What's Hot
- આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
- આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
- આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
- રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
- યોગી સરકારના મંત્રી ગુલાબો દેવી બન્યા માર્ગ અકસ્માતનો ભોગ, ટોલ પ્લાઝા પાસે કાફલાના અનેક વાહનો એકબીજા સાથે અથડાયા
- આ ખતરનાક મિસાઈલ ફાઈટર જેટ તેજસ Mk-1A માં પણ લગાવવામાં આવશે, પાકિસ્તાનની સાથે ચીન પણ ધ્રૂજશે
- લૂંટ દરમિયાન ઝવેરીની ગોળી મારી હત્યા, લોકોએ એક આરોપીને પકડીને માર માર્યો; ત્રણ ફરાર
- વેરાવળ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસર ખાલી કરાવાયું, પોલીસ વિભાગમાં ગભરાટ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
આજે ગાંધીનગર ખાતે ભારતીય કિસાન સંઘ અને આરોગ્યકર્મીઓ આંદોલનના માર્ગે ઉતર્યા છે. ભારતીય કિસાન સંઘ દ્વારા ગાંધીનગરમાં કૂચ કરવામાં આવી. છેલ્લા કેટલાક દિવસથી ખેડૂતો માટે કિસાન સંઘ આંદોલન કરી રહ્યું છે. ત્યારે ખેડૂતોની બલરામ ભવનથી વિધાનસભા તરફ કૂચ કરવામાં આવી. તમને જણાવી દઇએ કે, છેલ્લા કેટલાય દિવસથી ખેડૂતો ગાંધીનગર ખાતે ધરણા પર બેઠા છે. ભારતીય કિસાન સંઘ દ્વારા ગાંધીનગરમાં કૂચ દરમ્યાન સરકાર દ્વારા રચાયેલી સમિતિ પર કિસાન સંઘે પ્રહાર કરતા કહ્યું કે, “સરકારે રચેલી સમિતિ CM સુધી યોગ્ય વાત પહોંચાડતી નથી. સરકાર દ્વારા રચાયેલી સમિતિને ખેડૂતો માટે સમય નથી. સરકાર દ્વારા રચાયેલી સમિતિના 5 સભ્યો એક સાથે બેસતા નથી. ખેડૂતોના…
ahગુજરાત સરકાર સંચાલિત ગોત્રી હોસ્પિટલમાં લિફ્ટ ખોટકાતા 15 જેટલા દર્દીના સગા ફસાયા હતા. ત્યારે ફાયરબ્રિગેડને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી અને તાત્કાલિક ટીમ ત્યાં પહોંચી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે અમદાવાદમાં લિફ્ટ પડતા 7 શ્રમિકોના મોત નીપજ્યા હતા. ત્યારે વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં પણ મોટી દુર્ઘટના ટળી છે. મળતી માહિતી પ્રમાણે, જ્યારે દર્દીના સગા હોસ્પિટલમાં તેમને મળવા આવ્યા હતા. ત્યારે લિફ્ટમાં બેઠાં હતા અને અચાનક જ લિફ્ટ ખોટકાતા બંધ પડી ગઈ હતી અને 15 દર્દીના સગા લિફ્ટમાં અટવાઈ ગયા હતા. ત્યારે ફાયરબ્રિગેડને તાત્કાલિક આ ઘટનાની જાણ કરવામાં આવી હતી અને તમામનું રેસ્ક્યૂ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે ભારે જહેમત…
રાજ્યમાં આગામી ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણીને ગણતરીના મહિનાઓ બાકી છે, ત્યારે દૂધસાગર ડેરીના નાણાંકીય ગોટાળા સંદર્ભે ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે દ્રારા ધરપકડ કરવામાં આવતાં રાજકીય હડકંપ મચી જવા પામ્યો છે. ગત મોડીરાત્રે રાત્રે ધરપકડ કરવામાં આવી છે. દૂધ સાગર ડેરીના 320 કરોડના નાણાકીય ગોટાળા સંદર્ભે આ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં 17 બેનામી કંપનીઓ ઊભી કરીને ઉક્ત રકમ બારોબાર ટ્રાન્સફર લેવાઈ હોવાના ગંભીર આક્ષેપો કરાયા હતા. જેને લઇને મહેસાણા એસીબીમાં ફરિયાદ પણ નોંધાઇ હતી. જેને લઇને વિપુલ ચૌધરી અને તેમના CAની અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જેમને ACBને સોંપવામાં આવશે. મહેસાણા એસીબી પોલીસ…
ગુજરાત રાજ્યમાં ફરી એકવાર બરોબરનો વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે હવામાન વિભાગના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના ભાગરૂપે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ગયો છે અને આગામી સમયમાં રાજ્યમાં તોફાની પવન અને કડાકા ભડાકા સાથે વરસાદની શક્યતા છે અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. ગીર સોમનાથ અમરેલી ભાવનગરમાં ભારે વરસાદ પડી શકે છે અને સાથે દક્ષિણ ગુજરાતમાં પણ વધુ વરસાદ ખાબકી શકે છે. ગત 24 કલાકમાં રાજ્યમાં 33 જિલ્લા અને 205 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ 155 મીમી વરસાદ નોંધાયો છે. અત્યાર સુધી રાજ્યમાં 113 ટકા વરસાદ…
યુપીના લખીમપુરમાં બુધવારે બે બહેનોના મૃતદેહ ઝાડ પર લટકેલા મળી આવતા હડકંપ મચી ગયો છે. જેમના મૃતદેહ મળ્યા છે તે બંને સગી બહેનો છે. આ મામલો લખીમપુર ખેરીના નિગાસન કોતવાલીનો છે. આ મામલે ADG કાયદો અને વ્યવસ્થા પ્રશાંત કુમારનું નિવેદન આવ્યું છે. લખનૌ રેન્જના આઈજીએ પણ આ ઘટનાની તપાસ શરૂ કરી છે. જ્યારે આ કેસમાં પીડિતાની માતાએ ગંભીર આરોપ લગાવ્યા છે. આ ઘટનામાં પોલીસે ચાર લોકોને કસ્ટડીમાં લીધા છે. ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરી જિલ્લાના નિગાસન કોતવાલી વિસ્તારના તમોલિનપુરવા ગામમાં ગઈકાલે રાત્રે દલિત સમુદાયની બે બહેનો ઝાડ પર લટકતી હાલતમાં મળી આવતા હોબાળો મચી ગયો હતો. આ મામલામાં પરિવારે છોકરીઓને બળજબરીથી…
કેનેડાના ટોરન્ટો સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરમાં ભારત વિરોધી નારેબાજી અને તોડફોડ પર ભારતે વિરોધ જતાવ્યો છે. ભારતે કેનેડાની સરકારને કાર્યવાહી કરવાની અપીલ કરી છે. ટ્વીટમાં ભારતીય હાઈ કમિશને અપરાધીઓ વિરુદધ કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે. સ્વામિનારાયણ મંદિરની દીવાલો પર ખાલિસ્તાન સમર્થક વાતો લખવામાં આવી છે. ભારતીય હાઈ કમિશનની ટ્વીટ પહેલા અનેક કેનેડિયન સાંસદો અને હિન્દુઓએ સ્વામિનારાયણ મંદિરમાં ભારત વિરોધી નારાઓની ટીકા કરી છે. હાઈ કમિશને પોતાની ટ્વીટમાં લખ્યું છે કે ‘અમે ટોરન્ટો સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરમાં ભારત વિરોધી ગતિવિધિઓની નિંદા કરીએ છીએ. કેનેડિયન પ્રશાસન આ મામલે ગંભીરતાથી તપાસ કરે અને અપરાધીઓ વિરુદ્ધ કડક પગલાં ભરે.’ કેનેડાના સાંસદ ચંદ્ર આર્યએ…
ગુજરાતની જિવાદોરી નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમની જળસપાટી પૂર્ણ કક્ષાએ એટલે કે ૧૩૮.૬૮ મીટરે પહોંચી છે. આના પરિણામે જળાશયમાં ૪.૭૩ મિલીયન એકર ફૂટ એટલે કે પ.૭૬ લાખ કરોડ લીટર પાણીનો સંગ્રહ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર સરોવર ડેમ ૧૩૮.૬૮ મીટરની ઐતિહાસિક સપાટીએ પહોંચવાની ગૌરવ ઘટનામાં સહભાગી થઇ મા નર્મદાના નીરના વધામણા ગુરૂવારે સવારે એકતાનગર પહોંચીને કર્યા હતા. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે સરદાર સરોવર નર્મદા ડેમ ર૦૧૯ અને ર૦ર૦ પછી આ વર્ષે ત્રીજીવાર પૂર્ણ જળાશય સપાટીએ છલકાયો છે. એકતાનગર ખાતે નમામી દેવી નર્મદે ના મંત્રોચ્ચાર સાથે આયોજિત નર્મદા મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જોડાયા હતા અને મા નર્મદાના…
ગિરનારમાં પડેલા ભારે વરસાદને પગલે એક સિંહણ પાણીના પ્રવાહમાં તણાઈ હતી. ગિરનાર પર્વત પર બે દિવસ પહેલા સાત ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. થોડા જ સમયમાં એક સાથે ધોધમાર વરસાદ ખાબકી જતા નદીઓમાં પૂર આવ્યા હતા. આ દરમિયાન ડેરવાણ નજીક રેવન્યુ વિસ્તારમાં પાણીના પ્રવાહમાં એક સિંહણનો મૃતદેહ તરતી હાલતમાં મળી આવ્યો હતો. જે બાદમાં સિંહણનો મૃતદેહ કાઢીને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં સિંહણનું મોત પાણીમાં ડૂબી જવાથી થયું હોવાનું સામે આવ્યું છે. વન વિભાગનું અનુમાન છે કે 24 કલાક પહેલા સિંહણનું મોત થયું હોઈ શકે છે. મૃતક સિંહણની ઉંમર પાંચથી નવ વર્ષ હોઈ શકે છે.…
સુપ્રીમ કોર્ટે BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને જય શાહનો કાર્યકાળ વધારવાની મંજૂરી આપી દીધી છે. સુપ્રીમ કોર્ટે બીસીસીઆઈને તેના બંધારણમાં સુધારો કરવાની મંજૂરી આપી દીધી છે. બીસીસીઆઈના પ્રેસિડન્ટ, સેક્રેટરી અને બીજા હોદ્દેદારોના કાર્યકાળ માટે નિયમોમાં ફેરફાર કરવા સંબંધિત એક અરજી પર સુનાવણી કરી રહી હતી. સુનાવણી બાદ સુપ્રીમે એવો ચુકાદો આપ્યો કે અમારુ માનવું છે કે બીસીસીઆઈના બંધારણમાં ફેરફાર કરતી વખતે મૂળ હેતુમાં કોઈ ફેરફાર ન થવો જોઈએ. સુપ્રીમના ચુકાદા બાદ હવે અધ્યક્ષ પદે ગાંગુલી અને સેક્રેટરી પદ જય શાહનો કાર્યકાળ 3 વર્ષ સુધી વધી શકે છે. બીસીસીઆઇ તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને હિમા…
ઓમાનની રાજધાની મસ્કતમાં એર ઈન્ડીયાની એક ફ્લાઈટ સાથે મોટી દુર્ઘટના ટળી ગઈ છે. મસ્કત એરપોર્ટ પરથી કેરળના કોચી તરફ આવી રહેલી એર ઈન્ડીયાના વિમાનના એન્જિનમાં આગ લાગી હતી જેને કારણે ફ્લાઈટમાં ધૂમાડો ફેલાયો હતો. આ સમયે ફ્લાઈટમાં 145 પ્રવાસીઓ બેઠા હતા જેઓ કોચી આવી રહ્યાં હતા. 145 પ્રવાસીઓમાં 4 નવજાત પણ હતા જેમને તમામને વિમાનમાંથી સહિસલામત બહાર કાઢી લેવાયા હતા અને ટર્મિનલની બિલ્ડિંગમાં શિફ્ટ કરી દેવાયા હતા. તમામ પ્રવાસીઓ સહિ સલામત છે અને કોઈ પણ પ્રકારની નુકશાનની ખબર નથી. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે 145 ભારતીય પ્રવાસીઓ માટે બીજી ફ્લાઈટની વ્યવસ્થા કરવામાં આવી છે.…

