Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

ગુજરાતના ગાંધીનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના મેયર અને ડેપ્યુટી મેયરોને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કર્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ મેયરોને પ્રોત્સાહિત કરતા કહ્યું કે, તમે તમારા શહેરમાં એવું કામ કરો કે આવનારી પેઢી તમને યાદ કરે. ર્ટીનો હેતુ સમજાવતા પીએમ મોદીએ મેયરોને કહ્યું, ‘અમારું કામ જનતાની સેવા કરવાનું છે અને સત્તા તેનું માધ્યમ છે. અમે રાજનીતિમાં માત્ર સિંહાસન પર બેસવા માટે નથી આવ્યા, અમે સત્તા પર બેસવા નથી આવ્યા, સત્તા એ અમારા માટે જનતાની સેના કરવા માટેનું માધ્યમ છે. તેમણે વધુમાં કહ્યું કે, “સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ. ભાજપ દ્વારા અપનાવવામાં આવેલી આ વૈચારિક પદ્ધતિને…

Read More

ગુજરાતમાં ઈન્કમટેક્સ વિભાગ એકશનમાં આવ્યું છે. રાજ્યના 7 હજારથી વધુ કરદાતાઓને નોટિસ ફટકારી છે. 2017-2018માં થયેલા મોટા વ્યવહાર મુદ્દે આ કાર્યવાહી થઈ હોવાનું સૂત્રો તરફથી જાણકારી મળી છે. જમીન-મકાન કે FDમાં મોટા રોકાણ અંગે ખુલાસા માગ્યા છે. જેમાં IT રિટર્ન કોપી, ટેક્સની વિગત, બેંક-GSTની વિગત માંગવામાં આવી છે. સબ રજિસ્ટ્રાર કચેરીમાંથી ડેટા ડિપાર્ટમેન્ટ પાસે આવ્યો હોય જેમાં જમીન-મકાન કે FDમાં તેમજ મિલકતની કિંમત ખરીદનાર અને વેચનારનું નામ પાન નંબર દર્શાવેલ હોય તે પાન નંબરના આધારે જે તે કરદાતાએ રિટર્ન ફાઈલ કર્યું છે કે નહીં તે ચકાસે છે અને વેચનારે પોતાની મિલકત અંગેના વ્યવહારો રિટર્નમાં દર્શાવ્યા છે કે નહીં ? તેમજ…

Read More

ચૂંટણી ફંડીંગમાં કાળા નાણાના ઉપયોગને રોકવા માટેની કવાયત અંતર્ગત ચૂંટણી પંચે સોમવારે અજાણ્યા સ્ત્રોત પાસેથી મળેલી રાજકીય ફંડની મર્યાદાને 20,000 રૂપિયાથી ઘટાડીને 2000 રૂપિયા કરવા અને રોકડ દાનને 20 ટકા અથવા વધુંમાં વધુ 20 કરોડ રૂપિયા સુધી મર્યાદિત કરવાનો પ્રસ્તાવ મોકલ્યો છે. આ જાણકારી સરકારી સૂત્રોના હવાલેથી મળી છે. મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમારે કેન્દ્રીય કાનૂન મંત્રી કિરેન રિજિજૂને લખેલા પત્રમાં પ્રતિનિધિત્વ અધિનિયમમાં કેટલાય સંશોધનની ભલામણ કરી છે. પ્રસ્તાવોનો ઉદ્દેશ્ય રાજકીય દળને મળતા ચૂંટણી ફંડની પ્રક્રિયામાં સુધારો અને પારદર્શિતા લાવવા તથા ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવતા ઉમેદવારો દ્વારા કરવામાં આવતા ખર્ચની યોગ્ય જાણકારી મેળવવાનો છે. આ કામથી હાલમાં 284 ડિફોલ્ટ અને…

Read More

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી પૂર્વેનું આખરી ચોમાસું સત્ર આગામી તારીખ 21 અને 22 સપ્ટેમ્બર એમ બે દિવસ માટે મળી રહ્યું છે. આ બે દિવસમાં હાથ કરવાના કામકાજને લઈને આજે બપોરે 12 વાગ્યે કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળશે. જેમાં વિધાનસભાના સત્ર દરમિયાન હાથ ધરવાના કામોની આખરી ઓપ આપવામાં આવશે. આ બેઠક વિધાનસભાના અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્યના વડપણ હેઠળ મળશે. આ બેઠક દરમિયાન વિરોધ પક્ષ દ્વારા માત્ર બે દિવસ માટે બોલાવવામાં આવેલા વિધાનસભાના સત્રનો વિરોધ કરવામાં આવશે તેમજ બે દિવસના બદલે વધુ સમય માટે આ સત્ર બોલાવવું જોઈએ અને પ્રજાના પ્રશ્નો પર ચર્ચા થવી જોઈએ તેવી માગણી કરવામા આવશે. આ સત્ર દરમિયાન…

Read More

આજે ભાજપના નેતાઓ ગુજરાતથી લઈને ઉત્તર પ્રદેશ સુધી જબરદસ્ત એક્શનમાં જોવા મળશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આજે અને આવતીકાલે (20-21 સપ્ટેમ્બર) બે દિવસના રોકાણ પર ગુજરાતમાં હશે, જ્યાં તેઓ ઘણી જાહેર અને સંગઠનાત્મક બેઠકોમાં હાજરી આપશે. આજે સવારે 9 વાગ્યે, અમે ગાંધીનગરના નભોઈ ખાતેના પટેલ ફાર્મ ખાતે ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચાના નેજા હેઠળ આયોજિત “નમો કિસાન પંચાયતઃ ઈ-બાઈક” કાર્યક્રમનો પ્રારંભ કરીશું. આ પછી તેઓ ગાંધીનગરની હોટલ લીલા ખાતે ‘મેયર્સ સમિટ’માં ભાગ લેશે. પક્ષના સૂત્રોના જણાવ્યા અનુસાર, બપોરે 2 વાગ્યે નડ્ડા રાજકોટ શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશનના સભ્યો, મ્યુનિસિપલ કાઉન્સિલરો અને સહકારી સંસ્થાઓના ચૂંટાયેલા પ્રતિનિધિઓના મેગા-સંમેલનને સંબોધશે.…

Read More

છેલ્લા એક મહિનાથી ગાંધીનગર વિવિધ આંદોલનો માટે રણ સંગ્રામ બન્યુ છે.  હાલ અહિંયા એક બે નહી પણ 18-18 આંદોલનો એક સાથે ચાલી રહ્યા છે. રાજ્યભરના અલગ અલગ વિભાગના કર્મચારીઓ પડતર પ્રશ્નો નહીં ઉકેલવાના કારણે સરકાર સામે આક્રોશ કરી રહ્યા છે. પરિણામે ગાંધીનગરમાં સતત  કર્મચારી સંગઠનની રેલીઓ અને ધરણાના કાર્યક્રમોનું આયોજન થતાં લગભગ સાત જિલ્લાની પોલીસને ગાંધીનગરમાં ઉતારવામાં આવી છે. સીઆરપીએફની વધારાની ફોર્સ પણ કામે લગાડવામાં આવી છે. વિવિધ આંદોલનોને પગલે રેલી અને ધરણા આયોજનની જાહેરાતોને લઇને ગાંધીનગરમાં હાલ પોલીસ કિલ્લેબંધી કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા સચિવાલય રાજભવન સહિતના વિસ્તારોને પોલીસની કિલ્લેબંધી કરવામાં આવી છે. ગાંધીનગરમાં ચાલતા આંદોલન માજી સૈનિકો નું આંદોલન ચાલેછે અત્યારે તેઓ…

Read More

વિધાનસભાની ચૂંટણી અને તહેવારો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે. જેમાં આગામી નવરાત્રી દરમિયાન 29 અને 30 સપ્ટેમ્બરના બંને નેતાઓ ગુજરાતમાં અમદાવાદ,સુરત,ભાવનગર અને અંબાજીની મુલાકાત લેવાના છે. આ દરમિયાન રાજ્યની સૌથી મહત્વની મેટ્રો ટ્રેન સેવાને પણ શરૂ કરશે. 30 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન મોજી અમદાવાદમાં થલતેજથી વસ્ત્રાલ ગામ સુધીના રૂટ પર મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવશે. હેલ્મેટ સર્કલ પાસેથી વડાપ્રધાન દ્વારા ટ્રેનને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવશે. ઉપરાંત થલતેજમાં દૂરદર્શન પાસેના ગ્રાઉન્ડમાં એક જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદી થલતેજથી વસ્ત્રાલ ગામ સુધીના કોરિડોર પર મેટ્રો ટ્રેનની શરૂઆત કરાવવાના…

Read More

રાજ્યમાં હાલ ચોમાસુંએ છેલ્લા તબક્કામાંથી પસાર થઇ રહ્યું છે. પરંતુ આ વખતે નવરાત્રી દરમ્યાન ભારે વરસાદ ની આગાહી હતી. હવમાન વિભાગ દ્વારા ખેલૈયાઓ માટે સારા સમાચાર આપ્યા છે.હવામાન વિભાગ દ્વારા નવરાત્રીમાં વરસાદની શક્યતા નહીવત રહેવાની શક્યતા છે.જેને લઇને ખેલૈયાઓ આનંદની લાગણી પ્રસરી છે. ગુજરાત રાજયમાં ભારે વરસાદની આગાહી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. પરંતુ હવામાન વિભાગની આગાહીના પગલે ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.અને ખેલૈયાઓએ રાહતનો શ્વાસ લિધો છે. હવામાન વિભાગે જણાવ્યું કે બે દિવસ બાદ રાજ્યમાંથી ચોમાસુ વિદાય લે તેવી શકયતા છે. રાજ્યમાં 22 અને 23 સપ્ટેમ્બરે છૂટોછવાયો વરસાદ રહેવાની શક્યતા છે. આ સિવાય દક્ષિણ ગુજરાત અને ઉત્તર…

Read More

આફ્રિકન દેશ નામિબિયાથી મધ્યપ્રદેશના શ્યોપુરમાં કુનો નેશનલ પાર્કમાં લાવવામાં આવેલા 8 ચિત્તાના નામ સામે આવ્યા છે. આઠ ચિત્તાઓના નામ ઓબાન, ફ્રેડી, સાવન્નાહ, આશા, સિબલી, સૈસા અને સાશા છે. પીએમ મોદીએ એક માદા ચિત્તાનું નામ આશા રાખ્યું છે. જ્યારે બાકી ચિત્તાઓનું નામ નામિબિયામાં રાખવામાં આવ્યું હતું. 17 સપ્ટેમ્બરે નામિબિયાથી કૂનો નેશનલ પાર્કમાં આ ચિત્તાઓને લાવવામાં આવ્યા હતા. પીએમ મોદી એ જાતે જ પાંજરું ખોલીને તેમને છોડ્યા હતા. પહેલા દિવસે પોતાને અલગ જગ્યાએ જોઇને ચિત્તાઓ થોડા નર્વસ લાગી રહ્યા હતા. પરંતુ તેમનો વ્યવહાર સામાન્ય અને સકારાત્મક જણાતો હતો. ચિત્તાઓ માટે જે ખાસ વાડો બનાવવામાં આવ્યો છે, તેમાં તેઓ ફરી રહ્યા છે અને…

Read More

પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી નીકળીને 2 નવેમ્બર 2021ના દિવસે પંજાબ લોક કોંગ્રેસ નામની નવી પાર્ટી બનાવનાર પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે તેમની પાર્ટીનો ભાજપમાં વિલય કરાવી નાખ્યો છે અને તેઓ ભાજપમાં જોડાયા છે. 2 નવેમ્બર 2021ના દિવસે અમરિન્દર સિંહે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને પંજાબ લોક કોંગ્રેસ નામનો નવો રાજકીય પક્ષ બનાવ્યો હતો જેનો હવે ભાજપમાં વિલય થયો છે. પાર્ટીમાં સામેલ થતા પહેલા કેપ્ટન અમરિન્દર સિંહ દિલ્હીમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાને મળ્યાં હતા. જ્યારથી કેપ્ટન અમરિન્દર અમિત શાહ અને પીએમ મોદીને મળ્યાં હતા ત્યારથી તેમના ભાજપમાં જોડાવાની અટકળો વહેતી થઈ હતી અને હવે પીએલસી પ્રવક્તાએ અમરિન્દરના ભાજપમાં સામેલ થવાનું જણાવી દીધું…

Read More