What's Hot
- આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
- આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
- આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
- રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
- યોગી સરકારના મંત્રી ગુલાબો દેવી બન્યા માર્ગ અકસ્માતનો ભોગ, ટોલ પ્લાઝા પાસે કાફલાના અનેક વાહનો એકબીજા સાથે અથડાયા
- આ ખતરનાક મિસાઈલ ફાઈટર જેટ તેજસ Mk-1A માં પણ લગાવવામાં આવશે, પાકિસ્તાનની સાથે ચીન પણ ધ્રૂજશે
- લૂંટ દરમિયાન ઝવેરીની ગોળી મારી હત્યા, લોકોએ એક આરોપીને પકડીને માર માર્યો; ત્રણ ફરાર
- વેરાવળ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસર ખાલી કરાવાયું, પોલીસ વિભાગમાં ગભરાટ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
મહારાષ્ટ્રના નાસિકમાં ભયાનક દુર્ઘટના ઘટી છે. અહીં એક બસમાં આગ લાગવાથી લગભગ 10 લોકોના મોત થઈ ગયા છે. પોલીસે જણાવ્યું છે કે, આ દુર્ઘટના શુક્રવારે રાતે થઈ છે. હાલમાં ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આશંકા છે કે, દુર્ઘટનામાં મોતનો આંકડો વધી શકે છે. નાસિક પોલીસે દુર્ઘટનામાં કેટલાય લોકોના મોત થયા હોવાની આશંકા વ્યક્ત કરી છે. અમુક મીડિયા રિપોર્ટ્સમાં તો એવો દાવો કરવામાં આવ્યો છે કે, પેસેન્જર ભરેલી બસ પલ્ટી ગઈ હતી. જે બાદ આગ લાગી ગઈ હતી. પોલીસે કહ્યું કે, ડોક્ટર્સની પુષ્ટિ સાથે હજૂ પણ મોતનો અસલી આંકડો જાણવાની કોશિશ થઈ રહી છે. અહીં ઉલ્લેખનિય છે કે, દુર્ઘટનાનો શિકાર…
ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ATS દ્વારા મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. ICG જહાજે ATS ગુજરાત સાથેના સંયુક્ત ઓપરેશનમાં 06 ક્રૂ મેમ્બર સાથે 50 કિલો હેરોઈન ઝડપી પાડવામાં આવ્યું છે. આ સાથે પાકિસ્તાની બોટ અલ-સાકરને IMBL નજીકથી આજે સવારે 350 કરોડ રૂપિયાની માર્કેટ કિંમતના 50 કિલો હેરોઈન સાથે ઝડપી પાડવામાં આવી છે. ICG જહાજોએ તોફાની દરિયા અને ખરાબ હવામાન વચ્ચે બહાદુરી બતાવતા આ જહાજની ઝડપી પાડ્યું હતું. આ બોટને વધુ તપાસ માટે જખૌ લાવવામાં આવી રહી છે. ત્યા તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. માહિતી પ્રમાણે અલ-સાકાર નામની પાકિસ્તાની બોટ સાથે 6 પાકિસ્તાની નાગરિકની…
તહેવારોની સિઝનમાં સામાન્ય જનતાને મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હી-એનસીઆરમાં કંપ્રેસ્ડ નેચરલ ગેસ (CNG)ની કિંમતોમાં આજથી વધારો ઝીકવામાં આવ્યો છે. ઈંદ્રપ્રસ્થ ગેસ લિમિટેડ સીએનજીના ભાવમાં 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. નવા ભાવ આજે સવારે 8 ઓક્ટોબરથી લાગૂ થઈ ગયા છે. તો વળી PNGના ભાવમાં પણ 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આજથી દિલ્હી, નોઈડા, ગ્રેટર નોઈડા, ગુરુગ્રામ અને ગાજિયાબાદ સહિત કેટલાય ઉત્તર ભારતીય શહેરોમાં સીએનજી અને પીએનજીના ભાવ વધી ગયા છે. કરનાલ, કાનપુર અને મુઝફ્ફરનગર જેવા શહેરોમાં પણ કિંમતો વધી છે. હકીકતમાં જોઈએ તો, સાત ઓક્ટોબરે સાંજે દિલ્હી એનસીઆરમાં સીએનજીના નવા ભાવની જાહેરાત કરવામાં આવી હતી, જે મુજબ હવે સીએનજી…
શહેરમાં ગુનાખોરીની ઘટનાઓ વધી રહી છે, ત્યારે વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વડોદરામાં દંપતીને રિવોલ્વરની અણીએ બંધક બનાવી લૂંટ ચલાવવામાં આવી હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. ઘરની અંદર ઘૂસી આવેલા ચોરોએ દંપતીને માર મારી રિવોલ્વરની અણીએ લૂંટ ચલાવી હતી. એટલું જ નહીં, આરોપીઓએ તેમને દોરી વડે બાંધી દઇ તિજોરી સાફ કરી ફરાર થઇ ગયા હતા. હાલ આ મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. વડોદરામાં ઘરમાં ઘૂસીને લૂંટ ચલાવવાની ઘટનાએ ખળભળાટ મચાવ્યો છે. અચાનક જ રિવોલ્વર સહિતના હથિયારો સાથે ઘરમાં ઘૂસી આવેલા લૂંટારુઓએ આતંક મચાવ્યો હતો. દંપતી પોતાના ઘરમાં હતા, ત્યારે જ અચાનક લૂંટારુઓ…
એપ આધારિત કેબ કંપનિઓ ઓલા, ઉબર અને રેપિડોને મોટો ઝટકો લાગ્યો છે. આ ત્રણ દિવસોની અંદર કર્ણાટકમાં પોતાની રિક્ષાસેવાઓ બંધ કરવી પડશે. રાજ્ય સરકારે આ કેબ કંપનીઓને ગેરકાયદેસર જાહેર કરતાં આ આદેશ લાગૂ પાડ્યો છે. કર્ણાટક સરકારના નિર્ણય બાદ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ (કર્ણાટક ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ) દ્વારા આ ત્રણ કેબ સર્વિસ કંપનીઓને નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં , તેમને વિભાગ દ્વારા આવનારાં ત્રણ દિવસમાં કર્ણાટકમાં તેમની ઓટોરિક્ષા સેવાઓ બંધ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ કેબ કંપનીઓ સામે આવી રહેલી ફરિયાદોને ધ્યાનમાં લઈને સરકારે તેમના પર આ પગલાંઓ લીધાં છે. કર્ણાટકમાં ઓલા, ઉબેર અને રેપિડોમાં મુસાફરી કરતા મુસાફરોએ રાજ્ય સરકારને ફરિયાદ કરી…
શાંતિના નોબેલ પુરસ્કારની જાહેરાત થતા નોબેલ સમિતીએ બેલારૂસના માનવ અધિકાર વકીલ એલેસ બિયાલિયાત્સ્કી, રશિયન માનવ અધિકાર સંગઠન મેમોરિયલ અને યૂક્રેનના માનવ અધિકાર સંગઠન સેન્ટર ફૉર સિવિલ લિબર્ટીઝને 2022નો નોબલ શાંતિ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા છે. નોબલ શાંતિ પુરસ્કાર એ વ્યક્તિને આપવામાં આવે છે કે “જેણે દેશોમાં સૈનિકોની તહેનાતી ઘટાડવા અને શાંતિ સ્થાપિત કરવા શ્રેષ્ઠ કાર્ય કર્યું છે.” નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત શુક્રવારે નોર્વે નોબેલ કમિટીના પ્રમુખ બેરિટ રીઝ એન્ડર્સને ઓસ્લોમાં કરી છે. પાછલા વર્ષે આ પુરસ્કાર બે પત્રકારો, રશિયાના દિમિત્રી મુરાતોવ અને ફિલીપીન્સના મારિા રેસાને આપવામાં આવ્યો હતો. ધ નોબેલ પ્રાઇઝ તરફથી કહેવામાં આવ્યું, ‘નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા પોતાના દેશમાં…
તાજેતરમાં ગુજરાતના ખેડાના ઉંઢેલા ગામમાં ગરબા રમતી વેળાએ કોઇ એક સમુદાયના ટોળાંએ પથ્થરમારો કર્યો હતો. જેના લીધે રાજ્યના વાતાવરણમાં ભારે તંગદિલી સર્જાઇ હતી. ત્યારે હવે આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું મોટું નિવેદન સામે આવ્યું છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગરબામાં પથ્થરમારા મામલે નિવેદન આપતા કહ્યું કે, ‘આજકાલ માનવ અધિકાર વાળા બહુ નીકળ્યા છે. પથ્થર મારનાર માટે જ કેમ માનવ અધિકારની વાત થાય છે? શું માનવતા ફકત પથ્થર મારવાવાળા પર હોય? બધા ગરબા રમ્યા પણ કોઈને તકલીફ પડી નહીં. શું આપણે આપણા ગામ અને ચોકમાં ગરબા ન રમી શકીએ? પથ્થર મારવાવાળાઓનો કોઈ ધર્મ ન હોય. પથ્થર મારવાવાળા લોકોને માનવ અધિકાર હોય?…
ગુજરાતમાં એક તરફ ચોમાસુ વિદાય લઈ રહ્યુ છે ત્યાં બીજી તરફ જતા જતા અમુક વિસ્તારમાં મેઘરાજા મહેરબાન થયા છે. ઉલ્લેખનીય છે કે, 12મી ઓક્ટોબર સુધી હવામાન વિભાગે પણ વરસાદની આગાહી કરી છે. ગઈ કાલે પણ અમદાવાદ, વડોદરા, નડિયાદ, આણંદ, અરવલ્લી સહિતના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. તો આજે પણ રાજ્યના અમુક જિલ્લામાં મેઘરાજાનું ધમાકેદાર આગમન જોવા મળ્યું છે. મધ્ય ગુજરાતના અમદાવાદમાં પણ કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદી માહોલ છવાયો છે. ધીમે ધીમે તડકા વચ્ચે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદના શેલા, બોપલ રોડ પર ધીમી ધારે વરસાદ ચાલુ થયો છે. સવારથી જ આણંદમાં વરસાદી માહોલ જામ્યો છે. આણંદના વિદ્યાનગર,…
અમેરિકામાં કેલિફોર્નિયાના એક વ્યક્તિ પર ભારતીય મહિલાઓ વિરુદ્ધ હેટ ક્રાઇમનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ વ્યક્તિએ કેલિફોર્નિયાની આસપાસ એક ડઝનથી વધુ મહિલાઓ પર હુમલો કર્યો હતો. અહેવાલ મુજબ, સાન્ટા ક્લેરા કાઉન્ટી ડિસ્ટ્રિક્ટ એટર્ની ઓફિસના જણાવ્યા અનુસાર, આરોપીઓએ જૂનથી શરૂ થયેલી બે મહિનાની ગુનાખોરી દરમિયાન ભારતીય મૂળની ઓછામાં ઓછી 14 વૃદ્ધ હિન્દુ મહિલાઓને નિશાન બનાવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, શંકાસ્પદ વ્યક્તિએ પરંપરાગત પોશાક અને ઝવેરાત પહેરેલી ભારતીય મહિલાઓને નિશાન બનાવી હોવાનું કહેવાય છે. અહેવાલ મુજબ તેણે તેમના કાંડા ખેંચીને તેમના ઘરેણા લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. સીબીએસના અહેવાલ મુજબ, એક ઘટનામાં શંકાસ્પદ વ્યક્તિએ તેની લૂંટ દરમિયાન મહિલાના પતિને પણ માર માર્યો હતો.…
સમાજવાદી પાર્ટીના દિગ્ગજ નેતા મુલાયમ સિંહની હાલત ગંભીર છે. શુક્રવાર બપોરે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલે મેડિકલ બુલેટિન જાહેર કર્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે મુલાયમજીની હાલત હજી પણ ક્રિટિકલ છે અને તેઓ લાઈફ સેવિંગ ડ્રગ પર છે. મેદાંતાના સ્પેશિયલ ડૉક્ટરની ટીમ તેમની સારવાર કરી રહી છે. ઉલ્લેખનીય છે કે ગત રવિવારથી મુલાયમ સિંહને ICUમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે, પરંતુ ડૉક્ટરોના સતત પ્રયાસ પછી પણ તેમના સ્વસાથ્યમાં સુધારો નથી થઈ રહ્યો. બીજી તરફ સપા સંરક્ષક તેમની હાલત જાણવા માટે શુભેચ્છકોનો ધસારો જોવા મળી રહ્યો છે. શુક્રવારની સવારે ઉત્તરપ્રદેશના ઉપમુખ્યમંત્રી બ્રિજેશ પાઠક ગુરુગ્રામ સ્થિત મેદાંતા હોસ્પિટલમાં પહોંચ્યા હતા. જ્યાં તેઓ પ્રોફેસર…

