Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

સુપ્રીમ કોર્ટે બુધવારે 2016માં નોટબંધીની બંધારણીય માન્યતા પર સુનાવણી હાથ ધરી હતી. અરજી પર કોર્ટે કેન્દ્ર સરકાર અને આરબીઆઈને વિગતવાર એફિડેવિટ દાખલ કરવા કહ્યું છે. આ મામલે આગામી સુનાવણી 9 નવેમ્બરે થશે. તમને જણાવી દઈએ કે વર્ષ 2016માં કેન્દ્ર સરકારે 500 અને 1000 રૂપિયાની નોટો પર પ્રતિબંધની જાહેરાત કરી હતી., જેની સામે કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આ મામલાની સુનાવણી કરતી વખતે બુધવારે કહ્યું હતું કે તે સરકારના નીતિ વિષયક નિર્ણયોની ન્યાયિક સમીક્ષા અંગે ‘લક્ષ્મણ રેખા’થી વાકેફ છે. પરંતુ આ મુદ્દો માત્ર “શૈક્ષણિક” છે કે કેમ તે નક્કી કરવા માટે 2016ના નોટબંધીના નિર્ણયની તપાસ કરવી પડશે. એસ…

Read More

કેન્દ્ર સરકારે આજે કેબિનેટ બેઠક કરીને 3 મોટા નિર્ણય લીધા છે. દિવાળી પહેલા સરકારે રેલવે કર્મચારીઓને મોટી ભેટ આપી છે. બેઠક પછી સરકારે રેલવે કર્માચારીઓ માટે PLI બોનસની જાહેરાત કરી છે. આ સિવાય સરકારે ઓઈલ માર્કેટિંગ કંપનીઓને એક વખત માટે 22,000 કરોડ રૂપિયાની રાહત આપવાની જાહેરાત કરી છે. રેલવે કર્મચારીઓને 78 દિવસનું બોનસ આપવામાં આવ્યું છે. કેબિનેટના આ નિર્ણયથી કુલ 11.27 લાખ કર્મચારીઓ પર બોનસ તરીકે 1800 કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. જૂન 2020થી જૂન 2022ની વચ્ચે ઈન્ટરનેશનલ બજારમાં એલપીજીની કિંમતોમાં 300 ટકાનો વધારો થયો છે. ઓઈલ કંપનીઓ સામાન્ય લોકો પર આ વધારાનો સંપૂર્ણ બોજો નાંખી રહી નહોતી. અગાઉના સમયગાળામાં ઘરેલું…

Read More

તાજેતરમાં ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના પ્રવાસના બીજા દિવસે ભરૂચમાં અર્બન નક્સલીઓ પર આકરા પ્રહારો કર્યા હતા. જે બાદ હવે આ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્ફોટક નિવેદન આપ્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જણાવ્યું કે, આપણા ધર્મ અને આપણી આસ્થાને ઠેસ પહોંચાડવા માટે દરેક વખતે અલગ-અલગ પ્રકારના પ્રયત્નો કરવામાં આવે છે. એક અર્બન નક્સલની આખી ટોળકી આના પર ષડયંત્ર રચીને આપણી પાછળ પડેલી છે. આ વીડિયો જરૂરથી સાંભળજો, આવા નેતાઓને જરૂર ઓળખજો. આવા નેતાઓને ખુલ્લા પાડવામાં કોઈ કસર છોડતા નહીં, કારણ કે આ પ્રકારના અર્બન નક્સલોને આપણી સંસ્કૃતિ પર મનફાવે ત્યારે જે પ્રકારના બેફામ લવારા…

Read More

ગુજરાત ચૂંટણી પહેલા આજે ફરીથી રાજ્યમાં 23 આઈએએસ ઓફિસરની બદલી કરાઇ છે. જેમાં અમદાવાદના નવા કલેક્ટર ધવલ પટેલને બનાવવામાં આવ્યા છે. આણંદના કલેક્ટર તરીકે ડી.એસ ગઢવીની નિમણૂક કરવામાં આવી છે. ડી.પ્રવિણાની ગાંધીનગર કલેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. રમેશ મેરઝાની ભાવનગરના કલેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.આ સાથે દિલીપ રાણાની કચ્છના કલેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. એમ. થેન્નારસન અમદાવાદના કમિશનર બન્યા છે. જ્યારે ધવલ પટેલને અમદાવાદના નવા કલેક્ટર બનાવવામાં આવે છે. તાજેતરમાં જ ગુજરાતના કેટલાક અધિકારીઓ કેન્દ્રમાં જોઇન્ટ સેક્રેટેરીના પદ માટે એમ્પેનલ્ડ થયા હતા. તેમાંના 5 અધિકારીઓને કેન્દ્રની કેબિનેટ સમિતિએ રવિવારે બઢતી સાથે બદલી આપી છે. આ પાંચ અધિકારીઓમાં…

Read More

ગુજરાત સરકારના વર્ગ-4ના કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા છે. રાજ્ય સરકારના નાંણા વિભાગે ઠરાવ બહાર પાડયો છે જેમાં વર્ગ-4ના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સળંગ 6 મહિનાની નોકરી હોય તેવા કર્મચારીઓને બોનસ લાભ મળશે, સાથે જ સરકારે 30 દિવસના એડહોક બોનસ ચૂકવાનો નિર્ણય કર્યો છે. મહત્ત્વની વાત એ છે કે હવે દિવાળી નજીક આવી રહી છે. ત્યારે સરકારની બોનસ વધારવાની જાહેરાત બાદ વર્ગ-4ના કર્મચારીઓની દિવાળી સુધરી ગઈ છે. કર્મચારીઓની બોનસ અંગેની જાહેરાત બાદ સરકારી કર્મચારીઓમાં આનંદ જોવા મળી રહ્યો છે. મહત્ત્વનું છે કે આ વખતે દિવાળી 24 ઓક્ટોબરે જ આવી રહી છે ત્યારે રાજ્યના મુખ્ય પ્રધાન…

Read More

દિવાળીના તહેવારને લઈ રેલવે સ્ટેશન હોય કે પછી બસ સ્ટેશન, પ્રવાસીઓનો ધસારો વધી જાય છે. ત્યારે પ્રવાસીના ધસારાને પહોંચી વળવા માટે એસટી નિગમ દ્વારા વધારાનની 2300 બસો દોડાવવામાં આવશે. એસટી નિગમ દ્વારા દરેક તહેવારમાં પ્રવાસીઓ માટે વિશેષ વ્યવસ્થા કરતા હોય છે. ચાલુ વર્ષે પણ દિવાળીના તહેવારને લઈ વધારાનું સંચાલન કરવા માટે સજ્જ થઈ ગયા છે. એસટી નિગમ દ્વારા પ્રવાસીઓ માટે વધારાની 2300 બસો દોડાવાશે. જોકે, સુરતમાં સૌથી વધુ સૌરાષ્ટ્રવાસીઓ વસી રહ્યા છે. સાથે સાથે ગુજરાતભરમાંથી લોકો દિવાળી વેકેશન દરમિયાન વતનમાં જતા હોય. જેને લઈ સુરત વિભાગમાંથી વધારાની 1550 બસો દોડાવશે.ખાસ કરીને સૌરાષ્ટ્ર, પંચમહાલ, દાહોદ, ગોધરા, ઝાલોદ માટેનુ વધારાનુ સંચાલન કરાશે.…

Read More

ચૂંટણીની જાહેરાતનું કાઉન્ટડાઉન શરું થઇ ચૂક્યૂ છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલા જ ભાજપ દ્વારા ગૌરવયાત્રા થકી ચૂંટણીનું બ્યુગલ ફૂંકી દેવાયું છે. સી.આર.પાટીલ અને મુખ્યમંત્રીએ ડિજિટલ રથ ફ્લેગ ઓફ કરાવી દીધા છે. તો બીજી બાજુ પાંચ વિવિધ સ્થળોથી ભાજપ ગૌરવ યાત્રાની પણ આજથી શરૂઆત કરાઇ રહી છે. આ સાથે જે. પી. નડ્ડા પણ ગુજરાતમાં છે. તેઓએ પણ બે યાત્રાઓને ગ્રીન સિગ્નલ આપી છે. વિધાનસભાની ચૂંટણી નો માહોલ ભાજપ તરફી બનાવવા ભાજપની આ યાત્રા દરેક ઝોનમાં સરેરાશ 10 દિવસ ચાલશે .જે 144 વિધાનસભા બેઠકને આવરી લેશે. આ તમામ વિસ્તારોમાં કેન્દ્રીય મંત્રીઓને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ લઈને પ્રજા વચ્ચે જવાની સૂચના આપવામાં…

Read More

ભારતમાં બનતા કફ સિરપને કારણે આફ્રિકન દેશ ગામ્બિયામાં 66 બાળકોના મોતની ચિતા હજુ ઠંડી પડી નથી ને હવે દવાઓમાં અન્ય બે કેમિકલના ઉપયોગને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ન્યૂઝ18ને મળેલી માહિતી અનુસાર, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા ચાર કફ સિરપને લઈને એલર્ટ જારી કર્યા બાદ કર્ણાટકના ડ્રગ રેગ્યુલેટરે ફાર્મા કંપનીઓને ગ્લિસરીન અને પ્રોપિલિન ગ્લાયકોલનું વિશ્લેષણ કરીને સાત દિવસમાં રિપોર્ટ સોંપવાનો નિર્દેશ આપ્યો છે. ડબ્લ્યુએચઓ અનુસાર, સોનેપત સ્થિત મેઇડન ફાર્માસ્યૂટિકલ્સ દ્વારા ઉત્પાદિત કફ સિરપના વિશ્લેષણમાં ડાયેથિલિન ગ્લાયકોલ અને ઇથિલિન ગ્લાયકોલની નહિવત્ માત્રાની પુષ્ટિ થઈ છે, જે ઝેરી હોઈ શકે છે અને કિડનીને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. કર્ણાટકના ડ્રગ્સ કંટ્રોલ…

Read More

ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે તેમ છતાં પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે અને સામાન્ય વરસાદ પણ થઈ રહ્યો છે. ચોમાસાની વિદાય બાદ વરસાદ થતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ચોમાસું પાક તૈયાર થઈ ગયો છે અને તેવા સંજોગોમાં વાદળછાયું વાતાવરણ અને સામાન્ય વરસાદ થતાં ખેડૂતો ચિંતિત બન્યા છે. સામાન્ય રીતે ગુજરાતમાં ડિસેમ્બર અને જાન્યુઆરીમાં સૌથી વધારે ઠંડી પડતી હોય છે એટલે હવામાન વિભાગનું પણ અનુમાન છે કે, નવેમ્બર સુધી બેવડી ઋતુનો એહસાસ થશે કારણ કે, લઘુતમ તાપમાન નીચું અને મહત્તમ તાપમાન ઊંચું રહેવાના કારણે વહેલી સવારે ઠંડી અને બપોર થતા જ ગરમીનો અનુભવ થાય…

Read More

વિકાસ કાર્યો થકી શહેરની તસવીર બદલાઇ રહી છે, ત્યારે હવે અમદાવાદ શહેરમાં વિદેશ જેવી ગગગચુંબી ઇમારતો જોવા મળશે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ કમિટીમાં આને લઈને નિણર્ય લેવામાં આવ્યો છે. શહેરના સોલા, બોડકદેવ અને શીલજ વિસ્તારમાં 30થી 33 માળની ગગનચુંબ બિલ્ડિંગ બનશે. જ્યારે અગાઉ બે ઇમારતોને મંજૂરી મળી હતી. હવે વઘુ ઈમારતોને પરવાનગી આપવામાં આવી છે. સતત વિકાસના માર્ગે ઝડપથી દોડી રહેલા અમદાવાદ શહેરની કાયાપલટ થઇ રહી છે. આવામાં શહેરમાં 3 ઈમારતને હાઈરાઈઝ બાંધકામની મંજૂરી આપવામાં આવી છે. હવે અમદાવાદમાં 30થી 33 માળની બિલ્ડિંગ બનશે. શહેરના સોલા, બોડકદેવ, શીલજમાં ઊંચી ગગનચુંબી ઈમારતો બનશે. AMCની ટાઉન પ્લાનિંગ કમિટીમાં આ અંગે નિર્ણય લેવામાં…

Read More