Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

ભારતમાં દવાઓના બજારમાં કેન્દ્ર સરકાર એક નવો અને જરૂરી નિયમ લાવવાની તૈયારીમાં છે. ટૂંક સમયમાં દવા બનાવટી કંપનીઓને દવાઓના પેકેટ્સ પીઆર બાર કોડ અને QR કોડ ફરજીયાત લગાવવાની ફરજ પાડવામાં આવે તેવી શક્યતા છે. ન્યૂઝ 18 ને મળેલી માહિતી અનુસાર આ પગલું લીધા બાદ દવાઓમાં સારી જેન્યુઇન પ્રોડક્ટ શોધવાની ક્વાયત આસાન બની જશે. આ પગલું એટલા માટે સુસંગત છે કારણ કે તે ભારતમાં વેચવામાં આવતી નકલી દવાઓનાં ઉત્પાદનો અથવા નકલી દવાઓના પડકારને દૂર કરવામાં આ ખુબ મહત્વનો ભાગ ભજવશે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના અગાઉના અંદાજ મુજબ, વિશ્વભરમાં વેચાતી લગભગ 35 ટકા નકલી દવાઓ ભારતમાંથી આવે છે. આ ઘટનાક્રમથી માહિતગાર…

Read More

ભારતીય સેનામાં સતત હવે સ્વદેશી હથિયારો અને સામાન વાપરવા પર ભાર આપવામાં આવી રહ્યો છે. હાલમાં જ ભારતીય નૌ સેનામાં પહેલા સ્વદેશી વિમાન વાહક આઈએનએસ વિક્રાંતને સામેલ કરવામાં આવ્યું હતું. મેડ ઈન ઈંડિયાને પ્રોત્સાહન આપતા હવે ભારતીય વાયુ સેનાને ( Indian Air Force) એડવાંસ તથા શક્તિશાળી બનાવવા માટે સ્વદેશી રીતે વિકસિત હળવા લડાકૂ હેલીકોપ્ટરની પ્રથમ બૈચને સોમવારે રાજસ્થાનના જોધપુરમાં એક સમારંભમાં આઈએએફ ઈન્વેટ્રીમાં સામેલ કરવામાં આવી રહ્યું છે. કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહની હાજરીમાં મેડ ઈન ઈંડિયા લાઈટ કોમ્બૈટ હેલીકોપ્ટરને ભારતીય વાયુ સેનાને સોંપવામાં આવશે. અહીં ઉલ્લેખનિય છે કે, રક્ષામંત્રી રાજનાથ સિંહે પણ ટ્વિટ કરીને તેના વિશે જાણકારી આપી છે કે,…

Read More

રાજ્ય સરકાર સામે એક પછી આંદોલનોના અંત આવી રહ્યા છે ત્યારે છેલ્લા ઘણાં સમયથી ગાંધીનગર ખાતે જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મચારીઓની હડતાળ ચાલી રહી હતી જેનો આખરે અંત આવ્યો હોવાનું સામે આવી રહ્યો છે. જેમાં મહત્વનો નિર્ણય એવો કરવામાં આવ્યો છે કે, આરોગ્ય કર્મીઓને ટેક્નિકલમાં ગણવા સંદર્ભે હવે એક કમિટીની રચના થશે. આ કમિટીની રચનામાં આરોગ્ય કર્મચારીઓ પણ સામેલ હશે. નોંધનીય છે કે, આરોગ્યકર્મીઓની જે માંગ છે તેની પર સરકારે સહમતી દર્શાવી છે. જેમ કે કોરોના રજા પગાર, કોરોના ભથ્થું, ટ્રાવેલ અલાઉન્સ અને સરકાર તરફથી થયેલા કેસો પરત કરવાની માંગ પર સહમતી દર્શાવવામાં આવી છે. એટલે કે આરોગ્ય મંત્રી સાથેની બેઠકમાં…

Read More

રિલાયન્સ જિયોએ ઇન્ડિયન મોબાઇલ કોંગ્રેસમાં 5G કનેક્ટેડ એમ્બ્યુલન્સ રજૂ કરી છે. આ એક એવી એમ્બ્યુલન્સ છે જે ડિજિટલ રીતે દર્દીની તમામ મહત્વપૂર્ણ માહિતીને વાસ્તવિક સમયમાં હોસ્પિટલ સુધી પહોંચાડશે અને તે પણ દર્દીના આગમન પહેલા. તબીબી કટોકટીના કિસ્સામાં, હોસ્પિટલમાં હાજર ડોકટરો દર્દીના આગમન પહેલા જ તમામ જરૂરી વ્યવસ્થા કરી શકે છે. આ એમ્બ્યુલન્સ જોઈને ભવિષ્યમાં મેડિકલ ઈન્ડસ્ટ્રીનો ચહેરો કેટલો બદલાઈ જશે તેનો અંદાજ તમે લગાવી શકો છો. જિયોના પેવેલિયનમાં એક રોબોટિક આર્મ પણ જોવા મળશે, જે એક્સ-રે અને અલ્ટ્રાસાઉન્ડ કરવામાં નિષ્ણાત છે. ખરેખર, Jio True 5G દ્વારા સેંકડો માઇલ દૂર બેઠેલા રેડિયોલોજિસ્ટ અથવા સોનોગ્રાફર તેને સરળતાથી ચલાવી શકે છે. આ રોબોટિક…

Read More

ભારતના ‘વિંડ મેન’ના નામે જાણીતા સુજલૉન એનર્જીના સ્થાપક તુલસી તંતીનું શનિવારે 64 વર્ષની વયે કાર્ડિયાક અરેસ્ટના કારણે નિધન થયું છે. 1958માં ગુજરાતના રાજકોટમાં જન્મેલા, તંતી સુજલૉન એનર્જીના પ્રમોટરોમાંથી એક હતા, જેની સ્થાપના તેમણે 1995માં કરી હતી. તંતી અમદાવાદથી પુણે જઇ રહ્યાં હતા. ત્યારે જ તેમને હ્રદય રોગનો હુમલો આવ્યો. જેના કારણે તેમનું અવસાન થયું છે. તેમના પરિવારમાં દિકરી નિધિ અને દિકરો પ્રણવ છે. તંતી ઇન્ડિયન વિંડ ટર્બાઇન મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના અધ્યક્ષ પણ હતા. તેમને 1995માં સુજલૉન એનર્જીની સ્થાપના સાથે ભારતમાં પવન ક્રાંતિનું નેતૃત્વ કરવાનો શ્રેય આપવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઉર્જા ક્ષેત્રની કંપની સુઝલૉન એનર્જીના સ્થાપક , ચેરમેન અને…

Read More

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભેટમાં મળેલી વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરનું એક મોડલ માટે કુલ 282 બોલી લગાવામાં આવી છે. આ મંદિરનુ મોડલ લાકડાથી બનેલું છે. ગત વર્ષે ઉત્તર પ્રદેશમાં જ્યારે કાશી વિશ્વનાથ ધામનું ઉદ્ધાટન થઈ રહ્યું હતું. આ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પીએમ મોદીને આ રેપ્લિકા ભેટમાં આપી હતી. હાલમાં પીએમ મોદીને ભેટમાં આપવામાં આવેલ ગિફ્ટ સહિત કુલ 1200થી વધારે કિંમતી વસ્તુઓ અને સ્મૃતિ ચિન્હોની ઓનલાઈન હરાજી થઈ રહી છે. કહેવાય છે કે, હરાજીમાં સૌથી વધારે 282 બોલી કાશી વિશ્વનાથ ધામના મોડલની લાગી છે. કાશી વિશ્વનાથ મંદિરની રેપ્લિકા માટે શરુઆતી બોલી 16,200 રૂપિયા લગાવામાં આવી હતી. જો કે, અત્યાર સુધીમાં તેની…

Read More

નવરાત્રિ સાથે વિવિધ રાજ્યોમાં દુર્ગા પૂજાની પણ શરૂઆત થઈ છે ત્યારે ઉત્તર પ્રદેશના ભદોહીના ઔરાઈમાં આવેલા દુર્ગા પૂજા પંડાલમાં રવિવારની રાતે લાગેલી ભીષણ આગમાં દાઝી જતાં 12 વર્ષના બાળક અને એક 45 વર્ષીય મહિલાનું મોત થયું છે. આ દુર્ઘટનામાં કુલ 64 લોકો દાઝી ગયા હતા. જેમને સારવાર માટે અલગ અલગ હોસ્પિટલોમાં ભરતી કરાવ્યા છે. જે પછી કુલ મૃત્યુ આંક 3 થયો છે. આ અંગે પ્રારંભિક માહિતી અનુસાર, દુર્ગા પૂજા પંડાલમાં એક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે સમયે આ દુર્ઘટના થઈ, તે સમયે પંડાલમાં લગભગ દોઢ સોથી વધારે લોકોની ભીડ હાજર હતી. ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર, કાર્યક્રમ સ્થળ…

Read More

ભારતમાં મંગળયાનની બેટરી એક સુરક્ષિત સીમાથી વધુ સમય સુધી ચાલ્યા પછી ખત્મ થઈ ગઈ છે. તેના પગલે એવી અટકળો તેજ થઈ ગઈ છે કે દેશના પ્રથમ અંતર્ગ્રહીય મિશને તેની લંબી યાત્રા પૂરી કરી લીધી છે. સાડા ચારસો કરોડ રૂપિયાના ખર્ચવાળા માર્સ ઓર્બિટર મિશનને પાંચ નંબર, 2013ને પીએસએલવી-સી 25થી લોન્ચ કરવામાં આવ્યું હતું અને વૈજ્ઞાનિકોએ આ અંતરિક્ષ યાનને પ્રથમ પ્રયત્નમાં 24 સપ્ટેમ્બર 2014ના રોજ સફળતાપૂર્વક મંગળની કક્ષામાં સ્થાપિત કર્યું હતું. ઈસરોના સૂત્રોએ પીટીઆઈને જણાવ્યું કે હવે કોઈ ઈંધણ બચ્યું નથી. ઉપગ્રહની બેટરી ખત્મ થઈ છે. સંપર્ક પૂરો થઈ ગયો છે. જોકે ઈસરો તરફથી કોઈ અધિકારિક નિવેદન આવ્યું નથી. ઈસરો આ પહેલા…

Read More

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી એક્શન મોડમાં આવી ગઇ છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહની હાજરીમાં ગાંધીનગર કમલમ ખાતે મહત્ત્વની બેઠક મળી છે. આજે કમલમ ખાતે પાંચ અલગ-અલગ બેઠકો ચાલી રહી છે. ભાજપ હોદ્દેદારોની બેઠકમાં મુખ્યમંત્રી, ભાજપ પ્રદેશ પ્રમુખ અને રાષ્ટ્રીય સંગઠન મંત્રી સાથે અમિત શાહ બેઠક કરી કરી રહ્યા છે. આ બેઠકોમાં 182 બેઠકોના ઉમેદવારોની કામગીરીના અહેવાલ અંગે ચર્ચા થઇ રહી છે. વિધાનસભાની ચૂંટણીને લઇ ભાજપ કંઇ કાચુ કાપવા માંગતી નથી જેથી આજે કેન્દ્રીય મંત્રી અમિત શાહ પોતે આજે ગાંધીનગર કમલમ ખાતે બેઠકો કરી રહ્યા છે. અમિત શાહ પોતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો રોડ મેપ તૈયાર કરી રહ્યા છે,…

Read More

આર્થિક મોરચે સારા સમાચાર છે. જીએસટી કલેક્શનના આંકડામાં ફરી એકવાર ઉછાળો આવ્યો છે. નાણાં મંત્રાલયે શનિવારે જણાવ્યું હતું કે સપ્ટેમ્બરમાં જીએસટી કલેક્શન 26 ટકા વધીને 1.47 લાખ કરોડ રૂપિયાથી વધુ થયું છે. સતત સાતમા મહિને જીએસટીની આવકમાં વધારો જોવા મળ્યો છે. નાણાં મંત્રાલયે કહ્યું કે ઓગસ્ટમાં કલેક્શન 1.47 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચ્યું છે . જેમાં 25,271 કરોડ રૂપિયાના સીજીએસટી કલેક્શન, 31,813 કરોડ રૂપિયાના એસજીએસટી કલેક્શન, 80,464 કરોડ રૂપિયાનું આઇજીએસટી કલેક્શન (માલની આયાત પર એકત્રિત 41,215 કરોડ રૂપિયા સહિત) અને 10,137 કરોડ રૂપિયાના સેસનો સમાવેશ થાય છે. સરકાર જીએસટી હેઠળ કેટલાક મામલાને ડીક્રિમિનલાઇઝ કરવા પર કામ કરી રહી છે. આ…

Read More