What's Hot
- આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
- આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
- આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
- રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
- યોગી સરકારના મંત્રી ગુલાબો દેવી બન્યા માર્ગ અકસ્માતનો ભોગ, ટોલ પ્લાઝા પાસે કાફલાના અનેક વાહનો એકબીજા સાથે અથડાયા
- આ ખતરનાક મિસાઈલ ફાઈટર જેટ તેજસ Mk-1A માં પણ લગાવવામાં આવશે, પાકિસ્તાનની સાથે ચીન પણ ધ્રૂજશે
- લૂંટ દરમિયાન ઝવેરીની ગોળી મારી હત્યા, લોકોએ એક આરોપીને પકડીને માર માર્યો; ત્રણ ફરાર
- વેરાવળ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસર ખાલી કરાવાયું, પોલીસ વિભાગમાં ગભરાટ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં મંગળવારે એક મોટો અકસ્માત થયો હતો. અહીં દ્રૌપદીના દંડા-2 પર્વત શિખર પર ટ્રેકિંગ માટે ગયેલા નહેરુ ઈન્સ્ટીટ્યુટના 29 પર્વતારોહી હિમસ્ખલનમાં ફસાયા હતા જેમાં અત્યાર સુધી 10 લોકોના મોત થયા છે. બે દિવસ પહેલા ઉત્તરકાશીના દ્રૌપદીના દંડા-2 પર ટ્રેકિંગ માટે ગયેલા નહેરુ ઈન્સ્ટીટ્યુટના 29 પર્વતારોહી બરફના ભારે તોફાનમાં ફસાયા હતા જે પછી તેમને બચાવી લેવા માટે પ્રશાસન દ્વારા તાબડતોબ રેસ્ક્યૂ ઓપરેશન શરુ કરવામાં આવ્યું હતું. જેમાં અત્યાર સુધી 8 લોકોને બચાવી લેવામાં આવ્યાં છે સાથે 10 લોકોની લાશ પણ બહાર કાઢવામાં આવી છે. હાલમાં સેનાનું રેસ્ક્યૂ અભિયાન ચાલી રહયું છે. સેનાએ આઈટીબીપી સાથે મળીને ફસાયેલા પર્વતારાહીનું રેસ્ક્યૂ ઓપરેશન શરુ…
ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પારિતોષિકની જાહેરાત થઈ ગઈ છે. આ વર્ષે આ દુનિયાનો સૌથી મહત્વનો માનવમાં આવતો પુરસ્કાર સંયુક્ત રીતે એલેન એસ્પેક્ટ, જ્હોન એફ. ક્લોઝર અને એન્ટોન ઝીલિંગર દ્વારા જીતવામાં આવ્યો હતો. “એન્ટેન્ગ્લ્ડ ફોટોન સાથેના પ્રયોગો માટે, બેલ ઇનઇક્વાલિટીઝ અને અગ્રણી ક્વોન્ટમ માહિતી વિજ્ઞાનની સ્થાપના માટે તેઓને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. આ વર્ષે મેડિસિનનું નોબલ પ્રાઇઝની જાહેરાત પણ અગાઉ થઈ ગઈ છે. આ વખતે સ્વીડનનાં વૈજ્ઞાનિક સ્વાંતે પાબોને ફિઝિયોલોજી/મેડિસિન માટે નોબલ પ્રાઇઝથી સન્માનીત કરવામાં આવ્યા છે. તેમણે હોમોનીન અને માનવ વિકાસનાં જીન સાથે સંબંધિત શોધોનાં કારણે આ સન્માન પ્રાપ્ત કર્યું છે. પાબો અને તેમના પરિવાર પુરસ્કારની જાહેરાત બાદ ખુશી વ્યક્ત કરી…
ગુજરાતમાં નશાનો કારોબાર દરરોજ વધી રહ્યો છે. યુવાધનને ગેર માર્ગે દોરવા માટે રાજ્યમાં નશીલા પદાર્થ ઘુસાડીને ખોટા રસ્તે લઈ જવામાં આવી રહ્યા છે. ગુજરાતમાંથી છેલ્લા કેટલાક દિવસોમાં હજારો કરોડ રૂપીયાનું ડ્રગ્સ ઝડપાયું છે. જેના પરથી અંદાજ લગાવી શકાય છે કે નશાનો કારોબાર કેટલી હદે વધી ગયો છે. હાલમાં જ જામનગરમાંથી 10 કિલો ડ્રગ્સ ઝડપાયું છે. મળતી માહિતી મુજબ જામનગર નેવનલ ઈન્ટેલિજન્સની ટીમે ચોક્કસ બાતમીના આધારે શરૂ સેકશન રોડ પર વોચ ગોઠવી હતી. જેમાં એક શંકાસ્પદ શખ્સને રોકી તલાશી લેતા તેના કબજામાંથી 10 કિલો MD ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. જેની અંદાજિત કિંમત 6 કરોડ રૂપિયા ગણવામાં આવી રહી છે. જામનગર…
ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ઇલાબેન ભટ્ટનું રાજીનામું આખરે સ્વીકારી લેવાયું છે. ઇલાબેન ભટ્ટે અગાઉ બીમારીના કારણે રાજીનામું આપ્યું હતું. જો કે અગાઉ આપેલા રાજીનામાંને સ્વીકારાયું ન હતું. પરંતુ આ વખતે ઇલાબેન ભટ્ટનું રાજીનામું સ્વીકારી લેવાયું છે. ત્યારે હવે ગૂજરાત વિદ્યાપીઠના નવા કુલપતિ તરીકે આચાર્ય દેવવ્રતની વરણી કરવામાં આવશે તેવી શક્યતા પ્રબળ રહેલી છે. એટલે કે ગૂજરાત વિદ્યાપીઠના નવા કુલપતિ તરીકેનો કાર્યભાર રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સંભાળશે. ગૂજરાત વિદ્યાપીઠના બંધારણ મુજબ કુલનાયકની ઉપર કુલપતિ હોય છે પરંતુ કુલપતિ એ રાજ્યપાલ નથી હોતા. પરંતુ વિદ્યાપીઠના જ ટ્રસ્ટી મંડળ દ્વારા સામાજીક ક્ષેત્રના અગ્રણી અને ગાંધીવાદી હોય તેવા વ્યક્તિને કુલપતિ બનાવવામાં આવે છે. વિદ્યાપીઠના 100 વર્ષના…
વડોદરા શહેરમાં દરજીપુરા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. છકડાને કચડી કન્ટેનર એરફોર્સની દીવાલમાં ઘુસી ગયુ હતુ. આ ગોઝારા અકસ્માતમાં બે બાળકો સહિત દસ લોકોના મોત નીપજ્યા છે. આ અકસ્માતમાં પહેલા પાંચ લોકોના મોત નીપજ્યાના સમાચાર મળ્યાં હતા. જે બાદ આંકડો વધીને દસ થયો છે. એરફોર્સ જવાનો ઇજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલ લઇ ગયા છે. સાત લોકો ઇજાગ્રસ્ત હોવાની જાણકારી મળી રહી છે. ઘાયલો પૈકી ઘણાની હાલત ગંભીર છે. પ્રાથમિક માહિતી પ્રમાણે, છકડામાં સવાર થોડા લોકો પાવાગઢ દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. જ્યારે થોડા પોતાના ગામથી પાછા આવી રહ્યા હતા. હાલ આ લોકો કોણ છે તે અંગે તપાસ ચાલી રહી…
ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવની તબિયત નાજુક છે. ડૉક્ટરોની ટીમ સતત તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે. મુલાયમ સિંહ માટે દેશભરમાં પ્રાર્થનાઓનો દોર ચાલી રહ્યો છે. શ્વાસ લેવામાં તકલીફ થતાં શનિવારે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મુલાયમ સિંહ યાદવને પહેલા પ્રાઈવેટ વોર્ડમાં રાખવામાં આવ્યા, બાદમાં ઓક્સિજન લેવલ ઘટી જતાં ICUમાં દાખલ કરવામાં આવ્યા. પરંતુ હવે તેમને ક્રિટિકલ કેર સેન્ટરમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. મુલાયમ સિંહ યાદવના સ્વાસ્થ્યને લઈને હોસ્પિટલે એક નિવેદનમાં જણાવ્યું કે, “મુલાયમ સિંહ હાલમાં ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલના ક્રિટિકલ કેર યુનિટમાં દાખલ છે અને નિષ્ણાતોની એક ટીમ…
કોવિડ-19ની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ કોરોનાથી સાજા થયાના 24 મહિના પછી પણ સંપૂર્ણ ફિટ નથી થઈ શક્યા. આ લોકો માત્ર 400થી 500 મીટર ચાલ્યા પછી એટલો થાક અનુભવે છે જેટલો બે વર્ષ પહેલા તેઓ બે થી ત્રણ કિલોમીટર ચાલ્યા બાદ અનુભવતા હતા. એટલું જ નહીં ઘણા લોકો ઊંઘ ન આવવી, વાળ ખરવા, શ્વાસ લેવામાં તકલીફ, ઘૂંટણમાં દુખાવો, સાંધાના દુખાવાથી પરેશાન છે. નવી દિલ્હી સ્થિત ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)એ પોસ્ટ કોવિડની સ્થિતિને લઈને એક સર્વે દ્વારા ક્લિનિકલ અધ્યયન પૂર્ણ કર્યું છે, જેને ડોવપ્રેસ મેડિકલ જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ અધ્યયનમાં ડોક્ટરોએ કોરોનાની પહેલી અને બીજી…
પશુઓમાં તેજીથી ફેલાઇ રહેલો લંપી વાયરસ દેશમાં ચિંતાનું કારણ બનતો જઇ રહ્યો છે. તેને લઇને મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રમુખ નાના પટોલેનું વિચિત્ર નિવેદન સામે આવ્યું છે. તેમણે એક વિચિત્ર દાવા સાથે ભારતીય જનતા પાર્ટી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, ભારતમાં લંપી વાયરસ નાઇજીરીયાથી આવ્યો છે અને ત્યાંથી જ ગત મહિને આઠ ચિત્તા પણ લાવવામાં આવ્યા છે. જે અહીં પશુઓમાં આ બીમારી ફેલાવી રહ્યાં છે. તેમણે કહ્યું કે કેન્દ્ર જાણી જોઇને નાઇજીરિયાથી ચિત્તાને અહીંના પશુઓમાં લંપી વાયરસ ફેલાવવા માટે લાવ્યું છે. મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રમુખે કહ્યું કે આ ગાંઠ વાળો વાયરસ નાઇજીરિયામાં લાંબા સમયથી પશુઓમાં ફેલાઇ રહ્યો છે અને ચિત્તાને પણ…
રાજ્યમાં આ વર્ષે 127 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. આ વખતે રાજ્યભરમાં સારો વરસાદ વરસ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યના મોટાભાગના વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય થઇ ગઇ છે. ચોમાસાની વિદાય ભરૂચ સુધી પહોંચી છે જેના કારણે ઉત્તર, મધ્ય, સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી ચોમાસાએ અધિકારીક રીતે વિદાય લીધી છે. પરંતુ હજી વાતાવરણમાં ભેજનું પ્રમાણ છે જેના કારણે કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. ગુજરાત હવામાન વિભાગના ડાયરેક્ટર, ડો. મનોરમા મોહન્તીએ ચોમાસા અંગે વાત કરતા જણાવ્યુ કે, ‘ગુજરાતમાં આગામી પાંચ દિવસ હવામાન સુકું રહેશે પરંતુ ભેજનું પ્રમાણ છે. જેથી ક્યાંક ક્યાંક સામાન્ય વરસાદ પણ વરસી શકે છે. રાજ્યનાં દક્ષિણ ભાગમાં ભેજનું…
આજે ગાંધીનગર ખાતે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા કેબિનેટ બેઠક યોજાશે. જેમાં PM મોદીના આગામી કાર્યક્રમો અંગે ચર્ચા કરાશે. તદુપરાંત વિવિધ કર્મચારી મંડળોના આંદોલનો અને નિરાકરણ બાબતે પણ બેઠકમાં ચર્ચા થશે. વધુમાં રાજ્યમાં ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યોની પણ બેઠકમાં સમીક્ષા કરાશે. ચૂંટણી પહેલા મહત્વના વિકાસ કાર્યોની કેબિનેટમાં સમીક્ષા થશે. અત્રે નોંધનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થતાની સાથે ભાજપે ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરી દીધા છે. ત્યારે ચૂંટણી પૂર્વે ગુજરાતમાં કેન્દ્રના દિગ્ગજ નેતાઓના ધામા વધી ગયા છે. ત્યારે PM નરેન્દ્ર મોદી તાજેતરમાં જ ગુજરાત પ્રવાસે આવીને ગયા. ત્યારે એકવાર ફરી PM મોદી ગુજરાત પ્રવાસે આવશે. PM મોદી 19 ઓક્ટોબરના…

