What's Hot
- આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
- આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
- આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
- રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
- યોગી સરકારના મંત્રી ગુલાબો દેવી બન્યા માર્ગ અકસ્માતનો ભોગ, ટોલ પ્લાઝા પાસે કાફલાના અનેક વાહનો એકબીજા સાથે અથડાયા
- આ ખતરનાક મિસાઈલ ફાઈટર જેટ તેજસ Mk-1A માં પણ લગાવવામાં આવશે, પાકિસ્તાનની સાથે ચીન પણ ધ્રૂજશે
- લૂંટ દરમિયાન ઝવેરીની ગોળી મારી હત્યા, લોકોએ એક આરોપીને પકડીને માર માર્યો; ત્રણ ફરાર
- વેરાવળ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસર ખાલી કરાવાયું, પોલીસ વિભાગમાં ગભરાટ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે રાજસ્થાનના સિરોહી જિલ્લાના આબુ રોડ ખાતે મોડા આવવાને કારણે જાહેર સભાને સંબોધિત કરી ન હતી. આ માટે લોકો પ્રત્યે ખેદ વ્યક્ત કરતા મોદીએ કહ્યું કે તેઓએ લાઉડસ્પીકર સંબંધિત નિયમોનું પાલન કરવું પડશે. પીએમ મોદીએ માઈક વગર પોતાના સંબોધનમાં કહ્યું, હું તમારા બધાની માફી માંગુ છું પરંતુ તમને ખાતરી આપું છું કે હું ફરીથી અહીં આવીશ અને તમારા આ પ્રેમનો બદલો વ્યાજ સાથે આપીશ. શુક્રવારે રાત્રે 10.20 કલાકે ગુજરાતના અંબાજીથી આબુ રોડ પહોંચેલા વડાપ્રધાને માઈક વગર જનમેદનીને સંબોધતા કહ્યું, ‘મારે પહોંચવામાં મોડું થયું છે. દસ વાગી ગયા છે.. મારો આત્મા કહે છે કે મારે કાયદા અને શાસનનું…
ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે. ત્યારે રાજ્યમાં સુરત અને વડોદરાના કમિશ્નરની આંતરિક બદલી કરવામાં આવી છે. સુરત અને વડોદરા મહાનગર પાલિકાના કમિશનરોની બદલી થઇ છે. શાલિની અગ્રવાલ સુરતના નવા મ્યુનિસિપલ કમિશનર બન્યા છે જ્યારે બંછાનિધી પાનીની વડોદરા મનપાના નવા કમિશનર બન્યા છે. બે મહાનગરપાલિકાના કમિશનરની બદલી કરવામાં આવી છે. ચૂંટણી પંચનો એક નિયમ હોય છે કે, ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારીઓને પોતાના સ્થાન પર જો ત્રણ વર્ષથી વધુનો સમય થયો હોય તો તેમની બદલી કરવી. જેના ભાગરૂપે જ વડોદરા અને સુરતના કમિશ્નરની બદલી કરવામાં આવી છે.
ચીખલામાં જનસભાને સંબોધ્યા બાદ પીએમ મોદી અંબાજી મંદિરે પહોંચ્યા હતા. પાચમા નોરતે પીએમ મોદી મા અંબાના શરણે પહોંચ્યા છે. અહીં તેમણે મા અંબાની પૂજા કરી હતી. પ્રધાનમંત્રીએ મા અંબાના જળાભિષેક સાથે પૂજા અર્ચના કરી હતી. મંદિરમાં 15 મિનિટ સુધી પ્રધાનમંત્રીએ મા અંબાની પૂજા કરી હતી. મંદિરના પૂજારીએ વિધિ વિધાન સાથે પ્રધાનમંત્રીને પૂજા કરાવી હતી. પીએમ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ ઉપસ્થિત હતા. જ્યારે મંદિર ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. અંબાજી મંદિરમાં આરતી કર્યા બાદ મોદી ગબ્બર તરફ જવા રવાના થયા હતા. ગબ્બરમાં લેસર શોનું ભવ્યાતિભવ્ય આયોજન કરાયું છે. પીએમ મોદીની ઝલક જોવા માટે અંબાજી ગામમાં અનેક…
સુરતના કામરેજ ખાતેથી 25.80 કરોડની નકલી નોટો પકડાયા બાદ સુરત પોલીસે જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં જે તે આસામીને સાથે રાખી પાડેલા દરોડા દરમિયાન મગફળીના ભુકામાંથી વધુ કરોડો રૂપિયાની નકલી નોટનો જથ્થો મળી આવ્યો છે. આસામી હિતેશ કોટડીયાનું માનવામાં આવે તો, તેઓ ફિલ્મના શૂટિંગ માટે આ નોટનો ઉપયોગ કરવાના હોવાની અને નોટ પર રિવર્સ બેન્ક ઓફ ઇન્ડિયા લખ્યું હોવાનું અને આ ઝેરોક્ષ ફોટો કોપી હોવાનું જણાવ્યું છે. સુરત જિલ્લાના કામરેજ ખાતે ગઈકાલે પોલીસે દીકરી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટની એક એમ્બ્યુલન્સને રોકાવી તલાસી લીધી હતી. જેમાં જુદા-જુદા બે મોટા બોક્સમાંથી રૂપિયા 25.80 કરોડની રૂપિયા 2,000ની જાલી નોટનો જથ્થો મળી આવ્યો હતો. આ…
રીક્ષાચાલકો સાથેના સંવાદમાં વિક્રાંત દત્તાણી નામના રીક્ષાવાળાએ અરવિંદ કેજરીવાલને ઘરે જમવા માટે આમંત્રણ આપ્યું હતું. ત્યારે તે જ રીક્ષાવાળો આજે ભાજપમાં જોડાયો છે. આ મામલે રીક્ષાચાલકે કહ્યુ હતુ કે, કેજરીવાલ ગયા પછી મારે તેમની સાથે કોઈ સંપર્ક નથી. હું સામાન્ય નાગરિક છું. હું કોઈ પાર્ટીમાં જોડાયેલો પણ નથી. ભાજપના કાર્યકરો હું અડધી રાતે બોલાવું તો પણ આવીને કામ કરે છે. તેણે ઉમેર્યુ હતુ કે, હું જ્યારથી વોટ નાંખતા શીખ્યો છું, ત્યારથી મોદી સાહેબનો આશિક છું. વધુમાં તેણે કહ્યુ હતુ કે, હું મારી જાતે જ ભાજપમાં આવ્યો છું. મારી મરજીથી આવ્યો છું. મને કોઈએ આવવા માટે કીધું નથી કે મારી સાથે…
અફઘાનિસ્તાનમાં તાલિબાન રાજ આવ્યા પછી અરાજકતાનો માહોલ છે. છાશવારે મહિલાઓ સાથે અન્યાય અને બૉમ્બ વિસ્ફોટ જેવી ઘટનાઓના સમાચાર આવતા રહેતા હોય છે. આજે ફરી એક બૉમ્બ બ્લાસ્ટની ભયાનક ઘટના સામે આવી છે જેમાં કાબુલના લઘુમતી વિસ્તાર કે જ્યાં શિયાઓની વસ્તી વધારે છે એવા સ્થળે બૉમ્બ બ્લાસ્ટ થતા 19 લોકોનાં મોત થયા હતા અને 27 જેટલા નાગરિકો ઘાયલ થયા હતા. આ ઘટના વિશેની માહિતી તાલિબાનો દ્વારા નિમાયેલા પ્રતિનિધિએ પોતે આપી હતી. મળી રહેલા સમાચાર અનુસાર આ બ્લાસ્ટ દષ્તી બારચી નામના વિસ્તારમાં કરવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બ્લાસ્ટ એક શૈક્ષણિક સ્થળે કરવામાં આવ્યો છે. જ્યાં ઘણા લોકો અગાઉથી…
PM મોદીએ ગુજરાતને ‘વંદે ભારત એક્સપ્રેસ’ અને ‘મેટ્રો ટ્રેન’ની ભેટ અર્પણ કર્યા બાદ તેઓએ થલતેજ ખાતે જાહેરસભાને સંબોધન કર્યું હતું. બાદમાં તેઓ ગાંધીનગર જવા રવાના થયા હતા. ત્યારે PM મોદીએ ઍમ્બ્યુલન્સને જગ્યા આપવા માટે પોતાનો ગાડીઓનો કાફલો રોકી દીધો હતો. જેની હાલ સોશિયલ મીડિયામાં ખૂબ પ્રશંસા થઇ રહી છે. તમને જણાવી દઇએ કે, હાલમાં PM નરેન્દ્ર મોદી રાજભવન ખાતે પહોંચી ગયા છે. જ્યાં તેઓની સાથે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પણ ઉપસ્થિત રહ્યાં છે. જ્યાં તેઓ પક્ષના આગામી કાર્યક્રમ અને વિપક્ષ સામે રણનીતિ સહિતના મુદ્દે ચર્ચા કરવાની શક્યતા સેવવામાં આવી રહી છે. https://twitter.com/ANI/status/1575783298344792066 નોંધનીય છે કે વર્ષ 2017માં પણ ગાંધીનગરમાં જ…
વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિન્ડિકેટ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કે, અત્યાર સુધી વિદ્યાર્થીઓને જે-તે કોલેજ પ્રવેશ આપતી હતી. તેમાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. એટલે કે હવેથી યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં કેન્દ્રીય પદ્ધતિથી વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે. તમામ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો નિર્ણય સેન્ટ્રલાઈઝ યુનિવર્સિટીથી કરાશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિન્ડિકેટ બેઠકમાં વડીયાની નવી એમ.ડી. કહોર કોલેજનું યુનિવર્સિટી સાથેનું જોડાણ નામંજૂર કરાયું. તેમજ પરીક્ષાના CCTV પણ હવે સત્તાધિશો અને મીડિયા જ નીહાળી શકશે. તમને જણાવી દઇએ કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે મળેલી સિન્ડિકેટની બેઠકમાં સેન્ટ્રલાઈઝ એડમિશન સહિતના મુદ્દે ABVPના કાર્યકરોએ ધમાલ મચાવી હતી. જ્યાર બાદ તમામ સભ્યોએ નવા વર્ષથી તમામ…
લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણે દેશના નવા CDS એટલે કે ચીફ ડિફેન્સ ચીફ તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. આ પહેલા અનિલ ચૌહાણ આજે શુક્રવારે દિલ્હીમાં વોર મેમોરિયલ પહોંચ્યા હતા અને અમર જવાન જ્યોત અને વોર મેમોરિયલ ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન CDS જનરલ અનિલ ચૌહાણે કહ્યું કે, ભારતીય સશસ્ત્ર દળોમાં સર્વોચ્ચ પદની જવાબદારી નિભાવીને મને ગર્વ છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તરીકે હું ત્રણેય સંરક્ષણ દળોની અપેક્ષાઓ પૂર્ણ કરવાનો પ્રયાસ કરીશ. અમે સાથે મળીને તમામ પડકારો અને મુશ્કેલીઓનો સામનો કરીશું અને તેનો સામનો કરીશું. CDS જનરલ અનિલ ચૌહાણે આર્મી ચીફ જનરલ મનોજ પાંડે અને એર ચીફ એર ચીફ માર્શલ વીઆર…
અમદાવાદને મેટ્રોના નવા રૂટની ભેટ મળી છે. જેમાં પ્રધાનમંત્રી મોદીએ મેટ્રો ટ્રેનમાં સવારીનો આનંદ માણ્યો હતો. PM મોદીના હસ્તે મેટ્રોનાં નવા ફેઝનું લોકાર્પણ થયું છે. કાલુપુરથી મેટ્રો રેલ સેવાનો PMએ પ્રારંભ કરાવ્યો છે. લોકાર્પણ બાદ PM મોદી કાલુપુરથી મેટ્રોમાં બેસી દૂરદર્શન પહોંચ્યા. થલતેજથી વસ્ત્રાલ ગામ સુધીની મેટ્રો દોડશે. પૂર્વ-પશ્વિમ કોરિડોરનું ઉદ્ધાટન PM મોદીએ કર્યું. અમદાવાદ મેટ્રોના ફેઝ-1ની કુલ લંબાઈ 40.03 કિમી છે. જેમાં અત્યારે કાર્યરત લંબાઈ 6.50 કિમી છે. પીએમ મોદીએ ઉદ્ધાટન કર્યું તેની લંબાઈ 32.14 કિમી છે. એટલે કે હવે, માત્ર 1.39 કિમી લંબાઈના જ મેટ્રોનું કામકાજ બાકી રહ્યું છે. ફેઝ-1માં અમદાવાદ મેટ્રોના કુલ 32 સ્ટેશનો છે. જેમાંથી હાલમાં…

