What's Hot
- આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
- આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
- આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
- રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
- યોગી સરકારના મંત્રી ગુલાબો દેવી બન્યા માર્ગ અકસ્માતનો ભોગ, ટોલ પ્લાઝા પાસે કાફલાના અનેક વાહનો એકબીજા સાથે અથડાયા
- આ ખતરનાક મિસાઈલ ફાઈટર જેટ તેજસ Mk-1A માં પણ લગાવવામાં આવશે, પાકિસ્તાનની સાથે ચીન પણ ધ્રૂજશે
- લૂંટ દરમિયાન ઝવેરીની ગોળી મારી હત્યા, લોકોએ એક આરોપીને પકડીને માર માર્યો; ત્રણ ફરાર
- વેરાવળ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસર ખાલી કરાવાયું, પોલીસ વિભાગમાં ગભરાટ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
જો તમે કૂતરા-બિલાડી પાળવાના શોખીન છો અને તેને હંમેશા પોતાની સાથે જ રાખો છો, તો આ સમાચાર તમારા માટે છે. ખબર એ છે કે હવાઈ યાત્રા દરમિયાન પાળતુ કૂતરા અને બિલ્ડીને સાથે લઈ જઈ શકાશે, જેની શરૂઆત ભારતની સૌથી નવી એરલાઇન્સ કંપની આકાસા એર કરવા જઈ રહી છે. કંપની નવેમ્બરથી પાળતુ જાનવરને સાથે લઈ જવાની મંજૂરી આપશે. અકાસા એરલાઇન્સે પાળતુ કૂતરા અને બિલાડીઓને કેબિન અને કાર્ગોમાં મંજૂરી આપવાનો નિર્ણય લીધો છે. જેનું બુકિંગ આ વર્ષે 15 ઓક્ટબરથી શરૂ થઈ જશે. પાળતુ જાનવરોની સાથે અકાસા એરની પહેલી ફ્લાઈટ 1લી નવેમ્બરે ઉડાન ભરશે. આ ઉપરાંત કંપની આગામી કેટલાંક સપ્તાહમાં નવા રુટની પણ…
કેનેડિયન સરકારે ભારતીય વિદ્યાર્થીઓ માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે અને તેમને વિદેશમાં અભ્યાસક્રમ શરૂ થાય તે પહેલાં કામ કરવાનું શરૂ ન કરવા જણાવ્યું છે. તાજેતરની ટ્વીટમાં કેનેડાના હાઈ કમિશને કહ્યું હતું કે, “તમે માત્ર ત્યારે જ કામ કરવાનું શરૂ કરી શકો છો, જ્યારે તમારો અભ્યાસ કાર્યક્રમ શરૂ થઈ જાય.” વધુમાં આ શિયાળામાં કેનેડા જતા વિદ્યાર્થીઓએ વિદેશમાં પ્રવેશતાની સાથેજ વેરીફીકેશનમાંથી પસાર થવું પડશે. બોર્ડર સર્વિસ ઓફિસર તેમના દસ્તાવેજોની ચકાસણી કરશે. ઓફિશિયલ ટ્વીટમાં લખ્યું છે કે “તમારા DLIએ તમને મોડા આવવાની મંજૂરી આપી છે અથવા તમને ડેફેરલ મળેલ છે તે બતાવવા માટે તૈયાર રહો.” “વિદ્યાર્થીઓએ ધ્યાન રાખવાની જરૂર છે કે જ્યારે…
ડીઆરઆઈએ મુંબઈ એરપોર્ટ પરથી 100 કરોડ રૂપિયાથી વધુની કિંમતનું 16 કિલોગ્રામ હેરોઈન જપ્ત કરી લીધું છે. આ મામલામાં એક યાત્રી અને ધાનાની એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે. આ અંગે માહિતી આપતા એક અધિકારીએ જણાવ્યું કે મામલામાં ડીઆરઆઈની કાર્યવાહી અંતર્ગત ધાનાની મહિલાની દિલ્હીની એક હોટલમાંથી ધરપકડ કરવામાં આવી છે. ડીઆરઆઈના મુંબઈ યુનિટે મંગળવારે છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ટ્રેપ ગોઠવી હતી. ટીમને માહિતી મળી હતી કે આફ્રિકાનો દેશ માલાવીથી કતર થઈને મુંબઈ જઈ રહેલો એક મુસાફર દેશમાં ડ્રગ્સની તસ્કરી કરવાની કશિશ કરી રહ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે ડીઆરઆઈના અધિકારીઓની વોચ અને શંકાસ્પદ હલચલ પર નજર રાખનારી ટીમેને મુંબઈ એરપોર્ટ…
દિલ્હીના શરાબ કૌભાંડ મામલે દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. આજે EDએ દિલ્હી સહિત હૈદરાબાદ અને પંજાબમાં 35 ઠેકાણાંએ દરોડા પાડ્યા છે. આ પહેલા સપ્ટેમ્બરમાં EDની કાર્યવાહી દરમિયાન શરાબ કૌભાંડમાં 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે. EDની રેડ પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સવાલ ઉઠાવ્યા છે. તેમને કહ્યું કે માત્ર ગંદી રાજનીતિ માટે અધિકારીઓનો સમય બગાડવામાં આવી રહ્યો છે. કેજરીવાલે ટ્વીટ કર્યું કે, “500થી વધુ રેડ, 3 મહિનાથી CBI/EDના 300થી વધુ અધિકારી 24 કલાક લાગેલા છે. એક મનીષ સિસોદિયા વિરૂદ્ધ પુરાવા શોધ છે. કંઈ ન મળ્યું કેમકે કંઈ કર્યું જ નથી. પોતાની ગંદી રાજનીતિ માટે આટલા અધિકારીઓનો સમય બરબાદ કરવામાં આવી…
કર્ણાટકના બીદર જિલ્લામાં દશેરાના દિવસે એક સરઘસ કાઢવામાં આવ્યું હતું. આ સરઘસ કાઢી રહેલા લોકોની ભીડ એક ઐતિહાસિક મદરેસાના પરિશરમાં ઘૂસી ગઈ હતી. આ દરમિયાન ભીડે એક ખૂણામાં પૂજા-અર્ચના પણ કર્યા હતા. આરોપ છે કે ભીડે મદરેસા પરિસરના ગેટનું તાળું તોડીને મંદિરની અંદર ઘૂસી હતી. ઘટનાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાંક લોકો મદરેસાની સિડીઓ પર જોવા મળે છે. આ મામલાને લઈને પોલીસે ફરિયાદ દાખલ કરી છે. મળતી માહિતી મુજબ પોલીસે 9 લોકો વિરૂદ્ધ કેસ નોંધાવ્યો છે, અને ચાર લોકોની ધરપકડ કરી છે. મુસ્લિમ સંગઠનોએ મામલાને લઈને વિરોધ વ્યક્ત કર્યો છે અને કહ્યું કે જો કોઈ ધરપકડ ન…
ચોમાસાની વિદાય વેળાએ ફરી એકવાર અનેક શહેરોમાં વરસાદનું જોર વધ્યું છે. ત્યારે ગતરોજને અમદાવાદ, વડોદરા, અરવલ્લી, આંણદ સહીતના શહેરોમાં વરસાદ ખાબક્યો હતો. હવામાન વિભાગ દ્વારા પણ 15 ઓક્ટોબર સુધી વરસાદની આગાહી કરાઇ છે. આથી રાજ્યમાં ફરી વરસાદી માહોલ રહેશે. 15 ઓક્ટોબર સુધી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદ રહેવાની શક્યતા રહેલી છે. હાલમાં બપોરે ગરમી અને રાત્રે ઠંડક એમ બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. આંધ્રપ્રદેશ પર સર્ક્યુલેશન સક્રિય થયું હોવાથી તેની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે.’ હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 15 ઓક્ટોબર સુધી કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા રહેલી છે. અગાઉ હવામાન વિભાગના જાણકાર અંબાલાલ પટેલે જણાવ્યું હતું…
બજાર 6 ઓક્ટોબરે સતત બીજા ટ્રેડિંગ સેશનમાં તેજી સાથે બંધ થયું હતું. આ સમયગાળા દરમિયાન ટેકનોલોજી, મેટલ્સ, પસંદગીની બેંકો અને ઓટો શેરોએ સારી શરૂઆત કરી હતી. સકારાત્મક વૈશ્વિક સેન્ટિમેન્ટને કારણે ભારતીય શેરબજાર પણ તેજી સાથે બંધ થયું હતું. જોકે, બજારનું બંધ ઓપનિંગ લેવલ કરતાં નીચું હતું. BSE સેન્સેક્સ 157 પોઈન્ટ વધીને 58,222 પર જ્યારે નિફ્ટી 58 પોઈન્ટ વધીને 17,332 પર બંધ થયો હતો. આર્થિક મંદીના ભય વચ્ચે વૈશ્વિક બજારમાં ઘટાડો જોવા મળ્યો છે. આ કારણે રોકાણકારોનું સેન્ટિમેન્ટ નેગેટિવ જોવા મળી રહ્યું છે. વૈશ્વિક દબાણ હેઠળ શેરબજાર આજે ઘટાડા સાથે શરૂ થઈ શકે છે અને બે દિવસની તેજી બાદ આજે પ્રોફિટ…
દેશમાં થઈ રહેલી ચૂંટણી પ્રક્રિયામાં ફેરફારને લઈને કેટલીય અટકળો લગાવામાં આવી રહી છે. આ તમામની વચ્ચે ચૂંટણી પંચે કાયદા મંત્રાલયને પહેલાથી જ અમુક પ્રસ્તાવ મોકલી દીધા છે. તો વળી કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજૂએ ગુરુવારે જણાવ્યું છે કે, કેન્દ્ર સરકાર ચૂંટણી પંચ દ્વારા મોકલવામાં આવેલા પ્રસ્તાવ અને સલાહને લઈને એક યોગ્ય નિર્ણય લેશે. આપને જણાવી દઈએ કે, પોલ પેનલ અને હાલના મોડલ કોડ ઓફ કન્ડક્ટ દિશા નિર્દેશોના પૂરક પ્રસ્તાવ આપ્યા છે અને આયોગે ચૂંટણી પંચને ચૂંટણી વાયદાની નાણાકીય વ્યવહાર્યતા વિશે મતદારોને પ્રમાણિકતાથી જાણકારી આપવાને લઈને રાજકીય પાર્ટીઓનો મત માગ્યો છે. સાથે જ રાજકીય પાર્ટીઓ ચૂંટણી વચનોનું વિવરણ પણ આપશે. કાયદા…
ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. ચૂંટણી પ્રચારમાં આમ આદમી પાર્ટીએ પુરી તાકાત લગાવીને મેદાનમાં ઉતરી છે. સત્તાધારી ભારતીય જનતા પાર્ટી અને આ ચૂંટણીમાં પહેલી વાર નસીબ અજમાવી રહેલી આમ આદમી પાર્ટી એક બીજા પર પ્રહાર કરવાનો એકેય મોકો છોડતા નથી.આ તમામની વચ્ચે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાને ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલે ગુજરાતનો પ્રવાસ કરવા અને અહીંની સરકારી સ્કૂલો જોવાનું નિમંત્રણ આપ્યુ હતું. જેનો સ્વિકાર સિસોદીયાએ કર્યો છે અને આશા રાખી છે કે, ભાજપના નેતાઓ તેનાથી પલ્ટી નહીં મારે. ડેપ્યુટી સીએમ સિસોદીયાએ કહ્યું કે, તેમને ખુશી છે કે, વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં રાજકીય ચર્ચામાં શિક્ષણ એક એજન્ડા…
ગુજરાતમાં આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી અંગે ભલે સત્તાવાર કોઈ વાત ન હોય, પરંતુ ભાજપે ચૂંટણીની રણનીતિને અમલમાં મૂકવાનું શરૂ કરી દીધું છે. ગુજરાતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે કેન્દ્રીય મંત્રીઓ અને તેના દિગ્ગજ નેતાઓની ગુજરાત મુલાકાત નક્કી કરી છે. 6 ઓક્ટોબરથી 10 ઓક્ટોબર વચ્ચે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીથી લઇને મીનાક્ષી લેખી સુધીના કુલ એક ડઝન કેન્દ્રીય મંત્રીઓ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભેગા થશે. વિદેશ અને સંસ્કૃતિ મંત્રી મીનાક્ષી લેખી અને બી એલ વર્મા 6 ઓક્ટોબરના રોજ ગુજરાતના પ્રવાસે છે. મીનાક્ષી લેખી વ્યારા અને નિઝર વિધાનસભા બેઠકની મુલાકાત લેશે, જ્યારે બી.એલ.વર્મા મહામદાવાદ અને મહુધાની મુલાકાત લેશે. 7 ઓક્ટોબરે કેન્દ્રીય મંત્રી વિરેન્દ્ર…

