Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

ચોમાસું દિલ્હી-એનસીઆરને ભીંજવી રહ્યું છે. સામાન્ય રીતે સપ્ટેમ્બરમાં 108.5 મીમી વરસાદ પડે છે અને અત્યાર સુધીમાં 58.5 મીમી વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે પણ મધ્યપ્રદેશ, ગુજરાત, ઓડિશા અને તેલંગાણાના ઘણા વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. ચાલો જાણીએ દેશના અન્ય ભાગોમાં વરસાદની શું સ્થિતિ છે… શુક્રવારે સવારે પણ રાષ્ટ્રીય રાજધાનીના ઘણા ભાગોમાં વરસાદ ચાલુ રહ્યો હતો. છેલ્લા બે દિવસથી અવિરત હળવા અને મધ્યમ વરસાદને કારણે શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાઈ જવાથી વાહનવ્યવહારને અસર થઈ હતી. IMDના પ્રાદેશિક હવામાન કેન્દ્રે ટ્વીટ કર્યું, ‘દક્ષિણ દિલ્હી, દક્ષિણ-પૂર્વ દિલ્હી, NCR (હિંડન એર બેઝ, ગાઝિયાબાદ, ઈન્દિરાપુરમ, છપરાઉલા, નોઈડા, દાદરી, ગ્રેટર નોઈડા, ગુરુગ્રામ, ફરીદાબાદ, માનેસર, બલ્લબગઢ) યમુનાનગર,…

Read More

વિશ્વના ત્રીજા સૌથી અમીર ગૌતમ અદાણીના જૂથે મુકેશ અંબાણીના રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સાથે નો પોચિંગ એગ્રીમેન્ટ કર્યો છે. આ નો પોચિંગ એગ્રીમેન્ટનો અર્થ છે રિલાયન્સ ગ્રૂપ અને અદાણી ગ્રૂપના કર્મચારીઓને એકબીજાના ગ્રૂપની કંપનીઓમાં જગ્યા નહીં મળે. આ એગ્રીમેન્ટથી બંને ગ્રૂપની કંપનીઓના ટેલેન્ટને એક બીજામાં હાયર નહિ કરી શકે. બિઝનેસ ઈનસાઈડરના એક રિપોર્ટ મુજબ આ એગ્રીમેન્ટ આ વર્ષે મેમાં લાવવામાં આવ્યો હતો, આ બંને કંપનીઓના તમામ બિઝનેસ પર લાગુ થશે. બંને ગ્રૂપમાં હવે ધીમે-ધીમે હરિફાઈ વધી રહી છે કેમકે અદાણી ગ્રૂપ ધીમે ધીમે તે તમામ વ્યવસાયમાં પગ જમાવવાના પ્રયાસમાં છે જ્યાં રિલાયન્સ ગ્રૂપ પહેલેથી એક મોટી બ્રાન્ડ છે. જેનું સૌથી મોટું ઉદાહરણ…

Read More

પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) સામે દેશવ્યાપી દરોડા અને ધરપકડના વિરોધમાં સંગઠને આજે કેરળ બંધનું આહ્વાન કર્યું છે. બંધ દરમિયાન કેરળના ઘણા શહેરોમાં તોડફોડ અને હંગામો થયો હોવાના અહેવાલો છે. કોલ્લમમાં પોલીસ પર હુમલો થયો છે. તે જ સમયે, તમિલનાડુના કોઈમ્બતુરમાં ભાજપ કાર્યાલયમાં તોડફોડના અહેવાલો છે. કોટ્ટાયમમાં બંધને સમર્થન આપી રહેલા લોકોએ પથ્થરમારો કરીને એક ઓટો રિક્ષા અને કારને નુકસાન પહોંચાડ્યું હતું. કાર્યકરો NIAના દરોડા અને PFI નેતાઓની ધરપકડનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. કેરળ સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસમાં આતંકવાદીઓ દ્વારા અલુવા નજીક કંપનીપાડીમાં તોડફોડ કરવામાં આવી હતી. પીએફઆઈના રાજ્ય મહાસચિવ એ અબ્દુલ સત્તારે ગુરુવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે…

Read More

યૂપીના પ્રતાપગઢમાં 10 દિવસમાં જ પોક્સો કોર્ટે આરોપીને ઉંમરકેદની સજા સંભળાવી છે. પ્રતાપગઢની પોક્સો કોર્ટના આ ઐતિહાસિક નિર્ણય છે. પોક્સો કોર્ટના સ્પેશિયલ જજ પંકજ કુમારે કહ્યુ હતુ કે, 10 દિવસમાં જ રેપ કેસના આરોપીને ઉંમરકેદની સજા સંભળાવી છે. દોષી ભૂપેન્દ્ર સિંહ પર કોર્ટે 20 હજાર જેટલો દંડ પણ ફટકાર્યો છે. દોષી ભૂપેન્દ્ર સિંહે 12 ઓગસ્ટ 2022ના દિવસે નગર કોતવાલી વિસ્તારમાં 6 વર્ષની માસૂમ છોકરી સાથે રેપ કર્યો હતો. ત્યારે ગ્રામવાસીઓ ઘટનાસ્થળે પહોંચી જતા આરોપી ભૂપેન્દ્ર સિંહને પકડી પાડ્યો હતો. ત્યારબાદ ગ્રામીણોએ તેને ફટકાર્યો હતો અને પોલીસને સોંપ્યો હતો. નગર કોતવાલીમાં 13મી ઓગસ્ટ 2022ના દિવસે બળાત્કારનો કેસ ફાઇલ કરવામાં આવ્યો હતો.…

Read More

કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા દેશના તમામ રાજ્યોને ઔદ્યોગિક સમૂહની આસપાસના વિસ્તારમાં આરોગ્ય પર થતી અસરનું આંકલન કરવા માર્ચ 2011માં આદેશ કરવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે વર્ષ 2012-13થી 2016 -17 સુધીમાં દરેક ગંભીર રીતે પ્રદૂષિત વિસ્તારની 3થી 5 હોસ્પિટલની માહિતી એકત્ર કરાઇ હતી. જેના આધારે દમ, શ્વાસ નળીમાં સોજો, સ્વસનતંત્રમાં ચેપી રોગવાળા 80443 દર્દીઓ નોંધાયાનું પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવેલા કેગના અહેવાલમાં બહાર આવ્યું છે. આ દર્દીઓની વધતી જતી સંખ્યા આરોગ્ય પર હવા પ્રદુષણની અસરની ગંભીરતા દર્શાવે છે. દર્દીઓની વધતી જતી સંખ્યાને લઈને ઔદ્યોગિક મંડળોએ તજજ્ઞો દ્વારા પ્રદૂષિત વિસ્તારમાં આરોગ્ય પર અસરનું આંકલન હાથ ધર્યું હતું…

Read More

આજે 23 સપ્ટેમ્બરના દિવસે દેશભરમાં નેશનલ સિનેમા ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મલ્ટિપ્લેક્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા તેની વિશેષ ઉજવણી કરવા જઈ રહ્યું છે જેમાં દર્શકો માત્ર 75 રૂપિયામાં મૂવી ટિકિટ્સ ખરીદી શકશે અને મલ્ટિપ્લેક્સમાં ચાલી રહેલી ફિલ્મને નિહાળી શકશે. નોંધનીય છે કે, આ ઉજવણી અગાઉ 16 સપ્ટેમ્બરે કરવામાં આવવાની હતી, પરંતુ ઘણા કારણો સર MIA દ્વારા આની તારીખ લંબાવી દેવામાં આવી છે. હવે 23 સપ્ટેમ્બરના દિવસે આ દિવસ ઉજવવામાં આવસે તેવું નક્કી કરવામાં આવ્યું હતું. આજે ફિલ્મોને માત્ર 75 રૂપિયામાં જ દર્શકો જોવા જઈ શકશે. આની સાથે કુલ 4 હજાર સ્ક્રિન દ્વારા ઓફર કરાઈ છે. કેવી રીતે ટિકિટ…

Read More

આગામી તા. 26 સપ્ટેમ્બરથી માતાજીની આરાધનાના પર્વ નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે. બે વર્ષ બાદ કોરોનાએ કેડો છોડતા ચાલુ સાલ રાજકોટમાં ઠેકઠેકાણે નવરાત્રીના આયોજનનો હાથ ધરવામાં આવ્યા છે. તેવામાં ગરબા સંચાલકોમાં ગરબાના સમયને લઇ અસમંજસમાં મુકાયા હતા. તે મુંઝવણનો હવે અંત આવી ગયો છે. નવરાત્રીને લઇ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી માહિતી આપી છે કે નવરાત્રીમાં 9 દિવસ સુધી રાત્રે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડી શકાશે. ગુજરાતની સંસ્કૃતિનો મહત્વનો હિસ્સો અને દરેક ગુજરાતીઓનો આત્મા એવા માં દુર્ગાના મહોત્સવ, નવરાત્રીમાં પ્રજાજનોના ઉમંગ ,ઉત્સાહ આસ્થા અને લાગણીઓને સર્વોપરિતા આપીને ૯ દિવસ રાત્રીના ૧૨:૦૦ સુધી લાઉડ સ્પીકર પબ્લિક એડ્રેસ સિસ્ટમ લગાડવાની…

Read More

ગુજરાતમાં હવે ચોમાસાનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે. બે દિવસ બાદ કચ્છમાંથી ચોમાસું વિદાય લેવાની તૈયારી કરી રહ્યું છે ત્યારે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ખેલૈયાઓ માટે ફરી એક વાર માઠા સમાચાર મળી રહ્યાં છે. પહેલાંની હવામાન વિભાગની આગાહી મુજબ નવરાત્રિમાં વરસાદનું જોખમ ઘટ્યું હતું. જેના કારણે ખેલૈયા ખુશખુશાલ હતા પરંતુ હવે હવામાન વિભાગ દ્વારા આગાહી બદલાઈ છે. હાલની આગાહી મુજબ નવરાત્રિમાં સામાન્ય વરસાદ તો રહેશે જ પણ જતાં જતાં વરસાદ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસી જશે. નવરાત્રિના દિવસો દરમ્યાન જ સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં વેસ્ટ સેન્ટ્રલ દિશામાં સર્જાયેલા લો પ્રેશરની અસરના…

Read More

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા ગ્રાહકોની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને નિયમોમાં ફેરફાર કરવામાં આવે છે. આ વખતે ફરી RBIએ બેંક લોકર સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યો છે. જો તમે કોઈપણ બેંકમાં લોકર લીધું છે અને તેમાં તમારું સોનું-ચાંદી કે અન્ય કિંમતી વસ્તુઓ રાખી છે તો આ સમાચાર ચોક્કસ વાંચો. રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશન અનુસાર, બેંકમાં લોકર લેતા ગ્રાહકોની ફરિયાદ પર રિઝર્વ બેંક (RBI)એ નિયમોમાં ફેરફાર કર્યા છે. અવારનવાર ગ્રાહકો તરફથી બેંક લોકરમાં ચોરીની ફરિયાદો આવતી હોય છે. પરંતુ હવે જો લોકરમાંથી કોઈ વસ્તુની ચોરી થશે તો ગ્રાહકને સંબંધિત બેંક તરફથી લોકરના ભાડાના 100 ગણા સુધી વળતર…

Read More

કોંગ્રેસમાં અધ્યક્ષની ચૂંટણીને લઈને ધમધમાટ શરુ થયો છે. સિનિયર નેતાઓ અશોક ગેહલોત, દિગ્વીજય, મનીષ તિવારી કે શશી થરુરના ચૂંટણી લડવાના અભરખાં જાગ્યાં છે ત્યારે હવે રાહુલ ગાંધીએ ફરી વાર અધ્યક્ષની ચૂંટણી લડવાનો ઈન્કાર કરીને સિનયિર નેતાઓનો ચૂંટણી લડવાનો માર્ગ મોકળો કર્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે જે કોઈ પણ કોંગ્રેસ અધ્યક્ષ બને, તેમણે ધ્યાનમાં રાખવું જોઈએ કે તે એક વિચારધારા, એક વિશ્વાસ પ્રણાલી અને ભારતની દ્રષ્ટિનું પ્રતિનિધિત્વ કરશે. તેમણે કહ્યું કે કોંગ્રેસ એક વિચારધારા છે અને વિચારધારાનું વહન નવા અધ્યક્ષે કરવું પડશે. રાહુલ ગાંધીએ કહ્યું કે ઉદયપુરની ચિંતન શિબિરમાં અમે જે ઠરાવ કર્યો હતો કે કોંગ્રેસની પ્રતિબદ્ધતા છે અને મને…

Read More