What's Hot
- આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
- આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
- આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
- રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
- યોગી સરકારના મંત્રી ગુલાબો દેવી બન્યા માર્ગ અકસ્માતનો ભોગ, ટોલ પ્લાઝા પાસે કાફલાના અનેક વાહનો એકબીજા સાથે અથડાયા
- આ ખતરનાક મિસાઈલ ફાઈટર જેટ તેજસ Mk-1A માં પણ લગાવવામાં આવશે, પાકિસ્તાનની સાથે ચીન પણ ધ્રૂજશે
- લૂંટ દરમિયાન ઝવેરીની ગોળી મારી હત્યા, લોકોએ એક આરોપીને પકડીને માર માર્યો; ત્રણ ફરાર
- વેરાવળ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસર ખાલી કરાવાયું, પોલીસ વિભાગમાં ગભરાટ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે મુખ્યમંત્રી અશોક ગહેલોતે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. આ બેઠક લગભગ 1.30 કલાક ચાલી હતી. બેઠક બાદ તેમણે જાહેરાત કરી હતી કે તેઓ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી નહીં લડે તેવી જાહેરાત કરી હતી. રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે મુખ્યમંત્રી અશોક ગહેલોતે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. આ બેઠક લગભગ 1.30 કલાક ચાલી હતી. બેઠક બાદ તેમણે જાહેરાત કરી હતી કે, તેઓ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી નહીં લડે. એટલું જ નહીં, તેણે કહ્યું કે રાજસ્થાનમાં જે બન્યું તેનાથી તે ખૂબ જ દુખી છે, તે ખૂબ જ…
ઊર્જા વિકાસ નિગમના કર્મીઓ માટે ગુજરાત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા વીજ કંપનીના કર્મચારીઓના 5 વર્ષના ફિક્સ પગારના સમયગાળમાં ઘટાડો કરવામાં આવ્યો છે. હવેથી કર્મચારીઓને 2થી 3 વર્ષ જ ફિક્સ પગાર પર રાખવામાં આવશે. ગુજરાત ઊર્જા વિકાસ નિગમ અને તેના હસ્તકની વીજ કંપનીઓના કર્મચારીઓને હવે 5 નહીં 2-3 વર્ષ જ ફિક્સ પગાર પર રખાશે. ઊર્જા વિકાસ નિગમ દ્વારા કરવામાં આવેલી દરખાસ્તને ઊર્જા અને પેટ્રો-કેમિકલ્સ વિભાગે મંજૂરી આપી છે. ગુજરાત ઊર્જા વિકાસ નિગમ અને તેના હસ્તકની વીજ કંપનીઓના કર્મચારીઓને હવે 5 નહીં 2-3 વર્ષ જ ફિક્સ પગાર પર રખાશે. ઊર્જા વિકાસ નિગમ દ્વારા કરવામાં આવેલી દરખાસ્તને…
દેશના ટોચના ઉદ્યોગપતિ અને અબજોપતિ મુકેશ અંબાણીના પુત્ર અને ભારતની સૌથી મોટી ટેલિકોમ કંપની Jioના વડા આકાશ અંબાણીનું નામ Time100 Next – વિશ્વના ઉભરતા સ્ટાર્સની મેગેઝિનની યાદીમાં સ્થાન પામ્યું છે. આ યાદીમાં સ્થાન પામાન તેઓ એકમાત્ર ભારતીય છે. જોકે, આ યાદીમાં અન્ય ભારતીય મૂળના અમેરિકન બિઝનેસ લીડર આમ્રપાલી ગાનનો પણ સમાવેશ થયો છે. ટાઈમ્સે પોતાના ટોપ 100 ઈમર્જિંગ લીડર્સના લિસ્ટમાં આકાશ અંબાણીનો સમાવેશ કરતા લખ્યું કે “ભારતના ટોચના ઉદ્યોગપતિ પરિવારના યુવા ઉદ્યોગપતિ આકાશ અંબાણીને હંમેશા બિઝનેસમાં વધારો થવાની અપેક્ષા ધરાવતા હતા, પરંતુ આ સાથે સફળથા માટે તેઓ સખત મહેનત પણ કરી રહ્યા છે.” 30 વર્ષીય જુનિયર અંબાણીને જૂનમાં ભારતની સૌથી…
હવે LPG ગેસ સિલિન્ડરની સંખ્યા ગ્રાહકો માટે ફિક્સ થઇ ગઈ છે. નવા નિયમો અનુસાર, હવે ગ્રાહક એક વર્ષમાં માત્ર 15 સિલિન્ડર જ ખરીદી શકશે. આ ઉપરાંત ગ્રાહક માત્ર મહિનામાં બે સિલિન્ડર જ લઇ શકશે. ગ્રાહકોને 2 કરતા વધારે સિલિન્ડર નહીં મળે. અત્યાર સુધી સિલિન્ડર માટે મહિના કે વર્ષની લીમીટ નક્કી ન હતી. નવા નિયમના હિસાબે હવે વર્ષમાં સબસીડીવાળા 12 સિલીન્ડરની સંખ્યા 12 જ હશે. તેનાથી વધારે જો તમે સિલિન્ડર ખરીદો છો, તો તેના પર સબસીડી નહીં મળે. વધારાના સિલિન્ડર ગ્રાહકોએ સબસીડી વગર જ ખરીદવા પડશે. રીપોર્ટ અનુસાર, રાશનિંગ માટે સોફ્ટવેરમાં બદલાવ કરવામાં આવ્યા છે. આ નિયમ લાગ થઇ ચુક્યા છે.…
કેન્દ્ર સરકારે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) પર પ્રતિબંધ મૂક્યો છે. એટલું જ નહીં, PFI સાથે જોડાયેલા 8 સંગઠનો પર પણ 5 વર્ષ માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. PFI પર પ્રતિબંધ લગાવ્યા બાદ દિલ્હી પોલીસ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે સતર્ક છે. આ માટે વિવિધ તૈયારીઓ પણ કરવામાં આવી છે. ઉત્તર પૂર્વ દિલ્હીમાં 250 પોલીસ કર્મચારીઓએ મોક ડ્રીલ કરી હતી. કોઈપણ પ્રકારની અસામાન્ય પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો તે અંગે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. ઉત્તર પૂર્વ દિલ્હીમાં, પોલીસ કર્મચારીઓએ મોક ડ્રિલ દરમિયાન ટીયરગેસના શેલનો પણ ઉપયોગ કર્યો હતો. આ સાથે સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં…
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસના ગુજરાતના પ્રવાસે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત એરપોર્ટ પહોંચી ચુક્યા છે. સુરત એરપોર્ટ પર ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. હાલમાં સુરતમાં પીએમ મોદી સભાસ્થળેથી લોકોને સંબોધન કરી રહ્યા છે. જેમાં લાખોની જનમેદની ઉમટી પડી છે. પીએમ મોદીએ ભારત માતાકી જયના નાદથી સંબોધનની શરૂઆત કરી હતી. પીએમ મોદીએ તમામ લોકોને નવરાત્રિની શુભકામનાઓ પાઠવી. પીએમ મોદીએ જણાવ્યું હતું કે નવરાત્રિના પાવન પર્વ પર સુરત આવવું થોડું મુશ્કેલ લાગે છે. સુરત આવીએ અને સુરતનું ભોજન લીધા વગર જવું પણ મુશ્કેલ છે. સુરત આવવું મારા માટે સૌભાગ્યપૂર્ણ છે. તમારો…
ખેલૈયાઓ અને ખેડૂતો ચિંતામાં ફરી એકવાર વધારો થયો છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પાડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી, જેને લીધે આજે વડોદરા, ભરૂચ, સુરત અને અમરેલી સહિત કેટલાય જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો. અમરેલીના રાજુલા પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો થતા વરસાદ ખાબકી પડ્યો હતો. જેને લીધે ખેતરોનો પાક બગડતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. આ સિવાય સુરતના કામરેજ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. તેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ઉપરાંત વડોદરા અને ભરૂચના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી હતી. નવરાત્રિના સમયમાં વરસાદ આવતા ખેલૈયાઓ અને આયોજકો ચિંતામાં મુકાયા છે. આગામી દિવસો માટે હવામાન…
36મી નેશનલ ગેમ્સ 2022ની પૂર્વ સંધ્યાએ અમદાવાદનો સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 600 ડ્રોને અદભૂત નઝારો સર્જ્યો હતો. લોકોએ આ શોની મજા માણી હતી. ગર્વની વાત તો એ છે કે આ તમામ ડ્રોન સ્વદેશી છે. ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ આ શો દરમિયાન હાજર રહ્યા હતા. આ ડ્રોન આઈઆઈટીના વિદ્યાર્થીઓએ તૈયાર કર્યાં છે. અમદાવાદ શહેરમાં પ્રથમવાર નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે. 29 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના 5 શહેરમાં 36માં નેશનલ ગેમની શરૂઆત કરવામાં આવશે. આ પહેલા સાબરમતી નદી પર એક સાથે 600 જેટલા ડ્રોન ઉડાડી ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અનુસંધાને બુધવારે રાત્રે આ શોનું આયોજન કરાયું હતું.…
શિક્ષકોના હિતમાં શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લેતા રાજ્યની અનુદાનિત શાળામાં વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા નિયત કરી દેવાઇ છે. વર્ષ 2022-23 માટે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં વિધાર્થીઓની સંખ્યા શિક્ષણ વિભાગ દ્વારા નિયત કરી દેવાઇ છે. જેના લીધે શિક્ષકોને મોટો ફાયદો થશે. કારણ કે, શિક્ષણ વિભાગના આ નિર્ણયથી રાજ્યમાં ફાજલ થતા શિક્ષકો અટકશે. તમને જણાવી દઇએ કે, શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની અનુદાનિત શાળામાં 42+25 વિદ્યાર્થીઓની સંખ્યા નિયત કરી દેવાઇ છે. જે અગાઉ શહેરી વિસ્તારમાં વર્ગમાં 60+42ની સંખ્યા હતી. ગ્રામ્ય વિસ્તારમાં 60-24ની જગ્યા 42-18 વિધાર્થીઓની સંખ્યા નિયત કરી દેવાઇ. આથી, શિક્ષણ વિભાગના આ નિર્ણયથી 1574 વર્ગનો ઘટાડો અટકશે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ…
પ્રધાનમંત્રી મોદીની ઉજ્જૈન યાત્રા પહેલા, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મંગળવારે કેબિનેટની બેઠકની અધ્યક્ષતા કરી અને આ દરમિયાન ‘મહાકાલ’નો ફોટો ખુરશી પર રાખ્યો હતો. આ બેઠક દરમિયાન મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, આ મહાકાલ મહારાજની સરકાર છે. જે અહીંના રાજા છે. તેમના તમામ સેવક મહાકાલ મહારાજની ધરતી પર એક બેઠક માટે આવ્યા છે. આ એક ઐતિહાસિક ક્ષણ છે, આપણા બધા માટે. અમે કલ્પના કરી હતી કે, મહાકાલ મહારાજના પરિસરનો વિસ્તાર કરવામાં આવે. સીએમે કહ્યું કે, અમે કેટલાય મકાન વિસ્થાપિત કર્યા, તેમને કષ્ટ ન આપતા 150 કરોડ રૂપિયાના ખર્ચે તેમને વિસ્થાપિત કર્યા. કેટલાય વિકાસના કામ કર્યા, રુદ્રસાગરને અમે પુનર્જિવીત…

