What's Hot
- આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
- આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
- આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
- રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
- યોગી સરકારના મંત્રી ગુલાબો દેવી બન્યા માર્ગ અકસ્માતનો ભોગ, ટોલ પ્લાઝા પાસે કાફલાના અનેક વાહનો એકબીજા સાથે અથડાયા
- આ ખતરનાક મિસાઈલ ફાઈટર જેટ તેજસ Mk-1A માં પણ લગાવવામાં આવશે, પાકિસ્તાનની સાથે ચીન પણ ધ્રૂજશે
- લૂંટ દરમિયાન ઝવેરીની ગોળી મારી હત્યા, લોકોએ એક આરોપીને પકડીને માર માર્યો; ત્રણ ફરાર
- વેરાવળ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસર ખાલી કરાવાયું, પોલીસ વિભાગમાં ગભરાટ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
આજથી નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે રાજ્યમાં ઠેરઠેર ગરબાની તૈયારીઓ થઈ રહી છે. આ સાથે નવરાત્રીમાં શક્તિપીઠનો મહિમા વિશેષ હોય છે. રાજ્યમાં વિવિધ શક્તિપીઠોમાં લોકો મોટી સંખ્યામાં દર્શન માટે આવી રહ્યા છે. નવરાત્રીમાં લોકોના ઉત્સાહની વાત કરીએ તો પાવગઢની પાવન ધરી પર પ્રથમ નોરતે શક્તિપીઠ પાવાગઢમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. લોકો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવી રહ્યા છે. વહેલી સવારે 5 વાગે નિજ મંદિરના દ્વાર ખુલતાની સાથે જ માતાજીના જયઘોષથી પરિસર ગુંજી ઉઠ્યું છે. લોકો મહાકાળીમાતાના દર્શન કરવા માટે દૂર દૂરથી આવી રહ્યા છે. માતાજીના દર્શન કરવા માટે મધ્યપ્રદેશ અને રાજ્યભરમાંથી પ્રથમ નોરતે પદયાત્રીઓ અને ભક્તો રાત્રે જ આવી પહોંચે…
જમ્મુ કાશ્મીરમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે. સુરક્ષાદળોને અહીં મોટી સફળતા મળી છે. ભારતીય સેના અને સ્થાનિક પોલીસે કંટ્રોલ લાઈનની નજીક બે ખૂંખાર આતંકીઓને પતાવી દીધા છે. તેમની પાસે 2 AK-47 રાઈફલ, બે પિસ્તોલ અને 4 હેંડ ગ્રેનેડ જપ્ત કર્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, આ અથડામણની ઘટના કુપવાડામાં કંટ્રોલ લાઈન નજીક માછિલ વિસ્તારના ટેકરી નાર ક્ષેત્રમાં થઈ છે. જમ્મુ કાશ્મીરમાં માર્યા ગયેલા આતંકીઓની પાસેથી બે એક 47 રાઈફલ, બે પિસ્તોલ અને 4 હેંડ ગ્રેનેડ જપ્ત કરાઈ છે. પોલીસ હવાલેથી કહેવાય છે કે, આતંકીઓની ઓળખાણ હાલમાં થઈ શકી નથી. કંટ્રોલ લાઈન નજીક સરહદ પારના આતંકી પોતાની કરતૂતને અંજામ આપવાની…
રાજ્યમાં ચૂંટણી નજીક આવતા દરેક પક્ષો લોકોને વચનોની લ્હાણી કરાવી રહ્યા છે ત્યારે છેલ્લા કેટલાક વર્ષોથી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ફૂટી રહેલા પેપર મામલે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાતની જનતાને વચન આપ્યું છે. ગુજરાતમાં આપની સરકાર બનશે તો વર્ષ 2015 પછી પરિક્ષાઓના જેટલા પેપર ફૂટ્યા છે તે મામલે તપાસ કરાવશે અને પેપર ફોડનારને 10 વર્ષની જેલ સજા થાય તેવો કાયદો લાવશે. ચૂંટણી નજીક આવતા આમ આદમી પાર્ટી પણ મેદાને છે અને અમદાવાદ આવેલ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનએ અમદાવાદમાં સફાઈ કામદારો સાથે સંવાદ કર્યો હતો. આ કાર્યક્રમમાં સંબોધન કરતા પંજાબના સીએમ ભગવંત માન શાયરના અંદાજમાં…
નવરાત્રીના પહેલા દિવસે સરદાર સરોવર નર્મદા ડેમ છલોછલ ભરાયો છે. આ સિઝનમાં બીજીવાર નર્મદા ડેમની જળ સપાટી 138.67 મીટરે પહોંચી છે. નોંધનીય છે કે, નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. આજે નવરાત્રીના પ્રથમ દિવસે નર્મદા ડેમની જળ સપાટી વધતા લોકોમાં પણ ઉત્સાહનો સંચાર થયો છે. નવરાત્રીના પહેલા દિવસે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી 84072 ક્યુસેક પાણીની આવક થઇ છે. જેના કારણે સિઝનમાં બીજી વાર નર્મદા ડેમ 138.67 મીટરે પહોંચ્યુ છે. નોંધનીય છે કે, ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. નર્મદા ડેમ 100 ટકા ભરાયો છે. જેનાથી ત્યાંનો નજારો જોવા જેવો થયો છે. નર્મદા નદીમાં…
કેરળમાં POCSO (પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ) કેસના એક આરોપીને શનિવારે પાયોલી બીચ પરના તેના ઘરે અજાણ્યા વ્યક્તિઓએ આગ લગાવી દીધી હતી. પોલીસ દ્વારા આ કેસના સંબંધમાં પાયોલીના અયનીકાડ બીચના આરોપી ટી મજીદની ધરપકડ કર્યાના કલાકો બાદ આ ઘટના બની હતી. પોલીસે શનિવારે આ માહિતી આપી હતી. પોલીસે ગુનો નોંધ્યો હતો પોલીસે શુક્રવારે બપોરે માજીદ વિરુદ્ધ સગીર છોકરીનું ‘યૌન શોષણ’ કરવાનો કેસ નોંધ્યો હતો. તેણે કહ્યું કે અડધી રાતે લોકોએ મજીદના ઘરને આગ લગાવી દીધી. જેના કારણે તેનું છાંટનું મકાન લગભગ બળીને ખાખ થઈ ગયું હતું. આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયો ગીચ વસ્તીવાળા દરિયાકાંઠાના વિસ્તારમાં આગને નજીકના ઘરોમાં ફેલાતી…
હાલ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઇ તમામ રાજકીય પક્ષો પોતપોતાની તૈયારીમાં જોતરાઇ ગયા છે. તેમજ કોઇ એક પક્ષના આગેવાનો કોઇ અન્ય પક્ષમાં જોડાતા રાજકારણમાં પણ ગરમાવો આવે છે. એવામાં ભાજપ-કોંગ્રેસના બે ધારાસભ્યો એકસાથે જોવા મળ્યા. કોંગ્રેસ નેતા લલિત વસોયા કે જેઓ ભાજપ નેતા જયેશ રાદડિયા સાથે જોવા મળ્યા. ધોરાજીમાં ખોડલધામ પરિવાર દ્વારા વેલકમ નવરાત્રીનું આયોજન કરાયું હતું. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા અને ભાજપ નેતા જયેશ રાદડિયા એકસાથે માતાજીની આરતી કરતા જોવા મળ્યા. લલિત વસોયા ભાજપ નેતાઓ સાથે તાલમાં તાલ મેળવતા દેખાઇ રહ્યાં છે. જોકે તમને જણાવી દઇએ કે, કોંગ્રેસનાં ધારાસભ્યો અનેકવાર ભાજપ નેતાઓ સાથે જોવા મળતા હોય છે. જેના લીધે…
દિલ્હીની એક વિશેષ અદાલતે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને PFI દિલ્હીના પ્રમુખ પરવેઝ અહેમદ, મહાસચિવ મોહમ્મદ ઇલ્યાસ અને કાર્યાલય સચિવ અબ્દુલ મુકિતની 7 દિવસની કસ્ટડી મંજૂર કરી છે. રોકડ દાનની આડમાં મની લોન્ડરિંગના ગુનામાં તેમની સંડોવણીના સંદર્ભમાં કોર્ટે EDને આ પરવાનગી આપી છે. આ કિસ્સામાં ત્રણ વ્યક્તિઓએ નિવેદનો અને રિકવરી દસ્તાવેજો સાથે હાજર રહેવું જરૂરી છે. EDએ કહ્યું કે તેમની હાજરીમાં તેમના પરિસરમાંથી જપ્ત કરાયેલા મોબાઈલ ફોનની ફોરેન્સિક તપાસ પણ કરવામાં આવે. મની લોન્ડરિંગ કેસમાં તપાસ ચાલુ છે EDએ શુક્રવારે PFIના દિલ્હી એકમના ત્રણ પદાધિકારીઓના રિમાન્ડની માંગણી કરતા કહ્યું કે દિલ્હીના પ્રમુખ પરવેઝ અહેમદ 2018 થી ગુનાહિત ષડયંત્રનો ભાગ છે. પરવેઝે પોતે…
નવસારીના વાંસદા તાલુકામાં બે દિવસમાં બે ભૂકંપના આંચકા અનુભવાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં એક આંચકો રાત્રિના 9:38 કલાકે આવ્યો હતો. જેમાં રિક્ટર સ્કેલ પર 3.1ની તીવ્રતા નોંધવામાં આવી હતી. જ્યારે બીજો આંચકો આજે સવારના 6.48 વાગ્યે આવ્યો હતો. જેની રિક્ટર સ્કેલ પર 2.8 ની તીવ્રતા નોંધવામાં આવી હતી. રાત્રિના 9:38 કલાકે આવેલા આંચકાનું એપી સેન્ટર વાંસદા નજીક આવેલું હોલીપાડા નોંધાયું છે. જ્યારે બીજા આંચકાનું કેન્દ્રબિંદુ ડાંગ જિલ્લાના નાનાપાડા ગામમાં નોંધાયું છે. આમ, સતત બીજા દિવસે એટલે કે ભૂકંપના બે આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, એકાદ મહિના અગાઉ પણ નવસારીના વાંસદામાં ભૂકંપના…
વડોદરા-હાલોલ રોડ પરની ક્રિષ્ના આશ્રય ફાર્મા કંપનીમાં ગઈકાલે રાત્રે મોટી આગ લાગી હતી. કંપનીમાં ભીષણ આગ લાગતાં દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. ઘટનાના પગલે વડોદરા ફાયરબ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો હતો. ત્યારે આગ પર કાબૂ મેળવવા માટે 10થી વધુ ફાયરબ્રિગેડની મદદ લેવાઈ હતી. જો કે આ ઘટનામાં કોઇને જાનહાની કે ઇજા થયાના કોઇ અહેવાલ નથી. 5 કિલોમીટર દૂર ધડાકાનો અવાજ સંભળાયો આગના કારણે વડોદરા-હાલોલ રોડ પર ભારે ટ્રાફિક જામ થયો હતો. આગ લાગતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી ચૂકી હતી. મળતી માહિતી પ્રમાણે હાઇટેન્શન લાઇન તૂટતાં આગ લાગી હતી.. આગના કારણે ગેસના બોટલો પણ ફાટ્યા હતો,…
છેલ્લા કેટલાક દિવસોથી NIA પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના પરિસરમાં સતત દરોડા પાડી રહી છે. અત્યાર સુધીમાં 100 થી વધુ PFI સભ્યોની ધરપકડ કરવામાં આવી છે. આ દરમિયાન NIAની ટીમે મહારાષ્ટ્રના પુણેમાં PFIની ઓફિસ પર દરોડા પાડ્યા હતા. આ પછી, સેંકડો પીએફઆઈ સમર્થકો ત્યાં એકઠા થયા અને કલેક્ટર કચેરીમાં વિરોધ પ્રદર્શન શરૂ કર્યું. આ પ્રદર્શનમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવામાં આવ્યા હતા. રેલીમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા હતા મળતી માહિતી મુજબ, NIAના દરોડાના વિરોધમાં PFI સમર્થકોએ પુણેની કલેક્ટર ઓફિસની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને રેલી કાઢી હતી. આ દરમિયાન PFI સમર્થકોએ પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા હતા. પરંતુ પોલીસ પ્રશાસન પાકિસ્તાનના…

