિલો 200 ગ્રામ ચાંદી મળી આવી હતી. લગભગ 9 નાના-મોટા પેકેટમાં ચાંદી લઈ જવામાં આવી…
રશિયાના મોસ્કોથી દિલ્હી આવી રહેલી ફ્લાઈટમાં શુક્રવારે વહેલી સવારે બોમ્બ હોવાની જાણ થઈ હતી. જેના કારણે હાડકંપ મચી જવા પામી હતી. ફ્લાઈટ સવારે 3.20 વાગ્યે દિલ્હીમાં લેન્ડ થઈ હતી. જો કે આ ધમકી બાદ હજુ સુધી કોઈ દુર્ઘટના બની નથી જે સુખદ બાબત છે. તમામ ક્રૂ મેમ્બરો અને મુસાફરોને ઝડપથી ઉતારવામાં આવ્યા હતા. અધિકારીઓએ તાત્કાલિક ધોરણે પ્લેનની તપાસ શરૂ કરી હતી. દિલ્હી પોલીસે કહ્યું હતું કે આ મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટના કંટ્રોલ રૂમની સોશિયલ મીડિયા સાઈટ પર ગુરુવારે મોડી રાત્રે 11 વાગ્યે રશિયાથી આવી રહેલા પ્લેનમાં બોમ્બ હોવાની સૂચના મળી…
ગાંધીનગર શહેરના જૂના સચિવાલયના બ્લોક નંબર 16ની કચેરીના બીજા માળે આગ લાગી છે. જેને કાબૂમાં લેવા ફાયરની ત્રણ જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. હાલ ફાયર ફાઇટર આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરી રહ્યા છે. હાલ પ્રાથમિક માહિતીમાં આગને કારણે કોઇ જાનહાની થઇ હોય તેવા સમાચાર હજી સામે આવ્યાં નથી. આ આગ લાગવા પાછળનું કારણ હજી જાણી શકાયુ નથી. આ માહિતી પ્રમાણે, વિકાસ કમિશ્નરની કચેરીની બિલ્ડિંગમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે.

