Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

જામનગર શહેરમાં બેડીગેટ વિસ્તારમાં આવેલ શ્રી દગડુ શેઠ ગણપતિ સાર્વજનિક મહોત્સવના સભ્યો દર વર્ષે ગણપતિ ઉત્સવમાં કંઈક અનોખો જ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવાનો પ્રયાસ હાથ ધરતા હોય છે, ત્યારે સતત 8 વખત વિશ્વ વિક્રમ સર્જીને આ વર્ષે નવમી વખત પણ એક નવો વિશ્વ વિક્રમ સ્થાપિત કરવા વિશ્વની સૌથી લાંબી માર્કર પેન બનાવી તેનો વિશ્વ વિક્રમ સર્જવાનો પ્રયાસ શ્રી દગડુશેઠ ગણપતિ સાર્વજનિક મહોત્સવ દ્વારા આ વર્ષે પણ હાથ ધરાયો છે. આજના સમયમાં લોકોમાં સાક્ષરતાનો વ્યાપ વધે તેવા શુભ હેતુ સાથે જામનગરમાં શ્રી દગડુ શેઠ ગણપતિ સાર્વજનિક મહોત્સવ અને એઇટ વન્ડર્સ ગ્રુપ દ્વારા વિશ્વની સૌથી લાંબી માર્કર પેન બનાવી શિક્ષણ ક્ષેત્રે જાગૃતતા…

Read More

ગણેશ વિસર્જન દરમ્યાન હરિયાણા અને ઉત્તર પ્રદેશના અલગ-અલગ જિલ્લામાં ડૂબી જવાથી ચાર બાળકો સહિત 11 લોકોના મોત થયા હતા. જોકે આ દરમ્યાન અનેક લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લામાં કેનાલમાં ડૂબી જવાથી ચાર યુવકોના મોત થયા છે. આ સાથે સોનીપત જિલ્લામાં, મૂર્તિ વિસર્જન દરમ્યાન બે યુવકો યમુના નદીમાં ધોવાઈ ગયા હતા. યુપીના ઉન્નાવ અને સંત કબીર નગરમાં ડૂબી જવાથી 7 લોકોના મોત થયા છે. હરિયાણાના મહેન્દ્રગઢમાં બનેલી ઘટના અંગે સિવિલ સર્જન ડૉ.અશોક કુમારે જણાવ્યું હતું કે, 4 લોકોને મૃત અવસ્થામાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ મહેન્દ્રગઢમાં સાત ફૂટની મૂર્તિ વિસર્જન…

Read More

આજે ભાદરવી પૂનમના મહા મેળાનો પાંચમો દિવસ છે. ત્યારે ભાદરવી પૂનમના દિવસે આજે મા અંબાના ધામમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. અંબાજી ધામ આજે ભક્તોમય બન્યું છે. વહેલી સવારથી જ માના દર્શન માટે ભક્તોની ભારે ભીડ ઉમટેલી જોવા મળે છે. જય અંબેના નાદથી રસ્તાઓ ગૂંજી ઉઠ્યા છે. વહેલી સવારના 5 વાગ્યાથી અત્યાર સુધીમાં 1 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા. તેમજ સુરક્ષા વ્યવસ્થાને લઇને પોલીસ પણ એલર્ટ છે. બીજી બાજુ શામળાજીમાં પણ ભાદરવી પૂનમ નિમિત્તે આજે હજારોની સંખ્યામાં ભક્તો મંદિરે ભગવાન શામળાજીના દર્શન કરવા ઉમટી પડયા છે. મોડીરાતથી જ મંદિર પરિસર ભક્તોથી ઉભરાઇ ગયું છે. આથી, ભક્તોના પ્રવાહને જોતા મંદિર એક કલાક…

Read More

ગુજરાતભરમાં કોંગ્રેસ દ્વારા આજે સાંકેતિક બંધનું એલાન આપવામાં આવ્યું છે. રાજ્યમાં વધી રહેલી બેરોજગારી અને મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા આજે લોકોને સવારે 8 થી 12 સુધી બંધ રાખવા અપીલ કરવામાં આવી હતી. ત્યારે ગુજરાતભરના અલગ-અલગ જિલ્લાઓમાં કોંગ્રેસના આગેવાનો દ્વારા વેપારીઓને મળીને બંધના એલાનને સમર્થન આપવા અપીલ કરાઈ હતી. ત્યારે કોંગ્રેસના સાંકેતિક બંધને લઇને લોકોનો મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. રાજ્યમાં વધી રહેલી બેરોજગારી અને મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા પ્રતિકાત્મક બંધનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે આ અંગે જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ગઈકાલથી આખુ કોંગ્રેસનું વરિષ્ઠ નેતૃત્વ કોંગ્રેસના તાલુકા અને જિલ્લાના આગેવાનો વેપારીઓની સાથે સંપર્કમાં છે. એકેએક દુકાન પર જઈને…

Read More

બાળકો સાથે હવાઈ મુસાફરી કરતા મા-બાપ માટે રાહતના સમાચાર છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બાળ મુસાફરો માટે નવું નજરાણું બનાવવામાં આવ્યું છે. બોર્ડિંગ ગેટ પહેલાં સુરક્ષા હોલ્ડ એરિયામાં બાળકો માટે પ્લે એરિયા બનાવવામાં આવ્યો છે. ટોય જોય ટેલ્સનાં નવાં આઉટલેટમાં 6 મહિનાથી 10 વર્ષની વયના બાળકો સ્વચ્છ, સલામત, મનોરંજક અને નિયંત્રિત વાતાવરણમાં સક્રિય રમતગમતનો આનંદ માણી શકે છે. SVPI એરપોર્ટના ડોમેસ્ટિક ટર્મિનલ પર આ નવીન સુવિધા પ્રવાસીઓની સફરમાં આકર્ષણ ઉમેરશે. બાળકો મુક્ત પણે રમી શકે તે સુનિશ્ચિત કરવા માટે રમતગમતના વિસ્તારને સંપૂર્ણ સલામતી સાથે સંચાલિત કરવામાં આવ્યો છે. એટલું જ નહીં બાળકોની ચિંતા કર્યા વિના માતા-પિતા મુક્તપણે…

Read More

મહામારી પછીના સૌથી મોટા ટ્રાવેલ ટ્રેડ શો ટીટીએફ અમદાવાદનું આજે ભવ્ય સમાપાન થયું હતું, જેમાં ગુજરાત અને પશ્ચિમ ભારતમાંથી મોટી સંખ્યામાં ટ્રાવેલ ટ્રેડ જોવા મળ્યો હતો. ત્રણ દેશ અને 22 રાજ્યોના 700થી વધુ વિક્રમી પ્રદર્શકો સાથે ટીટીએફ અમદાવાદ અત્યાર સુધીનો સૌથી મોટી ઈવેન્ટ બની હતી. આ શોએ મહામારી પછી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ટ્રાવેલમાં નોંધપાત્ર પુનરુત્થાન થયાનો સ્પષ્ટ પુરાવો પૂરો પાડ્યો હતો. દાયકાઓથી ટીટીએફ, ટ્રાવેલ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો માટે એકબીજાને મળવા, નેટવર્કિંગ અને વ્યવસાય કરવા માટેનું સર્વોત્તમ પ્લેટફોર્મ રહ્યું છે. મહામારી પછી ભારતમાં ટ્રાવેલ અને ટુરિઝમના મજબૂત પુનરાગમન માટે આ શોનું મહત્વ, શો ફ્લોર પર થયેલા ટર્ન-આઉટ દ્વારા સ્પષ્ટ થઈ…

Read More

આગામી 2024 વિધાનસભાની ચૂંટણી તૈયારીઓ ભાજપ હાઇકમાન્ડે શરૂ કરી દીધી છે. વિવિધ રાજ્યોના ભાજપ પ્રભારીઓની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને હાઇકમાન્ડે મોટી જવાબદારી આપી છે. રૂપાણીને પંજાબ અને ચંડીગઢના પ્રભારી બનાવવામાં આવ્યા છે. વિજય રૂપાણીને સંગઠનનો બહોળો અનુભવ છે, ત્યારે પાર્ટી તેમના અનુભવનો ઉપયોગ પંજાબમાં કરવામાં માગે છે. ભાજપ દ્વારા રાજ્યોના નવા પ્રભારીની નિમણૂક કરવામાં આવી છે. જે અનુસાર, પશ્ચિમ બંગાળના મંગલ પાંડે, હરિયાણાના પ્રભારી વિપ્લવ દેવ, બિહાર પ્રભારી વિનોદ તાવડેને પ્રભારી, ઓમ માથુર છત્તીસગઢના પ્રભારી, ઝારખંડના લક્ષ્મીકાંત બાજપેઈ, કેરલના પ્રકાશ જાવડેકર, મધ્યપ્રદેશના મુરલીધર રાવ, પંજાબના વિજય રુપાણી, તેલંગણાના તરુણ ચુગ, રાજસ્થાનના અરુણ સિંહ, ત્રિપુરાના…

Read More

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઇલનો ભાવ ગગડ્યો છે. ત્યારે ક્રૂડ ઓઇલનો ભાવ છેલ્લા સાત મહિનાના સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે. આજે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ 92 ડોલર પ્રતિ બેરલની આસપાસ ટ્રેન્ડ કરે છે. પરંતુ દેશમાં આજે પણ પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર છે. 21મી મેએ કેન્દ્ર સરકારે છેલ્લી વાર પેટ્રોલ-ડીઝલન એક્સાઇડ ડ્યૂટી ઓછી કરી હતી. આ પછી સમગ્ર દેશમાં પેટ્રોલ 9.50 રૂપિયા અને ડીઝલ 7 રૂપિયા પ્રતિ લિટર સસ્તું થયું હતું. એક્સપર્ટનું કહેવું છે કે, આવનારા દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં 2થી 3 રૂપિયા ઓછા થઈ શકે છે. આ પહેલાં ફેબ્રુઆરીમાં ક્રૂડ ઓઇલ 90 ડોલર પ્રતિ બેરલની આસપાસ હતું, જે જૂનમાં 125 ડોલર પ્રતિ બેરલે…

Read More

બ્રિટનની રાણી એલિઝાબેથ દ્વિતીયના નિધન પર ભારતમાં એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 11 સપ્ટેમ્બરે ભારતમાં રાષ્ટ્રીય શોક મનાશે. આ દિવસે રાણી એલિઝાબેથના સન્માનમાં ભારતમાં રાષ્ટ્રધ્વજ અડધી ઝુકાવવામાં આવશે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતીયના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે તેમને આપણા સમયના દિગ્ગજ તરીકે યાદ કરવામાં આવશે. તેમણે તેમના દેશ અને લોકોને પ્રેરણાદાયી નેતૃત્વ પૂરું પાડ્યું. તેમણે જાહેર જીવનમાં ગૌરવ અને શાલીનતા દર્શાવી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું, “મહારાણી મહારાણી એલિઝાબેથ દ્વિતીયને આપણા સમયની પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે યાદ કરવામાં આવશે.તેમણે જાહેર…

Read More

પીએમ નરેન્દ્ર મોદી હમણાં છેલ્લે જ્યારે ગુજરાત મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમણે એરપોર્ટ પર અંદાજે બે કલાક વિવિધ અધિકારીઓ સાથે મુલાકાત કરીને વિવિધ પ્રોજેક્ટ્સના અપડેટ્સ લીધા હતા. આ દરમિયાન તેમણે સૌથી વધુ ભાર ટુરિઝમ પર મૂક્યો હતો. પીએમ નરેન્દ્ર મોદીએ નવી ટૂરિઝમ પટ્ટી ડેવલપ કરવાથી લઇને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મ્યુઝિયમ બનાવાને લઇને સૂચનો આપ્યા હતા. પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતને ટૂરિઝમ હબ બનાવાની દિશામા પ્રયત્નશીલ છે, જેને લઇને રાજ્ય સરકાર આવતીકાલે ટૂરિઝમ માટે એક પ્રોત્સાહન પોલિસી જાહેર કરશે. આવતીકાલે શનિવારે અમદાવાદમાં ગુજરાત સિને ટૂરિઝમ પોલિસીનું લોન્ચિંગ કરવામાં આવશે. આ પોલિસી અંતર્ગત આવનારા દિવસોમાં ગુજરાતમાં ફિલ્મ સીટી ફિલ્મ પ્રોડક્શન, ટીવી પ્રોડક્શન…

Read More