What's Hot
- આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
- આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
- આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
- રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
- યોગી સરકારના મંત્રી ગુલાબો દેવી બન્યા માર્ગ અકસ્માતનો ભોગ, ટોલ પ્લાઝા પાસે કાફલાના અનેક વાહનો એકબીજા સાથે અથડાયા
- આ ખતરનાક મિસાઈલ ફાઈટર જેટ તેજસ Mk-1A માં પણ લગાવવામાં આવશે, પાકિસ્તાનની સાથે ચીન પણ ધ્રૂજશે
- લૂંટ દરમિયાન ઝવેરીની ગોળી મારી હત્યા, લોકોએ એક આરોપીને પકડીને માર માર્યો; ત્રણ ફરાર
- વેરાવળ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસર ખાલી કરાવાયું, પોલીસ વિભાગમાં ગભરાટ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
સુરતમાં સોરાષ્ટ્રમાંથી વેપાર-ધંધા કે નોકરી માટે આવતા લોકોની સંખ્યા મોટા પ્રમાણમાં છે. જોકે, તહેવારોના સમયમાં આ લોકો પોતાના વતન તરફ જવાનું પસંદ કરતા હોય છે. ખાસ સૌરાષ્ટ્ર તરફ જનારા પ્રવાસીઓની સંખ્યા ઘણી વધારે હોય છે, ત્યારે સુરતથી સૌરાષ્ટ્ર જતી ખાનગી બસના ભાડામાં એકાએક મોટો ઉછાળો જોવા મળ્યા છે. સુરતમાં ટ્રેનો ફૂલ થતાં બસોના ભાડાં ટ્રેનો કરતાં બમણાં થઈ ગયા છે. સુરતથી નોન એસી બસોનું ભાડું 1500થી 2000 રૂપિયા સુધી પહોંચી ગયું છે. જ્યારે એસી બસોનું ભાડું 3 હજાર સુધી ઊંચે વસુલાય રહ્યું છે. દિવાળીના તહેવારમાં સૌરાષ્ટ્ર તરફ જતી ખાનગી બસના ભાડા પર નજર કરીએ તો નોન AC સુરત-રાજકોટ બસનું ભાડું…
તલાળા તાલુકાના ધાવા ગામમાંથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. પાંચ દિવસ પૂર્વે એક 14 વર્ષીય સગીરાની બલિ ચડાવીને હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. ત્યારે પાંચ દિવસ પહેલાંની ઘટના મામલે પોલીસે હાલ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી પ્રમાણે, પાંચ દિવસ પહેલાં આ ઘટના બની હતી. તેને લઈને બે દિવસ પહેલાં પોલીસને આ પ્રકારની બાતમી મળી હતી. તેને લઈને પોલીસે તપાસ હાથ ધરી હતી અને તેમાં આ ઘટનાનો ખુલાસો થયો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ હતુ કે, સગીરાને અંધશ્રદ્ધામાં જ તાંત્રિકો પાસે લઈ જવામાં આવી હતી અને ત્યારબાદ તેની બલિ ચડાવવામાં આવી હતી. બલિ ચડાવ્યા બાદ તેને…
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અને યુરોપિયન સેન્ટર ફોર ડિસીઝ પ્રિવેન્શન એન્ડ કંટ્રોલએ બુધવારે જણાવ્યું હતું કે સમગ્ર યુરોપમાં કોવિડ-19 ચેપની બીજી લહેર શરૂ થઈ શકે છે. યુરોપના ઘણા ભાગોમાં કોરોનાના કેસ દેખાવા લાગ્યા છે. એક સંયુક્ત નિવેદનમાં, WHOના યુરોપના ડિરેક્ટર હંસ ક્લુગે અને ECDC ડિરેક્ટર એન્ડ્રીયા એમોને કહ્યું, ‘COVID-19 રોગચાળો હજી સમાપ્ત થયો નથી. જોકે સદભાગ્યે આપણે એક વર્ષ પહેલાં જ્યાં હતા ત્યાં નથી. તેમણે જણાવ્યું કે “દુર્ભાગ્યે અમે યુરોપમાં ફરીથી સૂચકાંકો વધતા જોઈએ છીએ. અમે સૂચવીએ છીએ કે ચેપનું બીજું મોજું શરૂ થયું છે.’ WHOના પ્રદેશ મુજબના ડેટા દર્શાવે છે કે માત્ર યુરોપમાં જ 2 ઓક્ટોબરના રોજ પૂરા થતા સપ્તાહમાં…
ગુજરાતમાં એક તરફ વિધાનસભાની ચૂંટણીનો માહોલ સર્જાયો છે. ત્યારે બીજી તરફ ગુજરાત રાજસ્થાન બોર્ડર પરથી 5 કરોડ 94 લાખની રોકડ રકમ ઝડપાતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે. બુધવારે માવલ ચોકી પરથી બે કાર પકડાઇ હતી, આ બે કારમાંથી 5 કરોડ 94 લાખની રોકડ રકમ મળી આવી હતી. રોકડ સાથે અમદાવાદના ચાર લોકોની અટકાયત કરવામાં આવી છે. હાલ ગુજરાત પોલીસ સાથે જોધપુર આઇટી વિભાગની ટીમ પણ તપાસમાં જોડાઇ છે. આટલી મોટી રોકડ રકમ ક્યાંથી આવી અને ક્યાં મોકલવાની હતી તે અંગેનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. ગુજરાતમા વિધાનસભાંની ચૂંટણી પહેલા ગુજરાત રાજસ્થાન બોર્ડર પરથી કરોડોની રકમ ઝડપાવવાનો મામલો સામે આવ્યો છે.…
ગુજરાતમાં ફરીથી પેપર લીકકાંડ સામે આવ્યો છે. સેમેસ્ટર-5ની બીબીએ અને બી.કોમ.ની તા. 13 ઓક્ટોબરે એટલે આજે થનારી પરીક્ષાના બે પેપર લીક થયાનું સામે આવ્યું છે. જોકે, આની જાણ થતા જ આ પરીક્ષા કેન્સલ ન કરવી પડે તેથી રાતોરાત પ્રશ્નપત્ર ફરી બનાવડાવ્યું હતુ. પરીક્ષાના એક દિવસ પહેલા જ પરીક્ષાની કોપી વાયરલ થઇ ગઇ હતી. આજની આ પરીક્ષા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા રદ કરવામાં આવે તેવી સંપૂર્ણ સંભાવના છે. આ બંને પ્રશ્નપત્રનો સમય સવારે આઠ વાગ્યાનો છે. જોકે, આ પહેલા પરીક્ષા રદ થઇ શકે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઇ રહી છે. આજે 13 ઓક્ટોબરના રોજ બી.બી.એ. સેમેસ્ટર-5માં ડાયરેક્ટ ટેક્સ અને બી.કોમ. સેમેસ્ટર-5માં ઓડિટિંગ એન્ડ…
સપ્ટેમ્બર 2022ના મહિનામાં છૂટક મોંઘવારી દર વધીને 7.41 ટકા થયો છે જે ઓગસ્ટ 2022માં 7 ટકા થયો આ રીતે એક મહિનામાં છૂટક મોંઘવારીમાં 0.41 ટકાનો વધારો જોવા મળ્યો છે. બુધવારે જાહેર થયેલા સરકારી આંકડામાં આ માહિતી જણાવાઈ હતી. સપ્ટેમ્બરમાં ખાદ્ય મોંઘવારીમાં પણ વધારો થયો છે. ઓગસ્ટ 2022માં ખાદ્ય મોંઘવારી 7.62 ટકા હતી જે સપ્ટેમ્બરમાં વધીને 8.60 ટકા થઈ છે. આ મહિનામાં શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં ખાદ્ય મોંઘવારી વધી છે. શહેરી વિસ્તારોમાં રિટેલ ફુગાવો ઓગસ્ટમાં 6.72 ટકાની સામે 7.27 ટકા રહ્યો હતો. જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં રિટેલ ફુગાવો 7.56 ટકા રહ્યો હતો, જે ઓગસ્ટમાં 7.15 ટકા હતો. શાકભાજીના ભાવમાં તીવ્ર ઉછાળાને…
દિવાળીના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેદારનાથની મુલાકાતની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેવ દિવાળીના શુભ મુહૂર્ત પર કેદારનાથ જઈ શકે છે. ભૂતકાળમાં સીએમ પુષ્કર સિંહ ધામીની કેદારનાથની મુલાકાતને પણ તેની સાથે જોડવામાં આવી રહી છે. આ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ષ 2018માં દિવાળીના તહેવારમાં કેદારનાથ ધામમાં પૂજા કરી ચૂક્યા છે. પ્રધાનમંત્રી બન્યા પછી પીએમ મોદી અત્યાર સુધી પાંચ વખત કેદારનાથ જઈ ચૂક્યા છે. આ વખતે તેમની કેદારનાથની છઠ્ઠી મુલાકાત હશે. જો કે પ્રશાસન હજી સુધી આ પ્રસ્તાવિત પ્રવાસ અંગે કંઈ સ્પષ્ટ નથી કરી રહ્યા. પરંતુ પ્રશાસન, પીએમ મોદીની યાત્રાને લઈને…
રાજ્યમાં અત્યારે ઠેર-ઠેર વરસાદ થઈ રહ્યો છે. જેથી ગીર પંથકમાં પણ સારા એવા પ્રમાણમાં વરસાદ થઈ રહ્યો છે. ઉગતા શિયાળામાં વરસાદ થવાથી પાકને મોટા પ્રમાણમાં નુકશાન થઈ શકે છે. કારણ કે, શિયાળામાં વરસાદ થવાથી ખેતરમાં ઊભા પાકને નુકશાન થઈ રહ્યું છે. ત્યારે ગીર પંથકમાં સાંજ પડતા જ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરુ થઈ જાય છે. વીજળીના કડાકા અને પવન સાથે વરસાદનું આગમન થયું છે. પાક લણવાની તૈયારીમાં આવીને ઊભો છે, ત્યારે માથે આકાશી આફત આવી ચડી છે. આ દશા છે ગીરના ખેડૂતોની કે જ્યાં કેટલાક દિવસોથી બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવી જાય છે અને ખેડૂતોની ચિંતામાં વધારો થાય છે.…
વિધાનસભાની ચૂંટણીને કેન્દ્રમાં રાખી ભાજપ દ્વારા આજથી ગુજરાતમાં ગૌરવ યાત્રાનો પ્રારંભ થયો છે. દેવભૂમિ દ્વારકાથી પોરબંદર સુધીની ગુજરાત ગૌરવ યાત્રા દ્વારકાથી શરૂ થઇ છે જે સાંજે ખંભાળિયા ખાતે પૂર્ણ થશે.જ્યાં સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ગૌરવ યાત્રાને પગલે ભાજપના મોટા ગજાના અનેક નેતાઑ દ્વારકા પહોંચ્યા હતા અને આગેવાનોએ યાત્રા પહેલા જગતગુરૂ શંકરાચાર્યના આશિર્વાદ લીધા હતા. આ વેળાએ સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજનું નિવેદન સામે આવ્યું છે. તેઑએ માંસ અને દારૂ તથા દ્વારકામાં ગેરકાયદે દબાણો અંગે નિવેદન આપી જણાવ્યું હતું કે, પવિત્ર યાત્રાધામ સમગ્ર બેટ-દ્વારકામાં માંસ અને દારૂ પર સંપૂર્ણ પ્રતિબંધીત હોવો જોઈએ. એક પણ સ્થળે માંસ કે મટનની દુકાન ન…
કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે જાહેર-ખાનગી ભાગીદારીના માધ્યમ હેઠળ ગુજરાતના દીનદયાળ બંદરના તુણા-ટેકરા ખાતે કન્ટેનર ટર્મિનલ વિકસાવવાના પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે. અનુરાગ ઠાકુરે કહ્યું કે ગુજરાતમાં દીનદયાળ ઉપાધ્યાય પોર્ટ પર પીપીપી મોડને આધારે કન્ટેનર ટર્મિનલ અને મલ્ટીપર્પઝ કાર્ગો બનશે. માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે છૂટછાટના સમયગાળા દરમિયાન, છૂટછાટ મેળવનારને તેની એપ્રોચ ચેનલ, બર્થ પોકેટ અને ટર્નિંગ સર્કલને ઊંડું/ પહોળું કરીને 18 મીટર-ડ્રાફ્ટ સુધીના જહાજોનું સંચાલન કરવાની સ્વતંત્રતા હશે. દીનદયાળ પોર્ટ ભારતના 12 મુખ્ય બંદરો પૈકીનું એક છે અને તે પશ્ચિમ કિનારે ગુજરાતના કચ્છના અખાતમાં આવેલું છે. પ્રોજેક્ટને બીઓટી (બિલ્ટ ઓપરેટ ટ્રાન્સફર) આધારે ખાનગી ડેવલપર/બીઓટી ઓપરેટર દ્વારા વિકસાવવાની…

