What's Hot
- આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
- આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
- આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
- રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
- યોગી સરકારના મંત્રી ગુલાબો દેવી બન્યા માર્ગ અકસ્માતનો ભોગ, ટોલ પ્લાઝા પાસે કાફલાના અનેક વાહનો એકબીજા સાથે અથડાયા
- આ ખતરનાક મિસાઈલ ફાઈટર જેટ તેજસ Mk-1A માં પણ લગાવવામાં આવશે, પાકિસ્તાનની સાથે ચીન પણ ધ્રૂજશે
- લૂંટ દરમિયાન ઝવેરીની ગોળી મારી હત્યા, લોકોએ એક આરોપીને પકડીને માર માર્યો; ત્રણ ફરાર
- વેરાવળ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસર ખાલી કરાવાયું, પોલીસ વિભાગમાં ગભરાટ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતી કાલે એટલે કે મંગળવાર 11 ઓક્ટોબરના રોજ મધ્ય પ્રદેશ આવશે. તેઓ અહીં ઉજ્જૈનમાં મહાકાલ લોકનું ઉદ્ઘાટન કરશે. તેમનો કાર્યક્રમ વિશેષ પૂજા અર્ચનાથી શરૂ થશે. તેના પછી તેઓ અહીં બનાવવામાં આવેલા ભવ્ય મહાકાલ કોરિડોરને જનતાને સમર્પિત કરશે. મહાકાલના કાર્યક્રમ અને પીએમ મોદીના સ્વાગતમાં ઉજ્જૈનને ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે. 11 ઓક્ટોબરે મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં વડાપ્રધાનની મુલાકાત ઘણી રીતે ખાસ રહેશે. પીએમ મોદી ઉજ્જૈનમાં મહાકાલ પરિસરમાં બનેલા મહાકાલ લોકના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપવા ઉજ્જૈનમાં સામેલ થશે. તેમના મહાકાલ લોકના ઉદ્ઘાટન કાર્યક્રમની શરૂઆત મહાકાલની વિશેષ પૂજાથી થશે. PM મોદી સાંજે 5:30 વાગ્યે ઉજ્જૈન પહોંચશે. તે પહેલા ગર્ભગૃહમાં બાબા મહાકાલની પૂજા…
શરૂઆતી ટ્રેડમાં અમેરિકી ડોલરની તુલનાએ રુપિયો અત્યારસુધીના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે. એક ડોલરની કિંમત પહેલી વખત 82.68 રુપિયા થઈ ગઈ છે. ભારતીય કરન્સી રુપિયો આજે પોતાના રેકોર્ડસ્તરના નીચલા સ્તરે જોવા મળ્યો. ઓપનિંગ સેશનમાં રુપિયો અમેરિકી ડોલરની તુલનાએ 82.68 સુધી ગગડ્યો. રુપિયામાં રેકોર્ડ લેવલે ઘટાડા બાદ મોટી ચિંતા ઊભી થઈ છે અને તે 85 રુપિયા પ્રતિ ડોલર સુધી આવી જશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભારતીય રિઝર્વ બેંકે રુપિયામાં જોવા મળતા સતત રકાસને રોકવા માટે જે પગલાં લીધા છે તેની અસર ઘણી જ ઓછી જોવા મળી રહી છે. અને રુપિયો સતતને સતત નબળો પડી રહ્યો છે. આ…
ઓડિશાના સુંદરગઢ જિલ્લાના એક ગામમાં રવિવારે બપોરે એક ફુટબોલ મેચ દરમિયા આકાશીય વીજળી પડવાથી બે ફુટબોલ ખેલાડીઓના મોત થઈ ગયા છે. આ દરમિયાન લગભગ 25 જેટલા લોકો ઘાયલ પણ થઈ ગયા હતા. અધિકારીઓએ જણાવ્યું છે કે, રવિવારે બપોરે સુંદરગઢ જિલ્લાના નુઆગાંવના બનીલતા વિસ્તારમાં એક મેદાનમાં એક ફુટબોલ મેચ ચાલી રહી હતી. અચાનક આકાશમાં વાદળ મંડાયા અને વરસાદ થવા લાગ્યો. ખેલાડીઓ કવર લેવા માટે દોડી રહ્યા હતા. આ દરમિયાન આકાશમાંથી વીજળી પડી. જેમાં બે ખેલાડીઓના મોત થઈ ગયા. અન્ય કેટલાક ખેલાડી અને દર્શકો સહિત 25 લોકો ઘાયલ થઈ ગયા હતા. પરતગુટા ગામના માઈકલ સુરીન (16) અને અજય લખુઆ (23)નું મોત થઈ…
રાજ્યમાં અવારનવાર વિવિધ શહેરોમાં ખાદ્ય પદાર્થ પર ભેળસેળ વાળા કિસ્સાઓ સામે આવતા હોય છે. તહેવાર આવે એટલે ભેળસેળિયાઓ સક્રિય થઇ જાય. ખિસ્સા ભરવાની લ્હાયમાં વેપારીઓ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા સહેજ પણ ખચકાતા નથી. ત્યારે રાજકોટ મનપાના ફૂડ વિભાગે આ તકનો લાભ લઇને ખોરાકમાં ભેળસેળ કરીને લોકોને છેતરનારા સામે લાલ આંખ કરી છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે રાજકોટના તરઘડીના ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં દરોડા પાડતા 13 લાખનું ભેળસેળયુક્ત ઘી ઝડપાયું છે. તરઘડીના ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં કૃષ્ણા ફેટ એન્ડ પ્રોટીનના કારખાનામાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે દરોડા પાડ્યા હતા. મહત્વનું છે કે, 2021માં પણ મનપાના ફૂડ એન્ડ ડ્રગ વિભાગે આ જ કારખાનામાંથી ભેળસેળયુક્ત ઘી ઝડપ્યું…
જમ્મુ કાશ્મીરમાં અનંતનાગ જિલ્લામાં કોકરનાગનાં તેંગપો ગામમાં રવિવારે મોડી રાત્રે સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચેની અથડામણ આજે સોમવારે પણ ચાલુ રહી છે અને આ અથડામણમાં વધુ એક આતંકી ઠાર થયો છે. જમ્મુ કાશ્મીર પોલીસે કહ્યું હતું કે અનંતનાગ અથડામણમાં 2 આતંકીઓનાં મોત થયા હતા. અને હજુ પણ આ વિસ્તારમાં બે વધારે આતંકીઓ છૂપાયા હોવાનું માનવમાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે રવિવારે મોડી રાત્રે એક આતંકીને સુરક્ષા દળોએ ઠાર કર્યો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યુ હતું કે સુરક્ષા દળોએ દક્ષિણ કાશ્મીર જિલ્લાના તંગપાવા વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની વિશેષ સૂચના મળી હતી ત્યાર બાદ રવિવારે રાત્રે ઘેરાબંધી કરીને તેની તપાસ કરવામાં આવી હતી,…
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે ત્યારે આજે વતનમાં તેમનો બીજો દિવસ છે. ગઈકાલે મહેસાણામાં કરોડોના વિકાસકામોની ભેટ આપ્યા બાદ આજે પ્રવાસના બીના દિવસે તેઓ ભરૂચ, આણંદ, અમદાવાદ અને જામનગરમાં યોજાનાર કાર્યક્રમમાં હાજરી આપશે અને વધુ કરોડોના વિકાસકામોની ભેટ રાજ્યના લોકોને આપશે. પીએમના આ કાર્યક્રમને લીધે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને પોતાના લોકપ્રિય નેતાનું સ્વાગત કરવા માટે થનગની રહ્યા છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસના બીજા દિવસે ભરૂચ જિલ્લાના જંબુસર તથા આમોદ ખાતે વિવિધ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશાળ ડોમ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ મુલાકાત દરમિયાન…
સમાજવાદી પાર્ટીના સંરક્ષક અને લોકસભા સાંસદ મુલાયમ સિંહ યાદવનું લાંબી બીમારી બાદ આજે સવારે 8.15 કલાકે તેમનું નિધન થયું છે. 82 વર્ષીય મુલાયમ સિંહ યાદવ 22 ઓગસ્ટથી ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ હતા. થોડાં દિવસ પહેલાં જ તેમની તબિયત વધુ બગડતાં ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની સારવાર કરી રહેલા ડોક્ટરોનું કહેવું છે કે મુલાયમ સિંહની હાલત 2 ઓક્ટોબરથી નાજુક હતી. શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી, દવાની પણ અસર થતી નહોતી. મેદાંતામાં દાખલ મુલાયમ સિંહ યાદવની સારવાર કરી રહેલા ડો. યતિન મહેતાના જણાવ્યા મુજબ તેમની સ્થિતિ 9 ઓક્ટોબરથી ગંભીર બની હતી. 2 ઓક્ટોબરથી જ લાઈફ સપોર્ટ સિસ્ટમ એટલે કે વેન્ટિલેટર…
ગુજરાત વિધાનસભા ચૂંટણીને આડે હવે થોડા જ દિવસો બાકી છે. ત્યારે તમામ પાક્ષના નેતાઓ ગુજરાતની જનતાને પોતાની વાત સમજાવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે ભાજપના અમિત માલવિયાએ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે દેશના વડાપ્રધાન મોદી અંગે આપત્તિજનક શબ્દો બોલી રહ્યા છે. જે અંગે મહિલા આયોગે ગોપાલ ઇટાલિયાને નોટિસ ફટકારી છે. આ ગુરૂવારે ગોપાલ ઇટાલિયાને આયોગ સામે હાજર રહેવાનું પણ જણાવવામાં આવ્યુ છે. 13મી ઓક્ટોબરના, ગુરૂવારે આ મામલા અંગે સુનાવણી થશે. નેશનલ કમિશન ઓફ વુમને તજીન્દ્ર બગ્ગાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર મુકેલો વીડિયો ટાંકીને કહ્યુ છે કે, આ વીડિયોમાં વડાપ્રધાન મોદી…
એક તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ગુજરાતના પ્રવાસ પર છે. તેમજ સોમવારના રોજ તેઓ જામનગરની મુલાકાતે પણ વાના છે. તો સાથે જ મંગળવારના રોજ તેઓ રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે જન સભાને સંબોધવાના છે. ત્યારે વડાપ્રધાનના આગમન પૂર્વે રાજકોટના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રાજહંસ સ્ટોન કન્ટ્રીંગ કંપનીમાંથી જીલેટીન સ્ટીક, બેટરી, વાયર સહિતની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવા પામી છે. જ્યારે સમગ્ર મામલે સ્થાનિક પોલીસ તેમજ ક્રાઈમ બ્રાન્ચ, એસોજી સહિતની મહત્વની બ્રાન્ચનો પોલીસ કાફલો પણ તપાસમાં જોડાયો છે. તેમજ જરૂર પડે અન્ય એજન્સીની પણ મદદ લેવામાં આવશે. રાજકોટ પોલીસને આપેલ ફરિયાદમાં એભલભાઈ લાભુભાઈ જલુ નામના વેપારીએ જણાવ્યું છે કે, ગત તારીખ 6…
તીવ્ર હરીફાઈ વચ્ચે પણ યુવા વર્ગમાં સરકારી નોકરીનો જબરો ક્રેઝ જોવા મળી રહ્યો છે. યુવા વર્ગ સરકારી નોકરી મેળવવા માટે તનતોડ મહેનત કરી રહ્યો છે. હાલ સરકારી નોકરી કરવા ઈચ્છુક ઉમેદવારોની સંખ્યામાં પ્રચંડ વધારો થયો છે. નાની એવી જગ્યા માટેની પરીક્ષા પાસ કરવા માટે પણ વિદ્યાર્થીઓને તનતોડ મહેનત કરવી પડે છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં જનરલ નોલેજના પણ પ્રશ્નો પૂછાય છે. જેને ધ્યાનમાં રાખીને સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના અંડર ગ્રેજ્યુએટના અભ્યાસક્રમોમાં સ્કિલ ડેવલોપમેન્ટ અને જનરલ નોલેજનો વિષય ઉમેરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા નોકરીની…

