What's Hot
- આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
- આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
- આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
- રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
- યોગી સરકારના મંત્રી ગુલાબો દેવી બન્યા માર્ગ અકસ્માતનો ભોગ, ટોલ પ્લાઝા પાસે કાફલાના અનેક વાહનો એકબીજા સાથે અથડાયા
- આ ખતરનાક મિસાઈલ ફાઈટર જેટ તેજસ Mk-1A માં પણ લગાવવામાં આવશે, પાકિસ્તાનની સાથે ચીન પણ ધ્રૂજશે
- લૂંટ દરમિયાન ઝવેરીની ગોળી મારી હત્યા, લોકોએ એક આરોપીને પકડીને માર માર્યો; ત્રણ ફરાર
- વેરાવળ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસર ખાલી કરાવાયું, પોલીસ વિભાગમાં ગભરાટ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
આજે વિશ્વ ફલક પર પોતાની અને આખા દેશની એક અલગ જ છાપ ઊભી કરી દુનિયા સામે દેશનું પ્રતિનિધિત્વ દેશના વડાપ્રધાન મોદી કરી રહ્યા છે. આજે દેશ અને દુનિયામાં નાના બાળકથી લઈ વયોવૃદ્ધ દરેક વ્યક્તિ નરેન્દ્ર મોદીને ઓળખે છે. તેમના બાળપણ વિષે તમે જાણો છો? આજે વડાપ્રધાન છે તે બાળપણમાં ચાની લારી પર કામ કરતા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ ગુજરાતના વાદનગર ખાતે થયો હતો. તેમના પિતા રેલ્વે સ્ટેશન ખાતે ચાની લારી ચલાવતા હતા. ત્યારે આજના આ લેખમાં આપણે જાણીએ કે મોદીની ચાની લારીથી લઈ વડાપ્રધાન મોદી બનવા સુધીની જર્ની વિષે જાણીએ. નરેન્દ્ર મોદી શાળાએથી પાછા ફર્યા બાદ તે દરરોજ તેના…
અમદાવાદની એક ઈમારતમાં લિફ્ટ તૂટવાની ઘટના તાજી જ છે, 8 શ્રમિકોના મોતની ગુંજ હજી સંભળાઈ રહી છે. ત્યારે સુરતમાં સુરતમાં નિર્માણાધીન બિલ્ડિંગમાં દુર્ઘટના સર્જાઈ છે. સુરતમાં નિર્માણાધીન બિલ્ડિંગમાં દુર્ઘટનામાં 2 લોકોના મૃત્યુ થયા છે. અમદાવાદ બાદ સુરતમાં નિર્માણાધીન બિલ્ડિંગમાં દુર્ઘટના સર્જાઈ છે. સુરતના પાંડેસરાના પેરેલિયમ એપાર્ટમેન્ટમાં આ ઘટના બીન હતી. એપાર્ટમેન્ટના 14 માં માળે બિલ્ડિંગમાં લિફ્ટનું કામ ચાલી રહ્યું હતું. ત્યારે અચાનક લિફટનુ કામ કરતા એક શ્રમિક નીચે પટકાયો હતો. આટલે ઉંચેથી નીચે પટકાતા જ શ્રમિક મોતને ભેટ્યો હતો. પરંતું એટલી વારમાં બીજો શ્રમિક તેને બચાવવા ગયો હતો. જેથી તેનું પણ મૃત્યુ થયું. ઘટના બાદ પાંડેસરા પોલીસની ટીમ ઘટના સ્થળે…
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી દુનિયાના બીજા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. અદાણી આ મુકામ પર પહોંચનારા એશિયાના પહેલા વ્યક્તિ છે. Forbes ની રિયલ ટાઈમ બિલિયોનર લિસ્ટ મુજબ અદાણી 155.3 અબજ ડોલરની નેટવર્થ સાથે દુનિયાના અમીરોની યાદીમાં બીજા નંબરે પહોંચી ગયા છે. આ યાદીમાં ફ્રાંસના ઊદ્યોગપતિ બર્નાર્ડ આરનોલ્ટ 155.2 અબજ ડોલરની નેટવર્થ સાથે ત્રીજા અને અમેઝોનના ફાઉન્ડર જેફ બેજોસ 149.7 અબજ ડોલરની નેટવર્થ સાથે ચોથા નંબરે છે. ટેસ્લાના સીઈઓ એલન મસ્ક 273.5 અબજ ડોલરની સાથે પહેલા નંબરે છે. આજે તેમનું ગ્રુપ કોઈલથી લઈને પોર્ટ્સ, મીડિયા, સીમેન્ટ, એલુમિના, અને ડેટા સેન્ટર સુધીના કારોબારમાં છે. અદાણી ગ્રુપ માર્કેટ કેપ પ્રમાણી દેશનો…
સાવરકુંડલા સહિત અમરેલી જિલ્લામાં સિંહોની સુરક્ષા હવે એસઆરપીના જવાનો કરશે. સાવરકુંડલા સહિત અમરેલી જિલ્લાના ગીર વિસ્તાર જ્યાં સિંહોનો હાલ વસવાટ છે અને રેવન્યુ વિસ્તારમાં વસતા અને ગીર જંગલના સિંહ હાલમાં વન વિભાગ દ્વારા વન વિભાગના કર્મચારીઓ હડતાલ ઉપર ઉતર્યા છે જે સંદર્ભે હડતાલ લાંબી ખેંચાતા આખરે વંતતંત્રએ એસઆરપી ના જવાનોની મદદ માગી છે અને જંગલ તથા બહારના મહત્વના પોઇન્ટ ઉપર સિંહની રક્ષા કરવા માટે એસઆરપી નો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સાવરકુંડલા તેમજ ધારી ખાંભા જાફરાબાદ સહિતના રેવન્યુ વિસ્તાર ની અંદર સિંહનો વસવાટ છે જે સંદર્ભે એસઆરપીના જવાનોને સુરક્ષા માટે તે નાદ કરવામાં આવ્યા છે ફોરેસ્ટ ગાર્ડ અને વનપાલ જેવા…
અમદાવાદના મેમનગર વિસ્તારના બસ સ્ટોપ પર આજે સવારે એકાએક BRTS બસમાં આગ લાગી હતી. ડ્રાઈવરની સમયસૂચકતાને લીધે બસમાં સવાર તમામ 40 જેટલા મુસાફરોનો જીવ બચી ગયો હતો. તો બીજી તરફ, ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચીને બસમાં લાગેલી આગને 10 મિનિટમાં કાબૂ લીધી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, સવારે 8.48 કલાકે ફાયર વિભાગને કોલ મળ્યો હતો કે, મેમનગર વિસ્તારના BRTS બસ સ્ટોપ પર ઉભેલી BRTS બસમાં આગ ફાટી નીકળી છે. કોલ મળતા જ ફાયર વિભાગના 5 વાહનો દોડી ગયા હતા અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. માત્ર 10 મિનિટમાં આગ કાબૂમાં લીધી હતી. ઘટનાને પગલે BRTS સ્ટોપની બહાર મોટી સંખ્યામાં લોકોના…
ગુજરાતમાં રખડતાં ઢોરનો મુદ્દો વિકટ બની રહ્યો છે, ત્યારે રખડતાં ઢોર મામલે દરેક સુનાવણી દરમિયાન કોર્ટ સરકારની ઝાટકણી કાઢી રહ્યું છે. આજની કાર્યવાહીમાં કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે. આજે રખડતા ઢોર મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. ગુજરાત હાઇકોર્ટ સમક્ષ રાજ્ય સરકારે મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે રાજ્યમાં રખડતા ઢોર ફરતા હોય તેવા હોટસ્પોટ્સ પર સીસીટીવી ઇન્સ્ટોલ કરાશે. રખડતા ઢોરના ત્રાસની ફરિયાદ 100 નંબર પર કરી શકાશે. રખડતા ઢોરના ત્રાસની ફરિયાદ માટે રાજ્ય સરકાર અલાયદો ટોલ ફ્રી નંબર જાહેર કરશે. અરજદારે કોર્ટમાં રજુઆત કરતા જણાવ્યું હતું કે, માત્ર અમદાવાદમાં જ છેલ્લા એક વર્ષમાં રખડતા ઢોરની 5000 જેટલી ફરિયાદો…
એસટી નિગમના માન્ય સંગઠનોની સંકલન સમિતિ દ્વારા એસટી નિગમના કર્મચારીઓની પડતર પ્રશ્નોના નિરાકરણ માટે આંદોલનની નોટિસ આપવામાં આવી છે. વાહનવ્યવહાર મંત્રીની અધ્યક્ષતામાં 20 ઓક્ટોબર 2021ના રોજ બેઠક મળી હતી. જેમાં લેખિત સમાધાન કરવામાં આવ્યું હતું. આર્થિક મુદાને લઈ ચુકવણી અમલવારીના આદેશ આપ્યો હતો પરંતુ તેની પુરેપુરી અમલવારી ન થતાં ફરી કર્મચારીઓ સરકારને ઘેરવાના મૂડમાં છે. 23 ઓગસ્ટના પણ રજુઆત કરવામાં આવી હતી.પરંતુ કર્મચારીઓ પડતર પ્રશ્નોને લઈ નજર અંદાજ કરવામાં આવતા કર્મચારીઓ રોષ જોવા મળ્યો. સંકલન સમિતિએ નોટિસ આપી આંદોલનનો કાર્યક્રમ પણ જાહેર કરી દીધો છે. 16 સપ્ટેમ્બરના ટેક્ષ મેસેજ , ટ્વિટર ઉપર તેમજ સ્ટેટસ રાખી પોતાની માંગણીઓ રજુ કરશે. 17થી…
ગુજરાત સરકાર લાભ પાંચમથી વર્ષ ૨૦૨૨-૨૩માં પ્રાઇઝ સપોર્ટ સ્કીમ (PSS) હેઠળ મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરશે. તા.29 ઓકટોબર-2022થી 90 દિવસ સુધી કરવાનો રાજ્ય સરકારે ખેડૂત હિતલક્ષી મહત્વનો નિર્ણય કર્યો છે. આ અંગે વધુ વિગતો આપતાં મંત્રીએ કહ્યું કે, ખેડૂતોના હિતને ધ્યાને રાખી ખરીફ ઋતુમાં પાકનું ટેકાના ભાવે ખરીદીનું રાજ્ય સરકારનું સઘન આયોજન છે. વર્ષ 2022-23માં ટેકાના ભાવે ખરીદી માટે સેન્ટ્રલ નોડલ એજન્સીને મદદરૂપ થવા રાજ્ય નોડલ એજન્સી તરીકે ગુજકોમાસોલની નિમણૂંક કરવામાં આવી છે. ખેડૂતોએ તા.25 સપ્ટેમ્બર થી તા.24 ઓકટોબર, 2022 દરમિયાન નોંધણી કરાવવાની રહેશે. ખેડૂતોની નોંધણી ગ્રામ્ય કક્ષાએથી ઇ-ગ્રામ કેન્દ્રો પરથી VCE મારફતે કરવામાં આવશે. નોંધણી…
આગામી દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે અમદાવાદ કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ મણિનગર ખાતે આવેલી મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત (મેટ) એલ. જી મેડિકલ કોલજનું નામ બદલીને નરેન્દ્ર મોદી મેટ કોલજ રાખવાનો નિર્ણય સ્ટેન્ડિંગ કમિટી દ્વારા લેવામાં આવ્યો છે. તાજેતરમાં અમદાવાદ મ્યુ. કોર્પોરેશનની મળેલી સામાન્ય સભામાં નિર્ણય લેવામાં આવ્યો છે. . આ અંગેની સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત મુકવામાં આવી હતી. જેથી દરખાસ્તને કોર્પોરેશનમાં સર્વાનુમતે મંજુરી મળી જતા હવે મેડિકલ કોલેજનું નામ બદલીને નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ કરવામાં આવશે. જો કે નોંધનીય છેકે અમદાવાદમાં કોઇ સ્થાપત્યનું નામ બદલવામાં આવી રહ્યું હોય. અગાઉ સરદાર વલ્લભભાઇ…
કોલકાતા મેટ્રો ઐતિહાસિક પ્રોજેક્ટ પર કામ કરી રહી છે, જે અંતર્ગત દેશમાં પહેલીવાર ગંગા નદીની નીચે મેટ્રો દોડશે. એટલું જ નહીં, જો બધું બરાબર રહ્યું તો આવતા વર્ષે જાન્યુઆરી સુધીમાં દેશને એશિયાનું બીજું સૌથી ઊંડું મેટ્રો સ્ટેશન પણ મળી જશે. આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ હવે અંતિમ તબક્કામાં છે. ઇસ્ટ-વેસ્ટ મેટ્રો પ્રોજેક્ટ હેઠળ, કોલકાતાના સોલ્ટ લેક સેક્ટર-5ને હાવડા મેદાન સાથે જોડતા મહત્વાકાંક્ષી મેટ્રો પ્રોજેક્ટ હેઠળ મેટ્રો ગંગા (હુગલી) નદીની નીચેથી દોડશે. દેશમાં આ પ્રકારનો આ પ્રથમ મેટ્રો પ્રોજેક્ટ છે. આ સાથે હાવડા શહેરને આવતા વર્ષે જાન્યુઆરી સુધીમાં એશિયાનું બીજું સૌથી ઊંડું મેટ્રો સ્ટેશન મળશે. હાવડા સ્ટેશનની નીચે બની રહેલું મેટ્રો સ્ટેશન ઘણી…

