What's Hot
- આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
- આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
- આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
- રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
- યોગી સરકારના મંત્રી ગુલાબો દેવી બન્યા માર્ગ અકસ્માતનો ભોગ, ટોલ પ્લાઝા પાસે કાફલાના અનેક વાહનો એકબીજા સાથે અથડાયા
- આ ખતરનાક મિસાઈલ ફાઈટર જેટ તેજસ Mk-1A માં પણ લગાવવામાં આવશે, પાકિસ્તાનની સાથે ચીન પણ ધ્રૂજશે
- લૂંટ દરમિયાન ઝવેરીની ગોળી મારી હત્યા, લોકોએ એક આરોપીને પકડીને માર માર્યો; ત્રણ ફરાર
- વેરાવળ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસર ખાલી કરાવાયું, પોલીસ વિભાગમાં ગભરાટ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
રાજ્યમાં આજે દ્રારકા, જૂનાગઢ, પોરબંદર, જામનગર અને બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં મેઘો મહેરબાન થયો છે. આજ રોજ દ્વારકામાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. પરંતુ સતત વરસાદના કારણે દ્વારકાના રસ્તાઓ ઉપર પાણી ભરાઇ ગયા હતા. જૂની નગરપાલિકા વિસ્તારમાં રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા. ત્યારે રાજ્યમાં હજુ થોડાક સમય સુધી વરસાદી માહોલ રહી શકે છે. બીજી બાજુ જૂનાગઢના માળીયા હાટીનામાં પણ ધોધમાર વરસાદ શરુ થઇ ગયો હતો. આજે બીજા દિવસે પણ જૂનાગઢમાં સવારના સાડા દસ વાગ્યાથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે શાક માર્કેટ વિસ્તારમાં પાણી ભરાઇ ગયા. તદુપરાંત આસપાસના ગામોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. જામનગરમાં પણ મેઘરાજાએ પધરામણી…
ગુજરાતમાં CM ભૂપેન્દ્ર પટેલ અને રેલવે મંત્રીની ઉપસ્થિતિમાં આજે મહત્વના MoU કરાયા. રાજ્ય સરકાર અને વેદાંતા ગ્રુપ વચ્ચે આજે સેમી કંડક્ટર અને ડિસ્પ્લે ફેબ્રિકેશન યુનિટની સ્થાપના માટેના MoU કરાયા. જે માટે રૂ. 1.75 લાખ કરોડનું રોકાણ કરાશે. MoU દરમ્યાન CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ‘PM મોદીનું સ્વપ્ન છે કે ભારતમાં સેમી કંડક્ટરનું ઉત્પાદન થાય. આત્મનિર્ભર ભારત માટે આત્મનિર્ભર ગુજરાત બની રહ્યું છે. ગુજરાતમાં મોટું રોકાણ થઇ રહ્યું છે. હંખ રોકાણકારોનું ગુજરાતમાં સ્વાગત કરૂ છું. આ પ્રોજેક્ટથી 1 લાખ લોકોને રોજગારી મળશે.’ તમને જણાવી દઇએ કે, અમદાવાદ જિલ્લામાં આ પ્રોડક્શન યુનિટ સ્થપાશે. આ અંગે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, ‘ગુજરાતમાં હવે…
તેલંગાણાની રાજધાની હૈદરાબાદની પાસે આવેલા સિકંદરાબાદમાં એક ઇલેક્ટ્રિક બાઇકના શોરૂમમાં ગઈ કાલે રાત્રે ભીષણ આગ લાગી હતી. જાણવામાં આવી રહ્યું છે કે ઇલેક્ટ્રિક બાઇકને ચાર્જ કરતી વખતે આગ લાગી હતી. આગ એટલી ભયાનક હતી કે તેણે સમગ્ર શોરૂમને લપેટમાં લીધો હતો. ફાયર બ્રિગેડની બે ગાડીઓએ આગ પર કાબુ મેળવ્યો હતો. જણાવી દઈએ કે આ ઘટનામાં આઠ લોકોના મોત થયા છે. હૈદરાબાદના નોર્થ ઝોનના અપર ડીસીપીએ જણાવ્યું હતું કે, ‘શોર્ટ સર્કિટના કારણે સિકંદરાબાદમાં પાસપોર્ટ ઓફિસની પાસે આવેલ ઇલેક્ટ્રિક બાઇકના શોરૂમમાં આગ લાગી હતી. શોરૂમની ઉપર એક લોજ હતી જેમાં ઘણા લોકો ફસાયા હતા. આ ઘટનામાં અત્યાર સુધીમાં આઠ લોકોના મોત થયા…
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અમદાવાદના એક રીક્ષા ડ્રાઈવેર તેના ઘરે જમવા માટે આમંત્રણ આપ્યું હતું. જે બાદ અરવિંદ કેજરીવાલને લઇ રીક્ષા ડ્રાઈવર ઘાટલોડિયાના દંતાણી નગરમાં તેના ઘરે પહોંચ્યો હતો. જ્યાં અરવિંદ કેજરીવાલ રીક્ષા ડ્રાઈવર સાથે જમ્યાં હતા. અરવિંદ કેજરીવાલે રીક્ષા ડ્રાઈવરના ઘરે જમ્યા બાદ જણાવ્યું હતું કે વિક્રમભાઈ અને તેમના પરિવારે મને જમાડ્યો અને ખૂબ જ સારું જમવાનું બનાવ્યું હતું. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે રીક્ષા ડ્રાઈવર્સ, ટ્રેડર્સ અને વકીલો સાથે સંવાદ કર્યો હતો. રીક્ષા ડ્રાઈવરો સાથે સંવાદ દરમિયાન એક રીક્ષા ડ્રાઈવર વિક્રમભાઈ દંતાણીએ અરવિંદ કેજરીવાલને તેના ઘરે જમાવા માટે આમંત્રણ આપ્યું હતું. અરવિંદ કેજરીવાલે રીક્ષા ડ્રાઈવર વિક્રમભાઈનું આમંત્રણ સહજ…
મંકીપોક્સ વાયરસના દર્દીઓની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. આ વાયરસ હવે દુનિયાના અનેક દેશોમાં પગપેસારો કરી ચૂક્યો છે. જેમ જેમ તેના દર્દીઓ વધી રહ્યા છે તેમ તેમ તેના નવા લક્ષણો પણ સામે આવી રહ્યા છે. અત્યાર સુધીમાં તેના પ્રમુખ લક્ષણોમાં શરીરમાં ફોલ્લા પડવા અને અન્ય લક્ષણ ફ્લૂ જેવા જોવા મળ્યા છે. પરંતુ હાલમાં જ ઈ-ક્લીનિકલ મેડિસિન જર્નલમાં પ્રકાશિત એક રિસર્ચમાં તેના કેટલાક નવા લક્ષણો વિશે પણ જણાવવામાં આવ્યું છે. આ લક્ષણો એવા છે કે જેના વિશે સાંભળીને તમે પરેશાન થઈ શકો છો. ન્યૂરોલોજિકલ કોમ્પ્લિકેશન્સ જોખમી રિસર્ચર્સનું માનીએ તો થોડા સમય પહેલા રિસર્ચ દરમિયાન મગજ પર સ્મોલ પોક્સની અસર ચેક…
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જ અલગ-અલગ સરકારી વિભાગના કર્મચારીઓએ સરકાર સામે મોરચો માંડ્યો છે. રાજ્યના અસંગઠિત ક્ષેત્રના કર્મચારીઓના 150 સંગઠનના હોદ્દેદારોએ આજે સૂત્રોચાર સાથે પોતાની માંગણીઓને લઈને આવેદન પાઠવ્યું છે. રાજ્યમાં ચૂંટણીનો માહોલ ગરમાઇ રહ્યો છે અને તેની સાથે-સાથે રાજ્ય સરકારોને અન્ય સહકારી વિભાગના કર્મચારીઓ છે એ પોતાની જૂની માંગણીઓને લઈને ઉગ્ર બની રહ્યા છે. રાજકોટમાં સતત બીજો દિવસ છે જ્યારે રાજ્ય સરકારના વિવિધ ઘટકના કર્મચારીઓ આજે પોતાની માગણીઓને લઈને રેલી કાઢી સાથે કલેક્ટર કચેરીઓ ઉમટ્યા હતા. જેમાં એસટી પરિવહન વિભાગના લોકોએ મોંઘવારી ભથ્થામાં વધારો થાય તેવી માગ કરી હતી. જીઇબીના કર્મચારીઓએ 7 માં પગાર પંચ ભાથાની માગ કરી હતી.…
રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી ફરી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે ગુજરાતના 127 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં ભાવનગરના મહુવામાં સૌથી વધુ 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. જોકે, હજુ પણ ગુજરાતમાં 3 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. તો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસ વરસાદની આગાહી ગુજરાતભરમાં આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદ રહેશે. તો ત્રણ દિવસ ભારે વરસાદ રહેશે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ કે, સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ રહેશે. તો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. ગુજરાતમાં ત્રણ દિવસ…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે ગ્રીન શિપ રિસાયક્લિંગનું હબ બનવા માટે ગુજરાત પાસે પૂરતું પોટેન્શ્યલ છે. ગ્રીન શિપ રિસાયક્લિંગ ક્ષેત્રે નવા સ્ટાર્ન્ડડ સેટ કરવાની ગુજરાતની નેમ છે. મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં શિપ રિસાયક્લિંગ એન્ડ વ્હીકલ સ્ક્રેપ પોલિસી અંગેના ઇન્ટરનેશનલ સેમિનારમાં મુખ્ય અતિથિ તરીકે સંબોધન કર્યું હતું. ભારત સરકારના શિપીંગ, પોર્ટસ-વોટર વેઝ મંત્રાલય તેમજ ગુજરાત મેરિટાઇમ બોર્ડ અને ફેડરેશન ઓફ ઇન્ડીયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આ દ્વિદિવસીય ઇન્ટરનેશનલ સેમિનાર ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાઇ રહ્યો છે. ભારત સરકારના શીપીંગ, પોર્ટસ, વોટરવેઝ મંત્રી સર્બાનંદ સોનોવાલ તથા રાજ્યના શિક્ષણ સાયન્સ ટેક્નોલોજી મંત્રી જીતુભાઇ વાઘાણી તથા નોર્વે અને ડેન્માર્ક રાષ્ટ્રો સહિત ભારતના…
ભરૂચના નબીપુર નજીક રેલવેની અપલાઈનનો પાટો તૂટ્યો હોવાની ઘટના સામે આવી છે. જોકે સદનસીબે કોઇ પણ પ્રકારની દુર્ઘટના નથી ઘટી. ગેંગમેનની સમયસૂચકતાથી મોટી દુર્ઘટના ટળી ગઇ. ગેંગમેનને ચેકિંગ દરમ્યાન તૂટેલી હાલતમાં પાટો મળી આવતા તાત્કાલિક ધોરણે વડોદરાથી ભરૂચ તરફ જતી 3 ટ્રેનોને નબીપુર-પાલેજ પાસે ઉભી રાખી દેવાઇ. નબીપુર નજીક રેલવેની અપલાઈનનો પાટો તૂટવાના કારણે અમદાવાદ-દિલ્હી-મુંબઈનો ટ્રેન વ્યવહાર પણ 30 મિનિટ સુધી ઠપ રહ્યો હતો. મહત્વનું છે કે, ઠંડી અને ગરમીના કારણે રેલવેના પાટા સંકોચાવાની વિસ્તરણની ઘટના દરમ્યાન હજારો ટન વજનની ટ્રેન પુરપાટ ઝડપે ટ્રેક ઉપરથી પસાર થાય ત્યારે આ પ્રકારની ટ્રેક ફેક્ચરની ઘટના ઘટતી હોય છે. તમને જણાવી દઇએ કે,…
રાજ્યમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. આ વચ્ચે સુરત સહિત રાજ્યના ઘણા શહેરોમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ ભરડો લીધો છે. એક તરફ કોરોના તો બીજી તરફ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે. જે રીતે રોગચાળો વકરી રહ્યો છે તેને જોતા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ દોડતું થયું છે. શહેરમાં કોરોનાના કેસ કરતા પણ બમણી ગતીથી મચ્છજન્ય રોગચાળાના કેસ વધી રહ્યા છે. વરસાદી સિઝનમાં મચ્છરજન્ય અને પાણીજન્ય બીમારી ધરાવતા દર્દીઓની સંખ્યા વધી છે, ત્યારે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પણ દવા છંટકાવ અને ફોગિંગ જેવી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, ગણેશ ઉત્સવ બાદ કોરોનાના…

