What's Hot
- આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
- આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
- આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
- રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
- યોગી સરકારના મંત્રી ગુલાબો દેવી બન્યા માર્ગ અકસ્માતનો ભોગ, ટોલ પ્લાઝા પાસે કાફલાના અનેક વાહનો એકબીજા સાથે અથડાયા
- આ ખતરનાક મિસાઈલ ફાઈટર જેટ તેજસ Mk-1A માં પણ લગાવવામાં આવશે, પાકિસ્તાનની સાથે ચીન પણ ધ્રૂજશે
- લૂંટ દરમિયાન ઝવેરીની ગોળી મારી હત્યા, લોકોએ એક આરોપીને પકડીને માર માર્યો; ત્રણ ફરાર
- વેરાવળ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસર ખાલી કરાવાયું, પોલીસ વિભાગમાં ગભરાટ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને હાલના વડાપ્રધાને ગુજરાતમાં વિજયાદશમીના પર્વ પર શસ્ત્ર પૂજનની પરંપરાનો પ્રારંભ કરાવ્યો હતો. આ પરપરા પ્રમાણે આગામી મુખ્યમંત્રીઓએ પણ વિજયાદશમીના તહેવાર પર આ પંરપરા યથાવત રાખી છે. જે પ્રમાણે હાલના રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આજના શુભ દિવસે પોતાના નિવાસસ્થાને શસ્ત્ર પૂજન કર્યું છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે શસ્ત્રોનું પુજન કરીને સુરક્ષા કર્મીઓને દશેરાની શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે જ મુખ્યમંત્રીએ રાષ્ટ્ર, રાજ્યના લોકોની રક્ષા,સમાજ સુરક્ષા માટે પોલીસ દળની કર્તવ્યપરાયણતાને બિરદાવી હતી. મુખ્યમંત્રીની સુરક્ષા સલામતી વ્યવસ્થામાં ફરજ બજાવતા સુરક્ષા કર્મીઓના શસ્ત્રોના પ્રતિ વર્ષ વિજયાદશમીએ શાસ્ત્રોકત પૂજનવિધિ કરવામાં આવે છે. ત્યારે આજે આ પણ આ પરંપરા નિભાવતા CM…
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા તડજોડની રાજનીતિ સક્રિય થઈ છે. કોઈ ભાજપ સાથે છેડો ફાડી રહ્યું છે તો કોઈ કોંગ્રેસનો હાથ છોડવા તૈયાર બેઠું છે. નવી નવેલી આપ પાર્ટીમાં પણ ઝાડુ ફરી રહ્યું છે. ત્યારે વિધાનસભાની ચૂંટણી પહેલા મહત્વના સમાચાર મળી રહ્યા છે. ચૂંટણી પહેલા ફરી એક વાર કોંગ્રેસ તૂટી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. સૌરાષ્ટ્ર કોંગ્રેસના મોટા નેતા હર્ષદ રિબડીયાએ રાજીનામું આપ્યું છે. વિસાવદર બેઠક પરથી હર્ષદ રિબડીયા કોંગ્રેસની ટિકિટથી લડ્યા હતા.જે બાદ ઘણા સમયથી હર્ષદ રીબડીયા સહિત 6 ધારાસભ્યો કોંગ્રેસ છોડશે તેવી ચર્ચાએ જોર પકડયું હતું. જેમાંથી આજે કોંગ્રેસની એક વિકેટ હર્ષદ રિબડીયા નામની…
આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે વિજયાદશમી પર રેલીમાં કહ્યું કે, શક્તિ દરેક વાતનો આધાર છે. શક્તિ શાંતિ અને શુભનો પણ આધાર છે. શુભ કામને કરવા માટે પણ શક્તિની જરુર હોય છે. વિજયાદશમી પર આજે આરએસએસે નાગપુર રેશન બાગમાં રેલીનું આયોજન કર્યું છે. આરએસએસ પ્રમુખ મોહન ભાગવત વિજયાદશમી પર રેલીને સંબોધન કરી રહ્યા છે. મોહન ભાગવતે કહ્યુ કે, માતૃશક્તિની ઉપેક્ષા સંભવ નથી. મહિલાઓને આપણે જગત જનની માનીએ છીએ. પણ તેમને પૂજા ઘર અથવા ઘરોમાં બંધ કરી દીધી છે. વિદેશી હુમલાના કારણે એક માન્યતા મળી હતી. પણ વિદેશી હુમલા ખતમ થયા બાદ તેમને પણ પ્રતિબંધોમાંથી આઝાદી નથી મળી. જે કામ પુરુષ કરી શકે…
દેશભરમાં કેન્દ્રીય તપાસ એજન્સી CBIની મોટી કાર્યવાહી સામે આવી છે. ‘ઓપરેશન ચક્ર’ હેઠળ, રાજ્ય પોલીસની સાથે સીબીઆઈની ડઝનબંધ ટીમો હાલમાં દેશભરમાં દરોડા પાડી રહી છે. એજન્સીના નિશાના પર સાયબર ક્રાઈમ સંબંધિત સ્થળો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સીબીઆઈનું સાયબર ક્રાઈમ ડિવિઝન આ સમગ્ર ‘ઓપરેશન ચક્ર’નું સંકલન કરી રહ્યું છે. CBIની ટીમો રાજ્ય પોલીસની સાથે દેશભરમાં 105 સ્થળોએ હાજર છે. સીબીઆઈ સૂત્રોના જણાવ્યા અનુસાર ઈન્ટરપોલ, FBI, રોયલ કેનેડિયન માઉન્ટેન પોલીસ દ્વારા આ સાયબર ક્રાઈમ અંગે સતત ઈનપુટ મળી રહ્યા હતા. આ પછી, ઓપરેશન ચક્ર હેઠળ પહેલા આ સ્થળોની માહિતી એકત્ર કરવામાં આવી હતી અને પછી સીબીઆઈએ રાજ્ય પોલીસ સાથે મળીને 105 સ્થાનો…
દક્ષિણ કોરિયા અને અમેરિકન સૈન્યએ ઉત્તર કોરિયા દ્વારા જાપાન ઉપર બેલિસ્ટિક મિસાઇલના પ્રક્ષેપણના જવાબમાં મિસાઇલ કવાયત હાથ ધરી હતી, યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ દ્વારા પ્યોંગયાંગનું સૌથી લાંબી રેન્જનું પરીક્ષણ અંગેની માહિતી મેળવવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ઉત્તર કોરિયા દ્વારા ઇન્ટરમીડિયેટ રેન્જ બેલીસ્ટિક મિસાઇલ એટલે કે IRBM નું અત્યાર સુધીનું સૌથી મોટંી પરીક્ષણ કરવામાં આવ્યું હતું. છેલ્લા પાંચ વર્ષમાં પહેલી જ વખત જાપાન પર આવું પગલું લેવામાં આવ્યું છે. જવાબમાં દક્ષિણ કોરિયા અને અમેરિકન સૈન્ય દ્વારા વોલી મિસાઇલ સમુદ્રમાં છોડવામાં આવી હતી. મંગળવારે ઉત્તર કોરિયાએ આક્રમક વલણ અપનાવ્યું હતું અને જાપાન ઉપર બેલેસ્ટિક મિસાઈલ છોડી હતી. 2017 પછી પહેલીવાર ઉત્તર…
કામરેજ ચલણી નોટ મામલે નવો જ ઘટસ્ફોટ થયો છે. 52 કરોડથી વધુની નકલી નોટનો રેલો ગુજરાત, મુંબઈ બાદ દિલ્હી સુધી પોહ્ચ્યોં છે. પોલીસે મુંબઈથી માસ્ટર માઈન્ડ વિકાસ જૈન સહિત 2 લોકોને મુંબઈથી ઝડપી પાડ્યા હતાં. પોલીસે અલગ અલગ જગ્યા પરથી 300 કરોડ 16 લાખની નકલી નોટ જેમાં 67 લાખ 500 અને 1000ની જૂની નોટો પણ કબ્જે કરી છે. અત્યાર સુધી 6 લોકોની સુરત જિલ્લા પોલીસની ટીમે ધરપકડ કરી છે. ગત 29મીના રોજ કામરેજ પોલીસે કામરેજ નજીકથી જામનગરની એક ચેરીટેબલ ટ્રસ્ટની એમ્બ્યુલન્સમાંથી કરોડોની ચલણી નોટ ઝડપી પાડી હતી. સમગ્ર પ્રકરણમાં એમ્બ્યુલન્સમાં ચાલાક હિતેશના ઘરના પાછળના ભાગેથી સંતાડેલી 52 કરોડથી વધુની ચલણી…
ગત રોજ ગુજરાતના ખેડામાં નવરાત્રી દરમિયાન પથ્થર મારાની ઘટના સામે આવી હતી. ખેડા બાદ વડોદરામાં પણ ગોરવા ગામ વિસ્તારમાં કોમી છમકલું થયુ છે. નવરાત્રીના નોમના દિવસે ઝંડો લગાવવાની બાબતે બે જૂથ વચ્ચે વિવાદ થયા બાદ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો. જેના કારણે આખા વિસ્તારમાં તંગદીલીનો માહોલ છવાયો હતો. જોકે, પોલીસે ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિ પર કાબુ મેળવી લીધો હતો. સ્થાનિક પોલીસે અસામાજીક તત્વોની અટકાયત કરી છે. વડોદરામાં ફરીથી કોમી એકતાની ઘટના બની છે. ત્યારે ગોરવા વિસ્તારમાં પથ્થરમારાનો બનાવ બન્યો છે. જોકે, આ ઘટનામાં હજી કોઇ લોકો ઇજાગ્રસ્ત થયા હોય તેવા સમાચાર સામે આવ્યા નથી. હાલ પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવી લીધો…
ઉત્તરાખંડના પૌડીમાં મંગળવારે રાતે મોટી દુર્ઘટના સર્જાઈ ગઈ. ડીજીપી અશોક કુમારે જણાવ્યું હતું કે, ધૂમાકોટના બિરોખલ વિસ્તારમાં ગત રાતે પૌડી ગઢવાલ બસ દુર્ઘટનામાં 25 લોકોના મોત થઈ ચુક્યા છે. તો વળી સવારે 6 લોકોને જીવતા બચાવી લેવામાં આવ્યા છે. પોલીસ અને એસડીઆરએફે આખી રાત દરમિયાન 21 લોકોને બચાવ્યા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ભરતી કરાવ્યા છે. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે હરિદ્વારના અંતર્ગત લાલઢાંગથી કાડા તલ્લા જઈ રહેલી 50 જાનૈયાઓ ભરેલી બસ સિમડી ગામ નજીક બેકાબૂ થઈને 500 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી. હાલમાં ઘટના પર પોલીસ અને એસડીઆરએફની ટીમ રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી રહી છે.સીએમ પુષ્કર સિંહ ધામીએ પણ કંટ્રોલ રૂમમાં…
શાળામાં માતૃભાષા ભણવવા અંગે રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા વારંવાર રજુઆત થઈ રહી છે ત્યારે રાજ્યની સરકારી શાળા ઉપરાંત વિવિધ બોર્ડ સાથે સંકળાયેલી પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી ભાષા ફરજિયાતપણે તબક્કાવાર વિવિધ ધોરણોમાં ભણાવવા માટે સરકારે 2018માં ઠરાવ કર્યો છે, પણ તેના મુદ્દે આખરે હવે જાહેરહિતની અરજીમાં હાઈકોર્ટે રાજ્ય સરકાર સહિતના પક્ષકારોને નોટિસ પાઠવી છે. હાઈકોર્ટે નિર્દેશ આપ્યો છે કે, રાજ્ય સરકાર જણાવે કે તેમનો ઠરાવ હોવા છતા તેનો અમલ કેમ કરાતો નથી ? સરકારનો નીતિ વિષયક નિર્ણય છે, ત્યારે શા માટે આ તમામ બોર્ડને પક્ષકાર બનાવવા જોઈએ ? હાઈકોર્ટે સરકારને આકરો સવાલ કરેલો કે, મહારાષ્ટ્ર, તેલંગાણા, પંજાબ, હરિયાણામાં પ્રાથમિક શાળાઓમાં ફરજીયાત પ્રાદેશિક…
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ચૂંટણી પંચે તમામ રાજકીય પક્ષોને પત્ર લખ્યો છે. આ પત્રમાં પંચે રાજકીય પક્ષોને ચૂંટણી વચનો અંગે ચેતવણી આપી છે. જેમાં રાજકીય પક્ષોને કોઈ પોકળ ચૂંટણી વચનો ન આપવા માટે કહેવામાં આવ્યું છે. જે પણ ચૂંટણી વચનો આપવામાં આવે છે, તે નાણાકીય રીતે પૂરા કરવા યોગ્ય છે કે કેમ તેની કાળજી લેવી જોઈએ. કેન્દ્રીય ચૂંટણી પંચે કહ્યું છે કે, તે ચૂંટણી વચનો અને તેની નાણાકીય સ્થિરતા અંગે સંપૂર્ણ માહિતી ન આપવાના અનિચ્છનીય અસરને અવગણી શકે નહીં. પોકળ ચૂંટણી વચનો દૂરગામી અસરો ધરાવે છે. રાજકીય પક્ષો દ્વારા…

