What's Hot
- આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
- આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
- આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
- રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
- યોગી સરકારના મંત્રી ગુલાબો દેવી બન્યા માર્ગ અકસ્માતનો ભોગ, ટોલ પ્લાઝા પાસે કાફલાના અનેક વાહનો એકબીજા સાથે અથડાયા
- આ ખતરનાક મિસાઈલ ફાઈટર જેટ તેજસ Mk-1A માં પણ લગાવવામાં આવશે, પાકિસ્તાનની સાથે ચીન પણ ધ્રૂજશે
- લૂંટ દરમિયાન ઝવેરીની ગોળી મારી હત્યા, લોકોએ એક આરોપીને પકડીને માર માર્યો; ત્રણ ફરાર
- વેરાવળ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસર ખાલી કરાવાયું, પોલીસ વિભાગમાં ગભરાટ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
દેશમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફી અને રેપ વીડિયોની વધતી જતી ઘટનાઓને લઈને સુપ્રીમ કોર્ટ ચિંતિત થઈ છે. ચાઈલ્ડ પોર્નોગ્રાફી રેપ વીડિયોને ધડાધડ સોશિયલ મીડિયા પર અપલોડ કરાઈ રહ્યા છે. સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Meta અને માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટર પાસેથી જવાબ માગ્યો કે તેમણે તેમના પ્લેટફોર્મ પર ચાઈલ્ડ પોર્નોગ્રાફી કે રેપ વીડિયો અપલોડ થતો અટકાવવા શું પગલાં ભર્યાં છે. સુપ્રીમની એવી ઈચ્છા છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક રિપોર્ટ ફાઈલ કરીને આ વાતનો જવાબ આપે. જો કોઈ પગલાં ન લેવાયા હોય તો લેવાનો પણ ઓર્ડર અપાયો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મે સંવેદનશીલ કેસોમાં પોતાના પ્લેટફોર્મ પર આ વીડિયોને રોકવા…
પંજાબ સરકારના નિર્દેશો પર, મોહાલીમાં ચંદીગઢ યુનિવર્સિટીના વાયરલ વીડિયો કેસની તપાસ માટે 3 સભ્યોની SITની રચના કરવામાં આવી છે. પંજાબના ડીજીપી ગૌરવ યાદવે જણાવ્યું કે આ વિશેષ તપાસ ટીમના ત્રણેય સભ્યો મહિલા પોલીસ અધિકારી છે. વરિષ્ઠ IPS અધિકારી ગુરપ્રીત કૌર દેવ આ SITનું નેતૃત્વ કરશે. આ કેસમાં અત્યાર સુધીમાં આરોપી યુવતી સહિત અન્ય બેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ મહાનિર્દેશક, પંજાબે ડીજીપી હિમાચલ પ્રદેશનો તેમના ઉત્તમ સહકાર બદલ આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે ઈલેક્ટ્રોનિક ઉપકરણોને જપ્ત કરીને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે. DGP ગૌરવ યાદવે કહ્યું કે SIT ષડયંત્રના તળિયે જશે. આ મામલામાં સંડોવાયેલા કોઈપણ વ્યક્તિને બક્ષવામાં આવશે…
નાણા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, નાણાકીય વર્ષ 2022-23 માટે ગ્રોસ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 8.36 લાખ કરોડ રૂપિયા થયું છે. મંત્રાલયે કહ્યું કે 2022-23 માટે અત્યાર સુધીનું કુલ કલેક્શન (રિફંડ માટે એડજસ્ટ કરતા પહેલા) 8,36,225 કરોડ રૂપિયા છે, જે ગયા નાણાકીય વર્ષના સમાન ગાળામાં 6,42,287 કરોડ રૂપિયાની તુલનામાં 30 ટકા વધારે છે. નાણાં મંત્રાલયના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, 8.36 લાખ કરોડ રૂપિયાના ગ્રોસ કલેક્શનમાંથી 4.36 લાખ કરોડ રૂપિયા કોર્પોરેટ ઇન્કમ ટેક્સ અને 3.98 લાખ કરોડ રૂપિયા પર્સનલ ઇન્કમ ટેક્સ (પીઆઇટી)માંથી આવ્યા છે. ચાલુ નાણાકીય વર્ષમાં 17 સપ્ટેમ્બર સુધીમાં પ્રત્યક્ષ કરવેરાની ચોખ્ખી વસૂલાત રૂ.7.01 લાખ કરોડ રહી…
રાજ્ય સરકાર સામે એક પછી એક વિરોધ વધી રહ્યા છે. જ્યાં હજી જૂની પેન્શન સ્કીમ કે નિવૃત સેના જવાનોના પ્રશ્ન પર સરકાર નિરાકરણ લાવવા માટે તૈયારીઓ કરી રહી છે ત્યાં આજે જંગલના રખેવાળો એવા વનરક્ષકો અને વનપાલો ગાંધીનગરના સત્યાગ્રહ છાવણીમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. છેલ્લા ઘણાં સમયથી ગુજરાત રાજ્ય વન રક્ષક અને વનપાલ કર્મચારી મંડળ સરકાર સામે પોતાના ગ્રેડપે વધારાને લઈને માંગણીઓ કરી રહ્યું છે. તેમજ તેમના એલાઉન્સ અંગે પણ લાંબા સમયથી તેમણે માંગણી કરી હતી પણ જેનું નિરાકરણ હજી સુધી આવી શક્યું નથી. જેથી આજે મોટી સંખ્યામાં વનરક્ષકો અને વનપાલ આખરે પોતાની માંગણીઓ સાથે ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી પર…
સંઘપ્રદેશ દમણના દરિયામાં રવિવારે દારૂનો નશો કરી નાહવા પડેલા પાંચ પર્યટકો દરિયામાં ડૂબ્યા હતા. જોકે, સ્થાનિક લોકોએ પાંચમાંથી બે લોકોને બચાવી લીધા હતા. જ્યારે ત્રણ દરિયામાં દૂર સુધી તણાઈ ગયા હતા. બનાવને લઈ સમગ્ર પ્રદેશમાં ચકચાર મચી ગઈ હતી. જેના કારણે દરિયાકિનારે દોડધામ મચી ગઈ. હતી. બનાવની જાણ થતાં દમણ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. દરિયામાં ડૂબેલા ત્રણ પર્યટકોને શોધવા પોલીસ, ફાયર બ્રિગેડ અને કોસ્ટ ગાર્ડની ટીમોએ પણ પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે, રાતનો સમય હોવાથી ફાયર બ્રિગેડની ટીમ અને તરવૈયાઓએ દરિયામાં શોધખોળ માટે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આથી સર્ચલાઈટની મદદથી કલાકો સુધી રાત્રે…
રાજયમાં છેલ્લા ઘણા દિવસોથી સતત વરસાદ પડી રહ્યો છે. ત્યારે રવિવારે ડાંગ જિલ્લામાં અનરાધાર વરસાદ પડ્યો હતો. રવિવારે ડાંગ જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા હતા જેમાં ગિરિમથક સાપુતારા સહિત આહવા, વઘઈ, સુબીર પંથકમાં વરસાદી માહોલ છવાયો છે. ભારે વરસાદને કારણે ગામમાં નદીઓ વહેતી થઈ છે. તે ઉપરાંત વઘઈના રેસ્ટોરન્ટમાં પણ પાણી ભરાયા હતા. ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાયેલા રહેલા ખેડૂતોનો પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે. ખેડૂતોએ લીલો દુષ્કાળ જાહેર કરી સહાય ચૂકવવા માગ કરી છે. ડાંગ જિલ્લામાં બપોર બાદ વરસેલા અનરાધાર વરસાદને કારણે નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઇ છે. અંબિકા, ગીરા, પૂર્ણા અને ખાપરી નદી બે કાંઠે વહેતી થઈ. લો લેવવ…
નવરાત્રી આવી રહી છે ત્યારે ખેલૈયાઓ માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાંથી હજુ સુધી વરસાદની વિદાય થઈ નથી. એટલે રેઈનકોટ અને છત્રી હાથવગા રાખજો. કારણ કે હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં છેલ્લા સપ્તાહથી મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે બંગાળની ખાડીમાં આવતીકાલે રવિવારે સરક્યુલેશન સિસ્ટમ અને એના કારણે લો પ્રેસર સિસ્ટમ સર્જાય એવી શક્યતાઓ છે. જેના કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. મહત્વનું છે કે, દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારી જિલ્લાના પારડી, ચીખલી અને વાપી સહિતના કેટલાંક વિસ્તારોમાં ચારથી છ ઈંચ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રના પણ અનેક વિસ્તારોમાં…
ઇન્ડિયન એરફોર્સે પહેલી વાર બે મહિલા કોમ્બેટ પાયલટને ચીનૂક હેલીકોપ્ટર યૂનિટને ઓપરેટ કરવાની જવાબદારી સોંપી છે. ચીનૂક હેલીકોપ્ટર સીમા પર તૈનાત જવાનોને મદદ પહોંચાડવામાં ખૂબ જ મહવની ભૂમિકા ભજવે છે. ચીનૂકનાં માધ્યમથી સીમા સુધી લાઈટ હોવિત્ઝર સુધી ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે. આ ઉત્તરી અને પૂર્વી સીમા સુધી સરળતાથી જઈ શકે છે, જ્યાં ભારત – ચીન સીમા પર તણાવની સ્થિતિ બનેલી છે. સેનાના એક અધિકારીએ જણાવ્યું કે સ્કોડન લીડર્સ પારુલ ભારદ્વાજ અને સ્વાતી રાઠોરને ચીનૂક હેલીકોપ્ટર ઓપરેટ કરવાની જવાબદારો સોંપવામાં આવી છે. તે રશિયન મૂળનાં Mi-17V5ને પહેલા ઓપરેટ કરી રહી હતી. હવે તેમને CH-47F ચિનૂક યુનિટ ચંદીગઢ અને મોહનપુરી આસામમાં ટ્રાન્સફર…
મધ્ય પ્રદેશના કરહલમાં એક સ્વસહાય જૂથના કાર્યક્રમને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, આજે હું મારી માતાને મળવા જઈ શક્યો નહીં. પણ દેશની માતાઓના આશીર્વાદ આજે મને મળ્યા છે. પીએમે કહ્યું કે, શ્યોપુર અને કરહલના લોકોને આજથી હું 8 ચિત્તાની જવાબદારી સોંપીને આવ્યો છું. કાર્યક્રમમાં હાજર રહેલી મહિલાઓને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, કોઈ કાર્યક્રમ ન હોય તો હું વિચારુ છું કે, માતા પાસે જઈ આવું અને ચરણસ્પર્શ કરી લઉં અને આ વખતે હું મારી માતા પાસે તો નથી જઈ શક્યો, પણ આજે લાખો માતા-બહેનોએ મને આશીર્વાદ આપ્યા છે. મારા માટે ખુશીની વાત છે. પીએમ મોદીએ કહ્યું કે, કૂનો નેશનલ પાર્કમાં…
મહારાષ્ટ્રના FDAએ રાજ્યમાં જોન્સન એન્ડ જોન્સન બેબી પાઉડરના લાઈસન્સને રદ કરી દીધું છે અને રાજ્યમાં પાઉડરના નિર્માણ અને વેચાણને રોકી દેવામાં આવ્યું છે. રિસર્ચમાં એવું બહાર આવ્યું છે કે પાઉડરનું પીએચ અનિવાર્ય સીમાથી ઉપર છે. મહારાષ્ટ્ર એફડીએના સૂત્રોએ સીએનબીસી-ટીવી 18ને જણાવ્યું કે અમે કંપનીને કારણ દર્શક નોટિસ ઈસ્યુ કરીને તેને એ વાત કહેવા માટે કહ્યું છે કે તેમનું લાઈસન્સ શાં માટે રદ ન કરી શકાય. FDAએ જોન્સન એન્ડ જોન્સન બેબી પાઉડરના બે નમૂના એકત્રિત કર્યા હતા. તેમાંથી એક પુના અને બીજો નાસિકમાંથી લેવામાં આવ્યો હતો. રિસર્ચમાં એ વાત કહેવામાં આવી છે કે તે શિશુઓની ત્વચાના પાઉડર માટે નક્કી પીએચ માપદંડ…

