What's Hot
- આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
- આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
- આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
- રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
- યોગી સરકારના મંત્રી ગુલાબો દેવી બન્યા માર્ગ અકસ્માતનો ભોગ, ટોલ પ્લાઝા પાસે કાફલાના અનેક વાહનો એકબીજા સાથે અથડાયા
- આ ખતરનાક મિસાઈલ ફાઈટર જેટ તેજસ Mk-1A માં પણ લગાવવામાં આવશે, પાકિસ્તાનની સાથે ચીન પણ ધ્રૂજશે
- લૂંટ દરમિયાન ઝવેરીની ગોળી મારી હત્યા, લોકોએ એક આરોપીને પકડીને માર માર્યો; ત્રણ ફરાર
- વેરાવળ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસર ખાલી કરાવાયું, પોલીસ વિભાગમાં ગભરાટ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
કેરલ, તમિલનાડુ અને યુપી સહિત દેશના 10 રાજ્યોમાં NIA અને EDની ટીમોએ PFIના રાજ્યથી લઈને જિલ્લા સ્તરના નેતાઓના ઘરો પર દરોડા પાડ્યા છે અને તેમના 100થી વધુ કેડરોની ધરપકડ કરી છે. આ સંદર્ભે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમના નિવાસ સ્થાને એક મહત્વની બેઠક બોલાવી છે. આ બેઠકમાં એનએસએ, એનઆઈએના મહાનિર્દેશક, ગૃહ સચિવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર છે. દેશભરમાં ટેરર ફંડિંગ અને કેમ્પ ચલાવવાના મામલે પીએફઆઈ એટલે કે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા વિરુદ્ધ મોટું અભિયાન ચલાવવામાં આવ્યું છે. કેરળ, તમિલનાડુ અને યુપી સહિત દેશના 10 રાજ્યોમાં NIA અને EDની ટીમોએ PFIના રાજ્યથી લઈને જિલ્લા સ્તરના નેતાઓના ઘરો પર દરોડા પાડ્યા…
ઉત્તર પ્રદેશના ઇટાવા જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે દિવાલ ધરાશાયી થવાની ઘટનાઓ વધી છે. તાજેતરની ઘટનાઓમાં કાચા મકાન અને પેટ્રોલ પંપની દિવાલ ધરાશાયી થતાં દંપતી સહિત છ લોકોના મોત થયા હતા. મૃતકોમાં ચાર સગા ભાઈ-બહેનોનો પણ સમાવેશ થાય છે. ઈટાવા જિલ્લા મેજિસ્ટ્રેટ અવનીશ રાયે 6 લોકોના મોતની પુષ્ટિ કરતા જણાવ્યું કે ઈટાવાના સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ચંદ્રપુરા ગામમાં બપોરે 1 વાગ્યાની આસપાસ એક કાચા મકાનની દિવાલ ધરાશાયી થવાને કારણે 6 લોકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. ગામલોકોએ તેમને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો ત્યાં સુધીમાં 4 નિર્દોષ ભાઈ-બહેનોના મોત થઈ ચૂક્યા હતા. આ અકસ્માતમાં તેની દાદી અને અન્ય એક માસૂમ…
ગુજરાતમાં એક દિવસમાં 4 આંદોલનોનો અંત લાવવામાં ભૂપેન્દ્ર પટેલ સરકારને સફળતા મળી છે. વિધાનસભાની ચૂંટણી પહેલા પૂર્વ સૈનિકો, એસ.ટી વિભાગ, વનરક્ષક બાદ આશા વર્કર મહિલાઓનું વધુ આંદોલન સમેટાયું છે. ઉપરાંત વિધાનસભાના ટૂંકા સત્રના પ્રથમ દિવસે જ ઢોર નિયંત્રણ બિલ સર્વાનુમતે પરત ખેંચવામાં આવ્યું છે. જેના કારણે માલધારી સમાજમાં ખુશીનો માહોલ સર્જાયો છે. આ વચ્ચે હવે ટીમ OPSએ સરકાર સામે બાંયો ચઢાવી છે. જૂની પેન્શન યોજના અને ગ્રેડ-પે મુદ્દે આંદોલન યથાવત છે. ત્યારે ટીમ ઓપીએસ દ્વારા પેન ડાઉનનું એલાન કરવામાં આવ્યું છે. તમામ કર્મચારીઓ પેનડાઉન કરીને આજે કામ નહીં કરે. આ ઉપરાત ટીમ ઓપીએસ દ્વારા 27 સપ્ટેમ્બરથી અચોક્કસ મુદતની હડતાળની ચીમકી…
વિધાનસભા સત્રનો આજે છેલ્લો દિવસ છે. વિધાનસભા ગૃહમાં સરકાર તરફથી ત્રણ સુધારા વિધેયક રજૂ કરવામાં આવશે. કેગનો અહેવાલ પણ રજૂ કરાશે. બીજી તરફ કોંગ્રેસે સતત બીજા દિવસે ગૃહમાં હંગામો કર્યો છે. આ પછી કોંગ્રેસ પક્ષે વોક આઉટ કર્યું હતું. લંપી વાયરસ મુદ્દે ગૃહમાં ચર્ચા ન કરવા દેતા પહેલા વિરોધ સુત્રોચ્ચાર અને ત્યારબાદ કોંગ્રેસે ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. કોંગ્રેસ ધારાસભ્ય અમરીશ ડેર અને પ્રતાપ દુઘાતે વોકઆઉટ ન કર્યું અને ગૃહમાં બેઠા છે. ભાજપના ધારાસભ્યોએ રમૂજમા કહ્યું ભાજપ તરફ આવી જાવ. લમ્પી વાયરસ મુદ્દે પુંજા વંશને પ્રશ્ન ન પૂછવા દેવાતા કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોએ સુત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય પોતાની બેઠક પરથી…
ગુજરાત રાજ્ય વન રક્ષક કર્મચારી મંડળના હોદ્દેદારો સાથે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રચાયેલી મંત્રીઓની કમિટી સાથે મળી હતી. આ બેઠકમાં મંડળના હોદ્દેદારો સાથે ચર્ચા વિમર્શ કરી તેમની બંને મહત્વની માંગણીનો સ્વીકાર કરવામાં આવ્યો હોવાનું પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે. મંત્રી જીતુ વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે, આ મંડળની મુખ્ય માંગણીઓ જાહેર રજાના દિવસોમાં બજાવેલ ફરજનો રજા પગાર તેમજ વોશિંગ એલાઉન્સની માંગણીઓનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે. તે ઉપરાંત જે નીતિવિષયક બાબતો છે તે અંગે કર્મચારીના હિતને લક્ષમાં રાખીને યોગ્ય નિર્ણય કરવામાં આવશે એવું પણ જણાવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વન રક્ષક કર્મચારી મંડળની આ બે માગણીઓ…
NIAની ટીમ દેશભરમાં દરોડા પાડી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે કેરળમાં લગભગ 50 જગ્યાએ NIAના દરોડા ચાલી રહ્યા છે. આ સિવાય દેશના બાકીના રાજ્યોમાં પણ રેડ લગાવવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહી પીએફઆઈ સાથે જોડાયેલા ટેરર ફંડિંગ કેસને લઈને ચાલી રહી છે. આ દરોડા મંજેરી, મલ્લપુરમ જેવા વિસ્તારોમાં ચાલી રહ્યા છે. કેરળમાં આ દરોડા મોટા પાયે થઈ રહ્યા છે. ખાસ વાત એ છે કે આ દરોડામાં NIAની સાથે EDની ટીમ પણ હાજર છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે NIAએ અત્યાર સુધીમાં 100 થી વધુ PFI અધિકારીઓ અને કાર્યકરોની ધરપકડ કરી છે. જણાવી દઈએ કે અગાઉ NIAએ બિહાર…
રાજ્યમાં અતિવૃષ્ટિના કારણે કૃષિ પાકને થયેલા નુકસાનીમાં ખેડૂતોને સહાય ચૂકવાશે. ગત જુલાઇ મહિનામાં ગુજરાત સરકારે જાહેરાત કરી હતી કે ખેડૂતોના પાકને 33%થી વધુ નુકસાનીમાં જ સરકાર સહાય ચૂકવશે. આ ચોમાસા દરમિયાન વરસાદથી પ્રભાવિત 9 જિલ્લાઓમાં સર્વે પુર્ણ કરી દેવામાં આવ્યો છે. સરકારને તમામ રિપોર્ટ સોંપી દેવાની તજવીજ પણ હાથ ધરાઇ છે. તે બાદ વરસાદના બીજા રાઉન્ડમાં બનાસકાંઠા, જામનગરમાં ખેતીને ભારે નુકસાન થયું હતું. જેની ચર્ચા આજે વિધાનસભા સત્રમાં કરવામાં આવી હતી. આ બંને જિલ્લાઓના ખેડૂતોને પણ સહાયનો ટેકો મળે તેવી રજૂઆત કરવામાં આવી. જેના જવાબમા વિધાનસભામાં રાઘવજી પટેલે નિવેદન આપતા કહ્યું હતું કે કૃષિમાં નુકસાનીનો અહેવાલ મહિનાના અંતમાં આવી જશે.…
મુંબઇના નવા શેરા પોર્ટ પરથી 20 ટનથી વધુ હેરોઇન મળી આવ્યો છે. દિલ્હી પોલીસને હેરોઇનનો અત્યાર સુધીનો સૌથી મોટો જથ્થો મળી આવ્યો છે, જેની કિંમત આશરે 1725 કરોડ રૂપિયા છે. સ્પેશિયલ સીપી એચજીએસ ધાલીવાલે જણાવ્યું હતું કે જપ્ત કરવામાં આવેલા હેરોઇનની કુલ કિંમત આશરે 1,725 કરોડ રૂપિયા છે. કન્ટેનરને દિલ્હી લાવવામાં આવ્યું છે. આ પકડાયેલ ડ્રગ્સથી તે સ્પષ્ટ થાય છે કે નાર્કો આતંક આપણા દેશ પર કેવી અસર કરી રહ્યો છે. વિશ્વના ડ્રગ ડીલર્સ આપણા દેશમાં ડ્રગ્સ સપ્લાય કરવા માટે વિવિધ કીમિયાઓનો ઉપયોગ કરી રહ્યા છે. એવું કહેવામાં આવે છે કે મોટી માત્રામાં હેરોઇન મેળવવાના આ કેસના તાર નાર્કો ટેરર…
મોદી સરકારે આત્મનિર્ભર ભારતને મોટો વેગ આપવા માટે કેટલાક નિર્ણય લીધા છે. કેબિનેટની બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવા માટે ત્રણ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રીમંડળે નવી અને નવીનીકરણીય ઉર્જા માટે આજે પીએલઆઈ યોજના લાવવાનો નિર્ણય લીધો છે. સોલર પીવી મોડ્યુલ પર પીએલઆઈ સ્કીમના માધ્યમ દ્વારા 2030 સુધીમાં 500 ગીગાવોટ બિનપરંપરાગત ઊર્જાનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક ખૂબ જ ઝડપથી હાંસલ કરશે. સરકારે આ માટે 19500 કરોડનું બજેટ ફાળવ્યું છે. સરકારે આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે નવીનીકરણીય ઉર્જા પર સોલર પીવી માટે પીએલઆઈ યોજનાને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું…
વિધાનસભામાં પસાર થયેલું રખડતાં ઢોર નિયંત્રણ બિલને આખરે તમામ અટકળો પર અંત આવ્યો છે. ગુજરાત વિધાનસભામાં ‘રખડતા ઢોર નિયંત્રણ બિલ’ પરત ખેંચાયું છે. અધ્યક્ષે બિલ પરત ખેંચવા માટે અનુમતિ આપી દીધી છે. છેલ્લા કેટલાય સમયથી પશુપાલકો ‘રખડતા ઢોર નિયંત્રણ કાયદો’ પરત લેવાની માગ કરી રહ્યાં હતા. જેના પર આખરે આજે વિધાનસભામાં અંત આવ્યો છે. રાજ્યપાલ તરફથી આ બિલ પુન:વિચારણા માટે પાછું મોકલવામાં આવ્યુ હતુ. જે બાદ આજે વિધાનસભા ગૃહમાંથી આ બિલને પાછું ખેંચવામાં આવ્યું છે. નોંધનીય છે કે, આજ સવારથી જ માલધારી સમાજ દ્વારા દૂધનું વેચાણ બંધ કરીને ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ…

