What's Hot
- આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
- આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
- આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
- રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
- યોગી સરકારના મંત્રી ગુલાબો દેવી બન્યા માર્ગ અકસ્માતનો ભોગ, ટોલ પ્લાઝા પાસે કાફલાના અનેક વાહનો એકબીજા સાથે અથડાયા
- આ ખતરનાક મિસાઈલ ફાઈટર જેટ તેજસ Mk-1A માં પણ લગાવવામાં આવશે, પાકિસ્તાનની સાથે ચીન પણ ધ્રૂજશે
- લૂંટ દરમિયાન ઝવેરીની ગોળી મારી હત્યા, લોકોએ એક આરોપીને પકડીને માર માર્યો; ત્રણ ફરાર
- વેરાવળ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસર ખાલી કરાવાયું, પોલીસ વિભાગમાં ગભરાટ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 5G સેવા શરૂ કરવાની સાથે કેટલાંક બાળકો સાથે પણ વાતચીત કરી હતી. જેમાં તેમના ગમતા વિષયની સાથે 5G નો કેવી રીતે અભ્યાસમાં ઉપયોગ કરી શકાય તેના અંગે તેમને માહિતી આપી હતી. આ દરમિયાન અમદાવાદની એક શાળાની વિદ્યાર્થીની સાથે વડાપ્રધાન મોદીએ સંવાદ કર્યો અને 5G ના અનુભવ અંગે વાત કરી. ટેલિકોમ્યુનિકેશન વિભાગના અનુસર, દેશના 13 શહેરમાં રહેતા યુઝર્સને સૌથી પહેલા 5G સેવાઓનો લાભ મળશે. આ શહેરોમાં દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, કોલકાતા, ચંદીગઢ, બેંગલુરુ, ગુરુગ્રામ, હૈદરાબાદ, લખનઉ, પુણે, ગાંધીનગર, અમદાવાદ અને જામનગર સામેલ છે. આ શહેરો બાદ વર્ષના અંત સુધીમાં અન્ય મોટાં શહેરોમાં પણ 5G સેવાઓ સાથે જોડાયેલ નેટવર્ક તૈયાર…
અમદાવાદ શહેરના પોશ નવરંગપુરા કે પાલડી વિસ્તારમાં ઘર કે દુકાન ધરાવવાથી તમારું હૃદય ગર્વથી ફૂલી જશે. જોકે, આ વિસ્તારના લોકો માટે ખરાબ સમાચાર છે. તાજેતરના એક અભ્યાસમાં બહાર આવ્યું છે, કે આ બે વિસ્તારમાં પ્રદુષણ ખૂબ વધુ છે. આ વિસ્તારોમાં આશ્ચર્યજનક રીતે શહેરની સૌથી વધુ સાંદ્રતા 2.5 છે. પાલડીમાં PM 2.5 80 માઈક્રોગ્રામ (mcg) પ્રતિ ક્યુબિક નોંધાયુ છે અને નવરંગપુરા માં 76mcg પ્રતિ ઘનમીટર થોડું વધારે નોંધાયું છે. અહેવાલ મુજબ, નેશનલ એમ્બિયન્ટ એર ક્વોલિટી સ્ટાન્ડર્ડ્સ 2019 કહે છે કે, 40 mcg પ્રતિ ઘન મીટરની સાંદ્રતા લગભગ બમણી છે. PM2.5ના લાંબા ગાળાના સંપર્કમાં રહેવાથી કેન્સર, હૃદયના રોગો થવાનું જોખમ રહે છે.…
ભારતમાં પાકિસ્તાનની શહબાઝ સરકાર વિરુદ્ધ મોટી ડિજિટલ સ્ટ્રાઈક થઈ છે. હાલમાં જ પીએફઆઈ પર પાંચ વર્ષના બેનના વિરોધમાં પાકિસ્તાની દૂતાવાસ તરફથી ટ્વિટ કરવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર પાકિસ્તાનના કેનેડા સ્થિતિ દૂતાવાસે આ કાર્યવાહી પર ભારતનો વિરોધ કર્યો હતો અને પીએફઆઈના સમર્થનમાં વાત કહી હતી. માનવામાં આવી રહ્યું છે કે, આ જ કારણે્ ભારતમાં પાકિસ્તાન સરકારની સત્તાવાર ટ્વિટર અકાઉન્ટ બેન કરી દેવામાં આવ્યા છે. જો કે, હાલમાં ટ્વિટરના ઓફિશિયલ સ્ટેટંમેન્ટની રાહ જોવાઈ રહી છે. હકીકતમાં સોશિયલ મીડિયા પર પાકિસ્તાનને કેનેડામાં આવેલા દૂતાવાસના એક ટ્વિટનો સ્ક્રીનશોટ, જે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈંડિયાના સમર્થનમાં હતું , તે ખૂબ વાયરલ થયું છે. રિપોર્ટમાં જણાવ્યા…
પ્રતિબંધિત કટ્ટરપંથી સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈંડિયાને લઈને કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓએ મોટો ખુલાસો કર્યો છે. કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓને આ જાણકારી મળી છે કે, પીએફઆઈના ટાર્ગેટ પર કેરલના 5 આરએસએસ નેતા છે. તેના પર કાર્યવાહી કરતા કેન્દ્રીય ગૃહમંત્રાલયે તેમને Y કેટેગરીની સુરક્ષા આપી છે. સૂત્રો દ્વારા રાષ્ટ્રીય તપાસ એજન્સીએ આ વાતની જાણકારી કેન્દ્રીય ગૃહમંત્રાલયને આપી હતી. કેન્દ્ર સરકારે હાલમાં જ આ સંગઠન પર પ્રતિબંધ લગાવ્યો છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર, એનઆઈએ જ્યારે પીએફઆઈની કેટલીય ઓફિસો પર દરોડા પાડ્યા હતા, ત્યારે કેરલ પીએફઆઈના સભ્ય મોહમ્મદ બશીરના ઘર પર કથિત રીતે આરએસએસ નેતાઓના નામની એક યાદી મળી આવી હતી. ગૃહમંત્રાલયને જ્યારે આ…
આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી દ્વારા ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ ખાતે દિલ્હીનાં પ્રગતિ મેદાનમાં 5જી નું લોંચિંગ કરવામાં આવ્યું હતું. 5G લોન્ચ થયા બાદ હાલ તો ભારતના 13 શહેરોમાં શરૂ થશે. માટે દરેક દેશવાસીઓને હાલ પૂરતો આ શહેરોમાં રહેતા લોકોને જ લાભ મળશે. જેમાં દિલ્હી, કલકત્તા, ગાંધીનગર, જામનગર, અમદાવાદ વગેરે જેવા શહેરોનો સમાવેશ થાય છે. આ કાર્યક્ર્મમાં દેશનાં સૌથી મોટા મોબાઈલ ઓપરેટર્સ જેવા કે રિલાયન્સ જીઓ અને ભારતી એરટેલનાં વડા મુકેશ અંબાણી અને સુનિલ ભારતી ઉપસ્થિત રહ્યા હતા. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીનાં અધ્યક્ષ મુકેશ અંબાણીએ કહ્યું હતું કે અમે જે કરી બતાવ્યુ છે એના પર અમને ગર્વ છે. સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા અને…
ચીની કંપનીઓ અને ખાસ કરીને ચાઈનીઝ મોબાઈલ હેન્ડસેટ કંપનીઓ દ્વારા ભારતમાંથી પૈસા ખોટી રીતે વિદેશ મોકલવાના કેસની તપાસમાં આજે EDને મોટી સફળતા મળી છે. EDએ Redmi અને Mi બ્રાન્ડ ધરાવતી કંપની શાઓમીની રૂ. 5551 કરોડની સંપત્તિ ટાંચમાં લેવાની ઓથોરિટીએ મંજૂરી આપી છે. ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) હેઠળ ચીની મોબાઈલ ફોન ઉત્પાદક કંપની Xiaomiની રૂ. 5551 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરવાના આદેશને મંજૂરી આપવામાં આવી છે. EDએ શુક્રવારે જણાવ્યું હતું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)એ 29 એપ્રિલે FEMA હેઠળ જપ્તીનો આદેશ જારી કર્યો હતો અને ત્યારબાદ તેને સક્ષમ અધિકારીની મંજૂરી માટે મોકલ્યો હતો જેને આજે મંજૂરી મળી છે. આ સાથે શાઓમી(Xiaomi)ની ટાંચમાં…
RBIની સૂચના મુજબ કાર્ડ પેમેન્ટ માટે ટોકન સિસ્ટમ 1 ઓક્ટોબરથી લાગુ કરવામાં આવશે. તેના લાગુ થયા પછી વેપારીઓ, પેમેન્ટ એગ્રીગેટર્સ અને પેમેન્ટ ગેટવે ગ્રાહકોની કાર્ડ સાથે જોડાયેલી માહિતી પોતાની પાસે સ્ટોર કરી શકશે નહીં. તેનો હેતુ ઓનલાઈન બેંકિંગ ફ્રોડને અટકાવવાનો છે. માર્કેટ રેગ્યુલેટર સેબીના નવા નિયમો અનુસાર મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરનારા લોકો માટે 1 ઓક્ટોબરથી નોમિનેશનની માહિતી આપવી ફરજિયાત બનશે. આમ ન કરનાર રોકાણકારોને એક ઘોષણા ફોર્મ ભરવું પડશે અને નોમિનેશનની સુવિધાનો લાભ ન લેવાની જાહેરાત કરવી પડશે. ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરનારાઓ 1 ઓક્ટોબરથી અટલ પેન્શન યોજનાનો લાભ લઈ શકશે નહીં. એટલે કે જે લોકોની આવક 2.50 લાખ રૂપિયાથી…
ઉત્તરાખંડના કેદારનાથ ધામમાં ફરી એકવાર બરફનો પહાડ તૂટ્યો છે. હિમાલય ક્ષેત્રમાં કેદારનાથ મંદિરની નજીક આજે એટલે કે શનિવારની સવારે હિમસ્ખલન થયું અને ગ્લેશિયરથી બરફનો પહાડ ભયાનક રીતે તૂટી પડ્યો. પરંતુ રાહતની વાત એ છે કે આ હિમસ્ખલનમાં કેદારનાથ મંદિરને કોઇ નુકસાન નથી પહોંચ્યુ. આ વાતની જાણકારી શ્રી બદ્રીનાથ – કેદારનાથ મંદિર સમિતિના અધ્યક્ષ અજેન્દ્ર અજયે આપી. જણાવવામાં આવી રહ્યું છે કે કેદારનાથ ધામ પાસે પાછળના વિસ્તારમાં હિમસ્ખલનની ઘટના બાદ વહીવટીતંત્ર એલર્ટ મોડ પર છે. હવામાનમાં પણ બદલાવ જોવા મળી રહ્યો છે. જોકે રાહતની વાત એ છે કે આ હિમસ્ખલનને કારણે મંદિરને પણ કોઈ નુકસાન થયું નથી. તમને જણાવી દઈએ કે…
યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ (UNSC)માં યુએસ અને અલ્બેનિયા દ્વારા એક ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો. આમાં રશિયાના ગેરકાયદેસર જનમતમાં યુક્રેનના પ્રદેશો પર રશિયાના કબજાની નિંદા કરવામાં આવી હતી. ઠરાવમાં માંગ કરવામાં આવી હતી કે રશિયા તરત જ યુક્રેનમાંથી તેના સૈનિકો હટાવે. આ માટે યુએનએસસીમાં મતદાન પણ થયું હતું, પરંતુ ભારતે તેનાથી દૂરી લીધી હતી. ભારતની સાથે સાથે ચીને પણ વોટિંગથી અંતર રાખીને રશિયાને એક હદ સુધી સમર્થન આપ્યું હતું. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના 15 દેશો આ ઠરાવ પર મતદાન કરવાના હતા, પરંતુ રશિયાએ તેની વિરુદ્ધ વીટોનો ઉપયોગ કર્યો. જેના કારણે દરખાસ્ત પસાર થઈ શકી ન હતી. આ ઠરાવના સમર્થનમાં 10…
ગુજરાતમાં અદાણી સીએનજીના ભાવમાં વધારો થયો છે. નેચરલ ગેસના ભાવમાં પહેલા ઘટાડો કરાયો હતો. જે બાદ ફરીથી વધારો કરવામાં આવ્યો છે. સીએનજીનો આજનો ભાવમાં ત્રણ રૂપિયાનો વધારો થતા આજે 89.90 રૂપિયા પ્રતિ કિલો નોંધાયો છે. નોંધનીય છે કે, 18મી ઓગસ્ટના રોજ જ અદાણી સીએનજીના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. ત્યારે સીએનજીનો ભાવ 83.90 થયો હતો. જે બાદ આજે ફરીથી ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જે વધીને 86.90 કરી દેવામાં આવ્યો છે. અમદાવાદમાં પહેલા 83.90 રુપિયા પ્રતિ કિલો મળી રહ્યુ હતુ. આજે આ ભાવ 86.90 રુપિયા પ્રતિ કિલો થયો છે. કોમર્શિયલ LPG ગેસની કિંમતોને લઈને મોટા સમાચારા સામે આવી રહ્યા છે.…

