What's Hot
- આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
- આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
- આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
- રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
- યોગી સરકારના મંત્રી ગુલાબો દેવી બન્યા માર્ગ અકસ્માતનો ભોગ, ટોલ પ્લાઝા પાસે કાફલાના અનેક વાહનો એકબીજા સાથે અથડાયા
- આ ખતરનાક મિસાઈલ ફાઈટર જેટ તેજસ Mk-1A માં પણ લગાવવામાં આવશે, પાકિસ્તાનની સાથે ચીન પણ ધ્રૂજશે
- લૂંટ દરમિયાન ઝવેરીની ગોળી મારી હત્યા, લોકોએ એક આરોપીને પકડીને માર માર્યો; ત્રણ ફરાર
- વેરાવળ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસર ખાલી કરાવાયું, પોલીસ વિભાગમાં ગભરાટ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શિંઝો આબેના રાજકીય અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે પ્રધાનમંત્રી મોદી હાલમાં ટોક્યોમાં છે અને તેઓ હાલમાં તેમના અંતિમ સંસ્કારના કાર્યક્રમમાં સામેલ થઈ રહ્યા છે . આ સમારંભમાં પીએમ મોદી સહિત 20 દેશોના રાષ્ટ્રાધ્યક્ષ પણ હાજર છે. આ અગાઉ આજે સવારે રાજધાની ટોક્યો પહોંચ્યા બાદ પ્રધાનમંત્રી મોદીએ જાપાની પીએમ ફુમિયો કિશિદા સાથે પણ મુલાકાત કરી હતી અને કહ્યું કે મને વિશ્વાસ છે કે, આપના નેતૃત્વમાં ભારત-જાપાનના સંબંધ વધારે મજબૂત થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે જાપાનની રાજધાની ટોક્યો પહોંચ્યા અને ત્યાં જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો કિશિદાની સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી. આ બેઠક દરમિયાન બંને પક્ષથી સંબંધિત લોકો હાજર…
ઉત્તર-પૂર્વ દિલ્હીના ન્યુ સીલમપુર વિસ્તારમાં ત્રણ મિત્રો દ્વારા 12 વર્ષના છોકરા પર ગેંગરેપ કરવામાં આવ્યો. જે બાદ પીડિતની હાલત બગડી છે જેને પગલે તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જ્યાં તેની હાલત નાજુક હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ સગીર છોકરાએ ઘટનાના ચાર દિવસ પછી ગુરુવારે તેના માતા-પિતાને હુમલા વિશે જણાવ્યું હતું. આ પછી તેના માતા-પિતાએ DCW ને જાણ કરી અને છોકરાને ‘ખૂબ જ નાજુક સ્થિતિમાં’ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. DCW ચીફ સ્વાતિ માલીવાલે કહ્યું કે હાલમાં છોકરાની LNJP હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને ICUમાં તેની હાલત નાજુક હોવાનું કહેવાય છે. 22 સપ્ટેમ્બરના રોજ પોલીસને લોક…
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 અને 30 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે અને આ દરમિયાન તેઓ અમદાવાદ, ભાવનગર, સુરત અને બનાસકાંઠામાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. વિવિધ યોજનાઓ અંતર્ગત નાગરિકોની સુખાકારી માટે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં, છેલ્લા એક વર્ષમાં વિવિધ વિકાસકાર્યોને વેગ આપવામાં આવ્યો છે. 30 સપ્ટેમ્બરના વડાપ્રધાન બનાસકાંઠામાં હાજર રહેશે અને અહીં આવાસ, રોડ નિર્માણ તેમજ રેલવેના કુલ ₹ 7908 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અને શહેરી, પંડિત દિનદયાલ ઉપાધ્યાય આવાસ યોજના (વિકસતી જાતિ કલ્યાણ), ડૉ. આંબેડકર આવાસ યોજના, આદિજાતિ વિભાગ અને ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના કુલ ₹ 1967 કરોડના ખર્ચે બનેલા 8633 આવાસોનું ખાતમુહૂર્ત…
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સૌથી મોટું ઓપરેશન પાર પાડ્યું છે. શહેરના કોટ વિસ્તારમાંથી એક વ્યક્તિની ધરપરડ કરવામાં આવી છે. આ શખ્સ પાક ઇન્ટેલીજન્સ સાથે સંકળાયેલો હોવાનું સામે આવ્યું છે સાથે જ તેસિમ કાર્ડ પાકિસ્તાન મોકલતો હોવાનું પણ ખુલ્યું છે. પ્રાથમિક તપાસ બાદ ક્રાઇમ બ્રાંચે વધુ કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ગઇકાલે જ આ ઓપરેશન પૂર્ણ કર્યુ છે. જેમાં આ શખ્સની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ આ વ્યક્તિ અહીંથી સિમકાર્ડ પાકિસ્તાનના ઇન્ટેલિજન્સ એજન્સીને કેમ મોકલતો હતો સાથે જ તેના શું ઈરાદા છે તે વિશે તપાસ હાથ ધરવામાં આવી છે.
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે મંગળવારે કહ્યું કે પીઢ અભિનેત્રી આશા પારેખને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. ‘આન મિલો સજના’ અને ‘કટી પતંગ’ જેવી ફિલ્મોમાં જોવા મળેલી બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી આશા પારેખને ‘દાદા સાહેબ ફાળકે એવોર્ડ 2022’થી સન્માનિત કરવામાં આવી રહી છે. 60-70ના દાયકામાં પોતાની સુંદરતા અને અભિનયથી ચાહકોના દિલો પર રાજ કરનાર આશા પારેખને બોલિવૂડમાં તેમના અજોડ યોગદાન માટે આ સન્માન આપવામાં આવી રહ્યું છે. અભિનેત્રી આશા પારેખનો જન્મ 2 ઓક્ટોબર 1942ના રોજ ગુજરાતમાં થયો હતો. ગુજરાતી પરિવાર સાથે જોડાયેલા, આશા પારેખની માતા મુસ્લિમ અને પિતા ગુજરાતી હતા. 60-70ના દાયકામાં આશા પારેખ તેમની ફિલ્મો માટે જ…
અમદાવાદીઓ માટે એક સારા સમાચાર મળી રહ્યા છે. અમદાવાદમાં પ્રથમ વખત ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ પીએમ મોદીના હસ્તે નેશનલ ગેમ્સની શરૂઆત થાય તેના એક દિવસ પહેલા સાબરમતી નદીના કિનારે ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં પ્રથમ વખત ડ્રોન શો યોજાવા જઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ આ ડ્રોન શોમાં 600 ડ્રોન ઉડાડવામાં આવશે. જે એજન્સી દ્વારા દિલ્હી IIT માં ડ્રોન ઉડાડવામાં આવ્યા હતા તે જ એજન્સી દ્વારા ડ્રોનનો ખાસ કાર્યક્રમ યોજાશે. ખાસ વાત એ છે કે આ ડ્રોન શોમાં ઉપયોગમાં લેવામાં આવનાર તમામ ડ્રોન સ્વદેશી બનાવટના છે. અમદાવાદમાં સાબરમતીના કાંઠે સાંજે 6 કલાકે…
કેરળ હાઇકોર્ટે સોમવારે ઘરેલું હિંસાની પીડિતાને લઈને એક મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. તેમાં જણાવવામાં આવ્યું હતું કે, એક સ્ત્રીને ગર્ભપાત કરવવા માટે તેના પતિની મંજૂરી લેવાની જરૂર નથી. કોર્ટે મેડિકલ ટર્મિનેશનલ પ્રેગ્નેન્સી એક્ટને ટાંકતા કહ્યુ હતુ કે, આ એક્ટ અંતર્ગત કોઈપણ સ્ત્રીને ગર્ભપાત કરાવવા માટે તેના પતિની મંજૂરી લેવી જ પડે તેવી કોઈ જોગવાઈ નથી. તેનું કારણ એ છે કે, તે સ્ત્રી જ ગર્ભાવસ્થાના તણાવ અને તાણ સહન કરતી હોય છે, જાણતી હોય છે. આ ઉપરાંત કોર્ટે જણાવ્યું હતું કે, ‘સ્ત્રીના વૈવાહિક જીવનમાં લગ્ન કર્યા પછી મેરિટલ સ્ટેટ્સમાં બદલાવનો મોટો ફેરફાર થતો હોય છે. ‘છૂટાછેડા’ નામનો શબ્દ તેને કોઈપણ રીતે…
રાજ્યના 12 હજારથી વધુ મહેસુલી કર્મચારીઓ કાલથી અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર જવાના હતા જે હવે મોકૂફ રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. તેઓની જુદી-જુદી માંગણીઓ તેમજ લાંબા સમયથી પડતર પ્રશ્ર્નોનું કોઇ નિરાકરણ ન આવતાં આખરે રાજ્ય મહેસુલી કર્મચારી મહામંડળ દ્વારા તા. 27 સપ્ટેમ્બરના રોજથી અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર જવાની ચિમકી ઉચ્ચરવામાં આવી હતી. જેમાં તમામ તાલુકા, શહેરના જનસેવા કેન્દ્ર, ઇ-ધરા, ઝોનલ કચેરીમાં રાશનકાર્ડની તમામ કામગીરી ઠપ્પ થઇ જવાની હતી. વધુમાં આ અંગે જાણવા મળ્યા મુજબ આવતીકાલથી શરૂ થનાર હડતાલની છેલ્લી ઘડી સુધી કર્મચારીઓને મનાવવા સરકારે પ્રયત્નો હાથ ધર્યા હતા. જેમાં તેઓને સફળતા મળી છે. મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ સાથે…
યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (UNGA) ના 77માં સત્રમાં ભારત નો ડંકો વાગી રહ્યો છે. ભારતની આર્થિક અને વિદેશ નીતિની વિશ્વના ઘણા વિકાસશીલ અને વિકસિત દેશોએ પ્રશંસા કરી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી, રશિયન વિદેશ મંત્રી સેરગેઈ લવરોવ અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સહિત અન્ય નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતની નીતિઓની પ્રશંસા કરી છે. યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે પણ સ્વીકાર્યું છે કે ભારત ટકાઉ વિકાસ લક્ષ્યો (SDGs) ની સફળતામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. આ સિવાય ફ્રાન્સ, જમૈકા અને પોર્ટુગલ જેવા દેશોએ પણ ભારતના વખાણ કર્યા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર પીએમ મોદીની ટિપ્પણીનો ઉલ્લેખ કરીને ફ્રાંસના રાષ્ટ્રપતિએ ભારતની પ્રશંસા કરવા માટે સૌ પ્રથમ વ્યક્તિ હતા.…
આજથી નવલા નોરતાનો પ્રારંભ થયો છે. ત્યારે યુવાધનમાં જોરદાર થનગનાટ જોવા મળી રહ્યો છે. નવરાત્રિને લઈને ગરબાપ્રેમીઓ પોતાની તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે. કોરોના મહામારીને પગલે બે વર્ષ સુધી લોકોને ગરબાથી દુર રહેવું પડ્યું હતું. જેના લીધે ગરબાપ્રેમીઓમાં રોષ પણ જોવા મળ્યો હતો જો કે બે વર્ષ બાદ આખરે એ અવસર આવી ગયો જયારે ગરબાપ્રેમીઓ દિલ ખોલી ગરબે ઘૂમશે. બે વર્ષ બાદ આ વખતે અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં પણ વાઈબ્રન્ટ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે વાઈબ્રન્ટ નવરાત્રીને લઈને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ગુજરાત ટુરીઝમ દ્વારા પહેલા દિવસે આદ્યશકિત આરાધના થીમ પર ગરબાનું આયોજન કરાયું છે. બે…

