What's Hot
- આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
- આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
- આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
- રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
- યોગી સરકારના મંત્રી ગુલાબો દેવી બન્યા માર્ગ અકસ્માતનો ભોગ, ટોલ પ્લાઝા પાસે કાફલાના અનેક વાહનો એકબીજા સાથે અથડાયા
- આ ખતરનાક મિસાઈલ ફાઈટર જેટ તેજસ Mk-1A માં પણ લગાવવામાં આવશે, પાકિસ્તાનની સાથે ચીન પણ ધ્રૂજશે
- લૂંટ દરમિયાન ઝવેરીની ગોળી મારી હત્યા, લોકોએ એક આરોપીને પકડીને માર માર્યો; ત્રણ ફરાર
- વેરાવળ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસર ખાલી કરાવાયું, પોલીસ વિભાગમાં ગભરાટ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
રાજ્યમાં દિવાળી પહેલા જ ખાદ્યતેલના ભાવમાં તોતિંગ વધારો થયો છે. સિંગતેલના ડબ્બાના ભાવમાં 50 રૂપિયાનો અને કપાસિયા તેલના ડબ્બામાં રૂપિયા 30નો વધારો થયો છે. જે બાદ હવે સિંગતેલનો ભાવ 3 હજાર રૂપિયાને વટાવી ગયો છે. જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2500એ પહોંચી ગયો છે. તહેવારોની સિઝનમાં ખાદ્યતેલની માંગમાં વધારો થતાં ભાવમાં ધરખમ વધારો થયો છે. ફરી એકવાર સિંગતેલનો ડબ્બો 3000ને પાર પહોંચી ગયો છે. સિંગતેલનો નવો ભાવ રૂપિયા 3050 થયો છે. તો 30 રૂપિયાના વધારા બાદ કપાસિયા તેલનો નવો ભાવ 2500 થયો છે. જોકે, તેલ બનાવતી મિલોમાં સ્ટોકની અછતને કારણે ભાવ વધારો થઇ રહ્યો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. દિવાળી…
સમાજવાદી પાર્ટીના સંસ્થાપક અને ઉત્તર પ્રદેશના ત્રણ વખત મુખ્યમંત્રી રહેલા મુલાયમ સિંહ યાદવનું લાંબી બીમારી બાદ સોમવારે નિધન થયું હતું. તેમણે 82 વર્ષની ઉંમરે ગુરુગ્રામના મેદાંતા હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા હતા. આજે રાજકીય સન્માન સાથે તેમનું પેતૃક ગામ સેફઇમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમના પાર્થિવ શરીરને સવારે 10 વાગ્યે અંતિમ દર્શન માટે સેફઇ મેલા ગ્રાઉન્ડના પંડાલમાં રાખવામાં આવશે. લગભગ 3 વાગ્યે રાજકીય સન્માન સાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. મુલાયમ સિંહ યાદવના અંતિમ સંસ્કારમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ સામેલ થશે. ઉપરાંત મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ સેફઇ જશે. હેમંત સોરેન, ઓમ બિડલા, કેસીઆર, કમલનાથ સહિત કેન્દ્રીય મંત્રી પણ શ્રદ્ધાંજલિ અર્પિત કરવા જશે.…
બાળકને જન્મ આપવો કે નહીં તે અધિકાર કલમ 21 હેઠળ વ્યક્તિગત સ્વતંત્રતાનો અવિભાજ્ય ભાગ છે, જેથી કોઈ પણ મહિલાને બાળકને જન્મ આપવાની ફરજ પાડી શકાય નહીં, તે પ્રકારનો ચુકાદો બોમ્બે હાઈકોર્ટે તાજેતરમાં આપ્યો હતો. બોમ્બે હાઈકોર્ટમાં છૂટાછેડાની માંગ કરતી અરજી પહોંચી હતી. જેમાં અરજદાર પતિએ દલીલ કરી હતી કે તેની પત્ની દ્વારા તેની સંમતિ વિના ગર્ભ પાડી દેવોએ ક્રૂરતા સમાન છે. આ કેસમાં ન્યાયાધીશ અતુલ ચંદુરકર અને ઉર્મિલા જોશી-ફાળકેની ખંડપીઠે વિવિધ દલીલોને ધ્યાને લીધી હતી. આ કેસ પુંડલિક યેવતકર વિરુદ્ધ ઉજ્જવલા (શુભાંગી યેવતકર)નો છે. કોર્ટે નોંધ્યું કે, બાળકને જન્મ આપવો કે ન આપવો એ પસંદગીનો સ્ત્રીનો અધિકાર એ તેની વ્યક્તિગત…
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્ય સરકારે વિદ્યા સહાયકોની ભરતીને લઇ મહત્ત્વનો નિર્ણય લીધો છે. શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ વિદ્યા સહાયકોની ભરતી કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યમાં 2600 વિદ્યા સહાયકોની ભરતી કરવાનો રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે. રાજ્યમાં વિદ્યા સહાયકોની ભરતી કરવા માટે 11મી ઓક્ટોબર, 2022ના રોજ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે તેમ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે. ત્યાં જ ધોરણ 1 થી 5 માં 1000 અને ધોરણ 6 થી 8 માં 1600 એમ કુલ મળીને 2600 વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવશે. રાજ્ય સરકાર તરફથી શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, જેમાં ધોરણ 1 થી 5 માં 1000 ગણિત-વિજ્ઞાન…
દેશભરમાં ખેડૂતોની આવક વધારવા માટે સરકાર તરફથી ઘણા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને પીએમ કિસાન સમ્માન નિધિ યોજના દ્વારા ખેડૂતોને આર્થિક સહાય કરવામાં આવી રહી છે પણ હવે સરકારે ખેડૂતોને સીધો ફાયદો આપવા માટે એક ખાસ યોજના બનાવી છે. દેશની સૌથી મોટી દૂધ વિક્રેતા કંપની અમૂલ સાથે મળીને સરકાર એક ખાસ યોજના બનાવી રહી છે. અત્યાર સુધી ભારતમાં જ અમૂલના દૂધનો ઉપયોગ કરવામાં આવતો હતો પણ હવે અમૂલ દૂધનો સ્વાદ અન્ય દેશોના નાગરિકો પણ લઈ શકશે. જણાવી દઈએ કે સરકાર વતી ડેરી પ્રોડક્ટ્સને પ્રોત્સાહન આપવા માટે સરકાર આ ખાસ પ્લાનિંગ કરી રહી છે. કેન્દ્રીય સહકારી મંત્રી અમિત શાહે…
રોયલ સ્વિડિશ એકેડમી ઓફ સાયન્સે 2022ના અર્થશાસ્ત્રના નોબેલ પુરસ્કારની જાહેરાત કરી છે. આ વખતનો અર્થશાસ્ત્રીનો નોબેલ અમેરિકાને ફાળે ગયા છે. 3 અમેરિકી અર્થશાસ્ત્રી બેન એસ બર્નાકે, ડગલસ ડાયમંડ અને ફિલિપ વાઈવિગને 2022ના અર્થશાસ્ત્રના નોબેલની સન્માનિત કરાયા છે. 3 અમેરિકી અર્થશાસ્ત્રી બેન એસ બર્નાકે, ડગલસ ડાયમંડ અને ફિલિપ વાઈવિગને બેન્ક અને નાણાકીય કટોકટી પર રિસર્ચ માટે અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મળ્યો છે. તેમની આ શોધથી દુનિયાને નાણાકીય કટોકટીમાંથી બહાર આવવામાં ઘણી મદદ મળી હતી. અમેરિકાના આ ત્રણ અર્થશાસ્ત્રીઓએ બેન્કને ભાંગી પડતી અટકાવવી કેમ જરુરી છે તે અંગે વિસ્તૃત રિસર્ચ કર્યું હતું અને તેમના આ રિસર્ચને સહારે દુનિયા બેન્ક અને નાણાકીય કટોકટીમાંથી બહાર…
તહેવારોની સિઝનમાં મોદી સરકારે 28 સપ્ટેમ્બર 2022ના રોજ મોંઘવારી ભથ્થું વધારવાની જાહેરાત કરી હતી, જેમાં કેન્દ્ર સરકારના 1 કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરોને રાહત આપવામાં આવી હતી. જે બાદ 3 ઓક્ટોબર 2022ના રોજ ખર્ચ વિભાગે ઓફિસ મેમોરેન્ડમ દ્વારા મોંઘવારી ભથ્થામાં વધારો કરવાના આદેશને લઈને નોટિફિકેશન બહાર પાડ્યું છે. હવે ડિપાર્ટમેન્ટ ઓફ પેન્શન એન્ડ પેન્શનર્સ વેલ્ફેર (ડીઓપીપીડબ્લ્યુ)એ માહિતી આપી છે કે મોંઘવારી ભથ્થું 34 ટકાથી વધારીને 38 ટકા કરવામાં આવ્યું છે.8 ઓક્ટોબર, 2022 ના રોજ, પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગે એક ઓફિસ મેમોરેન્ડમ જારી કરીને ટ્વીટ કર્યું હતું કે રાષ્ટ્રપતિ એવો નિર્ણય લઈને ખુશ છે કે કેન્દ્ર સરકારના પેન્શનરો / ફેમિલી…
દિલ્હી-NCRમાં વરસાદ ચાલુ છે. રવિવારે અનેક જગ્યાએ વરસાદનો કહેર જોવા મળ્યો હતો. જૂની દિલ્હીના ફરાશ ખાના વિસ્તારમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી થઈ હતી. જેમાં ત્રણ લોકોના મોત થયા હતા અને આઠ ઘાયલ થયા હતા. જે બાદને રવીવારે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ વચ્ચે હરિયાણાના ગુરુગ્રામમાં એક રવિવારે મોટી દુર્ઘટના બની છે. ગુરુગ્રામમાં તળાવમાં ડૂબી જવાથી 6 બાળકોના મોત થયા છે. ત્યારે બાળકોના મૃત્યુથી પરિવારજનોમાં અરેરાટી મચી છે. રવિવારે વરસાદે દેશના અનેક સ્થળોએ ભારે તબાહી મચાવી હતી. દેશની રાજધાની દિલ્હીમાં એક ધરાશાયી થયુ હતુ જે અકસ્માતમાં એક બાળકનું મોત થયું હતુ. ત્યારે ગત રોજને ગુરુગ્રામના બાજખેડા ગામ પાસે સેક્ટર-110 Aમાં…
રશિયાએ યુક્રેનની રાજધાની કીવ સહિત કેટલાય શહેરો પર ભીષણ મિસાઈલો વડે હુમલો કર્યો છે. કીવ પર લગભગ ચાર જેટલી મિસાઈલો છોડી છે. સાથે જ અન્ય યુક્રેની સહેરો પર પણ રશિયાયે મિસાઈલથી હુમલો કર્યો છે. સમગ્ર યુક્રેનમાં રશિયાના મોટા પાયે મિસાઈલ હુમલા બેસમેંટમાં સુરક્ષા પહોંચેલા બાળકો રાષ્ટ્રગાન ગાઈ રહ્યા છે. કહેવાય છે કે, કીવમાં 8 નાગરિકોના મોત થઈ ગયા છે અને 24 લોકો ઘાયલ થયા છે. આ હુમલા બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર જેલેંસ્કીએ કહ્યું કે, દેશભરમાં શહેરોમાં કેટલાય હુમલામાં લોકોના મોત થવાની જાણ થઈ છે અને કેટલાય લોકો ઘાયલ પણ થયા છે. યુક્રેનના કમાંડર ઈન ચીફ વાલેરી જાલુગ્નીએ કહ્યું કે, યુક્રેન…
વડાપ્રધાન મોદીનો આજે ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. આજે તેઓ ગાંધીનગરથી ભરૂચ પહોંચ્યા છે. ભરૂચનાં આમોદમાં આજે તેઓ 8000 કરોડથી વધુની વિવિધ યોજનાઓનું લોકાર્પણ અને ભૂમિ પૂજન કર્યુ છે. આમોદ તાલુકાના રેવા સુગરના મેદાન ખાતેથી જાહેરસભા સંબોધી રહ્યા છે. આ સાથે જ વિવિધ ઔદ્યોગિક પાર્ક અને ઈન્ફ્રાસ્ટક્ચર પ્રોજેક્ટનું પણ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું છે. વડાપ્રધાન મોદીએ સંબોધનની શરૂઆતમાં મુલાયમસિંહ યાદવને યાદ કરીને કર્યું હતું. વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યુ કે, આજે સવારે જ્યારે હું અહીં આવી રહ્યો હતો ત્યારે દુખદ ખબર મળી કે, મુલાયમસિંહ યાદવજીનું નિધન થયું છે. મુલાયમજી સાથે મારો નાતો એક વિશેષ હતો. અમે બંને જ્યારે મુખ્યમંત્રી હતા…

