What's Hot
- આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
- આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
- આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
- રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
- યોગી સરકારના મંત્રી ગુલાબો દેવી બન્યા માર્ગ અકસ્માતનો ભોગ, ટોલ પ્લાઝા પાસે કાફલાના અનેક વાહનો એકબીજા સાથે અથડાયા
- આ ખતરનાક મિસાઈલ ફાઈટર જેટ તેજસ Mk-1A માં પણ લગાવવામાં આવશે, પાકિસ્તાનની સાથે ચીન પણ ધ્રૂજશે
- લૂંટ દરમિયાન ઝવેરીની ગોળી મારી હત્યા, લોકોએ એક આરોપીને પકડીને માર માર્યો; ત્રણ ફરાર
- વેરાવળ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસર ખાલી કરાવાયું, પોલીસ વિભાગમાં ગભરાટ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
ઓક્ટોબર મહિનાની શરૂઆત થઇ ચૂકી છે. આ સાથે જ દેશને કરોડો ખેડૂતોને હવે પીએમ કિસાન સન્માન નિધિના 12મા હપ્તાની આતુરતાથી રાહ છે. પરંતુ આ પહેલા ખેડૂતો માટે વધુ એક ખુશ ખબર આવી છે. મોદી સરકારે પીએમ કિસાન સન્માન નિધિનો લાભ ઉઠાવનારા ખેડૂતોને ક્રેડિટ કાર્ડની સુવિધા આપવાની જાહેરાત કરી છે. તેનો લાભ મેળવવા ખેડૂતોએ તાત્કાલિક એપ્લાઇ કરવું જોઇએ. ક્રેડિટ કાર્ડ મળવાનો સૌથી મોટો ફાયદો તે છે કે તેના દ્વારા ખેડૂતોને સસ્તું ઉધાર મેળવવામાં સરળતા રહેશે. જેના દ્વારા તેઓ અનેક રોજગાર પણ શરૂ કરી શકે છે. મોદી સરકાર ખેડૂતોની આવક બમણી કરવા શક્ય તમામ પ્રયાસો કરી રહી છે. કિસાન ક્રેડિટ કાર્ડનો ફાયદો…
વિજય દશમીનો તહેવાર પર રાજકોટમાં સવારથી જ ફરસાણની દુકાનોમાં ગાંઠિયા-જલેબી અને ફાફડા લેવા માટે પડાપડી કરી હતી. તેમજ મીઠાઈનું પણ ધૂમ વેચામ થઈ રહ્યું છે. આજે એક જ દિવસમાં રાજકોટવાસીઓ 2 કરોડના ગાંઠિયા જલેબીની લહેજત માણી છે. તેમજ સાટા, બરફી, ટોપરાપાક સહિતની મીઠાઈનું પણ વેચાણ 3 કરોડની આસપાસ થયું છે. આ ઉપરાંત ઓટોમોબાઈલ ક્ષેત્રે આ વર્ષે દોઢ ગણું વેચાણ થયું છે. આજે એક જ દિવસમાં 1600 કાર અને 1000 બાઇકનું વેચાણ થયું છે. બીજી તરફ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં તો ચાંદી ચાંદી છે. ગત વર્ષે દશેરાના તહેવારની દૃષ્ટિએ આ વર્ષના દશેરાના તહેવારમાં લોકોમાં ઈલેક્ટ્રોનિક્સ આઈટમ ખરીદવામાં વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો…
જામનગર શહેરમાં દશેરાનો આનંદ માતમમાં ફેરવાયો છે. દશેરા એટલે બુધવારની રાતે હિટ એન્ડ રનની ઘટના બની છે. દરેડ વિસ્તારની નજીક એક કાર ચાલકે સાત લોકોને અડફેટે લીધા છે. જેમાં આલીબેન નામના મહિલાનું મોત નીપજ્યુ છે. જ્યારે ઇજાગ્રસ્તોમાંથી બે લોકોની હાલત પણ નાજુક છે. હાલ કાર ચાલક ફરાર છે. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, દરેડ નજીક મોડીરાત્રના હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. 7થી વધુ લોકોને દરેડના રાંદલ માતાજીના મંદિર નજીક અડફેટે લીધા હતા. આશંકા છે કે, કાર ચાલક નશાની હાલતમાં હતો. જે સાત લોકોને અડફેટે લઇને ફરાર થઇ ગયો છે. ભાગવામાં આ…
રાજ્યમાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે તેમ છતાં પણ અનેક વિસ્તારમાં વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે આગામી ચાર દિવસ સામાન્ય વરસાદ રહેશે અને થન્ડર સ્ટોમ એક્ટિવિટીના કારણે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફુંકાશે. જોકે, હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે અમદાવાદના અનેક વિસ્તારોમાં વહેલી સવારે છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગ પ્રમાણે, આજે એટલે કે 6 ઓક્ટોબરના રોજ આણંદ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદ રહેવાની આગાહી છે. 7 ઓક્ટોબરની આગાહી – થન્ડર સ્ટોમ એક્ટિવિટીના કારણે દાહોદ, નર્મદા,…
દશેરાના દિવસ પર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા એક મહત્વપૂર્ણ યોજના-સ્કીમ જાહેર કરી છે. ઉદ્યોગોને આત્મનિર્ભરતા માટે સહાયની આ ‘‘ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ’’ની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી હતી. સરકારના અંદાજ મુજબ આ સ્કીમથી રાજ્યમાં રૂ.12.50 લાખ કરોડનું જંગી રોકાણ આવશે. એટલું જ નહીં, 15 લાખ જેટલા વિશાળ રોજગાર અવસરોનું પણ સર્જન આના પરિણામે થશે. આ સ્કીમ રાજ્યમાં ઊદ્યમીતા-ઉદ્યોગ સાહસિકતા માટે નવું વાતાવરણ સર્જવા સાથે યુવા સાહસિકોને ઇનોવેશન દ્વારા જોબ ક્રિએટર બનવા માટે પ્રેરિત કરશે અને વિશાળ સંખ્યામાં ક્વોલિટી જોબ ઓર્પોચ્યુનિટી ઊભી થશે. એટલું જ નહિ, MSME, લાર્જ અને મેગા એન્ટરપ્રાઇઝીઝને મળનારા એમ્પ્લોયમેન્ટ…
હાલમાં સૌથી મોટા સમાચાર અરુણાચલ પ્રદેશમાંથી આવી રહ્યા છે. ભારતીય સેનાનું ચીતા હેલીકોપ્ટર ક્રેશ થયું છે. આ દુર્ઘટનામાં 1 પાયલટનું મોત થઈ ગયું છે. જ્યારે બીજો ઘાયલ છે. કહેવાય છે કે, આ દુર્ઘટનામા ઘાયલ બીજા પાયલટની સ્થિતિ અત્યંત ગંભીર છે. સેનાના અધિકારીઓએ જણાવ્યુ છે કે, હેલીકોપ્ટર દુર્ઘટના અરુણાચલ પ્રદેશના તવાંગ વિસ્તારમાં થઈ છે. આ અગાઉ આ વર્ષે એપ્રિલમાં હિમાચલ પ્રદેશમાં ચીતા હેલીકોપ્ટરને સુરક્ષાની દ્રષ્ટિએ લેન્ડ કરવું પડ્યું હતું. આ હેલીકોપ્ટરે ટ્રેનિંગ દરમિયાન ઉડાન ભરી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, ભારતીય સેનાના ચીતા હેલીકોપ્ટરે અરુણાચલ પ્રદેશના તવાંગ વિસ્તારમાં બુધવારે સવારે 10 કલાકે ઉડાન ભરી હતી. આ રુટીન ઉડાન હતી. આ…
મુંબઈમાં આવેલી સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં 12.57 કલાકે એક અજાણ્યા નંબર પર ધમકી ભર્યો ફોન કોલ આવ્યો હતો. આપને જણાવી દઈએ કે, આ ફોન કોલ્સમાં અંબાણી પરિવારના મુકેશ અંબાણી, નીતા અંબાણી, આકાશ અંબાણી અન અનંત અંબાણી સહિતના લોકોને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં રિલાયંસ હોસ્પિટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. રિલાયંસની હોસ્પિટલ ઉપરાંત અંબાણી પરિવારને ફોન પર ધમકી આપવામાં આવી છે. બપોરના સમયે આ ધમકી ભર્યો ફોન કોલ આવ્યો હતો. મુંબઈ પોલીસ હાલમાં આ નંબરની ઓળખાણ કરી રહી છે, જ્યાંથી આ કોલ આવ્યો હતો. સૂત્રોનું માનીએ તો, આ ફોન નંબર મહારાષ્ટ્ર બહારનો છે. મુંબઈ…
દશેરાના પાવન પર્વ પર સુરતમાંથી ખરાબ સમાચાર સામે આવ્યા છે. જી હાં સુરતમાં લિફ્ટ તૂટી પડવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ દુર્ઘટનામાં 9 જેટલા મજૂરો નીચે પટકાયા છે. જેમાંથી એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. જ્યારે અન્ય મજૂરો ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઈજાગ્રસ્ત થયેલા તમામ મજૂરોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટના સુરત શહેરના ભટારમાં આવેલા શાંતિવન મિલમાં બની છે. જેમાં અચાનક લિફ્ટ તુટી પડતા દુર્ઘટના સર્જાઈ છે. બીજા માળેથી એકાએક લિફ્ટ ખોટકાતા તમામ લોકો નીચે પટકાયા હતા. જેમાં એક મજૂરનું મોત નિપજ્યું છે. જ્યારે અન્ય મજૂરો ઈજાગ્રસ્ત થયા છે. જેમાં કેટલાકને ફ્રેક્ચર થયા છે તો કેટલાકને કમરમાં…
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં અખિલ ભારતીય તબીબી વિજ્ઞાન સંસ્થાન (AIIMS)નું ઉદ્ઘાટન કર્યું. અત્યાધુનિક હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યા બાદ તરત જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિલાસપુર એઈમ્સનું નિરીક્ષણ કર્યું. વડાપ્રધાન દ્વારા ઉદ્ઘાટન કરાયેલ AIIMSનું નિર્માણ રૂ. 1,470 કરોડથી વધુના ખર્ચે કરવામાં આવ્યું છે. આ દરમિયાન સીએમ જયરામ ઠાકુર, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર હતા. અગાઉ, વડા પ્રધાને હિમાચલ પ્રદેશમાં પ્રોજેક્ટ અંગે નાગરિકોના સૂચનોનો જવાબ આપ્યો હતો. વડા પ્રધાને એઈમ્સ બિલાસપુરના ઉદ્ઘાટન પર, જેનો શિલાન્યાસ પણ તેમના દ્વારા કરવામાં આવ્યો હતો, કહ્યું – આખા ભારતમાં આ સ્થિતિ છે. ટિયર-2 અને ટિયર-3 શહેરો, નગરો, મહત્વાકાંક્ષી જિલ્લાઓ…
રાજ્ય સરકાર દ્વારા ગરીબોના કલ્યાણ માટે દરવર્ષે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વખતે ચૂંટણીનું વર્ષ હોય અને ચૂંટણીની જાહેરાત થાય તે પહેલાં ગરીબોને તેમના લાભો મળી જાય, તેઓ હક્કથી વંચિત ન રહે તે માટે આગામી તા.૧૪ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન ગરીબ કલ્યાણ મેળાનાં ૧૩માં તબક્કાનું રાજ્યવ્યાપી આયોજન કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તા.૧૪મી ઓક્ટોબરે તાપીથી અને તા.૧૫મી ઓક્ટોબરે ગીર સોમનાથથી રાજ્ય કક્ષાના ગરીબ કલ્યાણ મેળાનો શુભારંભ કરાવશે. તેમાં રાજ્ય સરકારના પ્રવક્તા જીતુભાઈ વાઘાણીએ જાહેરાત કરી છે. પ્રવક્તા મંત્રી વાઘાણીએ કહ્યુ છે કે, રાજ્ય સરકારની વિવિધ વ્યકિતલક્ષી સહાયના લાભો ગરીબ કલ્યાણ મેળાના માધ્યમ દ્વારા…

